સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: પરિચિત પરિચય

એક અજાણ્યા ગાંધી વિશે

       આમ તો તેઓ સાવ અજાણ્યા નથી. તેમનું પણ નામ છે; ઘણા લોકો તેમને જાણે છે. તેમના કામ માટે તેમનું જાહેર સન્માન પણ થયેલું છે.

તો પછી ‘અજાણ્યા ગાંધી વિશે’ – એમ કેમ? 

      કારણકે , પોતાની આત્મકથાનું શિર્ષક તેમણે એમ રાખેલું છે ! કદાચ એની પાછળ એમની એ ભાવના હશે કે, તેમણે પોતાના જીવનની સરખામણી ઓલ્યા  ‘જાણીતા ગાંધી’ સાથે કરી હશે!

      કોની વાત છે આ?

      આ રહ્યા તે અજાણ્યા ગાંધી ….

ng3

તેમના વિશે …..

ng22

આ મુખપૃષ્ઠ પર ક્લિક કરી તેમના વિશે વિશેષ માહિતી મેળવો – તેમને પોંખો ….

અને…

       જ્યારે વીસ વર્ષની ઉમરે તેમનાં લગ્ન થયાં, ત્યારે મુંબાઈમાં આશરો લેવા તેમની પાસે પોતાની તો શું ? –  ભાડાની એક ઓરડી પણ ન હતી!

 

બાર્બરા અને ડેવિડ લીંડસે – પી.કે.દાવડા

      આપણે ત્યાં અમેરિકન લોકો વિશે જાતજાતના ખ્યાલ હોય છે. મોટા ભાગના ખ્યાલો ‘એ લોકો સ્વાર્થી, ભૌતિકવાદી, માયા -મમતા વિનાના હોય છે’ – એવા હોય છે.

પણ આવા ‘ગોરા’ અમેરિકનો પણ હોય છે ખરા હોં!!

      ૧૯૯૪મા મારો પુત્ર ભાવેશ મુંબઈથી B.E. (Electronics) કરી અમેરિકાની University of Denver મા M.S. (Computer Science)નો અભ્યાસ  કરવા ગયો. કોલેજની નજીક એક ભાડાના Appartment મા રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમા જેમ ઘણાને આવે છે તેમ એનો પણ Home sickness નો દોર આવ્યો. એક દિવસ એ Apartment માં ભીની આંખે એકલો ગમગીન બેઠો હતો ત્યારે Tim Lindsey નામનો એનો એક નવો મિત્ર આવ્યો. એણે હકીકત પૂછી. ભાવેશે કહ્યું કે કંઈ નહિં એ તો જરા ઘર યાદ આવી ગયું.

   બીજે દિવસે ટીમે એના Parents ને આ વાત કરી. ટીમના Mother Mrs. Barbara Lindsey એ ભાવેશને ફોન કરી કહ્યું કે સાંજે એ એને મળવા આવસે. શરૂઆતમા ભાવેશ પાસે car ન હતી એટલે Mrs. Lindsy પોતાની ગાડીમા એને પોતાના ઘરે તેડી ગયા અને બે કલાક બાદ પાછા મૂકી ગયા. આ બે કલાક દરમ્યાન એમણે અને Mr. David Lindsey એ ભાવેશને કહ્યું કે અમારા બે દિકરા છે, Tim અને Joe પણ આજથી અમારા ત્રણ દિકરા છે, Tim, Joe અને ભાવેશ. અમેરિકામા અમે તારા મા-બાપ છીએ. જ્યારે પણ તને એકલું લાગે ત્યારે ફોન કરજે, અમે તને તેડી જઈશું.

       બસ ત્યાર બાદ એમના દરેક તહેવાર અને ઊજવણીઓમાં  ભાવેશને સામેલ કરતા, સગાં-સંબંધીઓ જોડે ભાવેશની ઓળખાણ પોતાના દિકરા તરીકે કરાવતા. ભાવેશ આ વાત અમને ટેલીફોન પર કરતો, અમને આનંદ સાથે આશ્ચર્ય પણ થતું. ૧૯૯૬મા અમે પહેલીવાર અમેરિકા આવ્યા ત્યારે લીંડસી કુટુંબ સાથે અમારી પહેલી મુલાકાત થઈ. એમણે અમને Dinner માટે બોલાવ્યા. અમે સંપૂર્ણ શાકાહારી હોવાથી તેમણે એક અઠવાડિયા પહેલા શાકાહારી ખોરાક રાંધવાના પુસ્તકો ખરીદયા, સામગ્રી ખરીદી, Test meal રાંધી જોયું અને પછી અમને ઘરે બનાવેલી બ્રેડ, મસૂરની દાળ, ભાત અને શાક અને શાકાહારી ડેઝર્ટ જમાડ્યું. જમતી વખતે એમણે અમને ભાવેશની જરાપણ ચિંતા ન કરવાનું કહ્યું. Mr. Lindsey અમેરિકન સરકારના senior Geologist છે અને Mrs. Lindsey શાળામા શિક્ષિકા છે.

