સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: પુસ્તક પરીચય

શહરનામા

…….સરૂપ ધ્રુવ પ્રતિબદ્ધ સામાજિક-રાજનૈતિક કવયિત્રી, નાટ્યલેખક અને સાંસ્કૃિતક કર્મશીલ છે. અમદાવાદના ઇતિહાસ પરનાં તેમનાં તદ્દન નવાં પુસ્તક ‘શહરનામા’ વિશે વક્તવ્યોનો કાર્યક્રમ આવતી કાલે થશે. સરૂપબહેને ચાર ખંડોમાં લખેલાં ગુજરાતના ઇતિહાસ ‘સફરનામા’ની જેમ ‘શહેરનામા’ પણ નોખી રીતે  લખાયું છે.

      અહીં પણ યુવક-યુવતીઓ કરેલા અમદાવાદના સફર રૂપે શહેરનો ઇતિહાસ છસો પાનાંમાં નિરુપાયો છે. યુવા મંડળી શહેરનાં સંખ્યાબંધ વિસ્તારો અને ઓછાં જાણીતાં સ્થળે જાય છે. માર્ગદર્શકો રચના અને ચિંતન સાથે મંડળીનો કુતૂહલભર્યો સંવાદ સતત ચાલે છે, તેમાંથી ઇતિહાસ ઉઘડતો રહે છે.


     અમદાવાદ શહેરના ઈતિહાસ વિશે સરસ, સ-રસ પુસ્તક વિશે ‘ઓપિનિયન’ પર….

Shaharnama

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરો.

શ્રીમતિ સરૂપ ધ્રુવનો પરિચય

પાટણની પ્રભુતા

સ્વ. ક.મા. મુન્શીના આ પુસ્તક વિશે વાત નથી !

pp

આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો

જે પાટણની પ્રભુતા વિશે કાંઈક કહેવાનું છે, તેનો પહેલો ફકરો આ રહ્યો –

pp6

        શી વાત છે – સાવ ઊટપટાંગ જેવી? ના…. છેક એમ નથી.  આ લખનારના વ્હાલા  અમદાવાદની છોરી પ્રીતિ શાહ ત્યાં ગયેલી, અને એને એ પાટણની પ્રભુતા ગણે છે. લો.. વાતમાં મોણ નાંખ્યા વિના કહી જ દઉં.

      ચિર પ્રવાસિની  એવી એ મહિલા પ્રીતિ સેનગુપ્તા નામે વધારે જાણીતી છે! તેમના પ્રવાસ વર્ણન ‘અપરાજિતા’ નું એક પ્રકરણ નેપાલના પાટણના પ્રવાસ વિશે છે ! આપણે તો કદાચ ‘આપણા પાટણ’ની મુલાકાત પણ લીધી નહીં હોય, પણ બહેન તો આ પાટણની પ્રભુતા પર વારી ગયાં હતાં.

pp8

એ પ્રકરણનાં પાનાં આ રહ્યાં ….pp2
pp3
pp5

જો આ વાંચી, પૃથ્વીના  સાતે ય ખંડોને આવરી લેતી ‘અપરાજિતા’ વાંચવા મન થાય તો આ ઠેકાણે સાવ ‘મફત’માં મળી જશે !

pp7

આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો

જો ઓફ -લાઈન વાંચવા મન થાય તો તે ‘એકત્ર’ ના સૌજન્ય થકી ડાઉન લોડ પણ કરી શકશો.


    ‘એકત્ર ફાઉન્ડેશને’ આટલી સરસ અને સુવાચ્ય રીતે ગુજરાતી સાહિત્યનાં ઘરેણાં નેટ ઉપર વિના મૂલ્યે પીરસ્યાં છે – તે માટે આપણે એના મુખ્ય મોભી સર્વ શ્રી. રમણ સોની અને અતુલ રાવળનો હૃદયપૂર્વક આભાર માની વીરમીએ.

પરિમલ – યોગેશ્વર

અંબાજી પાસે આવેલ ‘સ્વર્ગારોહણ’ ના આ પ્રવેશ દ્વાર પર ક્લિક કરી ત્યાં પહોંચી જાઓ !

swargarohan01

       બહુ જ સમૃદ્ધ વેબ સાઈટ છે. એ પૂણ્યાત્મા/ મહાત્મા યોગેશ્વરજી વિશે, એમના કામ વિશે ઘણી બધી માહિતી/ સાહિત્ય / સામગ્રી ત્યાં મળી રહેશે.

તેમનો એક સંદેશ…

       માનવે ગમે તેવા પ્રતિકૂળ-પીડાજનક પ્રસંગ દરમિયાન પણ પોતાના મનોબળને મજબૂત રાખવું જોઈએ. મનને મક્કમ કરીને, ધીરજ, હિંમત તથા શાંતિપૂર્વક આગળનો માર્ગ વિચારવો જોઈએ અને રસ્તો કાઢવો જોઈએ. સ્થિરતાને સદા સતત રાખવી જોઈએ. કદી કોઈયે કારણે ભંગાઈ કે નંખાઈ જવું ના જોઈએ. માનવની સાચી કસોટી કપરા સંજોગોમાં જ થતી હોય છે. એ સંજોગો બદલાય છે પણ ખરા. માટે માનવે સદા આશાવાદી બનીને નિરાશાની વચ્ચે પણ નાસીપાસ થયા સિવાય કર્તવ્યની કેડી પર ઉત્તરોત્તર આગળ અને આગળ વધવું જોઈએ.
શ્રી યોગેશ્વરજી

એક ઈ-બુક સેમ્પલ તરીકે…

parimal

આ ચિત્ર પર ક્લિક કરો.

પરિમલનો એક પમરાટ….

parimal_1

વિતેલાં વર્ષોનાં સંભારણાં – શ્રી. પ્રવીણ ભટ્ટ

      ભાવનગર સ્થિત શ્રી. પ્રવીણ ભટ્ટ લિખિત અને ‘વેબ ગુર્જરી’ પર પ્રકાશિત આ લેખ શ્રેણી હવે ઈ-બુકના સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે.Pravin_Bhatt_7

bhavena_1

આ ચિત્ર પર ક્લિક કરો

    આ ઈ-બુક પ્રવીણ ભાઈનાં જીવનનાં સંભારણાં તો છે જ. પણ સાથે સાથે ભારતને  આઝાદી મળી એ સમયગાળાના ભાવનગર શહેરના લોક જીવનની પણ યાદદાસ્ત તાજી કરાવી જાય છે.

૧૮ સેન્ટ અને સાર્ડીનના બે ટીન

      તે પોતાના ૧૨૦ એકરના વિશાળ ફાર્મ હાઉસના સ્ટડી રૂમના ટેબલની સામે બેઠો હતો. તેની સામે ભીંત પર લટકાવેલા એક બોર્ડ ઉપર તેને મળેલાં પુલિત્ઝર ઈનામ, એમી એવોર્ડો અને બીજાં ખ્યાતનામ સંસ્થાઓના સર્ટિફિકેટો લટકી રહ્યાં હતાં.

એમની સાથે પ્લાસ્ટિકની એક થેલીમાં …..
૧૮ સેન્ટ અને સાર્ડીનનાં બે ખાલી ટીન પણ ભરેલાં હતાં.

        હા! બરાબર ૧૮ સેન્ટ – એક ડાઈમ, એક નિકલ અને ત્રણ પેનીઓ.

       એને માટે આ છેલ્લી સમ્પદા વધારે મૂલ્યવાન હતી!  એને જો એક દિવસ એ વળગી ન રહ્યો હોત; તો બાકીનાં કદાચ એ બોર્ડ પર લટકતાં ન હોત. અને આ ફાર્મ પણ નહીં જ તો.

