સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જિજ્ઞાસા

શ્રી. વિનેશ અંતાણી લિખિત મનગમતા વિષય પરનો એક લેખ વેબ ગુર્જરી પર વાંચ્યો અને ગમી ગયો.

આ રહ્યો

એના સમાપનમાંથી આ ટાંચણ ..

જિજ્ઞાસા કશુંક જુદું અને નવું કરવાની ધધકતી ઇચ્છા જન્માવે છે. જિજ્ઞાસુ લોકો સ્થગિતતામાં જકડાઈ જતા નથી. એક સમયે નવી લાગતી ઘણી શોધો હવે આપણા રોજબરોજના જીવનમાં એવી તો ગોઠવાઈ ગઈ છે કે એ બાબતો નહોતી ત્યારે જીવન કેવું હતું એની કલ્પના પણ કરી શકાતી નથી. નવું નવું કરવાની વૃત્તિ એક શોધ થઈ ગયા પછી પણ અટકતી નથી. શોધાઈ ચૂકેલી ચીજો કે નવા વિચારોથી આગળ જવાની ઇચ્છા રહે છે. સ્ટીલ કેમેરા શોધાયા પછી પણ માણસને સંતોષ થયો નહીં. એ અસંતોષ એને મોશન કેમેરાની શોધ સુધી લઈ ગયું અને એમાંથી સિનેમા જેવી અદ્દભુત કળાનો વિકાસ થયો. સાદા ટેલિફોનથી માંડીને સ્માર્ટ ફોન સુધીની યાત્રા પણ એનું એક દૃષ્ટાંત છે. વિજ્ઞાન-ટેક્નોલોજીની જેમ કળાના વિવિધ ક્ષેત્રમાં પણ અલગ રીતે નવું નવું કરતા રહેવાની તીવ્ર ઇચ્છા નવાં સર્જનાત્મક આયામ સુધી લઈ જાય છે.

હવે આ બાબત આ જણના ચપટીક વિચાર –

બાળક માટે અથવા શિક્ષણ અને કેળવણીના સંદર્ભમાં જ નહીં , સામાન્ય માણસના જીવનમાં પણ કુતૂહલ વૃત્તિ એક નવો આયામ (Paradigm) સ્થાપિત કરી શકે છે. ચીલાચાલુ જીવનની ઘટમાળમાંથી ઉપજતા કંટાળાનો આ એક અજમાવવા જેવો ઉકેલ છે. અંગત અનુભવ પરથી એમ જણાયું છે કે, આવો અભિગમ રાખવાથી અવનવી દિશાઓમાં ખેડાણ થઈ શક્યું છે – જેનું આ જણને જ્ઞાન તો શું ? – સ્વપ્નમાં પણ કલ્પના ન હતી. આ બ્લોગિંગનો સણકો પણ એવી જ એક પેદાશ! આવા બીજા થોડાક સણકા આ રહ્યા !

દરેક ચિત્ર પર ક્લિક કરી ત્યાં પહોંચી શકશો.

વાચકને કદાચ આ આત્મશ્લાઘા લાગે – લાગવા દો.

પણ કોઈ એકાદ જણ પણ પોતાના જીવનમાં નવી તાજગી અને સ્ફૂર્તિ આના કારણે ઊભી કરી શકે , તો ……
આ પ્રયાસ ગનીમત છે.

3 responses to “જિજ્ઞાસા

  1. Qasim Abbas ફેબ્રુવારી 7, 2023 પર 8:21 એ એમ (am)

    SBJ HOBBIES ARE IN FACT TREASURES OF KNOWLEDGE – PARTICULARLY FOR PUZZLE AND MATH LOVERS. INDEED APPRECIABLE EFFORTS.

  2. pragnaju ફેબ્રુવારી 7, 2023 પર 8:42 એ એમ (am)

    મા સુરેશભાઇ જ્ઞાન ચેતનાના અંદરનાં મૂળિયાં શોધી કાઢે છે. તેનો અર્થ એ છે કે જે કંઈ બહાર સજીવ છે, વિજ્ઞાન તેના અંદરના નીર્જીવને પકડે છે. જેવી રીતે કવિના હાથમાં ફૂલ આવી જાય તો શૃંગાર ભરેલી કવિતા લખી નાખે છે. માળીને તેનામાં પોતાનાં બાળકો જેવા પ્રાણ દેખાય છે, પરંતુ વૈજ્ઞાનિકના હાથમાં આવી જાય તો તેને ફૂલના અંદર માત્ર વનસ્પતિનું શાસ્ત્ર જ દેખાય છે. આધ્યાત્મિક જ્ઞાન મૂળિયાંમાંથી ચેતનાને શોધે છે. ઋષિ-મુનિઓએ જણાવ્યું છે કે, મનુષ્યને ક્યારેક વસ્તુ ન માનો અને વસ્તુઓમાં પણ જીવન જુઓ. આજે એકબીજાને વસ્તુ માનીને અધિકાર વ્યક્ત કરવામાં આવે છે. તમે ભલે ગમે તેટલા ભણેલા-ગણેલા હોવ, જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન જરૂર ઉતારો. તેને પ્રાપ્ત કરવા માટે ત્રણ કામ કરવા પડે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જેની પાસેથી જ્ઞાન લેવું હોય તેને સૌથી પહેલાં પ્રણામ કરો, પછી સેવાભાવ જગાડો અને ત્યાર બાદ જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછો, શંકાથી નહીં. વિનમ્રતા, સેવા અને જિજ્ઞાસા જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગ છે.

  3. Niravrave Blog ફેબ્રુવારી 7, 2023 પર 8:57 એ એમ (am)

    pragnaju ફેબ્રુવારી 7, 2023 પર 8:42 એ એમ (am)
    https://gadyasoor.wordpress.com/2023/02/07/inquisitiveness/#comment-12792

    મા સુરેશભાઇ જ્ઞાન ચેતના ની અંદર ના મૂળિયાં શોધી કાઢે છે. તેનો અર્થ એ છે કે
    જે કંઈ બહાર સજીવ છે, વિજ્ઞાન તેના અંદરના નિર્જીવ ને પકડે છે. જેવી રીતે
    કવિના હાથમાં ફૂલ આવી જાય તો શૃંગાર ભરેલી કવિતા લખી નાખે છે. માળીને તેમના
    પોતાનાં બાળકો જેવા પ્રાણ દેખાય છે, પરંતુ વૈજ્ઞાનિકના હાથમાં આવી જાય તો તેને
    ફૂલના અંદર માત્ર વનસ્પતિનું શાસ્ત્ર જ દેખાય છે. આધ્યાત્મિક જ્ઞાન
    મૂળિયાંમાંથી ચેતનાને શોધે છે. ઋષિ-મુનિઓએ જણાવ્યું છે કે, મનુષ્યને ક્યારેક
    વસ્તુ ન માનો અને વસ્તુઓમાં પણ જીવન જુઓ. આજે એકબીજાને વસ્તુ માનીને અધિકાર
    વ્યક્ત કરવામાં આવે છે. તમે ભલે ગમે તેટલા ભણેલા-ગણેલા હોવ, જીવનમાં
    આધ્યાત્મિક જ્ઞાન જરૂર ઉતારો. તેને પ્રાપ્ત કરવા માટે ત્રણ કામ કરવા પડે છે.
    શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જેની પાસેથી જ્ઞાન લેવું હોય તેને સૌથી પહેલાં
    પ્રણામ કરો, પછી સેવાભાવ જગાડો અને ત્યાર બાદ જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછો, શંકાથી
    નહીં. વિનમ્રતા, સેવા અને જિજ્ઞાસા જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગ છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: