સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવનનૌકાના નાવિક

 વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

      બાંગ્લાદેશના ગાંધી તરીકે પ્રખ્યાત શ્રી. મહમ્મદ યુનુસ તો તેમને મળેલ નોબલ ઈનામથી વિશ્વ વિખ્યાત બની ગયા. પણ લગભગ એમના જ સમકાલીન સર ફઝલ આબિદ વિશે આપણે ત્યાં ખાસ જાણકારી નથી. એ ખોટ પૂરી કરવાનો આ પ્રયાસ છે.

      ૧૯૭૨માં પાકિસ્તાનથી છૂટા પડ્યા બાદ બાંગ્લાદેશની હાલત બહુ જ કફોડી હતી. વિશ્વના સૌથી  વધુ ગરીબ દેશમાં તેની ગણતરી થતી હતી. પશ્ચિમ પાકિસ્તાને કરેલ આર્થિક તબાહી, યુદ્ધ અને દર સાલ આવતા ગંગા/ બ્રહ્મપુત્રા નદીના પૂરથી સર્જાતો વિનાશ – આ બધાં પરિબળોના કારણે બાંગ્લાદેશ માટે કોઈ ઊજળા ભાવિનાં એંધાણ જ ન હતા. એ વખતે ફઝલ સાહેબના જીવનની દિશા જ પલટાઈ ગઈ.

     ૨૭, એપ્રિલ – ૧૯૩૬ ના દિને સિલ્હટના બનિયાચોન્ગ ગામમાં અમીર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. એમના મા બાપના ઉભય પક્ષે સમાજમાં આગળ પડતો ભાગ અને નેતાગીરી લેનારાઓનો તોટો ન હતો. પણ ફઝલભાઈને કિશોરાવસ્થામાં મોટી મોટી સ્ટીમરો બાંધનારા થવાનું ઘેલું લાગ્યું હતું. આ મકસદથી  ૧૮ વર્ષની ઉમરે  તેઓ ઇન્ગ્લેન્ડના ગ્લાસ્ગોમાં ઉચ્ચ શિક્ષણ લેવા ગયા હતા. પણ ત્યાં ગયા પછી તેમને જણાયું કે, આ માટે માદરે વતનમાં (એ વખતે પૂર્વ પાકિસ્તાન) કારકિર્દી બનાવવા કોઈ શક્યતા ન હતી. આથી ૧૯૬૨માં તેમણે ચાર્ટર્ડ  એકાઉન્ટન્ટની ઉપાધિ પ્રાપ્ત કરી. વતન પાછા ફરી તેઓ શેલ ઓઈલ કમ્પનીમાં જોડાઈ ગયા અને ઉત્તરોત્તર બઢતી પામતા ગયા.

      પણ ૧૯૭૦ માં આવેલ અભૂતપૂર્વ પૂરના કારણે સર્જાયેલ તબાહી નિહાળી તેમનો અંતરાત્મા જાગી ગયો અને ઉચ્ચ  સ્થાન પરની સવલતોમાંથી મન ઊઠી ગયું. તેમણે નોકરીની સાથે સાથે જનસેવાના કામોમાં સહાય કરવાનું શરૂ કર્યું. આ સાથે જ તેમના જીવન ધર્મની તેમને પ્રતીતિ થઈ ગઈ.

    તરત જ શરૂ થયેલા,  બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે તેમને ત્યાં રહેવું હિતાવહ ન લાગ્યું અને ઇન્ગ્લેન્ડ  જતા રહ્યા અને ત્યાં વૈભવી ફ્લેટમાં રહેવા લાગ્યા.  ત્યાં પણ તેઓ  સ્વદેશના સ્વાતંત્ર્ય માટેની પ્રવૃત્તિઓમાં જોડાયા.

   બાંગ્લાદેશ સ્વતંત્ર થયા બાદ ફઝલ વતન પાછા ફર્યા. ભારતમાં હિજરત કરી ગયેલા નિરાશ્રિતો પાછા  ફરતાં તેમને પુનર્વસવાટ કરાવવા અને પગભર કરવાની તાતી જરૂર ઊભી થઈ હતી. ફઝલે પોતાનો  ઇન્ગ્લેન્ડ ખાતેનો ફ્લેટ વેચી દીધો અને પૂર્ણ રીતે નૈરૂત્ય   બાંગ્લાદેશના સુલ્લા ખાતે આ કામમાં જોડાઈ ગયા.    બસ, આ જ ઘટના અને ૧૯૭૨માં એક મહાન સંસ્થાની સ્થાપના થઈ ગઈ. .

