સાંજે નેટ ( નેથેનિયલ બાઉડિચ ) ઘેર પાછો ફર્યો ત્યારે તેના દિવાનખંડમાં એક પરબિડિયું ખુલવાની રાહ જોતું પડ્યું હતું. એક અઠવાડિયા પછી ‘હાર્વર્ડ યુનિ. ના પદવીદાન સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ’ – એવી સૂચના પરબિડિયા પર હતી. નાનો હતો ત્યારે હાર્વર્ડના સ્નાતક બનવાની ઉમેદ તેને યાદ આવી ગઈ. ચાર ચોપડી ભણેલા નેટને નાહકની એ દુખતી નસ દબાઈ જાય, એ ભયથી એ સમારંભમાં નહીં જવાનું નક્કી કર્યું અને ખોલ્યા વિના જ પરબિડિયું બાજુએ મુકી દીધું.
પંદરેક દિવસ પછી ટપાલી એક મોટું પાર્સલ એના ઘેર મુકી ગયો. એને ખોલતાં નેટને ખબર પડી કે, હાર્વર્ડ યુનિ.એ એણે કરેલા અભૂતપૂર્વ સંશોધનોની કદર કરીને તેને ડોક્ટર ઓફ લોઝ ( D.L.) ની પદવી એનાયત કરી હતી! હવે નેટે પેલું ઉશેટી દીધેલું પરબિડિયું ખોલ્યું. એમાં જાતે હાજર રહીને આ પદવી સ્વીકારવાનું આમંત્રણ હતું! જો કે, વૈજ્ઞાનિકો અને બુદ્ધિશાળીઓની આલમમાં નેટની પ્રતીષ્ઠા એટલી બધી જામેલી હતી કે, આ તો તેણે કરેલ કામની નાનીશી જ કદર હતી.
૨૬ , માર્ચ – ૧૭૭૩ ના દિવસે અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના સેલમમાં જન્મેલ નેથનિયલની શરૂઆતની જિદગી તો સુખમય હતી. પણ તે બે વર્ષનો હતો ત્યારે તેના પિતા હબાકુકનું વહાણ ચાંચિયાઓએ લૂંટી લીધું હતું. આ સાથે કુટુંબની સમૃદ્ધિનો અંત આવ્યો હતો. દારૂ ભરવાના બેરલ બનાવવાનો કૂપરનો ધંધો હબાકૂકે શરૂ કર્યો, પણ એમાં ખાસ કશી બરકત ન હતી. નેથનિયલ દસ વર્ષનો હતો ત્યારે એનું શાળાજીવન સમાપ્ત થઈ ગયું, અને બાપના ધંધામાં એને જોડાઈ જવું પડ્યું. છતાં ધીમે ધીમે હબાબૂક દેવાના ગર્તામાં ડૂબતો જ રહ્યો.
જમવા માટે એક પેટ ઓછું થાય તે મકસદથી નેટ બાર વર્ષનો હતો ત્યારે, એના બાપે વહાણને જરૂરી સામાન વેચતા વેપારીને ત્યાં નેટને ઇન્ડેન્ચર (તાલીમાર્થી) તરીકે ભરતી કરાવી દીધો. માલિકની દુકાનમાં જ રહેવાનું અને તેની પરવાનગી વિના તે કુટુમ્બને મળવા પણ ન જઈ શકે! ગુલામી જેવી જ આ નોકરીની સાથે નવ વર્ષ માટે નેટના આગળ ભણવાના સપના પર ચોકડી મૂકાઈ ગઈ.
અહીં એનું કામ બધા સામાનનો હિસાબ રાખવાનું હતું. ગણિતમાં પહેલેથી રસ ધરાવતા નેટને આ કામ બેરલ બનાવવા કરતાં વધારે રસપ્રદ નીવડ્યું. વહાણના સામાન અંગેની જાણકારી મળવા ઉપરાંત ઘરાકો સાથેની વાતચીતથી વહાણવટા અંગે નેટનું જ્ઞાન વધતું રહ્યું. એના માલિક પાસે અંગત લાયબ્રેરીમાં ઘણી બધી ચોપડીઓ હતી. ઉદાર માલિકે એ વાપરવા એને પહેલેથી છૂટ આપી હતી. તેણે એની જ્ઞાનભૂખ પારખી, પોતાના મિત્રો સાથેના સહિયારી મિલ્કત જેવા, ખાનગી પુસ્તકાલયનો ઉપયોગ કરવાની છૂટ પણ નેટ માટે મેળવી આપી. આ સવલતથી નેટ માટે જ્ઞાનના અગાધ દરવાજા ફટાબાર ખુલ્લા થઈ ગયા. આ તકનો લાભ લઈ, નેટ જાતમહેનતથી બીજગણિત( algebra) કલનશાસ્ત્ર(calculus), ફ્રેન્ચ, લેટિન અને ગ્રીક પણ શીખી ગયો!
છેવટે ૧૭૯૫માં નેટ એની પહેલી દરિયાઈ મુસાફરી પર જઈ શક્યો. એના રોજિંદા કામ ઉપરાંત વહાણના કેપ્ટનને ક્લાર્ક તરીકે પણ સહાય કરવાની હતી. કેપ્ટનને એની કાબેલિયતનો તરત ખ્યાલ આવી ગયો. આના કારણે નટને વહાણ ચલાવવાની જ નહીં પણ હંકારવાની અને ખાસ તો દિશા અને ગતિ માપવાની વિદ્યાનું જ્ઞાન પણ મળવા લાગ્યું. એની કુશાગ્ર બુદ્ધિના કારણે એને તારાઓના સ્થાન પરથી વહાણનું સ્થાન નક્કી કરવા વપરાતા, જહોન હેમિલ્ટન મૂરના The New Practical Navigator માં અસંખ્ય ભૂલો જણાઈ આવી. આ માટે વપરાતા સાધન ક્વોડ્રન્ટમાં પણ ઘણી બધી ભૂલો તેને જણાઈ આવી અને એમાં પણ તેણે સુધારા કર્યા.
ત્યાર પછી તો નેટની જીવન નૌકા એને યોગ્ય રાજમાર્ગ પર સડસડાટ દોડવા લાગી અને છેક ફિલિપાઈન્સ સુધીની દુનિયા તેણે ખેડી નાંખી. તેની પાંચમી સફરમાં તો તે વહાણનો કેપ્ટન બની ગયો હતો! અલબત્ત તેની આર્થિક હાલત પણ ઘણી ઊંચી આવી ગઈ હતી.
છેવટે ૧૮૦૩ની સાલમાં તે માદરે વતન સેલમમાં સ્થાયી થયો અને વિમાના ધંધામાં પલોટાયો. સાથે સાથે એની જ્ઞાન તરસ તો વણછીપી જ હતી. ખગોળશાસ્ત્રમાં તે બહુ ઊંડે સુધી ખૂંપી શક્યો અને એનાં લખાણોથી વૈજ્ઞાનિકોની દુનિયામાં પણ એનો પગપેસારો શરૂ થઈ ગયો. ૧૮૦૨ની સાલમાં એના જગપ્રસિદ્ધ પુસ્તક The American Practical Navigator ની પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ, જે હજુ સુધી દરેક વહાણ પર અવશ્ય રાખવામાં આવે છે. અમેરિકાની ઘણી ખ્યાતનામ વૈજ્ઞાનિક સંસ્થાઓમાં નેથેનિયલ બોડવિચ માત્ર સભ્ય જ નહીં પણ અનેક સંશોધન લેખો અને અન્ય અમૂલ્ય પ્રદાનના કારણે યાદગાર બની ગયો છે.
