સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: રવિ પરમાર

દિવડાને ફૂંક!

રવિ પરમાર,સુરત

એક દિવડાને મારી મેં ફૂંક.!
ખોબો’ક અજવાળું એનું ખોવાઈ ગ્યું એટલે તો અંધકારને આવી ગઈ ચૂંક!

કોડીયાએ માંડ-માંડ પડછાયો ગોત્યો, ત્યાં ભરખી ગ્યું અંધારૂં ઘોર..
હમણાં તો ઓળખાતો દિવડાથી માળો એ, ને થઈ ગ્યો એ કાંટાળો થોર..
લે..મૂકું છું મારી હું અંધારે ધારણા, તું અંધારે અટકળને મૂક!
એક દિવડાને મારી મેં ફૂંક.!

દિવડાની જ્યોત સાવ એકલી અટૂલી, કોઈ થરથરતાં ભણકારા બાળે..
સનનન્..દઈ છૂટેલી ફૂંકે વિંધાયો, એ પડછાયો અજવાળું ભાળે?
અંધારિયો ઓરડો ચાંદાને કહેતો કે ફળિયામાં આવીને ઝૂક!
એક દિવડાને મારી મેં ફૂંક!

ટહૂકો – રવિ પરમાર

સુરતના આ નવોદિત કવિ મને એમની ‘હટકે’ કલ્પનાઓ માટે ગમે છે. એમની આ રચના વાંચતાની સાથે જ ગમી ગઈ.

જીવન- સંગ્રામની મૂષક દોડમાં આપણા બાળપણનો મીઠો ટહૂકો મોટા ભાગે ખોવાઈ ગયેલો જ હોય છે. આપણાં બધાં હવાતિયાં એને યાદ કરવાનાં અરણ્ય રૂદન હોય છે – ફેંકાઈ ગયેલા, રઝળતા, માત્ર દેખાવમાં જ આકર્ષક એવા, મોર પિચ્છને પંપાળવા જેવા.

એ મોર ક્યાં ?

ચહેરો અને મ્હોરું

ચહેરો
પહેરીને જ
પાંગરવું છે..
પ્રભુ..
મહોરૂં ચીપકાવવાની
આપીશ નહીં મજબૂરી..!
– રવિ પરમાર,સુરત

એના પરથી મુક્ત પંચિકા
ચહેરો કોનો?
મહોરું શેનું?
બન્ને બહારી જ ને?
ભીતર હસે
અસલી જણ!