      ભાવેશના લગ્ન ૧૯૯૯ માં મુંબઈમા થયા હતા. લગ્ન પછી ભાવેશ અને એની પત્ની કવિતા અમેરિકા ગયા બાદ તરત લીંડસે ને મળવા ગયા. એમણે કવિતાને કહ્યું,”ભાવેશ અમારો દિકરો છે, આ હિસાબે તું અમારી પુત્રવધુ થઈ, અમે તારા સાસુ સસરા છીએ.” કવિતાએ રાજી થઈ આ સંબંધ સ્વીકારી લીધો. ટીમ તો કવિતાનો સગો દિયર જ થઈ ગયો.

      એપ્રિલ ૨૦૦૨ મા મારી પૌત્રી પ્રિષાના જન્મ વખતે અમને કંઈક અડચણ હોવાથી અમે અમેરિકા ન જઈ શક્યા. કવિતાના માતા-પિતાને વિઝા ન મળ્યા. અમે ખૂબ ફિકરમા હતા પણ લીંડસેએ બધું સંભાળી લીધું. પ્રિષા માટે ૨૦૦ ડોલરની બાબા ગાડી અને બીજી અનેક વસ્તુઓની ખરીદી એમણે કરી અને પોતાના Drawing room મા નાની પ્રિષાનો ફોટો ટાંગ્યો (જે હજી પણ ત્યાં જ છે.) ભાવેશ અને કવિતાને કોઈ કારણસર બહાર જવું હોય તો બે ત્રણ કલાક માટે પ્રિષાને લીંડસેને ત્યાં મૂકી જતા. એમણે, છી છી, સૂ સૂ, મમ મમ વગેરે શબ્દો શીખી લીધેલા. પોતાના સગાંસંબંધી અને મિત્રોને એ પ્રિષાનો ફોટો બતાવી, આ અમારી પૌત્રી છે એમ કહેતા.

      આ પૂરા સમય દરમ્યાન ભાવેશ અને કવિતા Father’s day, Mother’s day, લીંડસેના અને એમના છોકરાઓના જન્મદિવસ વગેરે યાદ રાખી ઊજવણીમા સામેલ થતા. લીંડસે પણ ક્રિસમસ, થેંક્સગીવિંગ વગેરે પ્રસંગોમા ભાવેશ-કવિતા-પ્રિષાને સામેલ કરતા. પ્રિષાને ક્રિસમસ અને એના જન્મદિને મોંગી મોંગી ચીજો ભેટમા આપતા.

     ૨૦૦૨ અને ૨૦૦૫ની વચ્ચે અમારી અમેરિકાની બે મુલાકાતો થઈ. બંને મુલાકાતોમા એમના ઘરે જમવાનું થયું. એમનું કુટુંબ પણ પ્રસંગોપાત ભાવેશને ઘરે જમવા આવતું. બન્ને મુલાકાતમાં, એમના આગ્રહથી એક આખા દિવસનો programme કરેલો. એમા હું, મારી પત્ની અને મીસ્ટર અને મીસિસ લીંડસે, ચારે જણ એમની Lexusમાં ફરવા જતા. એ અમને એમની પસંદગીના જોવા લાયક સ્થળોએ લઈ જતા, ત્યાંની ખાસ ખૂબીઓ સમજાવતા. આખા દિવસની ટુર હોવાથી બપોરે એક સારા ઈન્ડિયન રેસ્ટોરાંમા જમવા લઈ જતા, સાંજે ઈંડા વગરની આઈસ્ક્રીમ ખવડાવતા, અને સાંજે અમારા ઘરે મૂકી જતા. આ બન્ને વિઝીટ દરમ્યાન Mother’s day બન્ને કુટુંબોએ લીંડસેને ત્યાં ઊજવેલા તો Father’s day ભાવેશના ઘરે ઊજવેલા.

