મારાથી ઉમ્મરમાં કમસે કમ ૧૨ વર્ષ મોટા, બુઝુર્ગ મિત્ર શ્રી. કનક રાવળનું આ પ્રણયકાવ્ય વાંચતાંની સાથે જ ગમી ગયું.
મૂળ પી.ડી.એફ. ફાઈલમાંના ‘ ગોપિકા’ ફોન્ટમાંથી રૂપાંતરણની મજા પણ ભરપેટ માણવા મળી.
————————————

પારિજાત
સમો દીવાળીની રાત, શરદના શીતળવા
ટમટમ્યાં અગણીત તારક તારિકા અમાસ આકાશે
રચાયો રાસ રત્નરાશીનો
આનંદ ઓઘ વરતાયો નભમંડળે
પલકારામા ભાગ્યા સૌ નિજી સ્થાને ભુલી પાછળ ઓંછાયા
આવતાં સવારી ભવ્ય સૂર્ય મહારાજની
ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વૃક્ષ તળે
પથરાયાં ત્યાં શ્વેત પારીજાત પુષ્પો
જુક, પંચપત્તી, રક્તશીખાધારી
મઘમઘી દિશાઓ પૂષ્પગાને,
યાદી ભરી ગતરાત્રી સંવનોની,
મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,
થયું ભાથુ ભેગું અતિત ઓવારે
રહી બાકી શ્વેત પરછાયી
– ધરી રક્તબીંબ અધરે
—————————————
– કનક રાવળ, જાન્યુઆરી ૨૦૦૩
વાચકોના પ્રતિભાવ