દસમા ધોરણની પહેલા સત્રની પરીક્ષા ઢૂંકડી હતી અને આ હરીશભાઈને બધા વિષયોમાં ઉત્તીર્ણ થવાની પણ આશા ન હતી. નોન મેટ્રિક થઈ મજૂરી અથવા બહુ બહુ તો ફીટર કે મિકેનિક બનવા સિવાય કશા ઉજળા ભાવિની એનાં માવતરને આશા ન હતી. સાવ રખડેલ અને અભ્યાસ તરફ ઉદાસીન જીવ. એની મા રામવતીનું હૈયું તો ડૂસકાં ભરે.
એ માહોલમાં છઠના દિવસે ભગવાનને ધરાવવા તે લાડુ બનાવતી હતી ત્યારે એને એક ફળદ્રૂપ વિચાર સૂઝ્યો. તરત એણે બાબલાને કહ્યું, “ જો તું એક કલાક ભણે તો તને એક લાડુડી મળશે.
લાડુ આરોવાનો શોખિન હરીશ તો મચી જ પડ્યો. ત્યારે એને ખ્યાલ આવી ગયો કે, પોતે માનતો હતો એટલો મંદબુદ્ધિ ન હતો. ધ્યાન દઈને વાંચેલું એને યાદ રહી શકતું હતું. ગણિતના દાખલાઓમાં તેની અક્કલ પણ બરાબર દોડી શકતી હતી.
૮, એપ્રિલ – ૧૯૫૨ના રોજ બિહારના દરભંગાના શિક્ષક ગણેશચંદ્ર વર્મા અને રામવતીના ઘેર જન્મેલ હરીશની ગાડી તો પૂરપાટ પાટે ચઢી ગઈ. તે દસમા ધોરણની પરીક્ષામાં બધા વિષયમાં ઉત્તીર્ણ થયો એટલું જ નહીં, એસ.એસ.સી, ની પરીક્ષા સારા માર્કથી પસાર કરી અને પટણાની વિજ્ઞાન કોલેજમાં પ્રવેશ મેળવી યુનિ. ની ફાઈનલ પરીક્ષામાં ભૈતિકશાસ્ત્રના વિષયમાં ત્રીજા નંબરે બહાર પણ પડ્યો.
પટણામાં જીવનની શરૂઆત કરનાર હરીશે આઈ.આઈ.ટી.(કાનપુર)માં અનુસ્નાતક અને પી.એચ.ડી. ની પદવીઓ પણ હાંસલ કરી છે.
હરીશ યુવાન વયે
ડો. હરીશ્ચન્દ્ર બન્યા બાદ, તેણે પટણાની વિજ્ઞાન કોલેજમાં ભૌતિકશાસ્ત્રના વિષયમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું. વિદ્યાર્થીઓને ભણાવતાં તેને સમજાયું કે, ભૌતિકશાસ્ત્રના પચાવવા માટે અઘરા સિદ્ધાંતો સમજાવવા સરળ રીતો અજમાવી શકાય. આઠ વર્ષના શિક્ષણકાર્યના અનુભવ બાદ તેણે બે ભાગમાં ભૌતિકશાસ્ત્રના સિધ્ધાંતોનું પુસ્તક બહાર પાડ્યું છે.
૧૯૯૪ની સાલમાં તેની માનિતી સંસ્થા આઈ.આઈ.ટી.(કાનપુર) માં પ્રોફેસર તરીકે કામ કરવાની તક તેને મળી. ત્યાં તેણે શિક્ષણ ઉપરાંત ન્યુક્લિયર ફિઝિક્સના વિષયમાં સંશોધન પણ કરવા માંડ્યું. આ ઉપરાંત બીજા સહકાર્યકરો અને વિદ્યાર્થીઓના સહકારથી તે ‘શિક્ષાસોપાન’ નામની સંસ્થાનું સંચાલન પણ કરે છે. આ સંસ્થા આઈ.આઈ.ટી. ની આજુબાજુ રહેતા આર્થિક રીતે નબળા વિધ્યાર્થીઓને મદદ કરવાનું કામ પણ કરે છે.