     ૨૦૦૫મા ભાવેશ કેલિફોર્નિયા shift થયો. લીંડસેએ હસતે મોઢે જવા રજા તો આપી, પણ આટલા સમયમા એમણે ખરા હ્રદયથી જે સંબંધ સ્વીકારેલો તેથી ત્રણેક મહિનામાં જ ભાવેશ અને એનું કૂટુંબ વ્યવસ્થિત settle થયું છે કે નહિં તે જોવા કેલીફોર્નીયા આવ્યા, અને ભાવેશ કવિતાના આગ્રહને લીધે ચાર દિવસ માટે ભાવેશના ઘરે જ રોકાયેલા, અને આપણો જ નાસ્તો અને ખોરાક લીધેલો.

      બસ પછી રૂટિન શરૂ થયું. થોડા થોડા દિવસે બાર્બરા લીંડસે અને કવિતા ટેલીફોનથી એક્બીજાના ખબર અંતર પૂછી લે, બંને કુટુંબ એક બીજાને તહેવાર અને જન્મદિવસની વધાઈ અને ભેટ સોગાદ મોકલે અને વરસમા એક્વાર ડેવિડ અને બાર્બરા કેલિફોર્નિયા આવી ચાર દિવસ પ્રિષા સાથે રમી જાય. ભાવેશને કોઈ વડિલની સલાહની જરૂર હોય તો એ ડેવીડ લીંડસેની સલાહ લે. અમારી ૨૦૦૮ની અમેરિકાની વિઝીટ દરમ્યાન, અમારી ઈચ્છાથી એ અમને મળવા કેલીફોર્નિયા આવ્યા અને ચાર દિવસ અમારી સાથે રોકાયા.

   અમને ક્યારે પણ એવું ન લાગ્યું કે અમે એક ગોરા અમેરિકન કપલ સાથે રહિયે છીએ.

   આવા માણસો જીવનમાં  ખરેખર મળવા જેવા માણસો છે.

 -પી.કે.દાવડા

ભક્તિભાવનાં ઝરણાં

      નેટ મિત્ર ડો. ચન્દ્રવદન મિસ્ત્રીએ  એમની ભક્તિભાવની રચનાઓની ચોપડી ‘ ભક્તિભાવનાં ઝરણાં’ પ્રેમપૂર્વક મોકલી.  એની ઉપર નજર ફેરવતાં, એમાંની કવિતાઓ/ સ્તુતિઓની સાથે જેમને હું ‘સી.એમ.’ ના હુલામણા નામથી બોલાવું છે – એવા ભાવસભર માણસના દિલની તસ્વીર પણ સતત ડોકાતી રહી.

      સી.એમ. ભલે વ્યવસાયે ડોક્ટર હોય; મને આ માણસ ગમે છે – કોમન મેન રીતે.  માનવતા અને ભક્તિભાવથી ઊભરાતો આ જણ ભાગ્યે જ ‘કવિ’ તરીકે ઓળખાવી શકાય. ભલે વિવેચકોને એમની રચનાઓમાં ‘કાવ્ય’ માટે જરૂરી તત્વોની ઉણપ લાગે; પણ….એમની રચનાઓમાં કાવ્યના મૂળ તત્વ, ‘ભાવ’ ની ચપટીક પણ ઉણપ નથી હોતી. એમની અભિવ્યક્તિ સતત ગીતથી/ તરન્નુમથી સભર હોય છે; છલકાતી હોય છે.

એમના આ નવા પુસ્તકમાંથી એક જ રચના …

પ્રભુજી ને અરજી

અરજી લઈને આવ્યો રે પ્રભુજી,

અરજી મારી સાંભળો ને ઓ રે પ્રભુજી…(ટેક)

*

પહેલી અરજી તમે સાંભળો રે(૨)

સૌનું કરજો કલ્યાણ, ઓ રે રઘુરાય(૨) …અરજી લઈને… (૧)

*

બીજી અરજી તમે સાંભળો રે(૨)

દેજો સૌને પ્રેમ અપાર, ઓ રે રઘુરાય(૨)…. અરજી લઈને… (૨)

*

ત્રીજી અરજી  (૨)

દુ:ખ ન હોય સૌ જીવજંતુ પ્રાણીસમાન, ઓ રે રઘુરાય(૨)…અરજી લઈને… (૩)

*

ચોથી અરજી તમે સાંભળો રે(૨)

સૌના મુખડે હોય પ્રભુજીનું નામ, ઓ રે રઘુરાય(૨)…. અરજી લઈને… (૪)

*

ચંદ્ર કહે, છેલ્લી રે આ અરજી મારી  તમે સાંભળો રે

તારી ભક્તિમાં કર દે મુજને પાગલ ઓ રે રઘુરાય(૨)….અરજી લઈને.. (૫)

        એમની છેલ્લી અરજી જ પોતાના માટે છે – અને તે પણ ભક્તિરસમાં ડુબી જવા માટે – પાગલ થઈ જવા માટે. બસ!  ભક્તિરસમાં પાગલ થઈ જવાની આ લગન સી.એમ.ને મુઠ્ઠી ઉંચેરા આદમી બનાવી દે છે.