Bangladesh Rehabilitation Assistance Committee

ત્યાર પછીની આ સંસ્થાની પ્રગતિની ગાથા જગમશહૂર છે. ૨૦૦૨ ની સાલમાં આ સંસ્થાએ આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી અને માત્ર બાંગ્લાદેશના ૮૪ જિલ્લાઓમાં જ  નહીં પણ એશિયા અને આફ્રિકાના ૧૦ પછાત દેશોમાં આ સત્કાર્ય ફેલાઈ ગયું.

     ‘બ્રાક’ સંસ્થા શિક્ષણ, સ્વાસ્થ્ય, નાની નાણાંકીય મદદ (micro-finance)   માનવ અધિકાર, માનવ કૌશલ્ય વિકાસ અને ગૃહ ઉદ્યોગના ઉમદા ધ્યેયોને વરેલી છે.  તેમનું આ મહાન અભિયાન ઉપાડી લેવા બહુ મોટી ટીમ તેમણે તૈયાર કરી છે. ગરીબીની રેખાની નીચે જીવતાં લોકોની ( ખાસ કરીને સૌથી વધારે અસર જેમના જીવન પર થાય છે, તેવી દરિદ્ર મહિલાઓની) આ સંસ્થા તારણહાર છે. એમને દારૂણ પરિસ્થિતિમાંથી પગભર થઈ આગળ વિકાસ કરવા માટે એક વિશિષ્ઠ યોજના કાળક્રમે ઊભી થઈ છે, અને એનો લાભ લાખો વંચિતોને મળી રહ્યો છે.

     વિશ્વભરની સંસ્થાઓએ એમના આ મહાન કામની કદર કરીને ૨૧ જેટલા એવોર્ડ આપી એમનું બહુમાન કર્યું છે – જેમાં રેમન મેગ્સેસે એવોર્ડ મુખ્ય છે.  નેધરલેન્ડનો Order of Orange-Nassau  શાહી એવોર્ડ પણ તેમને એનાયત કરવામાં આવ્યો છે. ઇન્ગ્લેન્ડની રાણીએ એમને નાઈટહુડની ભેટ આપી છે, જેના કારણે એમના નામની આગળ ‘સર’ નો ખિતાબ જોડવામાં આવે છે.

       જોરીનાનો એક જ નાનકડો દાખલો એમના મહાન કાર્યની સાક્ષી પૂરે છે.    બાંગ્લાદેશના સાવ પછાત ગામમાં જન્મેલી જોરીનાને કોઈ શિક્ષણ મળ્યું ન હતું. ૧૫ વર્ષની ઉમરે એનાં લગ્ન થઈ ગયાં અને પતિની ક્રૂરતાની હદ તો એ આવી કે, દારૂણ ગરીબીના કારણે બે બાળકો અને જોરીનાને છોડીને એ ભાગી ગયો. આપઘાત કરવાના નિર્ણય સુધી પહોંચી ગયેલી જોરીનાને ‘બ્રાક’નો સહારો મળ્યો અને એનું જીવન પલટાઈ ગયું.

       ૨૦૦૫ માં એને પોતાના પગ પર ઊભા રહેવાની તાલીમ મળી અને અઠવાડિયે એક ડોલર, બે ગાય અને અઠવાડિક પ્રોત્સાહન માટે સ્વયંસેવકોના સહારા અને માર્ગદર્શન સાથે એના નવજીવનની શરૂઆત થઈ. આજે જોરીનાનું પોતાનું મકાન અને જમીન છે અને એ વિસ્તારમાં સૌથી મોટી દુકાન તે ચલાવે છે. આટલું જ નહીં; પોતાના જેવી અનેક પીડિતાઓની તે ઉધ્ધારક બની ફઝલની મશાલને આગળ ધપાવી રહી છે.

     આવી ૨૦ લાખ મહિલાઓની જીવનમાં ‘બ્રાક’ ના પ્રયત્નોથી રોશની ઝળહળી ઊઠી છે.

    ૨૦૧૯ માં ઢાકા ખાતે શ્વાસ લેવાની તકલીફના કારણે તેમનું અવસાન થયું; પણ તેમના પુત્ર શર્મને તેમનો વારસો આગળ ધપાવ્યો છે.

