શ્રી. પરેશ વ્યાસ શબ્દ સંશોધનના રસિયા છે. એમણે ઘણા બધા શબ્દો પર સંશોધન કરી મજાના લેખ લખ્યા છે, ( કદાચ છઠ્ઠીના લેખ જેવા!)
એમનો તાજેતરનો કંટાળો ( Boredom) પરનો એક મજાનો લેખ વાંચી આ બાબત લખવા મન થયું . એ લેખ આ રહ્યો .
એ લેખનું છેલ્લું લવિન્ગ –
“નોર્મલ બૉરિંગ છે, બોરિંગ નોર્મલ છે.” –અજ્ઞાત
આથી –
કંટાળા વિશે કોઈને ગનાન આપી ન શકાય!
એ વૈશ્વિક બિમારી છે! મને, તમને, સૌને એની બહુ સારી રીતે ખબર છે. દરેકને કોઈ ને કોઈ સમયે એ વિતાડતો હોય છે. પણ ખાસ કરીને નિવૃત્ત થયેલા વયસ્કોને આ બિમારી સૌથી વધારે સતાવતી હોય છે. ‘છ અક્ષરનું નામ’ – રમેશ પારેખ યાદ આવી ગયા –
આથી વયસ્કોના એ કંટાળાનો વિશેષ પરિચય આપવાની જરૂર નથી, આશય પણ નથી!
પણ એના ઈલાજની વાત કરીએ, તો કાંઈ કામ બને!
ભલેને કંટાળો સર્વ સામાન્ય હોય, એનો ઈલાજ દરેક વ્યક્તિ માટે અલગ રહેવાનો. ઇન્ટરનેટના આગમન બાદ ‘બ્લોગિન્ગ ‘ એક સરસ ઈલાજ હતો. આ લખનાર જેવા માટે હજી થોડોક છે ! સોશિયલ મિડિયાના આ જમાનામાં વોટ્સ એપ, ફેસબુક વિ. પ્લેટફોર્મોનો વેપલો પણ ધમધોકાર હાલે છે !
એ સૌનો દિલી આભાર.
પણ થોડાક બીજા રસ્તા પણ છે, અને આ લખનારનો માનીતો છે –
હોબી
ઘણી જાતની હોબી કેળવી શકાય છે. એનો રિયાઝ કરવાની પણ એક મજા હોય છે. જો મન થાય તો…..
મારગ બતાવવાનું ગમશે.
Like this:
Like Loading...
Related
નવા દોસ્તો બનાવો. કંઈક નવું શીખો. નવી જાણકારી મેળવો. જેઓને અલગ અલગ બાબતો કરવી ગમતી હોય તેઓ એકલા હશે ત્યારે કંટાળશે નહિ કે બીજાઓ સાથે હશે ત્યારે પણ કંટાળાજનક બનશે નહિ.
બાઇબલ ધોરણ: “જે કંઈ કામ તારે હાથ લાગે એ પૂરી તાકાતથી અને પૂરા મનથી કર.”—સભાશિક્ષક