અંગત જીવનમાં ૧૭૯૮માં એની બાળપણની દોસ્ત ઇલીઝાબેથ સાથે તેણે લગ્ન કર્યાં , પણ સાત જ મહિના બાદ તે અવસાન પામી. ૧૮૦૦ ની સાલમાં પોલી સાથે બીજાં લગ્ન કર્યાં, આ લગ્નથી છ પુત્રો બે પુત્રીઓ પણ જન્મ્યાં. પોલી પણ એને યોગ્ય જીવનસાથી નીવડી અને એનાં સંશોધન કાર્યમાં મદદનીશ અને પ્રેરણાસ્રોત બની રહી.
૧૮૩૮ માં બોસ્ટનમાં નેટનું અવસાન થયું, ત્યારે અમેરિકાના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાં તેનું સ્થાન અમર બની ગયું.
નીલ સાવ રસ્તા પર આવી ગયો. એક કાર અકસ્માતમાં તેનું ગળું બહુ ગંભીર રીતે ઘવાયું હતું. એક વર્ષ હોસ્પિટલમાં ગાળ્યા બાદ તે પાછો ફર્યો, ત્યારે તેની પત્નીએ તેને છૂટા છેડા આપી દીધા હતા; એટલું જ નહીં – ઘર પર કબજો જમાવી તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.
એક જમાનામાં પોતાનો સ્વતંત્ર ધંધો કરનાર નીલ રસ્તા પરથી પીણાંઓનાં કેન વીણી, તેના વેચાણમાંથી માંડ જીવન ટકાવી રાખવાની અવસ્થામાં આવી ગયો. માંડ માંડ તેને છૂટક નોકરી મળવા માંડી, પણ જે ઊંચાઈ પરથી તે ગબડ્યો હતો, ત્યાં ફરી ચઢવાનું અશક્ય જ હતું. તેને એક કાયમી નોકરી છેવટે મળી. પણ તેનો મ્હાંયલો મૂંઝાતો જ રહેતો હતો.
નિરાશાના ગર્તામાં ગળાડૂપ ઘેરાયેલો નીલ ૧૯૯૨ની ફેબ્રુઆરીની એક રાતે જાગી ગયો અને ઈશ્વરને ઉદ્દેશીને નિરાશા વ્યક્ત કરતો એક સંદેશ તેણે કાગળ પર લખ્યો.
‘મારા જીવનને શી રીતે કામ કરતું કરવું?’
અને તેના જમણા ખભા પાસેથી તેણે એક અગમ્ય અવાજ સાંભળ્યો
‘તારે આનો જવાબ ખરેખર જોઈએ છે, કે આ માત્ર હૈયાવરાળ જ છે?
તેણે આ જવાબ પણ કાગળ પર ટપકાવી દીધો. અને એક નવી જ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ. તે પોતાના મનમાં ઊઠતા વિચારો લખે, અને એનો જવાબ કોઈક ગેબી સ્રોતમાંથી આવતો રહે. આ પ્રક્રિયા ત્રણ વર્ષ ચાલુ રહી.
છેવટે ૧૯૯૫માં કોઈ ફેરફાર વિના તેણે આ સવાલ/ જવાબ ભેગા કરી એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું .
અને બાપુ! નીલની ગાડી તો ધમધમાટ દોડવા લાગી. આ પુસ્તકની નકલો ચપોચપ વેચાવા લાગી. નીલ ડોનાલ્ડ વેલ્શની જીવન નૌકા હવે તીરની જેમ સમંદરની પારના ક્ષિતિજને આંબવા લાગી.