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Fazle_Hasan_Abed

https://en.wikipedia.org/wiki/BRAC_(organisation)

http://www.brac.net/

One response to “જીવનનૌકાના નાવિક

  1. pragnaju મે 4, 2022 પર 10:25 એ એમ (am)

    BRAC અંગે ખૂબ સ રસ માહિતી
    સહજ નમન સાથે ધન્યવાદ
    પહેલા તો અમે  BRAC એટલે સમજ્યા નિપત્ર (brac) : વિશિષ્ટ પ્રકારનાં પર્ણ. તેમની કક્ષમાં પુષ્પ કે પુષ્પવિન્યાસ ઉદભવે છે. કેટલીક વાર પુષ્પવિન્યાસ દંડ અથવા પુષ્પદંડ ઉપર પુષ્પ અને નિપત્રની વચ્ચે વધારાની નિપત્ર જેવી નાની અને પાતળી રચના ઉદભવે છે, જેને નિપત્રિકા (bracteate) કહે છે. પુષ્પ કે પુષ્પવિન્યાસ નિપત્ર ધરાવતાં હોય તો તે નિપત્રી (bracteate) અને નિપત્રરહિત હોય તો તેમને અનિપત્રી (ebracteate) કહે છે. નિપત્રો ઘણી વખત કદ, રંગ, કાલાવધિ અને સંખ્યામાં જુદી જુદી જાતનાં હોય છે. સામાન્ય રીતે નિપત્રો નાનાં અને રંગે લીલાં હોય છે. તે કલિકાવસ્થામાં રહેલા પુષ્પ કે પુષ્પવિન્યાસને ગરમી, વરસાદ, કીટકો કે પક્ષીઓથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે. કેટલીક વનસ્પતિઓમાં તે જુદાં જુદાં કાર્યો કરવા માટે રૂપાંતર પામે છે. તેના કેટલાક પ્રકારો નીચે પ્રમાણે છે :(1) પર્ણાભ (foliaceous) : ઘણાં પુષ્પોનાં નિપત્રો પર્ણ જેવાં મોટાં અને લીલાં હોઈ પલ્લવપર્ણોને મળતાં હોય છે. હરિતકણયુક્ત હોવાથી તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે; દા. ત., અરડૂસી, જાસૂદ, વીંછી કાંટો (acalypha indica), ગંધાતુ (Cleome-gyandra).(2) દલાભ (petaloid) : અમુક વનસ્પતિનાં પુષ્પો બહુ જ નાનાં હોઈ અસ્પષ્ટ બને છે. આવાં પુષ્પોનાં નિપત્રો વિસ્તૃત અને ઘેરા ચળકતા રંગનાં બને છે. આવાં રંગીન અને આકર્ષક નિપત્રોને દલાભ કહે છે. તે પરાગનયન માટે કીટક આકર્ષવાનું વિશિષ્ટ કાર્ય કરે છે; દા. ત., બોગનવેલ, પીળી લટકણવેલ, લાલપત્તી (આ. 1).પીળી લટકણવેલમાં નિપત્રો મોટાં અને ઉપરની સપાટીએ રંગીન જ્યારે નીચેની સપાટીએ લીલાં હોય છે. નીચલી સપાટીએ રંગીન શિરાઓ સ્પષ્ટ દેખાય છે. આમ, આ નિપત્રને પર્ણાભ તેમજ દલાભ ગણાવી શકાય.લાલપત્તી(Euphorbia pulcherrima)માં નિપત્ર લાંબાં અને ઘેરા લાલ રંગનાં બને છે, જ્યારે euphorbia heterophyllaમાં નિપત્ર નીચેના થોડા ભાગમાં રંગીન બની આકર્ષક બને છે. બાકી રહેલો મોટો ભાગ લીલો રહી પ્રકાશસંશ્લેષણ કરે છે.(3) પૃથુપર્ણ (spathy bract) : ઘણી વનસ્પતિઓમાં આખા પુષ્પવિન્યાસને વીંટળાતું અને રક્ષણ આપતું નિપત્ર મોટું અને લીલું અથવા તો રંગીન અને ચવટ હોય છે. શૂકી અથવા તો માંસલ શૂકી પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિમાં આવાં પૃથુપર્ણો ખાસ જોવા મળે છે; દા. ત., અળવીમાં આખા પુષ્પવિન્યાસને વીંટળાતું અને રક્ષણ આપતું એક રંગીન મોટું નિપત્ર હોય છે (આકૃતિ 2). કેળના પુષ્પવિન્યાસમાં 7થી 10 પુષ્પોનાં ગુચ્છો એક પછી એક લાલ અને મોટાં નિપત્રના કક્ષમાં આવે છે અને રક્ષણ પામે છે. (આકૃતિ 3)મકાઈના માદા પુષ્પવિન્યાસની બહાર આવેલાં લીલાં કે પીળાશ પડતાં લીલાં નિપત્રો પણ પૃથુપર્ણો જ છે. આ ઉપરાંત નારિયેળી, સોપારી, ખજૂરી, તાડપામ, શિવજટા વગેરેમાં પણ મોટાં, લીલાં અને કાષ્ઠમય પૃથુપર્ણો તેમના પુષ્પવિન્યાસને ઘેરી પુષ્પોનું રક્ષણ કરે છે.
