સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: જીતેન્દ્ર પાઢ

ચિંતન લેખો(૧) – જ્ઞાન માટેની  ત્રણ બાજુ ; શ્રી. જીતેન્દ્ર પાઢ

      નેટ મિત્ર શ્રી. જીતેન્દ્ર પાઢ સાથે ઈમેલ અને ફોન સમ્પર્ક ઘણા વખતથી ચાલુ છે. એમનાં ચિંતન લેખ મને ગમે છે – મોટા ભાગે મારી ચિત્ત વૃત્તિને અનુકૂળ હોય છે. તેઓ ભલે મુંબાઈગરા હોય પણ મૂળ તો મારા ગામ – અમદાવાદના ; એટલે ચપટીક પ્રેમ વધારે !

Jitendra_padh     તેમના ચિંતન લેખ  આ બ્લોગ પર પ્રકાશિત કરવા માટે તેઓ સહમત થયા છે – એ મારું સૌભાગ્ય છે.

 હવેથી દર શનિવારે તેમનો ચિંતન લેખ અહીં પ્રગટ થશે. એ શ્રેણીનો પહેલો લેખ આ રહ્યો…..


જ્ઞાન માટેની  ત્રણ બાજુ
માનવું ,ધારવું ,સ્વીકારવું

     સૃષ્ટિના ઘટના, ક્રમ અને કુદરત નિયમોની યથાવતતા કાયમ છે ,તે કદી સંતુલન ગુમાવતા નથી અને તેથી તે નિયમિતતા સાથે  જગતનું સંચાલન કરે છે ,આ અદ્ભૂત ,અકલપ્ય અને રહસ્યમયી ઈશ્વરીય ગણો કે કોઈ એક મહાશક્તિ ગણો -પરંતુ  હજારો વર્ષથી ચાલતી કામગીરી કોઈ સમજી શક્યું નથી કે વિજ્ઞાન પણ સંપૂર્ણતાથી આ ભેદ ઉકેલી શકયું નથી …આ વાત આપણને શીખવાડે છે કે જે બદલી ન  શકાય તેને સ્વીકારતાં શીખો ,બધા  જ રહસ્યો ઉકેલાતા નથી  એ સનાતન,સર્વસ્વીકૃત હકીકત છે  -સત્યને ઉકેલવાનો પ્રયાસ સર્વથા સફળતા ન પામે અને તેથી  હતાશ ,નિરાશ કે નાસીપાસથી નહીં પરંતુ બુદ્ધિ પૂર્વક સમજદારી સાથે -અમુક વણઉકેલાય તેવી બાબતો ,સમસ્યાઓ કે ગૂંચો ઉકેલવાની મથામણ ન કરો .ઘણી બાબતો સમજવા ,કે તે  અંગે ની સ્પષ્ટતા ,માહિતી કે ઇતિહાસ શોધવામાં માનવીય બુદ્ધિ લાખ પ્રયત્ન  કરે તો પણ તે  કોયડાઓ  તેના ગજાબહારના વણ   ઉકેલા  કાયમી પ્રશ્ન બની રહેવાના. પેઢી દર પેઢી   અથડાતાં ,કૂટાતા  રહેવાના .મગજ ,બુદ્ધિ   અને સમજ ને પોતાની મર્યાદા છે .દરેક બાબત શાસ્ત્રો,સંશોધનો કે પ્રમાણભૂત સત્યો કયારેય ધારેલાં સફળ, સુખદ કે આખરી નિર્ણાયત્મક પરિણામ લાવી શકે ; કે ન પણ લાવે ; કે  લાવે જ નહીં .આશા ન છોડવી ,પ્રયત્નો સતત કરવા અને મથ્યા રહેવું તે સ્વભાવ માનવીનો છે .પ્રયોગો ,પ્રયત્નો અને પ્રયાસો કદી નિષ્ફળ  જતાં નથી ,એ આશાવાદ ઉમદા  ફળદાયી છે.

