સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: બાબુલ શાહ

નવી પેઢી – 6 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત….

સત્યેન્દ્રની નજર  બધીજ બુક્સ જોતા જોતા એક નજર bank account ની signing  authority ઉપર પડી.. માતાએ સહી કરી હતી. .”ચંપાબેન સુર્યપ્રસાદ” ના નામે..ઓહ.. નો.. માં તમે આ શું કર્યું?

સત્યેન્દ્ર માથા ઉપર હાથ મુકીને વિચારોમાં મગ્ન થઇ ગયો? તેની સામે એક મોટો પડકાર ઉભો હતો..

“શું આ સંબંધ મારે accept કરવા કે નહિ?”

વાચક મિત્રો, તમે મને સલાહ આપી શકશો?

બાબુલ શાહ : અમદાવાદ

નવી પેઢી – 4 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો એક શક્ય અંત….

સત્યેન્દ્રયે ચોપડા ઉપર નજર ફેરવી અને તરતજ લાગ્યું  કે. તેમનાધંધામાં બે નંબરી ધંધો વધુ છે જેની જ કમાણી છે. તરતજ ગુસ્સે થઈને મુનીમજી ને કહ્યું ..” શું મુનીમજીઆવો બેનંબરી ધંધો કરીને ૩૦ કરોડ કમાવીને તમે તો મારા બાપ નું નામ મીટ્ટીમાં મેળવી દીધું?.. ધિક્કાર છે તમને.  અમે તમને આવા નહોતા ધાર્યા.. અત્યારે ને અત્યારે જ પેઢીના પગથીયા ઉતારી જાવ.” સ્વમાની સુર્યપ્રસાદ તરતજ પેઢી છોડી ને ચાલી નીકળ્યા એટલે સત્યેદ્રયે મોબાઇલ પર  નંબર લગાવ્યો..”ડાર્લિંગ સાવિત્રી..ગ્રાઉન્ડ ખાલી છે.  ૩૦ કરોડની પીચ પર પ્રેમની ક્રિકેટ મેચ રમવા આવી જા..”

બાબુલ શાહ

નવી પેઢી – 2 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો  વધુ એક શક્ય અંત….

સત્યેન્દ્ર ૩ લાખની capital માંથી  ૩૦ કરોડનું capital કરી આપનાર મુનીમ દાદાને વિસ્મિત નજરે જોઈ રહ્યો અને પગે પડી વંદન કરી રહ્યા પછી બોલ્યો..”દાદાજી, જે કામ ૧૩ લાખ ખર્ચીને MBA પાસે થી ના શીખી શક્યો તે કામ આજે પ્રત્યક્ષ કરી દેખાડ્યું છે. તમારી કલ્પના શક્તિને ધન્યવાદ..

આજેજ હું અમારી MBA  faculty માં જઈને બતાવવા માંગું છુ કે

“જીવન માં ભણતર ફક્ત કામ નથી આવતું, ગણતર પણ જોઈએ.”

હું તેમને તમારા lecture  ગોઠવવા માટે વિનંતી કરું છુ.

——————-

બાબુલ શાહ : અમદાવાદ

( બાબુલ ભાઈ સૌથી ઉત્સાહી રહ્યા છે. એમણે તો ત્રણ જુદા જુદા અંત ગોતી કાઢ્યા છે ! ક્ર્મશઃ ત્રણેય અંત રજૂ કરવામાં આવશે. બાબુલ ભાઈનો આ માટે આભાર માનીએ એટલો ઓછો છે. )