    (4) પરિચક્રીય નિપત્ર (involucral-bract) : ઍસ્ટેરેસી કુળની સૂર્યમુખી અને કેલેન્ડ્યુલા (આ. 4) જેવી વનસ્પતિના સ્તબક પુષ્પવિન્યાસની પશ્ચ બાજુએ પર્ણાભ નિપત્રો એક કે તેથી વધુ ચક્રોમાં ગોઠવાયેલાં હોય છે. નિપત્રોનાં આવાં ચક્રને પરિચક્ર (involucre) કહે છે. કેટલીક વાર આ નિપત્રોનો તલસ્થ ભાગ જોડાઈને કપ જેવી રચના બનાવે છે. એપીયેસી કુળમાં પણ આવાં પરિચક્ર જોવા મળે છે. ગાજર-(આ. 5)માં સંયુક્ત છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે અને પુષ્પવિન્યાસના તલસ્થ ભાગે પરિચક્ર જોવા મળે છે. પુષ્પવિન્યાસની દરેક શાખાના તલસ્થ ભાગે પણ નાનાં નિપત્રોનું ચક્ર આવેલું હોય છે. તેને નિપત્રિકાચક્ર (involucel) કહે છે.(5) શલ્કી નિપત્ર (scaly bract) : સ્તબક પુષ્પવિન્યાસનું પ્રત્યેક પુષ્પક (floret) મોટે ભાગે પરિચક્રીય નિપત્રો કરતાં જુદાં પોતાનાં શલ્કી નિપત્રો ધરાવે છે. નિલંબ શૂકી અને સાયેથિયમ પુષ્પવિન્યાસમાં પુષ્પકોની વચ્ચે અંત:પ્રકીર્ણ (interspersed) શલ્કી નિપત્રો પણ જોવા મળે છે. સૂર્યમુખીનાં બિંબપુષ્પકો આવાં નિપત્રોના કક્ષમાં હોય છે (આ. 6). આ પ્રકારનાં નિપત્રો નાનાં, પાતળાં અને રંગે સફેદ કે અર્ધપારદર્શક હોય છે.(6) ઉપવજ્ર (epicalyx) : માલ્વેસી કુળના કપાસ અને જાસૂદમાં વજ્રની નીચે લીલી વજ્રસદૃશ નિપત્રિકાઓ ભ્રમિ રૂપે ગોઠવાયેલી હોય છે. નિપત્રિકાઓના આ સમૂહને ઉપવજ્ર કહે છે. સ્ટ્રૉબેરી(fragaria)માં પણ વજ્રપત્રોની નીચે ઉપવજ્ર જોવા મળે છે (આકૃતિ 7).(7) પ્યાલાકાર (cupule) : ક્યુપ્યુલીફેરીમાં ઓક અને તેના જેવાં જ ફળો ધરાવતા ભોજપત્ર (Betula) અને બિંદક (Corylus) જેવી વનસ્પતિઓ પુષ્પના તલસ્થ ભાગે કંઈક અંશે પરિચક્ર જેવાં સખત અને કાષ્ઠમય નિપત્રો અથવા નિપત્રિકાઓ ધરાવે છે. ફળ પરિપક્વ થાય ત્યારે આ નિપત્રો એકબીજાં સાથે જોડાઈને પ્યાલાકાર રચનાનું નિર્માણ કરે છે (આકૃતિ 8).(8) તુષનિપત્રો (glumes) : આ નિપત્રો સૂકાં અને કડક હોય છે, તથા શલ્કી નિપત્રોને મળતાં આવે છે. મકાઈ અને ઘઉં જેવી તૃણાદિ (poaceae) કુળની વનસ્પતિનાં પુષ્પોનું તે બહારથી રક્ષણ કરે છે. તેના શૂકિકા (spikelet) પ્રકારના પુષ્પવિન્યાસના તલસ્થ ભાગે બે મોટાં શલ્કી નિપત્રો આવેલાં હોય છે. તેમને બાહ્ય તુષનિપત્રો (glumes) કહે છે. આ શૂકિકાનું પ્રત્યેક પુષ્પ પુષ્પીય તુષનિપત્ર કે અધ:તુષ નિપત્ર(lemma)ની કક્ષમાંથી ઉદભવે છે જે અગ્રભાગે શૂક (awn) ધરાવે છે. પુષ્પાક્ષ પર આવેલ નાની પારદર્શક નિપત્રિકાને ઊર્ધ્વ તુષનિપત્ર (palea) કહે છે (આકૃતિ 9).

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: