સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બરફનો ટૂકડો – એક અવલોકન

આ ટૂકડો !

કોન્ક્રિટના ડ્રાઈવ-વે પર નાનકડો ખાડો બનાવતી વખતે રહી ગયો હશે. એમાં છેલ્લા બે ચાર દિવસમાં થયેલી સ્નો – વર્ષા પછી જમા થઈને રહી ગયેલો બરફનો ટૂકડો.
બીજે બધે તો બરફ સૂરજના તાપે પીગળી, પાણી બનીને વહી ગયું. પણ આ જગ્યાએ એને ઓગળતાં વાર લાગે જ ને?

આમ તો આ સામાન્ય ઘટના છે, પણ થોડાક વિચાર ઉદ્ભવ્યા …

સંચિત કર્મ – કર્મનો સિદ્ધાંત ? !

કે વળી –
જે છીછરા છે, તે કશું ભેગું કરી શકતા નથી. જ્યાં ઊંડાણ છે – ત્યાં જ ચીજ કે વિચાર કે ગનાન ઠરીને ઠામ થઈને રહે છે?

અથવા…
ભલેને એ ટૂકડો થોડોક અમીરાઈના તોરમાં મ્હાલે… એની નિયતિ પણ સૌની માફક ઓગળી જવાની જ ને?

કે પછી? …..
એ તો એમ જ હોય ને?

અથવા…..
તમે કહો તે કશીક ઓર કલ્પના? !

3 responses to “બરફનો ટૂકડો – એક અવલોકન

  1. pragnaju ફેબ્રુવારી 6, 2023 પર 9:48 એ એમ (am)

    બરફ ટુકડો આ રીતે કામમા લો……………….
    કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો ! દવા કડવી નહિ લાગે !માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે! શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે ! હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !* શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે ! નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે ! ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે ! પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે ! વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે ! આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે ! ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે ! દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય !ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !+++++++++++++++++

  2. સુરેશ ફેબ્રુવારી 6, 2023 પર 10:14 એ એમ (am)

    શ્રી. સુધીર ગાંધીનો એક સરસ વિચાર…
    ટુકડો છુપાઇને હરખાતો’તો વહી જતા પાણીને જોઇને.

    પાણીએ કહયું, ” મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુજીયા. ”

    યાદ આવેછે ” કુંપળ પાન ખરંતાં ……..”

  3. સુરેશ ફેબ્રુવારી 6, 2023 પર 10:19 એ એમ (am)

    બીજો એક વિચાર…

    આવો જ એક ખાડો હતો. પણ બહુ જ ઊંડો અને બહુ જ વિશાળ. વળી મસ મોટી ઊંચાઈ ઉપર – એક હિમાચ્છાદિત શિખરની તળેટીમાં. ઉનાળાના માહોલમાં શિખર પરનો બરફ પીગળ્યો અને એ ખાડો પૂરાવા માંડ્યો. વરસોનાં વરસો વીતી ગયાં અને એ ખાડો છેવટે પૂરાઈ ગયો. હવે એની ઉપર છવાતો બરફ પણ ઉનાળાની ગરમીમાં પીગળીને પાણી બની વહી જવા લાગ્યો.
    પણ ખાડો તો બરફની બેન્ક બની ગયો. લોકોએ એને નામ આપ્યુ – ‘હીમ નદી’ ( Glacier)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: