સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટકોરા

કેમ આ નવું અવલોકન છે એમ લાગ્યું ને? પણ ના , એમ નથી .  તો શું  છે?

davda

આ ચિત્ર પર ક્લિક કરો.

શ્રીમતિ સુનંદા પટેલની આ કલ્પના બહુ જ ગમી.

અને ઉમાશંકર જોશીના ટકોરા યાદ આવી ગયા…..

mavji

આ ચિત્ર પર ક્લિક કરો.

 

Advertisements

ઇન્ટરનેટ પર અજાણ્યા લોકો સાથે દોસ્તી કરવી કેટલું ખતરનાક છે?

અલીસિયા કોજાકેવિજ

      અલીસિયાને બીજાં બાળકોની જેમ ઇન્ટરનેટ પર નવાં નવાં દોસ્ત બનાવવાનું, ચેટિંગ કરવાનું બહું જ ગમતું હતું. એ વખતે તે તેર વર્ષની હતી. અલીસિયા એનાં માતા-પિતા સાથે અમેરિકાના પીટસબર્ગ શહેરમાં રહેતી હતી. પરિવારને એ વાતની ખબર હતી કે નાનકડી અલીસિયા કમ્પ્યુટર પર ભણવા ઉપરાંત દોસ્તો સાથે વાતચીત પણ કરતી રહે છે. અલબત્ત, દીકરીને અવારનવાર તેના મિત્રો સાથે લાઇવ ચેટ કરતી જોવા છતાં તેને કદી રોકી નહોતી. ક્રમશ : અલીસિયાને ઇન્ટરનેટનું વ્યસન થઈ ગયું.

      અલીસિયા હવે સોશિયલ મીડિયા પર હતી. નેટ પર તેને એક યુવાન સાથે દોસ્તી થઇ ગઇ. અલબત્ત, એ છોકરો સ્કૂલમાં ભણતો નહોતો. એ છોકરાને તે કદી રૂબરૂ મળી નહોતી. પરંતુ સોશિયલ મીડિયા પર એ છોકરા સાથે વાત કરવાનું અલીસિયાને બહુ જ ગમતું હતું. બેઉ જણ લાંબી લાંબી વાતો કરતાં, નેટ પર તે છોકરાની તસવીર પણ અલીસિયાને ગમી ગઇ. તસવીર જોતાં એને લાગ્યું કે, એ છોકરો તેની જ વયનો છે.

પછી શું થયું?

DP11

આ ચિત્ર પર ક્લિક કરો…

સૌ કોઈએ પોતાનાં સંતાનોને આ લેખ વંચાવવો જ જોઈએ.

In English here….

 

વ્યક્તિત્વ ઘડતર – શ્રી. દીપક બુચ

Dipak_Buch
     વર્ષોથી અને હમણાં-હમણાં જોરશોરથી વ્યક્તિના વિકાસ (Personality Development) માટે  અનેક સલાહ-સૂચનો, સેમિનાર્સ, લેક્ચર્સ વિગેરે ચાલ્યા કરે છે ! આ સંદર્ભે,હું મારા અને નજીકના સગા-સંબંધીના તેમજ સફળતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓના ભૂતકાળ પર નજર કરું છું ત્યારે થાય છે કે દરેક વ્યક્તિની “જીવનની નદી કોતરાયેલી જ હોય છે અને તેમાં જ વહેવું પડે છે”. (દા.ત. ધીરૂભાઇએ કે કરશનભાઈએ કદિ રિફાઇનરીની કે યુનિવર્સીટીની સ્થાપના માટે સ્વપનાં નહિ જ સેવ્યા હોય.!)
    સૌ પોત-પોતાના ભૂતકાળમાં ડોકિયું કરી,આ બાબતની યથાર્થતા ચકાસી શકે.
    તક એટલે વર્તમાનના કાર્યમાં સમર્પિત થઈને કરેલ કઠિન પરિશ્રમ દરમ્યાન સૂઝતો માર્ગ અને સફળતા એટલે તે માર્ગ પર હિંમત અને આત્મવિશ્વાસ સાથે માંડેલા ડગર. ગોલ હોવો જોઈએ: વર્તમાનમાં, સમયની સભાનતા સાથે કર્મમાં સમર્પિત થઈ,કઠિન પરિશ્રમ કરી શ્રેષ્ઠ બનવાનો. અગાઉથી નક્કી કરેલ ‘નિશ્ચિત-ગોલ’ (dream-“આ જ બનવું છે”..) મોટેભાગે નિરાશામાં પરિણમતો હોય છે.
     ઓશોએ કહ્યું છે કે,

જીવંત વ્યક્તિત્વ જ પ્રેરણાદાયી હોઈ શકે.

