સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: અરવિંદ અડાલજા

નવી પેઢી – 5 : અરવિંદ અડાલજા – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો એક શક્ય અંત….

સત્યેન્દ્રે ચોપડા જોયા સાથે મુનીમજીની ધંધા તરફની રીતભાત જોઈ તે સ્તબ્ધ બની ગયો અને વિચારોમાં ગરકાવ થઈ ગયો કે એક ઓછું ભણેલી વ્યક્તિ ધંધાનું આટલી હદ સુધી વૈવિધ્યકરણ કઈ રીતે કરી શકી હશે ? એટલું જ નહિ એકલે હાથે તમામ વહિવટ પ્રમાણિકતાથી સંભાળી સહેજ પણ વિશ્વાસ ભંગ કર્યા સીવાય આજના આ સમયમાં ધંધાને એક નવી ઉંચાઈએ પહોંચાડી દીધો છે તે હું સંભાળી શકીશ કે કેમ તે વિષે દ્વિધા અનુભવવા લાગ્યો અને મુનીમ સૂર્યપ્રસાદના ચરણોમાં વંદન કરી રહ્યો !

= અરવિંદ અડાલજા , જામનગર