સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કરોળિયાનું જાળું – એક અવલોકન

કરોળિયાનું જાળું અને કરોળિયાનો ઉદ્યમ – એ બહુ જાણીતી વાત નથી કરવાની. આ અવલોકન એક જુદી જ ઘટનાના સંદર્ભમાં છે. આખો ને આખો એક સાપ કરોળિયાના આ જાળામાં ફસાઈ ગયો છે!

એ ઘટનાનો વિડિયો પહેલાં જોઈએ –

સોશિયલ મિડિયા પર એ વિડિયો યોગ્ય રીતે જ બહુ વાઈરલ થયો હતો. આ જોતાં બે વિચાર તરત ઉદ્ભવ્યા –

એક એ કે, કરોળિયાની જાળનો એક તંતુ સાવ બારીક હોય છે, અને એની તાકાત પણ સાવ ઓછી જ હોય. આંગળીની એક ઝાપટ જ એને તોડવા પૂરતી હોય છે. પણ જ્યારે ઘણા બધા તાંતણા ભેગા થાય ત્યારે? આ કિસ્સામાં કરોળિયા કરતાં ઘણો મોટો અને  વધારે વજન વાળો સાપ એમાં ફસાઈ ગયો છે. એટલું જ નહીં પણ છૂટવા માટેનાં તેનાં હવાતિયાં પણ એ જાળને તોડવા અસમર્થ બની ગયાં છે. ખુલ્લી હવામાં ફૂંકાતા પવનની પણ એ ટક્કર ઝીલી શકે છે.  જેમ જેમ સાપ છૂટવા માટે તરફડિયાં મારે છે, તેમ તેમ એ વધારે ને વધારે ફસાતો જાય છે.

સાવ મામૂલી એવી કરોળિયાની જાળની તાકાત

આવું જ  અવલોકન જાતે બનાવેલ એક ચીજ વિશે – આ ચિત્ર જુઓ

સાવ નકામી ચીજ છે ને? ટોયલેટ કાગળની વચ્ચેનું, ફેંકી દેવાનું, સાવ મામુલી બોબિન જ ને? હવે તે ચીજોને ઉપરથી જોઈએ.

ડાબી  બાજુ એ એકલી છે. જમણી બાજુએ એવી આઠ ભેગી કરી છે. એની તાકાત પહેલાંની ચીજ કરતાં આઠ ગણી વધારે થઈ ગઈ. જૂની અને જાણીતી લાકડીઓના ભારાની વાત જ ને?

પંચકી લકડીએકકા બોજ.

એકલી એ સાવ ક્ષુદ્ર, તાકાતહીન, ફેંકી દેવાની ચીજ. પણ આઠ ભેગી કરી તો તાકાતવાન બની ગઈ. એનો કશોક ઉપયોગ કરી શકાય. એની પર રૂપાળું આવરણ લગાવી દઈએ તો, સરસ મજાની ફૂલદાની બની જાય.

આપણે એકલા બહુ સીમિત તાકાત ધરાવતા હોઈએ છીએ. પણ ઘણા ભેગા થઈએ તો?

રસ્સા ખેંચની હરીફાઈ જોવા જેવી ખરી!

પણ મોટા ભાગે આપણે આપણી શક્તિ પર જ મુસ્તાક હોઈએ છીએ – એનાં બણગાં ફૂંકવામાં માહેર. સમૂહમાં હોઈએ તો પણ એનું નેતૃત્વ લેવાની હોડ. સ્પર્ધા, કાવાદાવા, વિ. પણ થોડોક અભિગમ બદલીએ તો ઘણી બધી શક્તિઓ વેડફાતી અટકે અને સમૂહપ્રવૃત્તિથી ઘણાં મોટાં કામ થઈ શકે.

સમૂહ બળ

બીજી વાત –   અત્યંત શક્તિમાન હોય એવું કોઈ અસ્તિત્વ જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાય, ત્યારે એ સાવ લાચાર બની જાય છે. એની બધી આવડત અને મુસ્તાકી કશા કામનાં નથી રહેતાં. એની સરખામણીમાં સાવ અશક્ત એવું અસ્તિત્વ પણ સબળ બની શકે છે. જો એ વિશિષ્ઠ પ્રકારની આવડત કેળવે તો અશક્ય લાગે તેવું કામ કરવા સશક્ત બની શકે છે.

