સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: દીપક બુચ

વ્યક્તિત્વ ઘડતર – શ્રી. દીપક બુચ

Dipak_Buch
     વર્ષોથી અને હમણાં-હમણાં જોરશોરથી વ્યક્તિના વિકાસ (Personality Development) માટે  અનેક સલાહ-સૂચનો, સેમિનાર્સ, લેક્ચર્સ વિગેરે ચાલ્યા કરે છે ! આ સંદર્ભે,હું મારા અને નજીકના સગા-સંબંધીના તેમજ સફળતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓના ભૂતકાળ પર નજર કરું છું ત્યારે થાય છે કે દરેક વ્યક્તિની “જીવનની નદી કોતરાયેલી જ હોય છે અને તેમાં જ વહેવું પડે છે”. (દા.ત. ધીરૂભાઇએ કે કરશનભાઈએ કદિ રિફાઇનરીની કે યુનિવર્સીટીની સ્થાપના માટે સ્વપનાં નહિ જ સેવ્યા હોય.!)
    સૌ પોત-પોતાના ભૂતકાળમાં ડોકિયું કરી,આ બાબતની યથાર્થતા ચકાસી શકે.
    તક એટલે વર્તમાનના કાર્યમાં સમર્પિત થઈને કરેલ કઠિન પરિશ્રમ દરમ્યાન સૂઝતો માર્ગ અને સફળતા એટલે તે માર્ગ પર હિંમત અને આત્મવિશ્વાસ સાથે માંડેલા ડગર. ગોલ હોવો જોઈએ: વર્તમાનમાં, સમયની સભાનતા સાથે કર્મમાં સમર્પિત થઈ,કઠિન પરિશ્રમ કરી શ્રેષ્ઠ બનવાનો. અગાઉથી નક્કી કરેલ ‘નિશ્ચિત-ગોલ’ (dream-“આ જ બનવું છે”..) મોટેભાગે નિરાશામાં પરિણમતો હોય છે.
     ઓશોએ કહ્યું છે કે,

જીવંત વ્યક્તિત્વ જ પ્રેરણાદાયી હોઈ શકે.

આ સંબંધે રચેલ કૃતિ:
કોઈને લીધે,ન ‘કોઈ ‘થયું છે!
   ન વકતા ન વાક્યો,
   
   ન કોઈને, ‘કોઈ’ કરી શક્યું છે!
   ન પૂતળા ન પુસ્તકો,
   
   ન દોડો વાટે અવળા,
   ન થાવ આપે નબળા,
   
   કરો આવ્યું જે કામ,નિષ્ઠાથી,
   પામો બધું,આત્મબળે મોજથી.
   — દીપક બુચ