એમની ઘણી બધી આવી રચનાઓ અહીં માણો.

એમનો પરિચય આ રહ્યો.

એમના એ સરસ, પુસ્તકનું મુખડું આ રહ્યું…

???????????????????????????????

મળવા જેવા માણસ

૩૦, જાન્યુઆરી -૨૦૧૪ ના રોજ અહીં પ્રકાશિત લેખ ‘જૈવન્ય’ વખતનો સંકલ્પ હતો….

ત્રણ મહિના માટે મૌન

પણ ‘આર્ય મૌન’ માટે લાયકાત હોવી ઘટે. વ્હાલસોયા મિત્રો સાથે એ સંકલ્પ તહસ નહસ જ બની ગયો. અને.. એવા જ વ્હાલસોયા મિત્ર શ્રી. પી.કે. દાવડાએ ફોન કરીને એમનો આ લેખ રજુ કરવા મજબૂર કર્યો.  આમ મૌન વ્રત અહીં પણ ટૂટી રહ્યું છે

– આગોતરું!!

એવા જ વ્હાલસોયા મિત્ર ‘વલીદા’ ને બીરદાવવા- પોંખવા 

એમની અહીં આપેલી એકમાત્ર ઓળખ આ રહી…….એમના વ્હાલના પરિચય માટે પૂરતી છે !

———

હવે વાતમાં વધારે મોયણ નાંખ્યા વિના – પીકેને મળવા જેવા લાગેલા માણસ –

vali_musa

વલીભાઈ મુસા

[ એ પાક ઈન્સાન માટે ‘પાક’ રંગમાં ! ]

      વલીભાઈનો જન્મ ૧૯૪૧ માં આવેલા બનાસકાંઠા જીલ્લાના કાણોદર ગામમાં થયો હતો. કાણોદર એ સમયમાં ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગળ પડતું હતું.વલીભાઈના પિતા પણ ટેક્ષટાઈલના ધંધામાં હતા. વલીભાઈના માતા-પિતા અભણ હતા, પણ એમણે પોતાના બધા બાળકોને સારૂં શિક્ષણ અપાવ્યું. આજે એમના પરિવારના બધા સભ્યો અલગ અલગ વિષયોમાં પારંગત છે, જેમાં એંજીનીઅરીંગ અને મેડિકલ નો પણ સમાવેશ થઈ જાય છે.

       વલીભાઇ શાળામાં હતા ત્યારે તેમના અભ્યાસક્રમના એક પાઠમાં William Tell ની વાર્તા હતી, તેથી વલીભાઈના મિત્રોએ તેમનું હુલામણું નામ વિલિયમ પાડી દીધું. આજે પણ એમના કેટલાક મિત્રો એમને વિલિયમ નામથી જ બોલાવે છે.

      વલીભાઈ ૧૯૫૯ માં મેટ્રીક પાસ કરનાર કુટુંબના પહેલા સભ્ય હતા. ૧૯૬૬ માં એમણે બી.એ.(ઓનર્સ) ગુજરાતી, અંગ્રેજી અને સોશ્યોલોજી વિષયો સાથે કર્યું. નાની વયથી એમને સાહિત્યમાં રસ પડતો.

      વલીભાઈ માત્ર ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યારથી જ વલીભાઈ ઉપર બહોળા કુટુંબનું નેતૃત્વ કરવાની જવાબદારી આવી પડી,જે છેલ્લી અર્ધી સદીથી તેઓ સંભાળી રહ્યા છે. આજે એમના માર્ગદર્શન હેઠળ કુટુંબના સભ્યો, ભણતર, ખંત અને ઈમાનદારીથી ઓટોમોબાઈલ, હોટેલ્સ,મેડિકલ ફેસીલીટીસ વગેરે અનેક ધંધાઓમાં પ્રગતિ કરી રહ્યા છે.

         ગુજરાતી સાહિત્ય રસિકોમાં વલીભાઈનું નામ જાણીતું છે. ૧૯૬૬ માં તેમની પહેલી વાર્તા “જલસમાધી” એક ગુજરાતિ સામયીકમાં પ્રસિધ્ધ થઈ, ત્યાર બાદ વલીભાઈએ કદી પાછું વળીને જોયું નથી.

