સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ચાંદરણા

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

પેટ તો સુર્યવંશીને પણ રાતપાળી કરાવે

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

અમંગળ દર્શનઃ ખાટું મોળું નથી થતું પણ મોળું ખાટું થઈ શકે છે !

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

હથોડી માટે તો માથાના કર્યા માથાંમાં જ વાગે છે.

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

અંધારામાં છુપાવા કરતાં પ્રકાશમાં ઓગળવું વધારે સારું છે.

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

છરી માટે છાતી અને પીઠ બંન્ને સરખા છે. પણ એ નક્કી કરનારા સરખા નથી હોતા.

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

આજકાલ તો લંચ કરતાં લાંચથી વધારે સારી રીતે પેટ ભરાય છે.

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

સુરજ ઉપર છે એટલે ગરમી ’પડે’ છે.

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

મહાન માણસો બસ નહીં પ્લેન ચુકી જાય છે.

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

રામ રહીમની એક જ રાશી હાવાથી બંન્ને અત્યારે સમદુઃખીયા છે.

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

પોલીસવાળો લાઠી ચાર્જને બદલે ફંડફાળો માંગે તો ટોળું જલ્દી વીખેરાઈ જાય છે.