       આ મહાન(!) સમ્પદાનો એ જ્યારે માલિક હતો ત્યારે જીવનના એક ત્રિભેટા ઉપર તે ફસાયેલો ઊભો હતો. સારો પગાર, રહેવાનું મકાન, કાર અને ઘણી બધી સુવિધાઓ વાળી, એક  મિત્રે ઓફર કરેલી નોકરી સ્વીકારવી કે, મુફલિસ લેખકની એની કારકિર્દી ચાલુ રાખવી?  કહેવાની જરૂર છે ખરી કે, એની મુફલિસીથી કંટાળી, એની પત્નીએ એને ત્યજી દીધો હતો?

     પણ….તેણે એ મહાન સમ્પદાથી સંતોષ માની લીધો. અને એ નિર્ણયે એની જિંદગી જ નહીં – લાખો લોકોની જિંદગીમાં મહાન પરિવર્તન આણી દીધું. અમેરિકાના સમસ્ત ગોરા સમાજને એણે ભાઈચારા અને સારપની નવી દિશા દેખાડી દીધી.

અને એ ગોરો નહીં – કાળો હતો!

કોણ હતો એ ભેજાગેપ આદમી?

એ હતો ‘રૂટ્સ ‘ નવલકથાનો લેખક ‘એલેક્સ હેલી’

અને એની આ બોલતી તસ્વીરો…

This slideshow requires JavaScript.

‘રૂટ્સ’ અહીં  વાંચો…

એલેક્સ હેલી વિશે વિગતે અહીં વાંચો.   વિકીપિડિયા ઉપર   –  ;  તેણે સ્થાપેલી સંસ્થાની વેબ સાઈટ ઉપર

…….

      અહીં એની જીવનકથા લખવાનો ઈરાદો નથી. બહુ લાંબી અને સંઘર્ષોથી ખીચોખીચ ભરેલી એ જીવનકથા છે.

અને અમેરિકન સમાજમાં ટોચનું સ્થાન ધારણ કરનાર એક મહાન જીવન.

       ઉપર જણાવેલ જગ્યાઓ પરથી આ અંગે ઘણું વાંચન મળી રહેશે. બહુ મન ભરાઈ આવે તો એનો સંક્ષેપ અનુવાદ કરી ગુજરાતી લોકોની સમક્ષ મૂકી દેજો.

     પણ કમ સે કમ … સમાજના દલિત, દબાયેલા, કચડાયેલા ભાઈ બહેનોની વ્યથાઓ માટે હમદર્દી જરૂર હૃદયમાં ધારણ કરજો. બને તો એક જ આવા કુટુમ્બને અંધારા, ગંદા, ગોબરા બોગદામાંથી બહાર આણવા, તમારી ચપટીક સંપદા, સમય અને પ્રયત્ન અળગાં કરજો.

     કદાચ એ નાનકડી હમદર્દી કોઈક રસ્તે રઝળતી પ્રતિભા માટે એ ૧૮ સેન્ટ જેવી બની રહે.

એલેક્સ હેલીની કની.

સાગર સમ્રાટ –મૂ .મો.ભટ્ટ

     વડીલ નેટ મિત્ર શ્રી. કનક રાવળે, ‘સાગર સમ્રાટ’ ના પહેલા પ્રકરણનો અંશ મોકલી આપ્યો; અને કિશોર કાળની યાદો સળવળી ઊઠી.

એક યાદગાર પુસ્તક

      ‘20,000 Leagues Under the Seas’ is about the adventures of Captain Nemo and his crew aboard the submarine, Nautilus. One day ships start sinking, particularly  ones dealing with war. Survivors think it is a big whale. A harpoon ship goes out to kill it, but finds out that the whale is actually the Nautilus.

      માનનીય સ્વ. શ્રી. મૂળશંકર મોહનલાલ ભટ્ટે કરેલ; જુલે વર્નના એ અદ્‍ભૂત પુસ્તકોના અનુવાદો એ કાળના વાંચન ખજાના હતા. આખી દુનિયાની માનીતી આ કથાઓ કદાચ આજે પણ કિશોરોની માનીતી હશે.

    અને કેવાં કેવાં પુસ્તકો..

