સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ઉલ્લાસ ઓઝા

નવી પેઢી – 11 :ઉલ્લાસ ઓઝા – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત….

જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડવા માટે સત્યેન્દ્ર મુનીમજીના વખાણ કરે છે.  ઍક જ કંપનીના નેજા હેઠળ કારોબાર થવાને લીધે આવકવેરો ઘણો ભરવો પડતો હતો. સત્યેન્દ્ર તેના અભ્યાસ અને નાણાકીય કૌશલથી મુનીમજી ને જુદી જુદી કંપનીઓ બનાવવાનુ કહે છે. દરેક કંપનીના શૅરો બહાર પાડવાનુ સૂચન કરે છે. મુનીમજી ને કામની કદર રૂપે sweat equity offer કરે છે અને ખભે-ખભા મિલાવીને પ્રગતી કરવાનુ વચન આપે છે.

– ઉલ્લાસ ઓઝા- મુંબાઈ