       માનવ સ્વભાવ જલ્દી કશું જ છોડવા તૈયાર નથી હોતો અને તેથી તે સાબિતીઓ ,પ્રમાણો માંગે છે ,ચકાસે છે અને જો ફાયદા કારક જણાય તો સ્વીકારે છે .આમ કરતા તે ભૂલી જાય છે કે તે ને જે મળેલું છે ,અને જેં  મેંળવેલું છે તે બધું અન્ય કોઈ ના પરિશ્રમની નીપજ છે.કશુંક માનવું તે શ્રદ્ધા થઇ ,ન માનવું તે એક રીતે જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા થઈ ,પરંતુ જે સિદ્ધ થયેલું સત્ય છે તેની અવજ્ઞા એ તમારી શંકા થઈ ,શંકા જાગી એટલે વિરોધ જાગ્યો .,વિરોધ જાગ્યો એટલે પ્રશ્નો જાગ્યા ,પ્રશ્નો જાગ્યા એટલે પરિણામ ની વિચારણા સળવળી  ,પરિણામ આવ્યું તે સંતોષ ન થયો.સંતોષ ન થયો એટલે આસ્થા ,વિશ્વાસ ડગ્યો -નિરાશા જાગી આ એક ક્રમ ચક્ર થયું. પરિણામ સિદ્ધ થયેલું હોય તો માનવી એ સ્વીકારવાની તૈયારી  રાખવી તે તેની ફરજ ગણાય ,કંઈપણ પ્રાપ્તિ કરવી હોય તો સ્વીકારાત્મક  અભિગમની  જરૂર છે .સત્ય ને સમજીને તેને અપનાવવાની જરૂર છે ;પ્રશ્નાવલી નું પેપર આખરે ઉત્તરવહી ઝંખે છે -અને ઉત્તરવહી માં સંપૂર્ણ સાચા જવાબોબઢાના હોતા નથી ,પણ જે સવાલો સાચા છે તેને પુરા ગુણાંક મળે છે.પુરા માર્કસ મળ્યા પછી તમે શિક્ષકને તે વિષે પૂછતાં નથી ,તેવી જ રીતે જયારે પ્રમાણભૂત સત્ય સનાતન બની સામે આવે તો શા માટે ?પ્રશ્નાવલી?શા માટે વિવાદ ?શા માટે શંકા /-શંકા કરવી માનવીનું અપલક્ષણ કહેવાય –  જયારે એક વાત નિર્ધારિત સાચી સાબિત થઇ પછી એક વાર તો માન્ય રાખવી પડે -હા ,તેમાંથી નવા વિચાર જાગે તો તે માટે જ્ઞાન મેળવવા જાગૃત બની ફરી  વિચારીએ  એ તે વાત અલગ  થઈ;

      અભ્યાસ હોય ,જ્ઞાન હોય કે સંશોધન હોય તમારે  અનુભવી લોકોની વાત એક ઉદાહરણરૂપે પણ સ્વીકારવાની ટેવથી અપનાવશો  તમારી બુદ્ધિ પ્રતિભામાં ન ધારેલો ચમકારો થશે,  તમારા કાર્યો માં એક નવા વિચારની ઝલક આવી જશે -કારણ અનુભવીઓ ની વાત સાથે તમે તમારા વિચારો  થકી તેને અલગ રીતે ,નાવીન્યતાથી રજૂ  કરશો. એ રજુવાત માં સંતોષ ,સમાધાન અને  ખુશી હશે.  માનવું ,ધરવું અને સ્વીકારવું આ  ત્રણેય બાબતો સામાન્ય લાગે તેમ છતાં તે ને સમજવી જીવન માટે મહત્વની ગણાય .અહીં ગૂઢાર્થમાં ન જતાં સામાન્ય સમજ આપવાનો આ પ્રયાસ છે -જે કેવળ મારી એક દૃષ્ટિ નો  પ્રભાવ  છે – એવું બને કે આંથી જુદો મત બીજાનો  હોઈ શકે  ,જે જ્ઞાન મને નથી મળ્યું તે અન્ય અભ્યાસુ પાસે ઊંડાણથી પણ હોય અને તેથી આ  પ્રાથમિક વિચારધારા છે  એમ સમજવી -સ્વીકારવી અને તેને પણ કસોટીએ મૂકી તમને લાભેલું સત્ય નિરૂપણ કરવું  એવી અંગત ઈચ્છા સાથે હું વિરમું  ….મિત્રો ,વિજ્ઞાન પુરાવા માંગે ,ધર્મ  આસ્થા માંગે  અને માનવ સાચી સમજ ઝંખે તેનું નામ સંસાર …આ તો જગ નો સાદો નિયમ છે   …..

-જિતેન્દ્ર પાઢ – સિએટલ  (વૉશિન્ગટન , અમેરિકા )