      ૨૦૦૭ માં કેનેડા સ્થિત એમના પુત્ર સમાન ભત્રીજાએ એમને બ્લોગ્સની સમજણ આપી, અને એમણે પોતાના બ્લોગ “William’s Tales” ની શરૂઆત કરી. આ બ્લોગમાં શરૂઆતમાં તેઓ માત્ર અંગ્રેજીમાં જ લખતા, પણ પાંચ વર્ષના ગાળા બાદ એમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં લખવાની શરૂઆત કરી. આજસુધીમાં વલીભાઈએ અનેક લેખ, વાર્તાઓ અને હાયકુ લખ્યા છે અને બ્લોગ્સ દ્વારા ગુજરાતીઓને આપ્યા છે.

         ખૂબ નાની વયથી જ વલીભાઈ ગાંધીવાદી ધારાથી પ્રભાવિત થયા હતા. “જીવો અને જીવવા દો” મંત્ર નાનપણથી જ એમણે આત્મસાત કરી લીધો છે.જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજ ની સામાજીક ન્યાયની પ્રવૃતિઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા. તેઓ કહે છે, “ક્યાં પણ લડાઈ ઝગડા થાય, માણસ માણસને મારી નાખે તો મને ખૂબ જ માનસિક પીડા થાય છે. આજે દુનિયામાં પર્યાવરણની રક્ષા અને માણસાઈ ભર્યા કાર્યો કરવાવાળાની સંખ્યા ઝડપથી ઘટવા લાગી છે. સામાજીક ન્યાય અને શાંતિની વાતો કરનારાનું કોઈ સાંભળતું નથી. કોઈપણ એક ધર્મ બીજા ધર્મ કરતાં વધારે સારો કે ખરાબ નથી, બધા ધર્મ એકબીજા સાથે સદભાવથી રહેવાનું શીખવે છે, કોઈનો તિરસ્કાર કરવા કે કોઈને નુકશાન પહોંચાડવાની વાત કોઈપણ ધર્મમાં કહેલી નથી. સૌથી મોટો ધર્મ તો માનવ ધર્મ છે.”

       વલીભાઈ કહે છે, “ વલીનો અર્થ આમ તો સંત થાય છે, પણ હું કોઈ સંત નથી. હું આ દુનિયાના અનેક લોકોની જેમ દુન્યવી જરૂરતોથી ઘેરાયલો સામાન્ય માણસ છુ. આ તો ઈશ્વરની કૃપા છે કે આટલા વર્ષો સુધી મારૂં સંયુક્ત કુટુંબ ટકી રહ્યું છે, કુટુંબીઓ વચ્ચે સદભાવના અને પ્રેમ ટકી રહ્યાં છે.આજે આ કુટુંબ ભાવનાને લીધે અમે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે અને આવતી પેઢીને પ્રેરણા આપી છે.”

       આજે વલીભાઈ નિવૃત જીવન ગાળે છે. કુટુંબમાં એમનાથી નાની વયના સભ્યોએ કારોબાર સંભાળી લીધો છે. વલીભાઇની આજે મુખ્ય બે પ્રવૃતિઓ છે,સાહિત્ય સર્જન અને મહેમાન ગતિ. મને એક દુહો યાદ આવે છે,

“એકવાર કાઠિયાવાડમાં
તું ભૂલો પડ ભગવાન,

થા મારો મહેમાન,
તને સ્વર્ગ ભૂલાવું શામળા.”

       બસ વલીભાઈ પણ પોતાના મિત્રોને કંઈક આવું જ કહે છે. વલીભાઈની મહેમાનગીરી માણવાની તક મેં હજી ઝડપી નથી, પણ એમની મહેમાનગીરી માણી આવેલા લોકોની પાસેથી એની વાતો સાંભળી છે. મારા એક બ્રાહ્મણ મિત્ર એમની મહેમાનગીરી માણી આવ્યા છે અને એમણે મને કહ્યું, એ તો બાહ્મણનો પણ બ્રાહ્મણ છે.” [ એ મૂઓ બામણ આ જણ છે !! )

      વલીભાઈ વિશે લખવું એ એમના મિત્રોને સૂરજને અરિસો દેખાડવા જેવું લાગસે.