આ સંબંધે રચેલ કૃતિ:
કોઈને લીધે,ન ‘કોઈ ‘થયું છે!
   ન વકતા ન વાક્યો,
   
   ન કોઈને, ‘કોઈ’ કરી શક્યું છે!
   ન પૂતળા ન પુસ્તકો,
   
   ન દોડો વાટે અવળા,
   ન થાવ આપે નબળા,
   
   કરો આવ્યું જે કામ,નિષ્ઠાથી,
   પામો બધું,આત્મબળે મોજથી.
   — દીપક બુચ

ચિંતન લેખો(૧) – જ્ઞાન માટેની  ત્રણ બાજુ ; શ્રી. જીતેન્દ્ર પાઢ

      નેટ મિત્ર શ્રી. જીતેન્દ્ર પાઢ સાથે ઈમેલ અને ફોન સમ્પર્ક ઘણા વખતથી ચાલુ છે. એમનાં ચિંતન લેખ મને ગમે છે – મોટા ભાગે મારી ચિત્ત વૃત્તિને અનુકૂળ હોય છે. તેઓ ભલે મુંબાઈગરા હોય પણ મૂળ તો મારા ગામ – અમદાવાદના ; એટલે ચપટીક પ્રેમ વધારે !

Jitendra_padh     તેમના ચિંતન લેખ  આ બ્લોગ પર પ્રકાશિત કરવા માટે તેઓ સહમત થયા છે – એ મારું સૌભાગ્ય છે.

 હવેથી દર શનિવારે તેમનો ચિંતન લેખ અહીં પ્રગટ થશે. એ શ્રેણીનો પહેલો લેખ આ રહ્યો…..


જ્ઞાન માટેની  ત્રણ બાજુ
માનવું ,ધારવું ,સ્વીકારવું

     સૃષ્ટિના ઘટના, ક્રમ અને કુદરત નિયમોની યથાવતતા કાયમ છે ,તે કદી સંતુલન ગુમાવતા નથી અને તેથી તે નિયમિતતા સાથે  જગતનું સંચાલન કરે છે ,આ અદ્ભૂત ,અકલપ્ય અને રહસ્યમયી ઈશ્વરીય ગણો કે કોઈ એક મહાશક્તિ ગણો -પરંતુ  હજારો વર્ષથી ચાલતી કામગીરી કોઈ સમજી શક્યું નથી કે વિજ્ઞાન પણ સંપૂર્ણતાથી આ ભેદ ઉકેલી શકયું નથી …આ વાત આપણને શીખવાડે છે કે જે બદલી ન  શકાય તેને સ્વીકારતાં શીખો ,બધા  જ રહસ્યો ઉકેલાતા નથી  એ સનાતન,સર્વસ્વીકૃત હકીકત છે  -સત્યને ઉકેલવાનો પ્રયાસ સર્વથા સફળતા ન પામે અને તેથી  હતાશ ,નિરાશ કે નાસીપાસથી નહીં પરંતુ બુદ્ધિ પૂર્વક સમજદારી સાથે -અમુક વણઉકેલાય તેવી બાબતો ,સમસ્યાઓ કે ગૂંચો ઉકેલવાની મથામણ ન કરો .ઘણી બાબતો સમજવા ,કે તે  અંગે ની સ્પષ્ટતા ,માહિતી કે ઇતિહાસ શોધવામાં માનવીય બુદ્ધિ લાખ પ્રયત્ન  કરે તો પણ તે  કોયડાઓ  તેના ગજાબહારના વણ   ઉકેલા  કાયમી પ્રશ્ન બની રહેવાના. પેઢી દર પેઢી   અથડાતાં ,કૂટાતા  રહેવાના .મગજ ,બુદ્ધિ   અને સમજ ને પોતાની મર્યાદા છે .દરેક બાબત શાસ્ત્રો,સંશોધનો કે પ્રમાણભૂત સત્યો કયારેય ધારેલાં સફળ, સુખદ કે આખરી નિર્ણાયત્મક પરિણામ લાવી શકે ; કે ન પણ લાવે ; કે  લાવે જ નહીં .આશા ન છોડવી ,પ્રયત્નો સતત કરવા અને મથ્યા રહેવું તે સ્વભાવ માનવીનો છે .પ્રયોગો ,પ્રયત્નો અને પ્રયાસો કદી નિષ્ફળ  જતાં નથી ,એ આશાવાદ ઉમદા  ફળદાયી છે.