मूकं करोति वाचालं, पंगुं लंघयते गिरिं ।

આ જ ભાવની એક નાનકડી પણ શક્તિમાન અંગ્રેજી કવિતા સાથે વિરમીએ –

It is not growing like a tree
In bulk, doth make man better be;
Or standing long an oak, three hundred year,
To fall a log at last, dry, bald, and sere:

A lily of a day
Is fairer far in May,
Although it fall and die that night—
It was the plant and flower of Light.
In small proportions we just beauties see;
And in short measures life may perfect be.

-Ben Johnson

3 responses to “કરોળિયાનું જાળું – એક અવલોકન

 1. Qasim Abbas ઓક્ટોબર 3, 2022 પર 4:29 પી એમ(pm)

  સમૂહ બળ
  (From my article)

  [cid:753ec016-9017-49e8-8cb3-e8fb9fd7a83c]

 2. Jayshree Patel ઓક્ટોબર 3, 2022 પર 4:59 પી એમ(pm)

  બહુ સરસ અવલોકન👌

 3. pragnaju ઓક્ટોબર 3, 2022 પર 8:23 પી એમ(pm)

  અવલોકન ગમ્યું પંચકી લકડી…
  અમારા ભણવામા આવ્યુ હતું કે-કરોળિયા અને રેશમના કીડા જેવા પેટે ચાલતા પ્રાણીઓના ઉદરમાં સીલ્ક ઉત્પન્ન કરવા માટે ‘સ્પિનરેટ’ હોય છે. તેનાથી સિલ્ક એટલે રેશમ વણાય છે એટલે કે કંતાય છે. કરોળિયાના ઉદરમાં કુદરતે રેશમ વણવા માટે આવી જૈવિક ગોઠવણ આપી છે. કરોળિયા પર અગાઉ સંશોધન તો ઘણા થયા છે પરંતુ આ વાત આશ્ચર્ય ઉપજાવે તેવી છે.
  આ સંરચનાઓ જીવોના ઉદવિકાસનો રસપ્રદ પ્રશ્ન ઊભો કરે છે. આ ઉદરીય સ્પિનરેટ પુરાતન કાળના પ્રાણીઓની શરીર રચનામાંના ઉપાઅંગોના આવશેષ હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવો ઉદરીય સ્પિનરેટ અવશેસી પગ હોઈ શકે છે. ખંડીય ઉપાંગો જોડાઈને સ્પિનરેટ બનેલા છે. જ્યારે કરોળિયા ચાલે છે ત્યારે તેના પગની ગતિને અનુવર્તીને તે ગતિમાન થાય છે. અત્યાર સુધીમાં તજજ્ઞાોએ સૂક્ષ્મ ચુકો તરનતુલાના પગના તળિયામાં જ જોઈ છે તેથી એવું લાગે છે કે તેના પગના તળિયામાં આવેલ ગાદી અને નહોરને પૂરક આ નવી રચના વિકાસ પામી છે પરંતુ તેનો ઉત્તર જનીનવિદ્યાના અભ્યાસ પરથી જ મળી શકે. કરોળિયાની આ દુનિયા પણ અજબ ગજબ છે.
  ……….
  मूकं करोति वाचालं।નું ભાષાંતરમા એક વિદ્યાર્થિનીએ લખ્ય્ં કે-‘ વાચાળને મુંગો કરે છે અને તેને સાચુ આપવામા આવ્યુ હતુ કારણ કે સંસ્કૃતમા શબ્દો ગમે તેમ લખી શકાય !
  ………………..
  ખૂબ સુંદર કાવ્ય
  તે ઝાડની જેમ વધતું નથી
  મોટા પ્રમાણમાં, માણસને વધુ સારું બનાવે છે;
  અથવા લાંબા ઓક ઉભા, ત્રણસો વર્ષ,
  છેલ્લે, શુષ્ક, ટાલ અને સીર પર લોગ પડવા માટે:

  એક દિવસની લીલી
  મેમાં વધુ સારું છે,
  જો કે તે રાત્રે પડી જાય છે અને મૃત્યુ પામે છે –
  તે પ્રકાશનો છોડ અને ફૂલ હતો.
  નાના પ્રમાણમાં આપણે ફક્ત સુંદરીઓ જોઈએ છીએ;
  અને ટૂંકા પગલામાં જીવન સંપૂર્ણ હોઈ શકે છે.

  -બેન જોન્સન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: