સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ભરત પંડ્યા

નવી પેઢી – 10 : ભરત પંડ્યા – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત….

૧-ધધો જુનવાણી રસમથી ચાલે છે.
૨-ઍણે સૌ પ્રથમ સુર્યપ્રસાદજીને ઉમર થઈ ગઈ છે એ કારણસર છુટા કર્યા.
૩-હીસાબ કીતાબની નવી પધ્ધતી અપનાવી.
૪-આ ધીરધારની પેઢી છે શખાવત કે સદાવ્રત નથી કહી જુના લેણદારોના ખાતા તેમની ગીરવે   મુકેલી અસ્ક્યમતો વેચી સરભર કર્યા.
૫.-પેઢીની વરસો જુની વિશ્વસનીયતા ઝંખવાણી,
૫- છાપામા પહેલે પાને છપાણુ ‘ ‘૧૦૦ વરસ જુની જાણીતી ધ્રીરધાર પેઢી ચંપક્લાલ મરફતીયા પેઢી એ દેવાળુ ફુન્ક્યું.”

– ભરત પંડ્યા : ભાવનગર

રજની રાણી – જગદીપ વીરાણી

રજની રાણી શ્વેત ચાંદની લાવી રે
ગગન મહી પ્રીત રાગણી ગાઈ રે—-રજની રાણી…

તારાઓના દીપ હજારો, શોભે મંડપ સારો
ચમચમ ચમકે, ઝીણું ઝીણું મલકે
એવી રસભરી  આવી રે——રજની રાણી

સાગરનાં નીર  ઊછળતાં,
ઊછળી જાણે ચન્દ્રને મળતાં
કલકલ વહેતા,  વાતો કહેતાં
નીરમાં મસ્તી   લાવી રે——રજની રાણી

મલયાનીલની મધુર વીણા,
જેના છેડયા તાર મેં ઝીણા
નાવ સરે સરી, આનંદ ભરતી
સુંદર ધુન જગાવી રે——-રજની રાણી

–  સ્વ. જગદીપ વીરાણી

કવિ શ્રી જગદીપ  વીરાણી એક બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક હતા.૧૯૧૭ થી  ૧૯૫૬ નું  માત્ર   ૩૯ વર્ષનું  ટૂંકું આયુષ્ય. આમ તો તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ જીવનભર કલાની સાધના કરી.વડોદરા રેડીઓ સ્ટેશન અરું થયું ત્યારે તેમાં જોડાયા. ચિત્રકામ શીખ્યા અવનીન્દ્રનાથ ટાગોરના હાથ નીચે શાન્તિનિકેતનમા. ત્યાંની વોશ ટેકનિક ગુજરાતમાં  લાવ્યા. કવિ  અને ચિત્રકાર ઉપરાંત એક ઉત્કૃષ્ટ  ફોટોગ્રાફર અને ઊંચી કોટીના મેન્ડોલિન અને વાયોલિન વાદક પણ ખરા.

જૂના જમાનાના પ્રસિધ્ધ હાસ્યકાર મસ્ત ફકીર કહેતા . “જગદીપને કઇ કલા હસ્તગત હતી; તે કરતાં  તેને કઈ કલા સાધ્ય ન હતી તે કહેવું વધુ મુશ્કેલ હતું”. તેઓ આજન્મ કલા શિક્ષક પણ હતા. ભાવનગરની નિશાળમાં  તેઓ ચિત્ર શિક્ષક તરીકે જોડાયા(યાદ રહે મહાન ગાયક રતીભાઇ અંધારિયા તથા મોટા ગજાંના સોમાલાલ શાહ પણ ભાવનગરમાં  નિશાળમાં શિક્ષક હતા). ૧૯૫૬ ના એપ્રિલ મહિનામાં તેમણે તેમની સ્વતંત્ર સંસ્થા “સપ્તકલા’ની સ્થાપના કરી.

તેમણે “નસીબદાર”  ફીલ્મમા સંગીત આપ્યું. આ ફિલ્મના મુકેશ, ગીતા દત્ત અને મીના કપુરનાં ગીતો ખુબ  લોકપ્રિય થયાં હતાં. હીઝ માસ્ટર્સ વોઇસે તેમની લગભગ ૨૦ ગીતોની રેકર્ડ બહાર પાડી હતી. તેમના ત્રણ કાવ્ય સંગ્રહો પસિધ્ધ થયા છે -ડોલરિયો, પૂનમ રાત અને હીમરેશા (મરણોત્તર)

આવા બહુમુખી સર્જકનું ૩૯ વરસની વયે અકાળ અવસાન થયું.

તેમનાં વર્ષા ગીતો તથા રાત્રીનુ વર્ણન કરતા ગીતો ખૂબ પ્રસિદ્ધ છે.

રજૂઆત – શ્રી. ભરત પંડ્યા , ભાવનગર

રજની રાણી શ્વેત ચાંદની લાવી રે
ગગન મહી પ્રીત રાગણી ગાઈ રે—-રજની રાણી…
તારાઓના દીપ હજારો, શોભે મંડપ સારો
ચમ ચમ ચમકે, ઝીણું ઝીણું મલકે
એવી રસભરી  આવી રે——રજનીરાણી
સાગરનાં નીર  ઊછળતાં,   ઊછળી જાણે ચન્દ્રને મળતાં
કલકલ વહેતા,ં  વાતો કહેતાં કહેતાં
નીરમાં મસ્તી   લાવી રે——રજનીરાણી
મલયાનીલની મધુર વીણા, જેના છેડયા તાર મેં ઝીણા
નાવ સરે સરી, આનંદ ભરતી
સુંદર ધુન જગાવી રે——-રજનીરાણી
– સ્વ. જગદીપ વીરાણી
કવિ શ્રી જગદીપ  વીરાણી એક બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક હતા.૧૯૧૭ થી  ૧૯૫૬ નું  માત્ર   ૩૯ વર્ષનું  ટૂંકું આયુષ્ય. આમ તો તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ જીવનભર કલાની સાધના કરી.વડોદરા રેડીઓ સ્ટેશન અરું થયું ત્યારે તેમાં જોડાયા. ચિત્રકામ શીખ્યા અવનીન્દ્રનાથ ટાગોરના હાથ નીચે શાન્તિનિકેતનમા. ત્યાંની વોશ ટેકનિક ગુજરાતમાં  લાવ્યા. કવિ  અને ચિત્રકાર ઉપરાંત એક ઉત્કૃષ્ટ  ફોટોગ્રાફર અને ઊંચી કોટીના મેન્ડોલિન અને વાયોલિન વાદક પણ ખરા.જુના જનાનાના પ્રસીધ્ધ હાસ્યકાર મસ્ત ફકીર કહેતા . ” જગદીપને કઇ કલા હસ્તગત હતી તે કરતાં  તેને કઈ કલા સાધ્ય ન હતી તે કહેવું વધુ મુશ્કેલ હતું”. તેઓ આજન્મ કલા શિક્ષક પણ હતા. ભાવનગરની નિશાળમાં  તેઓ ચિત્ર શિક્ષક તરીકે જોડાયા(યાદ રહે મહાન ગાયક રતીભાઇ અંધારિયા તથા મોટા ગજાંના સોમાલાલ શાહ પણ ભાવનગરમાં  નિશાળમાં શિક્ષક હતા). ૧૯૫૬ ના એપ્રિલ મહિનામાં તેમણે તેમની સ્વતંત્ર સંસ્થા “સપ્તકલા’ની સ્થાપના કરી.તેમણે
“નસીબદાર”  ફીલ્મમા સંગીત આપ્યું. આ ફિલ્મના મુકેશ, ગીતા દત્ત અને મીના કપુરનાં ગીતો ખુબ  લોકપ્રિય થયાં હતાં. હીઝ માસ્ટર્સ વોઇસે તેમની લગભગ   ૨૦ ગીતોની રેકર્ડ બહાર પાડી હતી. તેમના ત્રણ કાવ્ય સંગ્રહો પસિધ્ધ થયા છે -ડોલરિયો-પૂનમ રાત અને હીમરેશા (મરણોત્તર)
આવા બહુમુખી સર્જકનું ૩૯ વરસની વયે અકાળ અવસાન થયું.
તેમનાં વર્ષા ગીતો તથા રાત્રીનુ વર્ણન કરતા ગીતો ખૂબ પ્રસિદ્ધ છે.

બુંદસે ગઇ વો હોજસે નહી આતી – ભરત પંડ્યા

કહેવાય છે, તક એકજ વાર દરવાજો ખટખટાવે છે. તમે ચુક્યા તો મોકો હાથમાથી સરી જાય છે. ફરી  પાછો તે મોકો તો આવતો જ નથી.

એક્વાર ઓફીસના કામે  આણંદથી  અમદાવાદ જઇ રહ્યો હતો. ખેડાનો માથુ ફાડી નાખે તેવો તડકો, આભમાથી આગ વરસી રહી હતી હું તો જે ઘરાક્નુ કામ હતું, તેની એરકંડીશન મોટરમા બેઠો હતો . રસ્તામા  ડ્રાઇવરને કાંઈક જોઈતુ હતુ તે ગાડી ઉભી રાખી. હું પણ સીગરેટ  પીવા  નીચે ઉતર્યો.

એક મોટા ઝાડ નીચે કેબીન  હતી. પાસે એક બુટ ચંપલ રીપેર કરવાવાળો બેઠો હતો. એની પાસે ચાર પાંચ જોડી, ટાયરના સોલવાળા, સસ્તા ચંપલ હતા. હું ઉભો ઉભો સીગરેટ પીતો હતો. ત્યાં એક મજુર જેવો  માણસ આવી ચંપલ જોવા માંડયો. તેણે આ ધોમ ધખતા તડકામા પણ ચંપલ પહેર્યા ન હતા, ઉઘાડે પગે હતો.

બહુ  જ બીતાં બીતાં એણે પુછ્યું ” કેમ આપ્યા ભાઇ ?”

વેચવાવાળાએ કહ્યું, ” આઠ રુપીયા.”

પેલાએ  કહ્યું ” મારી  પાંહે ચાર રુપીયા છે. “

“તો એક ચંપલ લઇ જા”

મજુર આ ઉપાલંભ સમજે તેમ  ન હતું.

” એક પગે થોડુ હલાય છે ભાઇ ?” એ બોલ્યો.

ચંપલવાળો કહે,  ” ઓછામા ઓછા  પાંચ રુપીયા લઇશ. “

પેલાને એ કાંઇ પોસાતુ  ન્હોતુ. એ તો ચાલવા માંડ્યો. ડ્રાઇવરનુ કામ અને મારી સીગરેટ પતી ગયાં હતાં. હું ગાડીમા ગોઠવાણો અને ગાડી આગળ ચાલી. કામ પતાવી હું ઘેર  પાછો આવ્યો.

રાત્રે જમતાં જમતાં ઘરની વાતો ચાલી.

પત્ની કહે “મોંઘવારીએ તો માઝા મુકી છે, બોલો! બેબીના સેન્ડલના અઢીસો રુપીયા. “.

રેડીયો પર કોઇ સંત પ્રવચન આપી રહ્યા હતા -“ક્યાં અને ક્યારે પ્રભુ તમને સેવાનો મોકો આપે છે તે ખબર નથી પડતી.” વી.વી.

તે રાત્રે મને ઉંઘ ન આવી , સવાલ માત્ર પાંચ રુપીયાનો હતો અને આમ જુવો તો માત્ર એક રુપીયાનો જ.  ચારતો તે મજુર પાસે હતા .

મને સમજાણુ કે, મેં મોકો ગુમાવ્યો હતો. અને હવે આ મોકો કદી નહી આવે. ક્યાં હું ને ક્યાં એ મજુર! એની જરુરીયાત કેટલી નાનકડી હતી? ત્યારબાદ દરેક વરસે લગભગ પાંચ્-દસ હજારનુ દાન કરું છું; પણ પેલા મજુરનો  ઉતરી  ગયેલો  ચહેરો નજર સમક્ષ તરે છે; અને થાય છે : –

“બુંન્દસે  ગઇ વો હોજસે નહી આતી. “

– ભરત પંડ્યા – ભાવનગર

( સ્વાનુભવની  વાત – સત્ય કથા)

——————–

ભરતભાઈને તો આટલો પણ વસવસો  રહી ગયો; તે તેમની માનવતા. ઘણાને તો આવો વીચાર પણ નહીં આવતો હોય !