P. K. Davda

     

     

       –  પી કે. દાવડા

૧૦૯મા વર્ષે અડીખમ

     અમારા ઘરથી ચાલતા જવાય એટલા અંતરે રહેતા અને અમારા સ્થાનિક ‘ભજન મિલન’ ગ્રુપના સભ્ય શ્રી. વિનુભાઈ સોની હમણાં જ ગુજરાતની બે મહિનાની મુલાકાત લઈને પાછા આવ્યા.  ત્યાં હતા ત્યારે તેમના મૂળ વતન – આણંદની નજીક આવેલા સામરખા ગામ ગયા હતા; અને ત્યાં રહેતાં તેમનાં માતુશ્રી કમળાબેનની, ભજન રાખવાની ઇચ્છા પૂરી કરી હતી.

     આ પ્રસંગને અનુલક્ષીને ‘ દિવ્ય ભાસ્કર’ ની ખેડા-આણંદ આવૃત્તિમાં તા. ૨૯, નવેમ્બર -૨૦૧૧ ના રોજ એક સચિત્ર અહેવાલ પ્રગટ થયો હતો.

     એ અહેવાલમાંથી થોડાંક ટાંચણ વડે, ૧૦૯ વર્ષેય અડીખમ એવાં આ

અજોડ મહિલાકમળાબેન વ્રજલાલ સોની

ને બીરદાવતાં અત્યંત આનંદ થાય છે.

…..

જન્મ –  ૧૫, જુલાઈ- ૧૯૦૨

[ હાલ તેમના ૫૨ વર્ષના પૌત્ર, બિપિનભાઈ અને તેમનાં પત્ની ભારતીબેન સાથે રહે છે. ]

સંતાનો – ચાર દીકરા, ચાર દીકરી

તેમના વિશે થોડુંક-

 • પાંચમી પેઢી સુધીનાં કુલ કુટુમ્બીઓનો વંશવેલો – ૫૦
 • માત્ર ગુજરાતી એક ચોપડી સુધીનું ભણતર. પણ આઠેય સંતાનોને ભણાવી ગણાવી, ઠેકાણે પાડ્યાં છે.
 • તેમના જમાનામાં સ્ત્રીઓ ઘરની ચાર દિવાલો વચ્ચે જ જીવન ગુજારતી હોવા છતાં, ગાંધીજી એમના ગામમાં આવ્યા ત્યારે તેમને જોવા/ સાંભળવા ગયાં હતાં. જોકે, તેમના પતિ વ્રજલાલ ભાઈ સક્રિય રીતે આઝાદીની લડાઈમાં સાથ આપતા હતા.
 • આઠ વર્ષ પહેલાં વિનુભાઈની સાથે ચાર વર્ષ અમેરિકામાં રહેવા આવ્યા હતા; પણ તેમને અમેરિકાનું જીવન અનુકૂળ ન આવતાં વતન પાછાં ફર્યાં હતાં.
 • આ ઉમ્મરે પણ પોતાનાં બધાં કામ જાતે જ કરે છે.
 • ક્યારેય દવાખાનાનો આશરો લીધો નથી. હાલ જોવા અને સાંભળવાની થોડીક તકલિફ છે, એટલું જ.
 • સમયસર, સાદું ભોજન, દેવ દર્શન,
 • સો રૂપિયે તોલો સોનું, આઠ આને શેર દૂધ, અને બે રૂપિયે શેર ઘી જોયેલાં છે.
 • બાજરીના રોટલા, ખીચડી, કઢી, અને મરી મસાલા વગરનું શાક – એમનો રોજનો ખોરાક છે.

કમળાબેનનાં વચનો

 • વિકાસ બહુ થયો છે; પણ સંસ્કૃતિ વિસરાઈ ગઈ છે.
 • લાજ, શરમ અને દયા ગાયબ થઈ ગયાં છે.
 • સારા સંસ્કારો અને ધર્મ/ઉપાસના જરૂરી છે.

શંકરલાલ જગજીવનદાસ જાની, Shankarlal Jagajivandas Jani

“ હું તો નથી જ્ઞાન વિશાળ આંબલો,
છાયા ધરંતો, ફળ મિષ્ટ આપતો;

તથાપિ ઉગ્યો ઉર ઊર્મિ છોડવો
ધરી કૂણાં પર્ણ વિવિધ કૂંપળો.

