ત્રણ ત્રણ વાયુઓ પર અહીં કલ્પનાઓ કરી હતી. ઓક્સિજન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન. એમને અવલોકન તો શીદ કહેવાય? દેખાતાં હોય એમને અવલોકી શકાય! પણ કલ્પનામાં તો મન ફાવે તેમ અવલોકનો કરાય ને? આ અવલોકનકારે ‘ત્રિવાયુ’ ને આવું એક અવલોકન ગણ્યું હતું. ‘ઓપિનિયન’ના સંચાલક માનનીય શ્રી. વિપુલ કલ્યાણીને જોવાની એ નજર ગમેલી અને એમના થાનકે પ્રસિદ્ધ કરી હતી. આ રહી –

આ લોગો પર ક્લિક કરો.
એ જૂની યાદ આજે તાજી થઈ ગઈ. વાત એમ છે કે, વિવિધતા સભર અને આ લખનારની માનીતી વેબ ‘Baba Mail’ પર આજે એક ચોથા ‘હાઈડ્રોજન પેરોક્સાઈડ’ વિશે ઘણું નવું જાણવા મળ્યું.

આ લોગો પર ક્લિક કરો.
આમ તો ‘બાબાશ્રી’નો એ લેખ વિજ્ઞાન અને રોજબરોજના ઉપયોગ અંગે ઘણી બધી માહિતી આપે છે. એ માહિતી બહુ સરસ અને કામની પણ છે. પણ… અહીં તો એના પરથી ઉભી થયેલી કલ્પનાના ગુબ્બારા માણવાના છે !
હાઈડ્રોજન પેરોક્સાઈડ – ત્રિવાયુમાંના બે હાઈડ્રોજન અને ઓક્સિજનમાંથી બનેલું સંયોજન છે. એને વાયુ તો ન જ કહેવાય. આમ તો એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પણ પાણી કરતાં વધારે ઝડપથી તેનું બાષ્પીભવન થઈ જાય છે. પાણીના અણુમાં હાઈડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ હોય, જ્યારે આ જનાબ પાસે ઓક્સિજનનો એક પરમાણુ લટકામાં વધારે હોય. બન્નેના રાસાયણિક સૂત્રમાં થોડો અમથો જ ફરક –

આમ તો એનામાં ‘પ્રાણ વાયુ’ ની એક માત્રા વિશેષ. પણ એના ગુણ પાણીથી સાવ અળગા. પાણી એટલે જીવન. એના વિના કોઈ સજીવ જીવી જ ન શકે. તલાતલ પાતાળમાં ( abyss ) માં ઓક્સિજન ન હોય પણ પાણી તો ભરપૂર હોય, ત્યાં પણ સજીવ સૃષ્ટિ મળી આવી છે.
પણ આ મહાશય તો ઓક્સિજન જેવા સજ્જનનો વિશેષ સંગ કરીને દુર્જન બની ગયા! એમનું મહાન કામ –
ચામડી પર થયેલા ઘા ને ચોખ્ખા કરી,
એમાં મ્હાલવા માંગતા બેક્ટેરિયાનો
સંહાર કરવાનું!
એવા જ બીજા દુર્જન છે – ઓઝોન બાબુ. વાતાવરણની ઉપરના સ્તર ‘Ionosphere’ માં એમનું કામ છે – સૂર્ય અને બહારના અવકાશમાંથી આવતાં સંહારક કિરણોને શોષી લેવાનું અને આપણને એની હાનિથી બચાવવાનું. હાઈ વોલ્ટેજ વાળી સપાટીઓને અડતી હવામાંના ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર થઈ જતું હોય છે. એવી જગ્યાઓએ એમની દુર્જનતા એમની દુર્ગંધથી છતી થઈ જતી હોય છે! અને ત્યાં તો એ મહાશય પણ સંહારક જ. એમની આજુબાજુ કોઈ બેક્ટેરિયા જીવી શકતો નથી. એમની પાસે તો પચાસ ટકા ઓક્સિજન વધારે !

આપણે એમ ન પુછી શકીએ કે, આમ કેમ ? એ તો એમ જ હોય. અથવા એમ બને કે,
અતિશય લાભકારક ચીજ
વધારે માત્રામાં મળે તો
હાનિકારક બની જાય?
आपका क्या खयाल है?
વાચકોના પ્રતિભાવ