/      સ્વ. મૂ.મો. ભટ્ટનો ટૂંક પરિચય અહીં…

     –

     –

“વિજ્ઞાન્ અને ટેક્નોલોજીમાં આગળ વધવા ઈચ્છુક  માટે આ સાહિત્ય વાંચવું  આવશ્યક છે. ગુજરાતી લેખકોએ આ વારસામાં ઉમેરો કરવો જોઈએ. ઉપરોક્ત પુસ્તકો માટે ગુજરાતમાં  મિલાપ કાર્યાલય અને સંસ્કાર સાહિત્ય મંદિર (ભાવનગર) તેમજ

www.rrsheth.com નો સંપર્ક કરવો.

મિત્રો મળ્યા – યાયાવર ગાન

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું
યાયાવર ગાન છીએ આપણે

સમંદરને પાર જેના સરનામાં હોય
એવા વણજાણ્યાં નામ છીએ આપણે

……

પાંખમાં ભરીને ચલો આખું આકાશ
કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ

ભાંગતા કિનારાનું ભાંગે એકાંત
એવી કલબલતી કોઈ વાત બોલીએ

માળાનો હોય નહીં આપણને સાદ
સાવ ટૂંકા રોકાણ છીએ આપણે.

–    ધ્રુવ ભટ્ટ

( આખી કવિતા અહીં વાંચો.)

……………………………………………………………………….

એન્જિ. અભ્યાસ કાળના મારા સહાધ્યાયી; પણ જેમના ઉમદા અંતરની પીછાણ બહુ મોડે – એકાદ મહિના પહેલાં જ – અમદાવાદમાં થઈ તેવા, મારા ગામ અમદાવાદના જ શ્રી. અતુલ ભટ્ટે મને ‘ સાગરપંખી’ નામનું સુંદર પુસ્તક ભેટ આપ્યું હતું. અમેરિકા આવ્યા બાદ આ પુસ્તક વાંચવાની શરૂઆત કરી તે પહેલાં તેના પાછલા પૃષ્ઠ પર આ કવિતા વાચી મન મહોરી ઊઠ્યું.

અને બે  સરસ માહિતી – અતુલ બહુ જ સરસ ગાઈ પણ શકે છે; અને સેવામાં જ નિજાનંદ માનતો અને માણતો એ અલગારી, મસ્ત જીવ છે.

અતુલ અને જ્યોતિકા ભટ્ટ – એમના નિવાસ સ્થાને

આ પુસ્તક એટલે  રિચાર્ડ બાખની લઘુનલ ‘ જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’નો શ્રીમતિ મીરાબેન ભટ્ટે કરેલો સારાનુવાદ.  મને બહુ જ પ્રિય વાર્તા.

અતુલે  એની સંસ્થાના બાળકો માટે લખેલ સર્વ ધર્મ સ્તુતિ –

Atul_mantra

મારા બ્લોગ પર આ નવલ અંગે એક નાનકડો લેખ પણ મૂક્યો હતો.

મારા એ લેખમાંથી બે ચાર લીટીનો પુનરૂચ્ચાર કરવાની લાલચ રોકી શકતો નથી.

“ ……. ગીતાના સંદેશનું આનાથી વધારે સારું રૂપક મેં જોયું નથી. માત્ર એંશીએક પાનાની ચોપડી અને એક જ મુખ્ય પાત્ર અને તે ય મુમુક્ષુ નહીં પણ વધુ કાબેલ થવાની તમન્નાવાળું પક્ષી. બહોત ખુબ…

વેવલી, નીરાશા પ્રેરક ભક્તિ ;  પલાયનવાદી મોક્ષની ઝંખના અને અસાર સંસારની વ્યર્થ વાતો કરવા કરતાં, યુવાન પેઢીએ આવા ધમધમતા જોનાથનને અનુસરવાની જરૂર છે.”

આ બધી સુખદ યાદો આ અનુવાદ અને આ કવિતા વાંચીને તાજી થઈ ગઈ. આભાર શ્રી. અતુલ ભટ્ટ અને શ્રી. પ્રવીણ શાહનો.

( જોગાનુજોગ શ્રીમતિ મીરાંબેન અને શ્રી. પ્રવીણ શાહ …  બન્ને વડોદરાનાં છે.)