આખા દેશના ભૈતિકશાસ્ત્રના પ્રોફેસરોની સંસ્થા IAPT ( Indian Association of Physics Teachers) ની સંચાલન સમિતિમાં પણ તે સક્રીય સભ્ય છે. આ અઘરા વિષયની સરળ સમજ માટે તેણે ૬૦૦ જેટલા પ્રયોગોની રીતો બનાવી છે. દેશના ૨૨ જેટલા શહેરોમાં આ અને શિક્ષણની બીજી સરળ રીતોનો વ્યાપ થઈ રહ્યો છે. ભૌતિક શાસ્ત્રના શિક્ષકોની તાલીમ માટે પણ ઘણી શિબિરો આ સંસ્થાએ આયોજી છે. આ અભિયાન હેઠળ દેશના ૮,૦૦૦ શિક્ષકોને અદ્યતન તાલીમ આપવામાં આવી છે.
૨૦૧૭ની સાલમાં આ કાર્યની કદર રૂપે મૌલાના અબ્દુલ કલામ આઝાદ શિક્ષા પુરસ્કાર પણ તેને એનાયત થયો છે. ૨૦૧૦ની સાલમાં તેને ભારત સરકારની પદ્મશ્રી પદવી પણ મળી છે.
આ ઉપરાંત તેને યોગ શિક્ષણમાં પણ અનહદ રસ છે. તેનો મોટો ભાઈ દેવીપ્રસાદ પણ પ્રોફેસર છે.
૩૮ વર્ષ શિક્ષણ કાર્ય કર્યા પછી, ૨૦૧૭ની સાલમાં તે નિવૃત્ત થયા છે.
પ્રેરણાદાયી વાતમા-
‘“ જો તું એક કલાક ભણે તો તને એક લાડુડી મળશે.’
વાત ગમી.
બ્રાહ્મીની ચટની જેટલી લાડવીએ સફળતા અપાવી છે
આપણે જેને ‘બ્રાહ્મી’ કહીએ છીએ, તેને સંસ્કૃતમાં’મંડૂકપર્ણી’ કહે છે. પણ બ્રાહ્મી આથી ભિન્ન વનસ્પતિ છે. પરંતુ બ્રાહ્મી અને મંડૂકપણીના ગુણો સરખા જ છે. બ્રાહ્મી જમીન પર ફેલાતી લતા છે. ગાંડપણ પર બ્રાહ્મીની અસર સારી છે. બ્રાહ્મીનું ચૂર્ણ કે રસ એક ચમચી સવાર-સાંજ ઘી સાથે ચટાડવું. બ્રાહ્મી મધ્ય એટલે કે બુદ્ધિવર્ધક, ગાંડપણમાં હિતાવહ તથા માનસિક રોગો, અરુચિ, અનિદ્રા, પ્રમેહમાં હિતકર છે. તે કડવી, તૂરી, તીખી, ઠંડી, વયસ્થાપક એટલે વય સ્થિર કરે છે.
મનુભાઈ ગૌદાની
પ્રેરણાદાયી વાતમા-
‘“ જો તું એક કલાક ભણે તો તને એક લાડુડી મળશે.’
વાત ગમી.
બ્રાહ્મીની ચટની જેટલી લાડવીએ સફળતા અપાવી છે
આપણે જેને ‘બ્રાહ્મી’ કહીએ છીએ, તેને સંસ્કૃતમાં’મંડૂકપર્ણી’ કહે છે. પણ બ્રાહ્મી આથી ભિન્ન વનસ્પતિ છે. પરંતુ બ્રાહ્મી અને મંડૂકપણીના ગુણો સરખા જ છે. બ્રાહ્મી જમીન પર ફેલાતી લતા છે. ગાંડપણ પર બ્રાહ્મીની અસર સારી છે. બ્રાહ્મીનું ચૂર્ણ કે રસ એક ચમચી સવાર-સાંજ ઘી સાથે ચટાડવું. બ્રાહ્મી મધ્ય એટલે કે બુદ્ધિવર્ધક, ગાંડપણમાં હિતાવહ તથા માનસિક રોગો, અરુચિ, અનિદ્રા, પ્રમેહમાં હિતકર છે. તે કડવી, તૂરી, તીખી, ઠંડી, વયસ્થાપક એટલે વય સ્થિર કરે છે.
મનુભાઈ ગૌદાની
લાડુ અને ભૌતિક શાસ્ત્ર સુંદર દૃષ્ટાંત