સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: દેવેન્દ્ર દેસાઈ

નવી પેઢી – 9 : દેવેન્દ્ર દેસાઈ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત….

સત્યેન્દ્ર સુર્યપ્રસાદને મળવા ગયો અને સુર્યપ્રસાદને કંપનીના ચેરમેન બનાવ્યા અને પોતે મેનેજીંગ director થયો.

સત્યેન્દ્રે સુર્યપ્રસાદની સંમતિથી computerisesd  accounts સિસ્ટમ ચાલુ કરાવી જેથી બધુ જ કામ સરળતાથી અને ત્વરિત ગતિથી થવા માંડ્યું. ધંધો વધારવા વધુ સમય મળતા ઊંચા નિશાન સાધી શકાયા.

માતા ચંપાબેનને કામદારોના કલ્યાણની જવાબદારી આપી. કામદારો પણ ખુશીથી વધુ કામ કરતા થયા.

–  દેવેન્દ્ર દેસાઈ