ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
કાલે જરા બહાર જવાનું થયુ. રસ્તા પર ચાલતી હતી અને બધુ જોતી હતી. ત્યાં એક રીક્ષાવાળાએ પાનની પીચકારી ફેકી. અને ત્યારે જ હું ત્યાંથી પસાર થઈ. અને મારા કપડાં પર રંગાટીકામ થઈ ગયું. મે એની સામે જોયું. એણે ગલવાઈ જઈને ‘ સોરી! સોરી! ” કહ્યું.
મે કહ્યું : “ભાઈ, તેં મને આજે સોરી તો કહી દીધું; અને હું તને માફ પણ કરી દઈશ. પણ એક શરત છે. જો તુ ઈ માને તો ? “
બીચારાની હાલત એટલી તો ખરાબ હતી કે એણે કહ્યુ : ” બધું મંજુર છે. “
મે કહ્યુ “ઠીક છે. તો સાંભળ, તને ના નથી કોઈ વાતની. તું અત્યારે જેના પર થુંક્યો છે એ તને કોઇ ફરીયાદ નથી કરતી. પણ દરરોજ તું જેટલી વાર, જેની ઉપર થુંકે એટલી વાર તારે એની માફી માંગવાની. તુ મને આટલું વચન આપ, તો હુ તને માફ કરું.”
એ સમજ્યો નહીં.
મે કહ્યુ : “તુ નાનો હતો ત્યારે તને ખબર ન હતી. અને તુ તારી માતાના ખોળામાં જ બધું કરી નાંખતો હતો. તારી માતા તને પ્રેમથી સંભાળતી હતી અને બધુ સાફ કરી નાંખતી હતી. પણ જો તેં એના મોંઢા ઉપર કોઇ દીવસ થુંક્યુ હોત, તો એ પણ એક તમાચો તને ઠોકી ન દેત? તો આ ધરતીમાતા ઉપર તુ રોજ કેમ આટલું થુંકે છે? એ તારો આટલો ભાર ઉપાડે છે, અને તુ એનો ઉપકાર માનવાની બદલીમાં હજી આવી રીતે વર્તે છે? “
આ વાત કેટલાં વર્ષો પહેલાં બાપુની કથામાં સાંભળી હતી જે તે દીવસે કામ લાગી ગઈ.
એ નીચું મોઢુ કરીને સાંભળતો હતો. ત્યાં થોડી ભીડ પણ જમા થઈ ગઈ હતી. એમાં કેટલા સારા ઘરનાં ગુજરાતી લોકો પણ હતાં. જેમનાં મોઢામાં પાન અને મસાલાના ડુચા હતાં, એ બધાએ, એ બધું ગળાની નીચે પધરાવી દીધું. મને એમ થયુ કે ,’ ચાલો! મારુ બોલવુ સફળ થયું.’
કાલે યાદ રહેશે કે નહીં તેની ખબર નથી; પણ આજે તો અસર થઈ. આવું કેટકેટલું આપણી આજુબાજુ થતું હોય છે ? પણ આપણે આંખ આડા કાન કરીએ છીએ. તો શુ આપણે પણ એના જેટલાં જ ગુનામાં નથી? આપણે કદી વીચારીએ છીએ કે, ‘આપણો દેશ બહારના દેશ જેટલો કેમ સાફ સુથરો નથી? તો એને સાફ રાખવામાં આપણી કોઈ જવાબદારી જ નહી? ‘
જ્યારે આપણાં બાળકો બહારનાં દેશમાં એક વાર જઈને આવે છે; પછી એમનેં ભારત દેશ ગમતો નથી. આમાં ખાલી સરકારને દોશ આપવાથી કાંઇ નહી થાય. આપણે બધાએ સાથે મળીને કાંઈક કરવુ પડ્શે. ચાલો કદાચ બહારના લોકો સાથે ચર્ચા કરવી આપણને ન ફાવતી હોય. પણ કમસે કમ આપણાં બાળકો અને આપણાં સંબધીઓ સાથે બેઠાં હોઈએ; ત્યારે આ ચર્ચા તો કરી શકીએ ને ?
આપણો ભારતદેશ મહાન છે. આપણે હજી એને બધી રીતે સરસ બનાવવાનો છે. જો આપણે બધાં થોડી થોડી જવાબદારી ઉપાડી લઈએ તો?
– નીતા કોટેચા
( તેનો બ્લોગ વાંચવા અહીં ‘ ક્લીક ‘ કરો. )
આ સ્વાનુભવ નીતાના બ્લોગ પર મેં વાંચ્યો ત્યારે જ તેણે મારી ઉપર બહુ જ અસર કરી હતી. બજારની વચ્ચે આ હીમ્મત અને સુઝ બતાવવા બદલ તેને અભીનંદન. નીતાએ મને અહીં તે મઠારીને ફરીથી પ્રકાશીત કરવાની અનુમતી આપી છે; તે બદલ હું તેનો રુણી છું. હું તો સાત વરસથી અમેરીકામાં રહું છું અને આવી વાત કરું તો ઘણાંને કદાચ ન પણ ગમે. પણ નીતા તો જન્મથી જ મુંબાઈમાં છે; અને ભારતની બહાર તેણે કદી પગ પણ મુક્યો નથી.
તમને લાગે છે કે, નીતાની વાત સાચી છે?
વાચકોના પ્રતિભાવ