સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: દિવ્ય વિધાની

નવી પેઢી – 8 : દિવ્ય વિધાની – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત….

જૂની રીતભાતથી ચાલતી પેઢીને નવો સ્વરૂપ આપવો જોઈએ. પેઢીનો બધો કામકાજ હવે કમ્પ્યુટર થી થવા લાગ્યો એટલું જ નહી; મુનીમજી પણ કમ્પ્યુટર શીખી ગયા કલાકોનું  કામ હવે મિનીટોમાં થવા લાગ્યું. પેઢીનું નવું સ્વરૂપ જોઈ,  ચંપાબેન ખુશ થઈ ગયા અને એમણે સત્યેન્દ્રને આશીર્વાદ આપ્યા. પછી બને જણ ચંપકલાલ ના ફોટા પાસે ગયા અને એમના આશીર્વાદ મેળવ્યા સત્યેન્દ્રે માતાને વચન આપ્યો કે તે પેઢીને આસમાનની ઉચાઈ સુધી લઈ જશે

દિવ્ય વિધાની : અમદાવાદ