સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: સુરેશ

એકલો

lonely_1

શહેરી સંસ્કૃતિ – એક હાઈકૂ

ઝાંઝવાં ઝગે
કાળોડિબાંગ રસ્તો
ધગધગતો.

નૂતન ભારત – ૧

આજથી ‘વેબ ગુર્જરી’ પર શરૂ થયેલી એક લેખ શ્રેણીના પ્રાસ્તાવિકમાંથી…

     પ્રિન્ટ મિડિયા અને હવે તો નેટ ઉપર પણ, સમાચારોનું વર્ગીકરણ કરીએ તો મોટા ભાગના સમાચારો ફિલ્મો, રાજકારણ, ધર્મ કારણ, હિંસા, અત્યાચાર, સેક્સ, બદ દાનતો,ભ્રષ્ટાચાર વિ. ને લગતા જ વાંચવા મળે છે – મોટા માણસોની નાની નિયતની ઘણી બધી વાતો. ભારતમાં તો બધું આવું જ છે, અને એમ જ ચાલે – તેવી માન્યતા વિશ્વમાં તો શું ખુદ ભારતીય લોકોના માનસમાં પણ ઘર ઘાલી ગઈ છે.

     પણ છેક એમ નથી. નાના માણસોની મોટી વાતો પણ છે જ. એ પૂણ્યના પ્રતાપે તો દેશનું ગાડું ચાલે છે.

પહેલી વાર્તા…

http://webgurjari.in/2016/10/16/the-modern-india_1/

અગડમ – બગડમ – હર્ષિદા દીપક ત્રિવેદી

રમત મંડાણી પાંચીકાની દાણા કેવા મોટા
પાંચ વાંભના પંડે ભર્યા દાણા કેવા ખોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

કોરી પાટી મોટું મીંડું,
ઇચ્છા ભરવા કર્યું છીંડું
અહમ-બહમને આડાં રાખી ચીતરે છે લીસોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

ચમકારો  વીજળીનો થાતો,
મોતી દોરો પ્રોવા જાતો
ભીતર ભીનો નાદ ઘૂઘવતો સમજે છે પરપોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

દુઃખમાં એ સખણો ન હાલે
સુખમાં છલકી છલકી મ્હાલે
ખુદને કાપે ડાળે બેસી જગમાં જડે ન જોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

રસ્તામાં અજવાસ કરી લે
અંતરમાં જઈ વાસ કરી લે
પ્રેમનગર તો ધમ્માચકડી જીવી લે ને મોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?


સાભાર -‘વેગુ’ … મૂળ પ્રકાશન આ રહ્યું.

વિચાર યાત્રા

      સંસ્થાઓ દ્વારા, સામૂહિક, સહિયારા પ્રયત્નો દ્વારા થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ હવે નેટ ઉપર ઘણી બધી છે.પોતાની કે બીજેથી લીધેલી રચનાઓ પ્રકાશિત કરનારા બ્લોગો તો સેંકડોની સંખ્યામાં છે. પણ એકલે હાથે મિત્રોની રચનાઓનું ઈ-બુક રૂપે પ્રકાશન કરનારનો જુસ્સો ‘મૌલિક’ જ કહેવાય! અને એક નહીં પાંચ પાંચ પ્રકાશનો અને તે પણ માત્ર પાંચ જ મહિનામાં.

      કોણ છે એ મૌલિક જુસ્સા વાળો જણ ?

      એકત્રીસ જ વરસનો એક તરવરતો યુવાન મૌલિક રામી – એનો પરિચય એના જ શબ્દોમાં અહીં

mau11

આ ચિત્ર પર ક્લિક કરો.

અને એ નોંધી લો કે, એનો વ્યવસાય છે – પશ્ચિમી સંગીત !

અને એ પાંચ પુસ્તકો – અહીં….

mau12

આ ચિત્ર પર ક્લિક કરો.

એક જ ચોપડી જુઓ અને એમાંના લેખ તો શું – એની રંગભરી રજૂઆત પર પણ મોહી પડશો.

સલામ મૌલિક …..
સલામ આ ઈ-બુકો બનાવવાની એની કળાને….

