સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કહો કોણે મારા આતમજીને ઘડીયો

સ્વ-શ્રી અભિલાષ કાંતિલાલ શાહ

કહો કોણે મારા આતમજીને ઘડીયો

કે ભાગ્ય લખ્યું કોણે રે, કલમ લઈ ખડિયો.

દિન રાત જાવે ને દિન રાત આવે,

કહો કાળને રે! કોણે પકડિયો…..…..કહો કોણે

રાતું ગુલાબ ખીલે કાંટાની આડમાં

દૂધ ભર્યું થોર તોય કાંટાળી વાડમાં

કાદવના ઢગલામાં ખીલતું કમળ

તેનો ભેદ નવ જનને રે! જડીયો………..કહો કોણે

કાલે માસૂમ કળી આજે જવાની

કાલે છોડીને જશે દુનિયા આ ફાની

જનમ મરણની ચાલી ઘટમાળ,

એનો ભેદ નવ જનને રે! જડિયો …..…..કહો કોણે

સત્ય બધું એક તોય રંગરૂપ જૂજવાં

ઈશ્વર છે એક તોય લોક લડે પુજવા

જનમો જનમની ચાલી ઘટમાળ

તેનો ભેદ નવ જનને રે! જડીયો…..…..કહો કોણે

2 responses to “કહો કોણે મારા આતમજીને ઘડીયો

  1. pragnaju જુલાઇ 17, 2022 પર 8:49 એ એમ (am)

    સત્ય બધું એક તોય રંગરૂપ જૂજવાં
    ઈશ્વર છે એક તોય લોક લડે પુજવા
    જનમો જનમની ચાલી ઘટમાળ
    તેનો ભેદ નવ જનને રે! જડીયો
    ભેદ પર શ્રધ્ધા જરુરી અને સતત આરાધના……

  2. Dr Induben Shah જુલાઇ 17, 2022 પર 11:41 એ એમ (am)

    નરસિંહ મેહતાનું કાવ્ય યાદ આવી ગયું
    ‘ઘડ્યા ઘાટ, નામ રૂપ જુજવા
    અંતે તો હેમનું હેમ હોએ ‘

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: