તે જવાંમર્દ જાતિનો છે; પણ ફૂલથીય કોમળ છે. ધંધે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર છે; પણ વિદ્યાવ્યાસંગી પણ છે. ફરવાનો અને મહેમાનોને ફેરવવાનો અને જમવા / જમાડવાનો પણ શોખીન છે.
એ ‘અમે’ પણ છે …. અને ‘અમો’ પણ છે!
ઓળખી લીધો ને- એ ખૂંખાર મેરને?
આ જોઈ જ લો ને…

‘અમે’, ‘અમો’ –
અશોક મેરામણ મોઢવાડિયા
માધવપુર(ઘેડ)ના આશ્રમમાં શરદભાઈની સાથે પ્રભુશ્રીના આશિષ લેવાનો કાર્યક્રમ છેલ્લા તબક્કામાં ઘડાઈ રહ્યો હતો; ત્યારે વાટમાં ‘અમો’ને મળી લેવાય તો સારું- એ શુભાશયથી ઈવડા ઈને ફોન કીધો. અને એણે મેરની જિંદાદિલ અદાથી રોકડું પરખાવી દીધું,
” ઈમ નો હાલે! બસમાંથી જૂનાગઢ ઉતરી જાઓ.
બાકીની વાટ હારે કાપશું.”
અમે તો હરખાઈ જ્યા! અને હવારના છ વાગે જૂનાગઢ ઉતર્યા ન ઉતર્યા ને ‘અમો’ લાલ ચટ્ટાક ગાડીમાં આવી પૂગ્યા.( મારૂતિનંદન મેરની ગાડી ‘મારૂતિ’ જ હોય ને?!) ચા નાસ્તો પતાવી એમણે તો સીધા અમને એમના ઘરના ધાબા પર ચઢાવી દીધા. અમને થાય કે, આમ હવાર હવારમાં શીદ આમ ઊંચા ચઢાવતા હશે? પણ ધાબે જતાં માલમ થ્યું કે, ઘર ખરેખર ગિરિ તળેટીમાં જ આવેલું છે. પાછળ પૂરવ દશ્યમાં જાજરમાન ગીરનાર આકાશને આંબી સૂરજને ઘડી બે ઘડી રોકી રહ્યો હતો. .
એ પવિત્ર ગિરિરાજના દર્શન કરી અમે તો પાવન થઈ ગયા. અને નીચે ઉતરતાં ‘અમે’માં ના ‘મે’ – ‘અમે’ના પિતાશ્રી મેરામણ મળી જ્યા. શું સુંદર નામ? ઘૂઘવતો મેરામણ. એમની દિલદાર વાત્યુંથી પણ અમારું દિલ પોરહાઈ જ્યું.
‘અમો’ નાં દિકરા(હિરેન) અને દિકરી(શ્રદ્ધા) તૈયાર થતાં સફર આગળ હાલી. આ હાસ્ય દરબારી જીવ – તે શ્રોતા મળતાં છલકી ઊઠ્યો અને છોકરાંવને (અમોય ઉમ્મરે તો ઈમાં જ ગણાય ને?!) ખુશ ખુશ કરી દીધા. રસ્તામાં લૂંબે ને ઝૂંબે મહાલતા નાળિયેરીથી ભરપૂર લીલી નાઘેરના રતન જેવા માંગરોળમાં નાનકડો વિરામ કર્યો – અમોનાં માશીને ઘેર. માશીએ હેતથી ધરેલ મીઠી ધરાખ જેવા નાળિયેરીના તાજા પાણીની લહેજત માણી લીધી.
છેવટે સફરનો મૂકામ આવી લાગ્યો અને એનું વર્ણન ફરીથી નહીં કરું. અહીં વાંચી લેજો.
આ થોડાક વધારાનાં ચિત્રો માણી લો…
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
‘અમે’, ‘અમો’ –
અશોક મેરામણ મોઢવાડિયા
-
અઠંગ વાંચનભૂખ્યા અને વિકીપિડિયા પર મચી પડેલા ‘અમો’ ના બ્લોગની મૂલાકાત લેવાનું પણ આપ સૌને ઈજન છે…
વાચકોના પ્રતિભાવ