હું માનવી અલ્પ ધરી મહેચ્છા,
યત્નો કરું ભાવ સુગંધ મ્હેંકવા,

વીણી ફૂલો સૌ ઉરછોડ પાંગર્યાં,
પરોવી સૂત્રે ધરું પ્રેમમાળ આ. “

————–

મારા સાહિત્યરસને ઉત્તેજનાર, સંવર્ધન કરનાર મારા કાકા

– સુરેશ જાની

———————————————

જન્મ

 • માર્ચ – 1892; અમદાવાદ

અવસાન

 • મે – 1975, અમદાવાદ

કુટુમ્બ

 • પીતા– જગજીવનદાસ; માતા– જડીબા
 • પત્ની – 1) લલીતાબેન 2) શારદાબેન  3) શાન્તાબેન
 • સંતાન
  શારદાબેનથી
  પુત્રો- ભાલચન્દ્ર( એનેસ્થેટીક ડોક્ટર); સ્વ. જયેન્દ્ર- બોરીંગનો વ્યવસાય
  શાન્તાબેનથી
  પુત્રો – દિલીપ(ફીઝીશીયન/સર્જન- યુ.કે./યુ.એસ.એ,); સ્વ.ગૌતમ – સીવીલ એન્જીનીયર); નીતિન – સેફ્ટી કન્સલ્ટીંગનો વ્યવસાય(યુ.એસ.એ,)
  પુત્રી – ઈલાબેન (સામાજીક કાર્યકર)

અભ્યાસ     

 • ઈલેક્ટ્રીકલ સર્ટીફીકેટ કોર્સ( આર.સી. ટેક્નીકલ ઈંસ્ટીટ્યુટ)

વ્યવસાય

 • ચીફ એન્જીનીયર- ભરતખંડ ટેક્સાઈલ મીલ અને ન્યુ ટેકસાઈલ મીલ

જીવનઝરમર

 • અનુભવથી વ્યવસાયમાં કુશળ અને ચીવટવાળા એન્જીનીયર
 • કારકીર્દી દરમ્યાન બીલીમોરાની મીલમાં નીષ્ણાત તરીકે સેવા.
 • જ્યારે અમદાવાદની મીલો ઈલેક્ટ્રીસીટી કમ્પની પાસેથી વીજળી ખરીદવા તૈયાર ન હતી; ત્યારે તેમણે વીજળીથી મીલો ચલાવવાના ફાયદા વીગતવાર અભ્યાસ કરી દૈનીકોમાં છપાવ્યા હતા અને મીલ માલીકોને સમજાવ્યા હતા.
 • વયવસાય ઉપરાંત ગુજરાતી સાહીત્યમાં ઉંડો રસ – ન્હાનાલાલ કવી એમને અત્યંત પ્રીય હતા.
 • એમના ખાસ મીત્ર –  કવીશ્રી, જયંતિલાલ આચાર્ય
 • ગુજરાતીમાં તકનીકી સાહીત્ય હોવું જોઈએ, તેમ તે દ્રઢપણે માનતા અને તે માટે ઘણું કામ કર્યું હતું. અનેક પુસ્તકો છપાવવા માટેની હસ્તપ્રતો  જાતે તૈયાર કરી હતી.
 • પોતાની જ્ઞાતી( ઔદીચ્ય સહસ્ત્ર) ના ઈતીહાસનું વીગતે ઉંડું સંશોધન કરી ગ્રંથ છપાવ્યો હતો.
 • જ્ઞાતીને હાનીકારક   પ્રેતજમણ જેવા કુરીવાજોના વીરોધી અને શીક્ષણનો પ્રસાર કરવાના હીમાયતી. અન્ય આગેવાનો સાથે, આ બાબત આગળ પડતો ભાગ લઈ, જ્ઞાતીસેવાનાં અનેક કામો કર્યાં હતાં.

રચનાઓ

 • કાવ્ય – વીશ્વની લોકમાતાઓ (દુનીયાની નદીઓ વીશે અનુષ્ટુપ છંદમાં મહાકાવ્ય)
 • સંશોધન – ઔદીચ્ય સ્મૃતીગ્રંથ

સાભાર

 • પુત્રી – ઈલા દવે, પુત્રવધુઓ – સોનલ જાની, મુદ્રા જાની

ચન્દ્રવદન માધવભાઈ મીસ્ત્રી-ડો. ; Chandravadan Madhavabhai Mistry – Dr.

જીવનમંત્રો –
“પ્રભુ! તું છે તો હું છું.”

” પ્રભુ જે થાય, ન થાય એમાં તારી જ ઈચ્છા છે, અને એ પ્રમાણે મારો સ્વીકાર છે.”

