સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આઠનું બળ – એક અવલોકન

આ ચિત્ર જુઓ

સાવ નકામી ચીજ છે ને? ટોયલેટ કાગળની વચ્ચેનું, ફેંકી દેવાનું, સાવ મામુલી બોબિન જ ને?

અને હવે તે ચીજોને ઉપરથી જોઈએ તો આ ફોટો –

ડાબી બાજુ એ એકલી છે. જમણી બાજુએ એવી આઠ ભેગી કરી છે. એની તાકાત પહેલાંની ચીજ કરતાં આઠ ગણી વધારે થઈ ગઈ. જૂની અને જાણીતી લાકડીઓના ભારાની વાત જ ને?

પંચકી લકડી, એકકા બોજ.

એકલી એ સાવ ક્ષુદ્ર, તાકાતહીન, ફેંકી દેવાની ચીજ. પણ આઠ ભેગી કરી તો તાકાતવાન બની ગઈ. એનો કશોક ઉપયોગ કરી શકાય. એની પર રૂપાળું આવરણ લગાવી દઈએ તો, સરસ મજાની ફૂલદાની બની જાય.

અને હવે આ અવલોકન –

આપણે એકલા બહુ સીમિત તાકાત ધરાવતા હોઈએ છીએ. પણ ઘણા ભેગા થઈએ તો?

રસ્સા ખેંચની હરીફાઈ જોવા જેવી ખરી!

પણ મોટા ભાગે આપણે આપણી શક્તિ પર જ મુસ્તાક હોઈએ છીએ – એનાં બણગાં ફૂંકવામાં માહેર. સમૂહમાં હોઈએ તો પણ એનું નેતૃત્વ લેવાની હોડ. સ્પર્ધા, કાવાદાવા, વિ.

પણ થોડોક અભિગમ બદલીએ તો ઘણી બધી શક્તિઓ વેડફાતી અટકે અને સમૂહપ્રવૃત્તિથી ઘણાં મોટાં કામ થઈ શકે.

સંઘબળ

આ જ વિચાર આગળ વધારીએ તો, સમાજો અને દેશો સહકાર અને સંગઠન કરતા થાય તો કેટલો બધી ખાનાખરાબી અને સંરક્ષણનો ખર્ચ બચી જાય? રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા થાય તો કેટલી બધી કરુણતાઓ, વ્યથાઓ અને વિનાશો અટકી શકે?

અસ્તુ!

3 responses to “આઠનું બળ – એક અવલોકન

 1. સુરેશ જુલાઇ 18, 2022 પર 9:44 એ એમ (am)

  I cut them to enable going inside the other
  We too have to transform our ego to be in the world of others.
  That is first step for

  સંઘ પ્રવ્રુત્તિ

 2. pragnaju જુલાઇ 18, 2022 પર 10:43 એ એમ (am)

  આઠનું બળ – એક અવલોકન મજાનું અવલોકન માણતા યાદ આવે
  બાળપણમા પુછતા હુ એટ નાઇન ? ઉતર હતો સેવન એટ નાઇન !
  અને આધ્યાત્મિક દ્રુષ્ટિએ…
  આઠ અતિપ્રમાણરૂપ જે શાસ્ત્રો – (૧) વેદ (૨) વ્યાસસૂત્ર (૩) શ્રીમદ્‌ ભાગવત પુરાણ (૪) મહાભારતને વિષે વિષ્ણુસહસ્રનામ (૫) ભગવદ્‌ગીતા (૬) વિદુરનીતિ (૭) સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહીલું વાસુદેવમાહાત્મ્ય (૮) યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે અને આઠ અંકનું રહસ્ય ભાદરવાના રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. શ્રીકૃષ્ણએ દ્વાપર યુગમાં માતા દેવકીની કૂખે જન્મ લીધો. તેઓ દેવકી અને વસુદેવના આઠમા સંતાન હતા. કહેવાય છે કે કૃષ્ણના જન્મ પહેલા આકાશવાણી થઈ હતી કે દેવકી અને વસુદેવનું આઠમુ સંતાન જ કંસની મૃત્યુનું કારણ બનશે. એટલે એક એક કરીને કંસે દેવકીના સાત સંતાનોને મારી નાખ્યા. પરંતુ કૃષ્ણની હત્યા કરવામાં તે નિષ્ફળ રહ્યો. કૃષ્ણના જીવનમાં 8ના આંકનું ખૂબ જ મહત્વ છે. તેઓ દેવકી અને વાસુદેવના આઠમા પુત્ર હતા. તો તેમનો જન્મ પણ રાતના આઠમા મુહર્તમાં 12 વાગે થયો હતો.
  અમારા દાદા કહેતા-‘અથાંણાં આઠ ને રોટલો એક…’નો અર્થ હજુ સમજાયો નથી !

 3. Niravrave Blog જુલાઇ 18, 2022 પર 10:48 એ એમ (am)

  *આઠનું બળ – એક અવલોકન મજાનું અવલોકન માણતા *

  *યાદ આવેબાળપણમા પુછતા હુ એટ નાઇન ? ઉતર હતો સેવન એટ નાઇન !અને આધ્યાત્મિક
  દ્રુષ્ટિએ…આઠ અતિપ્રમાણરૂપ જે શાસ્ત્રો – (૧) વેદ (૨) વ્યાસસૂત્ર (૩) શ્રીમદ્‌
  ભાગવત પુરાણ (૪) મહાભારતને વિષે વિષ્ણુસહસ્રનામ (૫) ભગવદ્‌ગીતા (૬) વિદુરનીતિ
  (૭) સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહીલું વાસુદેવમાહાત્મ્ય (૮) યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ
  છે અને આઠ અંકનું રહસ્ય ભાદરવાના રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ
  થયો હતો. શ્રીકૃષ્ણએ દ્વાપર યુગમાં માતા દેવકીની કૂખે જન્મ લીધો. તેઓ દેવકી
  અને વસુદેવના આઠમા સંતાન હતા. કહેવાય છે કે કૃષ્ણના જન્મ પહેલા આકાશવાણી થઈ
  હતી કે દેવકી અને વસુદેવનું આઠમુ સંતાન જ કંસની મૃત્યુનું કારણ બનશે. એટલે એક
  એક કરીને કંસે દેવકીના સાત સંતાનોને મારી નાખ્યા. પરંતુ કૃષ્ણની હત્યા કરવામાં
  તે નિષ્ફળ રહ્યો. કૃષ્ણના જીવનમાં 8ના આંકનું ખૂબ જ મહત્વ છે. તેઓ દેવકી અને
  વાસુદેવના આઠમા પુત્ર હતા. તો તેમનો જન્મ પણ રાતના આઠમા મુહર્તમાં 12 વાગે થયો
  હતો.અમારા દાદા કહેતા-‘અથાંણાં આઠ ને રોટલો એક…’નો અર્થ હજુ સમજાયો નથી *

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: