સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: સમાચાર

વિચાર યાત્રા

      સંસ્થાઓ દ્વારા, સામૂહિક, સહિયારા પ્રયત્નો દ્વારા થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ હવે નેટ ઉપર ઘણી બધી છે.પોતાની કે બીજેથી લીધેલી રચનાઓ પ્રકાશિત કરનારા બ્લોગો તો સેંકડોની સંખ્યામાં છે. પણ એકલે હાથે મિત્રોની રચનાઓનું ઈ-બુક રૂપે પ્રકાશન કરનારનો જુસ્સો ‘મૌલિક’ જ કહેવાય! અને એક નહીં પાંચ પાંચ પ્રકાશનો અને તે પણ માત્ર પાંચ જ મહિનામાં.

      કોણ છે એ મૌલિક જુસ્સા વાળો જણ ?

      એકત્રીસ જ વરસનો એક તરવરતો યુવાન મૌલિક રામી – એનો પરિચય એના જ શબ્દોમાં અહીં

mau11

આ ચિત્ર પર ક્લિક કરો.

અને એ નોંધી લો કે, એનો વ્યવસાય છે – પશ્ચિમી સંગીત !

અને એ પાંચ પુસ્તકો – અહીં….

mau12

આ ચિત્ર પર ક્લિક કરો.

એક જ ચોપડી જુઓ અને એમાંના લેખ તો શું – એની રંગભરી રજૂઆત પર પણ મોહી પડશો.

સલામ મૌલિક …..
સલામ આ ઈ-બુકો બનાવવાની એની કળાને….

જ્યાં સુધી ગુજરાત આવા મૌલિકોને પેદા કરશે,
ત્યાં સુધી ગુજરાતી અમર રહેશે
અવનવી ક્ષિતીજો આંબતી રહેશે.

પરમ આનંદ

ચારેકોર ગરમાટો છે, તે કેવો સન્નાટો છે?,આનંદ?
હુંફાળી લહર ચાલી,અંધારામાં તેજલકીર ,આનંદ.

 સુવાસ અને શ્વાસના અભેદબિંદુએ સ્થિરતા, આનંદ,
અવાજનાદ ને શાંતિનો કેવો એહસાસ છે,આનંદ.

 અહીં રાત્રિઅંધાર ને  ભડભાંખળા સાથે છે આનંદ!
તેજતિમિરની સીમા પર કૈંક ક્ષણોની સફર ,આનંદ.

 સંવેદનાધારા શમી, થવાયું સ્થિર-સમથળ,આનંદ,
ખુદને મળ્યા,ખુદાની ખેર થયાનો એહસાસ,આનંદ.

 આવજાવ બધી થમી,વિચારભાવો શમ્યા, આનંદ,
સમય સમજણની ધારે સરકે,સમમાં  સ્થિર,આનંદ.

 નિસર્ગની નિશ્રામાં અલસ આશાયેશની ક્ષણો,આનંદ,
ઇન્દ્રિયો થૈ સંતૃપ્ત, સંતોષસુખની ક્ષણો,આનંદ.

 દ્વન્દ્વની દ્વિધા મટી,દેહાધ્યાસથી થયા અલિપ્ત,આનંદ,
પ્રાણતેજ શક્તિ બની વિલસું, ચોતરફ,મુક્ત આનંદ.

ફિલસુફ અને જીગરી મિત્ર શ્રી.  લક્ષ્મીકાન્ત ઠક્કરની આ રચના ગમી તો ગઈ જ. પણ વધારે આનંદ એ થયો કે, એવણે પણ એમનો બ્લોગ શરૂ કર્યો છે….

pa

આ ચિત્ર પર ક્લિક કરો

 

અને બીજી આ જણને ગમી ગયેલી વાત…

બ્લોગના મથાળે એવણે આ મસ્ત, જીવંત ચિત્ર પણ મુક્યું છે ( .gif  file).

કદાચ… ગુજરાતી બ્લોગોમાં પહેલું જ !

pa1

નામ બદલી

આજથી … ‘કાવ્યસૂર’ ઘર બદલે છે; અને ‘ગદ્યસૂર’ નામ બદલે છે.

‘સૂર સાધના’

       ‘કાવ્યસૂર’ આ લખનારનો બીજો બ્લોગ હતો. તે વખતે કાવ્યો બહુ જ ગમતાં. પછી ગદ્ય પર ઝુકાવ વધ્યો. અને હવે સાધના પર વધારે જોર. હવે પછી શું થશે, તેની કોઈ ચિંતા નથી. બે ત્રણ મહિના પછી આ ઘર વ્યવસ્થિત થતાં ‘કાવ્યસૂર’ હમ્મેશ માટે બંધ થશે.

'કાવ્યસૂર' પર જવા આ ચિત્ર પર 'ક્લિક' કરો.

‘કાવ્યસૂર’ પર જવા આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.

પરિવર્તન….પરિવર્તન….પરિવર્તન….

સતત બદલાવ. કશાનું બંધન નહીં.

ચીર વિદાય – સ્વ. પ્રદ્યુમ્ન તન્ના

હવે તેઓ આ દુનિયામાં નથી.

હવે તેઓ આ દુનિયામાં નથી.

આદરણીય, પૂજ્યપાદ, 83 વર્ષના યુવાન શ્રી. પ્રદ્યુમ્ન તન્ના આ દુનિયા છોડીને સ્વર્ગના ફોટા પાડવા અને પોતાની કવિતાઓ દેવોને સંભળાવવા તા. 30 ઓગસ્ટ- 2009 ના રોજ સવારના 7-30 વાગે ઈટાલીમાંથી વિદાય થયા છે.

કેમેરાધારી, 78 વરસના યુવાન

શ્રી. હરનિશ ભાઈ જાનીના ઘેર તેમની સાથે ગાળેલી એ સાંજ ફરી કદી નહીં આવે.

આયો અષાઢ !

સઘન ગગન ઘન ગરજ સુણીને થર થર કંપ્યા પ્હાડ!

કાજળ ધેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર,

ઝબકે સબકે લબકે વીજ કરી નાગણ શા ફુત્કાર,

વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!

તેમની કાવ્ય રચનાઓ વાંચવા અહીં ‘ક્લીક’  કરો

—————————————————

આ દુઃખદ ખબર આપવા માટે શ્રી. હરનિશ જાનીનો બ્લોગ જગત વતી આભાર…

 

મારી જીંદગી છે તુ – એક જાહેરાત

     મારા ખાસ મીત્ર ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ અમુક વિશીષ્ઠ સંજોગોમાં ઉપર જણાવેલ શિર્ષકવાળી કવિતા,  અનુવાદ કરીને લખી હતી; અને તેના ‘તુલસી દલ’ નામના બ્લોગ પર પ્રકાશિત કરી હતી. એક અઠવાડીયા બાદ તેણે આ બ્લોગ પર તેને પ્રકાશિત કરવા મને વિનંતિ કરી હતી. જે મેં પ્રસિધ્ધ કરી હતી.

‘ તુલસી દલ ‘  ઉપર

‘ કાવ્યસુર ‘ ઉપર

   રાજેન્દ્રે કેવા વિશીષ્ઠ સંજોગોમાં આ કવિતા લખી હતી, તેની જાહેરાત કરી, સસ્તી સહાનુભૂતિ મેળવવા અમારા બન્નેમાંથી કોઈની  ઈચ્છા નથી.

    પરંતુ, આ ઘટનાની ખણખોદ કરી, કોઈ અમારી બદનામી કરે; ચારિત્ર્ય ખંડન કરે; અનેક ગુજરાતી ગ્રુપોમાં અને પોતાની વેબ સાઈટ પર જાહેરાત કરે; ચેટમાં મને સતત માનસિક ત્રાસ આપે; અધિકાર વિનાના, અયોગ્ય દબાણો કરાય; એ અંગે હલકા શબ્દો વપરાય; સુરૂચિનો ભંગ થાય તેવા, પ્રતિભાવો લખાય; વિગતમાં  ઉતરવાનો સન્નીષ્ઠ પ્રયાસ કર્યા વિનાની, અપરિપક્વ ચર્ચાઓ થાય –  એ સઘળાંને અમે માન્ય રાખતા નથી.  

    આવી વૃત્તિઓના પ્રામાણિક વિરોધના પ્રતિક તરીકે, ઉપરોક્ત બન્ને ઠેકાણે આ અનુવાદિત કવિતા માત્ર અમારા સ્નેહી મિત્રો અને સ્વજનો જ વાંચી શકશે. આમ કરવાનો બ્લોગર તરીકે અમને પૂર્ણ અધિકાર છે –  તે સર્વે વાચક મિત્રોને અને ગુજરાતી બ્લોગરોને વિદિત થાય.  

   બ્લોગીંગ કમ્પની દ્વારા કોઈ પણ બ્લોગરને અપાયેલ આ હક્કનું સન્માન ન કરાય; તે અમને સ્વીકાર્ય નથી.

– ડો રાજેન્દ્ર ત્રિવેદી

–  સુરેશ જાની  

સમાચાર

   અત્યંત આનંદ સાથે જણાવવાનું કે ગદ્યસુર પર પ્રકાશીત થયેલાં, અને મને સૌથી વધારે ગમતાં, લખાણોનો અંગ્રેજીમાં  અનુવાદ હવે નીચેના બ્લોગ ઉપર વાંચી શકાશે.

Expressions

    આગળ ઉપર, સમય મળ્યે, મને ગમતાં ગુજરાતી લેખો, વાર્તાઓ અને કાવ્યોનો અંનુવાદ પીરસવા પણ વીચાર છે. સૌ વાચક મીત્રોને વીનંતી કે, ગુજરાતી ન જાણતા તમારા મીત્રોને આ અંગે જાણ કરી, લાભ લેવા પ્રોત્સાહીત કરશો.

સમાચાર

     મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, ન્યુ જર્સીથી પ્રકાશીત થતા, ‘ ગુજરાત દર્પણ’ ના એપ્રીલ – 2009 ના અંકમા મારી વાર્તા ‘શિલા’ પ્રકાશીત થઈ છે.

    ગદ્યસુર પર વાંચો –    ભાગ – 1        :      ભાગ -2  

     ‘ ગુજરાત દર્પણ’ ના સંચાલકો  શ્રી. સુભાષ શાહ અને શ્રી. કલ્પેશ શાહનો ખુબ ખુબ આભાર.

‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે.

24 જુલાઈ, 2007

    આદરણીય સ્વ. રવિશંકર મહારાજને અર્પણ કરીને ‘ગદ્યસુર’ની શરુઆત કરી હતી.
   ( એ દીવસના પહેલા બે લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ) :   – 1 –  :   –  2  – 

     આજે ‘ગદ્યસુર’નો પહેલો જન્મદીન છે. કેવળ કુતુહલ અને નીજાનંદ માટે શરુ કરેલી બ્લોગીંગ યાત્રા જે પગથીયે ઉભી છે, તે પગથીયું એ કુતુહલથી ઘણું દુર જઈ ચુક્યું છે. કુતુહલ- નીજાનંદ- ગમતાંનો ગુલાલ- પરીચય પ્રવૃત્તી- કવીતા- ગદ્યલેખન- સમાજને પ્રદાનની ભાવના….  આમ એક પછી એક મંજીલો કપાતી ગઈ છે.

    આજે  અમેરીકા વીશે  એક લેખ પ્રસીધ્ધ કર્યો છે. 

મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા

.   અહીં, અમેરીકામાં જે કાંઈ આપણને શીખવા જેવું લાગ્યું છે, તે પીરસવાનો પ્રયત્ન આ શ્રેણીમાં હું કરું છું. 

થોડી આંકડાકીય માહીતી આજની તારીખમાં ‘ ગદ્યસુર’ બાબત – 

Blog Stats

Total views: 32,741

Busiest day: 453 — Friday, June 6, 2008

Views today: 234

Totals

Posts: 525

Comments: 1,350

Categories: 41

Tags: 54

અને થોડી માહીતી મારા અન્ય બ્લોગ બાબત
( વાચકોની સંખ્યા)

અને બીજા મીત્રો સાથેના બ્લોગ
( વાચકોની સંખ્યા) 

    આ બધું આપ સૌના સહકાર અને ઉમળકાભર્યા પ્રતીભાવ વગર શક્ય ન જ બન્યું હોત.

    આપ સૌનો ખુબ ખુબ આભાર.