સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: કવિતા

સ્વપ્ન

મારા સપનામાં આવ્યાં સહુ (૨)

કુતૂહલની કલિકાઓ પુષ્પોમાં પાંગરી,
સર્જનની શેરી સૌ ધબકી રહી
મારા સપનામાં આવ્યાં સહુ (૨)

અલગારી રમતો સૌ રમવાની મોજમાં,
સહિયારા સાથ કેવા ચમકી રહ્યાં?
મારા સપનામાં આવ્યાં સહુ (૨)


ગરિમા ગુજરાતની , ઝળહળશે રાત દિ’,
મિત્રોનો સાથ જો રહેશે સદા
મારા સપનામાં આવ્યાં સહુ (૨)

નૂતન વર્ષ હાઈકૂ

સવાર

પરપોટો

કોડિયું

પ્રબળ નિર્ધાર

એક મુક્તપંચિકા

ચહેરો અને મ્હોરું

ચહેરો
પહેરીને જ
પાંગરવું છે..
પ્રભુ..
મહોરૂં ચીપકાવવાની
આપીશ નહીં મજબૂરી..!
– રવિ પરમાર,સુરત

એના પરથી મુક્ત પંચિકા
ચહેરો કોનો?
મહોરું શેનું?
બન્ને બહારી જ ને?
ભીતર હસે
અસલી જણ!

જાગ્રુતિ હાઈકૂ

અંગત છે હોં!
કહેવા શબ્દ નથી.
જાગી ગયો છું.

છેલ છબીલો ગુજરાતી

પાઘડી ડગલો ભલે હોય ના
ભલે ન મૂછો વાંકી
‘કેમ છો?’ બોલે એ તો
આપણ ગુજરાતીની વાણી.

કોરોના – હાઈકૂ

કોરોના શાપ?
કે દૈવી પયગામ ?
‘સ્વ’ને જાણવા.