જ્યાં સુધી ગુજરાત આવા મૌલિકોને પેદા કરશે,
ત્યાં સુધી ગુજરાતી અમર રહેશે
અવનવી ક્ષિતીજો આંબતી રહેશે.

પરમ આનંદ

ચારેકોર ગરમાટો છે, તે કેવો સન્નાટો છે?,આનંદ?
હુંફાળી લહર ચાલી,અંધારામાં તેજલકીર ,આનંદ.

 સુવાસ અને શ્વાસના અભેદબિંદુએ સ્થિરતા, આનંદ,
અવાજનાદ ને શાંતિનો કેવો એહસાસ છે,આનંદ.

 અહીં રાત્રિઅંધાર ને  ભડભાંખળા સાથે છે આનંદ!
તેજતિમિરની સીમા પર કૈંક ક્ષણોની સફર ,આનંદ.

 સંવેદનાધારા શમી, થવાયું સ્થિર-સમથળ,આનંદ,
ખુદને મળ્યા,ખુદાની ખેર થયાનો એહસાસ,આનંદ.

 આવજાવ બધી થમી,વિચારભાવો શમ્યા, આનંદ,
સમય સમજણની ધારે સરકે,સમમાં  સ્થિર,આનંદ.

 નિસર્ગની નિશ્રામાં અલસ આશાયેશની ક્ષણો,આનંદ,
ઇન્દ્રિયો થૈ સંતૃપ્ત, સંતોષસુખની ક્ષણો,આનંદ.

 દ્વન્દ્વની દ્વિધા મટી,દેહાધ્યાસથી થયા અલિપ્ત,આનંદ,
પ્રાણતેજ શક્તિ બની વિલસું, ચોતરફ,મુક્ત આનંદ.

ફિલસુફ અને જીગરી મિત્ર શ્રી.  લક્ષ્મીકાન્ત ઠક્કરની આ રચના ગમી તો ગઈ જ. પણ વધારે આનંદ એ થયો કે, એવણે પણ એમનો બ્લોગ શરૂ કર્યો છે….

pa

આ ચિત્ર પર ક્લિક કરો

 

અને બીજી આ જણને ગમી ગયેલી વાત…

બ્લોગના મથાળે એવણે આ મસ્ત, જીવંત ચિત્ર પણ મુક્યું છે ( .gif  file).

કદાચ… ગુજરાતી બ્લોગોમાં પહેલું જ !

pa1

મિત્રતા – તાળીઓના તાલે

તાળીઓના તાલે (૨) મૈત્રી આઘી પાછી થાય રે,
જીવનની રીત આ છે જીવનની રીત

આજ તમે તો કાલે કોઈ, મૈત્રી ના સચવાય રે!
જીવનની રીત આ છે જીવનની રીત

નેટ નહીં આ નોટ છે ભાઈ! નોટ કરો આ જાળ છે
જીવનની રીત આ છે જીવનની રીત

નિત્ય નવો કોઈ ઈમેલ મળતો, ફિમેલ હોય કે મેલ જો
જીવનની રીત આ છે જીવનની રીત

સાચા મિત્રો દૂર થયા, આ નેટ – મિત્ર- યુગ જાણજો
જીવનની રીત આ છે જીવનની રીત

મૈત્રી કેવી? સાથ વળી શું? ‘કેમ છો?’ – કહી વિદાય રે!
જીવનની રીત આ છે જીવનની રીત

ભીની આંખ ને હૈયું ધડકે, દિવસો ભુલી જાઓ રે!
જીવનની રીત આ છે જીવનની રીત

જેટ યુગમાં કરવી સારી, લટકંતી સો સલામ રે!
જીવનની રીત આ છે જીવનની રીત

સાચી દોસ્તી ‘સાહેબ’ની જે કોશ કોશમાં શ્વાસ લે
જીવનની રીત આ છે જીવનની રીત

છંદકણિકાઓ

     એક જમાનો હતો કે, આ જણ કવિતા પાછળ પાગલ હતો, સામ્પ્રત ગુજરાતી સાહિત્યમાં બહુ પ્રચલિત ગઝલો નહીં પણ, જૂના અને જાણીતા સંસ્કૃત છંદોમાં લખાયેલી રચનાઓ વધારે ગમતી. એ કાળ છેક ૧૯૫૭-૧૯૫૯ નો.