પુસ્તક પરિચય


નીસર્ગોપચાર દ્વારા રોગમુક્તી

લેખક

 • વી.પી. ગીદવાણી

પ્રકાશક

 • સુશીલાબેન મ. પટેલ
  • 2, નાલંદા સોસાયટી
   ,નારણપુરા રેલ્વે ક્રોસીંગ પાસે
   અમદાવાદ – 380 013

પ્રથમ આવૃત્તિ

 • 1982

પુનર્મુદ્રણ

 • 1983(2), 1984, 1985, 1987, 1988

કુલ છપાયેલી પ્રતો

 • – 31,000

પરીવર્તન – 8 : Who moved my cheese

મારી ચીઝ કોણે ખસેડી નાંખી?

      કેમ નવાઈ પામી ગયા ને, આ શીર્ષક વાંચીને? ભારતમાં ચીઝ એટલી બધી વપરાતી નથી. પણ પશ્ચીમના વીશ્વમાં ચીઝ એ ખોરાકનો એક સત્વ વાળો – આપણે મલાઈ કે ઘીને ગણીએ એવો – આકર્ષક પદાર્થ ગણાય છે. જ્યારે કોઈ એમ કહે કે, ‘મારી ચીઝ હવે જતી રહી છે.‘ તો એ મોટી આપત્તી, અણધાર્યા પરીવર્તનનું રુપક મનાય છે.

 

મારી ચીઝ કોણે ખસેડી?

મારી ચીઝ કોણે ખસેડી?

      1998ની સાલમાં પ્રકાશીત થયેલ, સ્પેન્સર જહોન્સન નામના ચીંતક અને લેખકની આ નામની ચોપડીએ એક નવો જ વીક્રમ સ્થાપીત કર્યો છે. સાવ વાહીયાત લાગે તેવી વાર્તાની અઢી કરોડ નકલો વેચાય; એ નાનીસુની સીધ્ધી ન જ કહેવાય. એમની બધી ચોપડીઓ (11) ગણીએ તો તો એ આંક 46 કરોડ પર પહોંચે છે, અને 47 ભાષાઓમાં એ અનુવાદીત થયેલી છે.

    એ તો ઠીક, પણ આ ચોપડીમાંની કાલ્પનીક વાર્તા ઘણી કમ્પનીઓમાં કામદારોને – ખાસ તો ઉચ્ચ અધીકારીઓને – બદલાતા વૈશ્વીક પરીબળો સાથે તાલ મેળવવા, અને અભીગમ બદલવા માટેની તાલીમ આપવા વપરાવા માંડી છે.

     મુળે, જહોન્સન માનસશાસ્ત્રનો સ્નાતક હતો; અને ત્યાર બાદ સાઉથ કેરોલીનાની મેડીકલ કોલેજમાંથી એમ.ડી. થયેલો. જગવીખ્યાત, હાર્વર્ડ સ્કુલમાં સેવા આપી ચુકેલ આ મહાનુભાવ મેનેજમેન્ટ નીષ્ણાત તરીકે બહુ જાણીતા છે.

     તો શું છે આ વીશીષ્ઠ પુસ્તકમાં? તમને જાણીને નવાઈ લાગશે કે, ઉપરછલ્લી રીતે તો આપણને આ એક બાળવાર્તા જ લાગે! એક અત્યંત વીલક્ષણ અને અટપટી ભુલભુલામણી વાળી જગ્યામાં ચાર સાવ ટચુકડાં પાત્રો રહે છે. એમાંના બે ઉંદર છે, અને બે સાવ ટચુકડા માણસો. એમનો ચીઝનો જાણીતો ઢગલો ખતમ થઈ ચુક્યો છે.