________________________________________________

જન્મ

 • 13, ઓક્ટોબર- 1943; વેસ્મા ( જી. નવસારી) – શરદ પુનમ

કુટુમ્બ

 • માતા – સ્વ. ભાણીબેન; પીતા – સ્વ. માધવભાઈ ગાંડાભાઈ ; મોટાભાઈ – છગનલાલ
 • પત્ની– કમુબેન : પુત્રીઓ – નીના; વર્ષા અને વંદના( જોડીયાં બહેનો) ; રૂપા

તેમનાં પત્ની કમુબેન સાથે – ડલાસ એરપોર્ટ ઉપર

જ્ઞાતી

 • પ્રજાપતી

અભ્યાસ

 • 1969 – એમ.બી.બી.એસ – કટક ઓરીસ્સા
 • 1977-80 – રેસીડન્સી – ઇન્ટર્નલ મેડીસીન- પીટ્સબર્ગ, અમેરીકા

બે મિત્રો – ડલાસ એરપોર્ટ ઉપર

જીવનઝરમર

 • 1954- 1961 – આફ્રીકા નીવાસ
 • 1962 – ભવન્સ કોલેજ , મુંબાઈમાં અભ્યાસ
 • 1970-73 લુસાકા, ઝામ્બીયામાં ડોક્ટર અને શીક્ષણની નોકરી
 • 1973-74 ઈન્ગ્લેંડમાં ડોક્ટર તરીકે નોકરી
 • 1975-77 ફરીથી લુસાકા ખાતે નીવાસ
 • 1977-80 પીટ્સબર્ગમાં ડોક્ટર
 • 1981 – 2006 લોસ એન્જેલસમાં ડોક્ટર તરીકે નોકરી
 • લાંબા વીદેશવાસ છતાં વતનની સેવા માટે સદા તત્પર
 • વેસ્મામાં ‘પ્રજાપતી ભવન’, બાલમંદીર, બાલભવન, આયુર્વેદીક દવાખાનું, પુસ્તકાલય, રામચંદ્રમંદીરમાં સંતોને રહેવા અને સત્સંગ માટે હોલ, હોસ્પીટલમાં પ્રસુતીવીભાગ વી.ના નીર્માણમાં સક્રીય, નાણાંકીય અને નોંધપાત્ર હીસ્સો
 • ગામની બીજી અનેક સંસ્થાઓમાં નાણાંકીય સહકાર
 • જ્યાં બાળપણમાં ભણ્યા હતા તે કુમારશાળામાં ઈનામી યોજનાની શરુઆત
 • સમગ્ર ગુજરાતની પ્રજાપતી જ્ઞાતીના ઉત્કર્શ માટે સન્નીશ્ઠ પ્રયાસો
 • 1989 – હૃદયની બાયપાસ સર્જરી અને તે બાદ કાવ્યો અને ભજનો લખવા શરુ કર્યા. તેમની રચનાઓમાં ભક્તીભાવ અને અંગત વ્યક્તીઓ અને પ્રસંગોને સ્પર્શતી ભાવવીભોરતા પ્રાધાન્ય ધરાવે છે.
 • 1992-93 અમેરીકાના કેલીફોર્નીયામાં એન્ટેલપ વેલી ગુજરાતી સમાજમાં અગત્યનો ફાળો
 • 2007 – આફ્રીકામાં પણ શીક્ષણ માટે ઈનામી યોજના શરુ કરી

રચનાઓ

 • કાવ્ય સંગ્રહ – ત્રીવેણીસંગમ, ભક્તીભાવનાં ઝરણાં
 • સંપાદન – શ્રીકૃષ્ણ લીલામૃત ( ભજન સંગ્રહ)
 • તેમના જીવન વિશેનું પુસ્તક – યાદોના ઉપવનમાં , એક ડોક્ટરની જીવનકથા

CM

 

શારદાગૌરી ભીખાભાઈ જાની, Shardagauri Bhikhabhai Jani

તેમનાં અનેક પ્રીય ભજનોમાંનું એક –

” ભુવન ભુવન માડી તારી જ્યોતિના ઝણકાર,
દીલડે દીલડે તે માના દીવડા.”
અંબાલાલ પટેલ

( અહીં એ ભજન વાંચો )

__________________________________________________________
Read more of this post

ભીખાભાઈ મગનલાલ જાની, Bhikhabhai Maganalal Jani

તેમની બાળકોને કેટલીક જીવનશીખ  –

‘પહોંચ હોય તેટલો પથારો કરવો.’
‘કોઈનું ભલું  ન થાય તો કંઈ નહીં, પણ કોઈનું બુરું ન  કરવું.”
“આવકના 40% બચત થાય તેવી રીતે જીવવું.”

તેમને બહુ ગમતો મંત્ર
” ચૈતન્ય સિન્ધુ ગરજે ૐ ૐ ૐ ”

__________________________________________________________
Read more of this post