       માનવ સ્વભાવ જલ્દી કશું જ છોડવા તૈયાર નથી હોતો અને તેથી તે સાબિતીઓ ,પ્રમાણો માંગે છે ,ચકાસે છે અને જો ફાયદા કારક જણાય તો સ્વીકારે છે .આમ કરતા તે ભૂલી જાય છે કે તે ને જે મળેલું છે ,અને જેં  મેંળવેલું છે તે બધું અન્ય કોઈ ના પરિશ્રમની નીપજ છે.કશુંક માનવું તે શ્રદ્ધા થઇ ,ન માનવું તે એક રીતે જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા થઈ ,પરંતુ જે સિદ્ધ થયેલું સત્ય છે તેની અવજ્ઞા એ તમારી શંકા થઈ ,શંકા જાગી એટલે વિરોધ જાગ્યો .,વિરોધ જાગ્યો એટલે પ્રશ્નો જાગ્યા ,પ્રશ્નો જાગ્યા એટલે પરિણામ ની વિચારણા સળવળી  ,પરિણામ આવ્યું તે સંતોષ ન થયો.સંતોષ ન થયો એટલે આસ્થા ,વિશ્વાસ ડગ્યો -નિરાશા જાગી આ એક ક્રમ ચક્ર થયું. પરિણામ સિદ્ધ થયેલું હોય તો માનવી એ સ્વીકારવાની તૈયારી  રાખવી તે તેની ફરજ ગણાય ,કંઈપણ પ્રાપ્તિ કરવી હોય તો સ્વીકારાત્મક  અભિગમની  જરૂર છે .સત્ય ને સમજીને તેને અપનાવવાની જરૂર છે ;પ્રશ્નાવલી નું પેપર આખરે ઉત્તરવહી ઝંખે છે -અને ઉત્તરવહી માં સંપૂર્ણ સાચા જવાબોબઢાના હોતા નથી ,પણ જે સવાલો સાચા છે તેને પુરા ગુણાંક મળે છે.પુરા માર્કસ મળ્યા પછી તમે શિક્ષકને તે વિષે પૂછતાં નથી ,તેવી જ રીતે જયારે પ્રમાણભૂત સત્ય સનાતન બની સામે આવે તો શા માટે ?પ્રશ્નાવલી?શા માટે વિવાદ ?શા માટે શંકા /-શંકા કરવી માનવીનું અપલક્ષણ કહેવાય –  જયારે એક વાત નિર્ધારિત સાચી સાબિત થઇ પછી એક વાર તો માન્ય રાખવી પડે -હા ,તેમાંથી નવા વિચાર જાગે તો તે માટે જ્ઞાન મેળવવા જાગૃત બની ફરી  વિચારીએ  એ તે વાત અલગ  થઈ;

      અભ્યાસ હોય ,જ્ઞાન હોય કે સંશોધન હોય તમારે  અનુભવી લોકોની વાત એક ઉદાહરણરૂપે પણ સ્વીકારવાની ટેવથી અપનાવશો  તમારી બુદ્ધિ પ્રતિભામાં ન ધારેલો ચમકારો થશે,  તમારા કાર્યો માં એક નવા વિચારની ઝલક આવી જશે -કારણ અનુભવીઓ ની વાત સાથે તમે તમારા વિચારો  થકી તેને અલગ રીતે ,નાવીન્યતાથી રજૂ  કરશો. એ રજુવાત માં સંતોષ ,સમાધાન અને  ખુશી હશે.  માનવું ,ધરવું અને સ્વીકારવું આ  ત્રણેય બાબતો સામાન્ય લાગે તેમ છતાં તે ને સમજવી જીવન માટે મહત્વની ગણાય .અહીં ગૂઢાર્થમાં ન જતાં સામાન્ય સમજ આપવાનો આ પ્રયાસ છે -જે કેવળ મારી એક દૃષ્ટિ નો  પ્રભાવ  છે – એવું બને કે આંથી જુદો મત બીજાનો  હોઈ શકે  ,જે જ્ઞાન મને નથી મળ્યું તે અન્ય અભ્યાસુ પાસે ઊંડાણથી પણ હોય અને તેથી આ  પ્રાથમિક વિચારધારા છે  એમ સમજવી -સ્વીકારવી અને તેને પણ કસોટીએ મૂકી તમને લાભેલું સત્ય નિરૂપણ કરવું  એવી અંગત ઈચ્છા સાથે હું વિરમું  ….મિત્રો ,વિજ્ઞાન પુરાવા માંગે ,ધર્મ  આસ્થા માંગે  અને માનવ સાચી સમજ ઝંખે તેનું નામ સંસાર …આ તો જગ નો સાદો નિયમ છે   …..