     ઉંદરો પ્રાણીસહજ સીમીત બુધ્ધી ધરાવે છે. એક ઉંદર ખણખોતીયો, સારી ઘ્રાણ શક્તીવાળો છે; અને ચીઝ માટે સતત સુઘતો રહે છે. બીજો સતત દોડતો રહેતો, કર્મઠ જણ છે. એ બે તરત ચીઝના નવા પ્રાપ્તીસ્થાનની શોધમાં લાગી જાય છે; અને ચોપડીના ત્રીજા કે ચોથા જ પાને એમને એ મળી જાય છે.

    પણ બીજા બે માનવબંધુઓ, માનવસહજ વીશીષ્ઠ બુધ્ધી ધરાવે છે; દલીલો કરે છે; વીચાર વીમર્ષ કરે છે; અને આ અણધાર્યા આપત્તીજનક પરીવર્તનથી મુંઝાયેલા છે. એમાંનો એક તો પરીવર્તનને સ્વીકારવા બીલકુલ તૈયાર નથી અને છેવટ સુધી હતાશ થઈને બેસી રહે છે. બીજો પ્રારંભીક હતાશાને અતીક્રમી, નવી ચીઝ શોધવા નીકળી પડે છે.

     ચોપડીનો મોટો ભાગ , આ ચોથા જણના અનુભવો અને એણે શોધી કાઢેલા સત્યો અને સીધ્ધાંતોનું નીરુપણ છે.

     જેમ જેમ આપણે આ ચોથા જણની સાથે એ ભુલભુલામણીમાં સફર કરતા જઈએ છીએ; તેમ તેમ આપણા પોતાના જીવન, તેમાં આવતા પરીવર્તનો અને વેઠવા પડતા સંઘર્ષો સાથે આકસ્મીક આપણે તુલના કરતા જઈએ છીએ. ચારે પાત્રો પણ વાસ્તવીક જીવનમાં સામાન્ય રીતે જોવા મળતી, વીધવીધ પ્રકાર અને સ્વભાવવાળી વ્યક્તીઓ સાથે સામ્ય ધરાવે છે.

    આ ચોથા જણે પ્રસ્થાપીત કરેલા સીધ્ધાંતો સરળ ભાષામાં –

 • પરીવર્તન તો થવાનું જ.
  • આપણી ચીઝ કોઈને કોઈ ખસેડી જ નાંખવાનું છે.
 • પરીવર્તનને ઓળખતાં શીખો .
  • ચીઝ  તો જતી રહેવાની જ  છે.  તે માટે તૈયાર રહો.
 • પરીવર્તન પર સતત ધ્યાન રાખો.
  • ચીઝ જુની થઈ ગઈ છે કે કેમ તે, સુંઘતા રહો.
 • પરીવર્તન સાથે ઝડપથી તાલ સાધો.
  • જેટલી ઝડપથી જુની  ચીઝની માયામાંથી મુક્ત થશો એટલા નવી ચીઝ મેળવવા શક્તીમાન બનશો.
 • બદલાઓ.
  • ચીઝના નવા ઠેકાણા પ્રમાણે ખસતા રહો.
 • પરીવર્તનનો પ્રેમથી સ્વીકાર કરો.
  • નવી ચીઝ શોધવાના પ્રયત્ન/ સાહસની મોજ માણો. અને નવી ચીઝ માટેનો સ્વાદ કેળવતા જાઓ.
 • વારંવાર થતા બદલાવ માટે તૈયાર રહો , અને એનો ફરી ફરી આનંદ માણો.
  • ચીઝનું ઠેકાણું તો બદલાતું જ રહેવાનું છે.

     મોટે ભાગે આપણે કોઈ જ ચીજ પરીવર્તન ન પામે; તેવી અપેક્ષા રાખતા હોઈએ છીએ. આપણાં ઘણા બધાં દુખોનું મુળ પણ આ ઠગારી આશા કે અપેક્ષા હોય છે. પણ વાસ્તવીકતા એમ નથી જ હોતી. સતત પરીવર્તન એ વીશ્વનો ક્રમ છે. આ માટે વાસ્તવીક અને ભોંય સોંસરો અભીગમ કેળવવા આ વાર્તા આપણને સરળતાથી પ્રેરણા આપે છે.

વધુ વાંચન માટે :       – 1 –      :     – 2 –