સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: કહેવતો

ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો – 2

 1. ભાંગ્યો તોય આદમી. ગાડું તોય તેલ.
 2. દુધ ને દીકરા, બધુંય છે.
 3. આંધળીને પાથરતાં વ્હાણું વાય.
 4. એવું કેવું રળવું કે, દીવો મુકીને દળવું. ( ખર્ચ બચાવવા અંધારામાં દળવું.)
 5. ડાહી બાઈને તેડાવો, ને ખીરમાં મીઠું નખાવો.
 6. ડાહી સાસરે નો જાય, ને ગાંડીને શીખામણ દે.
 7. વગર જણ્યે સુવાવડ શેં વેઠવી? ( કોઈ જાતના લાભ વગર બીજા માટે કેમ દુખ વેઠવું ? )
 8. કરવા ગઈ લાપસી, ને થઈ ગઈ થુલી.
 9. ધાન ધરપત ને ઘી , ઈ સંપત.
 10. આવડે નહીં ઘેંસ, ને રાંધવા બેસ.
 11. ઘરનો રોટલો બ્હાર ખાવાનો છે. ( મહેમાનની આગતા સ્વાગતા માટે.)
 12. ધુમાડાના બાચકા. ( નકામા માણસો પાસે આશા.)
 13. વર વગરની હજો , પણ ઘર વગરની ન હજો.
 14. સડસડતી સોડ્ય કરતાં રોકડો રંડાપો સારો.
 15. હંધામાં ભાગ હોય, રંડાપો સુવાંગ હોય. ( દુખમાં કોઈ ભાગ પાડવા ન આવે.)
 16. પોર મરી જ્યાં સાસુ , ને ઓણ આવ્યાં આંસુ.

સંકલન – જયંતીલાલ દવે

પરીચય

ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો – 1

 1. સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી.
 2. છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં.
 3. જણનારીનાં દખ જણનાર જાણે.
 4. મા કરતાંય વધારે હેત દેખાડે ઈ ડાકણ હોય.
 5. ‘જુ’ના પેટમાં લીખ જ પાકે.
 6. એક તોલડી તેર વાનાં માંગે.
 7. પરણ્યાને પાળે ને જણ્યાને જીવાડે ઈમાં શું નવાઈ?
 8. માવતર ગલઢાં થાય; માવતરનાં હેત ગલઢા નો થાય.
 9. હું પહોળી ને શેરી સાંકડી.
 10. દીકરાના પાડની દીકરી છે.
 11. ભાંગ્યો તોય આદમી; ગાડું તોય તેલ.
 12. દુધ ને દીકરા, બધુંય છે.
 13. છોડીયાં જેવાં છોકરાં , ને ધડફા જેવી ડોશી.
 14. દુધ ને દીકરા, ઢાંક્યા નો રે’.
 15. ભાભોજી ભારમાં , તો વહુ લાજમાં. ( સસરામાં શણપણ હોય તો વહુ આમન્યા રાખે.)
 16. છાશ ખાય છોકરાં, ને દુધ ખાય ડોશી.

( 18 ડીસેમ્બરે વાંચો …..   ભાગ -2 )

સંકલન –   જયંતીલાલ દવે

પરીચય