-જિતેન્દ્ર પાઢ – સિએટલ  (વૉશિન્ગટન , અમેરિકા )

Amadavad – world heritage city

I Love You ! : સુખ અને સ્વીકારની શોધ -A Book By કાજલ ઓઝા-વૈદ્ય

લગ્ન જીવન વિશે ઘણું બધુ કહેવાય છે – લખાય છે. પણ આ લેખ વાંચવા માટે નથી – લગ્નોત્સુક યુવાન – યુવતીઓએ ગીતા/ કુરાન/ બાઈબલની જેમ આત્મસાત કરવા માટે છે.

નાઇલને કિનારેથી....

i-love-you-kajal-oza-vaidya

લગ્‍ન વિશેના ખ્યાલો આપણા દેશમાં ખાસ્સા દૃઢ અને પરસ્પર વિરોધી માન્યતાઓ ધરાવતાં રહ્યાં છે. અંગ્રેજીમાં જેને પેરાડોક્સ (વિરોધાભાસ) કહીએ છીએ એવું સામાન્ય બુદ્ધિ કે સાદી સમજથી વિપરીત લાગે તેવું અથવા બે પરસ્પર વિરોધી બાબતોનું સમર્થન કરતી આ સંસ્થા છે. કેટલાક લોકો માને છે કે લગ્‍ન માણસને બાંધે છે અને બંધાયેલો સંબંધ ગંધાઈ પણ ઊઠે છે. લગ્‍ન સાથે માલિકીભાવ પ્રવેશે છે.
એક સમયે જે બે વ્યક્તિ એકબીજાંને ખૂબ ચાહતાં હતાં અને એકબીજાં વિના જીવી શકે એમ નહોતાં એ બે વ્યક્તિઓ લગ્‍ન પછી એકબીજાંની સાથે રહી શકે એમ પણ નથી હોતાં… નાની નાની વસ્તુઓમાં ઊભા થતા ઝઘડા, અપેક્ષાઓ, શંકાકુશંકા અને બીજી કેટલીયે સમસ્યાઓ લગ્‍નજીવનને તહસનહસ કરી નાંખે છે. સપ્તપદીના સાત મંત્રો જે એકબીજાંનો હાથ પકડીને બોલાયા હોય છે એમાંનું કશુંય માણસને યાદ રહેતું નથી.
એકબીજાં પરત્વે ઊભા થયેલાં – થતાં જતાં મનદુઃખ અને એની સાથે વધતું જતું અંતર લગ્‍નને એક પરાણે ઊંચકવો પડતો બોજ બનાવી બે વ્યક્તિઓની સાથે સાથે સમગ્ર કુટુંબ માટે…

View original post 1,337 more words

જિમ કોર્બેટ

સરસ પ્રવાસ વર્ણન …

આ લોગો પર ક્લિક કરો

 

રાજીવ મલહોત્રા

બહુ જાણીતું નામ. અવારનવાર એમના અને એમના ચાહકોના ઈમેલ મળે છે.

આજે એમની વેબ સાઈટ પર ગુજરાતીમાં એ બધું દેખાયું !

rm

આ મુખડા પર ક્લિક કરો

ગ્રીષ્મ

      ઉનાળાના બળબળતા માહોલમાં ( અલબત્ત વતન – અમદાવાદમાં !) ઓપિનિયન પરનો આ લેખ શાતા અર્પી ગયો –

opinion_trigas

આ શિર્ષક પર ક્લિક કરો…

નિવૃત્ત થયા પછી

     ૨૦૦૦ પહેલાં આવો પોતીકો બ્લોગ હશે, એવો સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. નિવૃત્ત થયા પછી ‘અમદાવાદના મારા ફ્લેટની નજીક આવેલા શરદ મહેતા પાર્ટી પ્લોટની બાજુના મ્યુનિ. બગીચામાં સમવયસ્કો સાથે બાંકડા પર બેસીને ગપસપ કરીશ.’ – એવો ધૂંધળો ખ્યાલ  હતો.

પણ નિયતિનો કાંઈક અલગ જ પ્લાન હતો!’

     ૧૭ વર્ષ વીતી ગયાં અને જીવન  એ મૂળ ધારણા કરતાં અનેક ગણું સભર બની ગયું. વતન ઝૂરાપાના રોદણાના સ્થાને ‘ કેટલું બધું કરવું છે, પણ સમય ઓછો પડે છે.’– એ માહોલનો સુભગ હાલ છે !

   આવી મારી એકલાની નિયતિ નથી. ઘણા બધા ૬૦+ વયસ્કો એ ‘હાલ’માં હાલ મશગૂલ બનીને મ્હાલે છે.

એનો એક સરસ ચિતાર નેટ મિત્ર શ્રી . વિજય શાહના સંકલનથી બનાવેલ ઈ-બુકમાં છે.  આ રહી એ …

Nivrutt

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરી એ ઈ-બુક માણો