     પછી તો વિજ્ઞાન/ એન્જિ.ના અભ્યાસ અને વ્યવસાય, કુટુમ્બ અને સમાજના બંધનોના કુછંદમાં(!)  જકડાયેલા એ જણનો છંદરસ છુટી ગયો.

    આભાર નેટ મિત્ર અને ઉમરમાં લગભગ સમવયસ્ક,  શ્રી.જુગલકિશોર વ્યાસનો કે, એ રસ તેમણે ફરીથી જાગૃત કર્યો અને બહુ પ્રેમથી એ છંદોનું જ્ઞાન તાજું કરી દીધું.

    એના પ્રતાપે ફરી આ જણ છંદમાં લવારા કરતો બની ગયો. તેમના સાથ અને સહકારથી બની ગયેલી એક રચના……

ગ્રીષ્મ

( વસંત તિલકામાં સોનેટ )

વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે
દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.

(અહીં ક્લિક કરો.)

      એ જૂની પુરાણી યાદો આજે શા માટે?

     ઉમરમાં ઘણા મોટા એવા બીજા એક નેટ મિત્ર, શ્રી. પી.કે. દાવડાએ નીચેની છંદકણિકાઓ મોકલી અને એ મધુર યાદો  પુનર્જિવીત થઈ ગઈ. દાવડાજીના આભાર સાથે એ કણિકાઓ પ્રસ્તુત છે –

છંદમાં છંદ

મંદાક્રાંતા, સરળ રચના, આગવી ને અનેરી   

મધુરો ને મીઠો, રણઝણ થતો તું શિખરિણી    

નવીન રચના કરો, સરળ રીત પૃથ્વી મહીં 

સાદો સીધો, ભલો ભોળો, છંદ છે આ અનુષ્ટુપ

સિંહોની ડણકો સમો ગરજતો, શાર્દુલવિક્રીડીતો

ધીરે ધીરે છટાથી, રસમય થતો  સ્ત્રગ્ધરા છંદ થાયે.

મધુર મધુર કાવ્યો, માલિની માં મળે છે

રૂડો વસંતતિલકા સમજાવ આજે

આવો રચાવો લય ઇન્દ્રવ્રજ્રા

 પી. કે. દાવડા

સફર

આમ તો કવિતા સાથે સંબંધ બહુ અતીતની વાત બની ગઈ છે… પણ

એક જૂના મિત્રની કવિતા વાંચી – સફર અને મંઝિલની વાત ….

safar_1

અને આખાયે આયખાની સફર એક ક્ષણાર્ધમાં નજ઼ર અંદાજ઼  થઈ ગઈ….અડસઠ વર્ષની ઉમરે મળેલ હીરો ઝગમગી ઊઠ્યો.

આખી કવિતા માણો…

safar

જીવન કસરત

કોઇ સરકે છે. કોઇ ટહેલે છે.
કોઇ ધસમસ શ્વાસે દોડે છે.

કોઇ હાંફે છે. કોઇ નીતરે છે.
કોઇ લયમાં શિરને ડોલે છે.

કોઇ મરકે છે. કોઇ બબડે છે.
કોઇ રડમસ ચહેરે લટકે છે.

કોઇ ભારે ભારને ઊંચકે છે.
કોઇ હળવા દડાથી ખેલે છે.

ધરતી સરકે છે પગ નીચે,
પણ  ચિંતા વિણ હું ઊભો છું.

બળે કેલરી ક્ષણે ક્ષણે,
પણ હું તો સાવ જ શીતળ છું.

કેટકેટલાં અંતર કાપું,
છતાં નથી હું સહેજ ખસ્યો.

આ વાત જીવનની છે કે પછી,
ટ્રેડમીલથી એક દર્શન છે?.

———————————————————

આભાર

શ્રી. પ્રદીપ રાવળ નો

‘ જન ફરિયાદ’ પર પ્રકાશિત કરવા માટે 

Jan_Fariyad_Aug_14