૧૩૭ અઠવાડિયાં સુધી ન્યુ યોર્ક ટાઈમ્સના સૌથી વધુ વેચાતા પુસ્તકોની યાદીમાં એના આ પુસ્તકનું નામ ગાજતું રહ્યું. ત્યાર બાદ તો નીલે ૧૨ પુસ્તકો લખ્યાં છે. એ બધાં પણ બહુ જ લોકપ્રિય નીવડ્યાં છે. જગતની ૩૭ ભાષાઓમાં તેના પુસ્તકોના અનુવાદ પ્રગટ થયા છે. તે એક સરસ વક્તા પણ છે અને દેશ પરદેશમાં તેણે અનેક વ્યાખ્યાનો આપ્યાં છે. પોતાના અંતરના અવાજને પ્રેરિત, નવઘોષિત કરે તેવી ઘણી જગ્યાઓની મુલાકાત પણ તેણે લીધી છે. ઘણી પ્રેરક ફિલ્મોમાં પણ તેણે ભાગ લીધો છે ; બનાવી પણ છે. અંગત જીવનમાં કવયિત્રી એની ક્લેર સાથે તેણે લગ્ન કર્યાં છે અને બન્નેને નવ બાળકો છે.
પણ એ યાત્રાની શરૂઆત શી રીતે થઈ – એની અલપઝલપ ઝાંખી આ રહી –
૧૦, સપ્ટેમ્બર -૧૯૪૩ના દિવસે, મિલવાઉકી, વિસ્કોન્સિનમાં યુક્રેનિયન- અમેરિકન/ રોમન કેથોલિક માબાપના ઘેર નીલનો જન્મ થયો હતો. તેની મા પાસેથી તેને ઊંડા ધાર્મિક વિશ્વાસનો વારસો મળ્યો હતો. તેણે જ તેને ઈશ્વરને સજા દેનાર નહીં, પણ પરમ મિત્ર ગણવા શીખ આપી હતી. ૧૫ વર્ષની ઉમરે તેને આધ્યાત્મિક વિચારો આવવાની શરૂઆત થઈ હતી અને એ સંતોષવા તેણે ઘણી જુદી જુદી માન્યતાઓ અને ફિલસૂફીનો અભ્યાસ કર્યો હતો. એમાં રૂગ્વેદ અને રામકૃષ્ણ પરમહંસના વિચારોનો પણ સમાવેશ થાય છે.
તેણે સ્થાનિક યુનિ.માં અભ્યાસ કરવા પ્રવેશ તો મેળવ્યો, પણ એક વરસમાં જ તેને એમાં કાંઈ રસ ન પડ્યો અને અભ્યાસ પડતો મૂક્યો. મેરીલેન્ડના એનાપોલિસના એક સ્થાનિક રેડિયો સ્ટેશનમાં નીલ નોકરી કરવા લાગ્યો. અહીં વિવિધ જાતના અને વિચારો વાળા લોકો સાથે સંપર્કમાં આવવાની તેને મનગમતી તક મળી ગઈ. અહીં એની ઠીક ઠીક પ્રગતિ થઈ અને એ રેડિયો સ્ટેશનમાં પ્રોગ્રામ ડિરેક્ટર ઉપરાંત સ્થાનિક અખબારના ખબરપત્રી તરીકે પણ તે કામ કરવા લાગ્યો.
વધારે ઊંચી છલાંગ ભરવા તેણે ઓરેગન રાજ્યમાં સ્થળાંતર કર્યું અને જાહેર સંબંધો અને માર્કેટિન્ગ માટેની પોતાની કમ્પની શરૂ કરી.
પણ ઉપર જણાવ્યા મુજબ કાર અકસ્માતમાં તેની દુનિયા રસાતાળ બની ગઈ અને તે રસ્તા પર આવી ગયો. જો આમ ન થયું હોત તો નીલ એક ચીલાચાલુ વ્યવસાયી બની રહ્યો હોત અને નેમ કે નામ વગરનો એક અદનો આદમી જ હોત. ઘણા હવાતિયાં માર્યા બાદ તેને કાયમી નોકરી મળી તો ગઈ, પણ અંતરનો અવાજ વધુ ને વધુ પ્રબળ બનતો ગયો, જેની પરાકાષ્ઠા રૂપે ‘ઈશ્વર સાથે સંવાદ’ નો જન્મ થઈ શક્યો .
હવે તો હજારો લોકો નીલ પાસેથી જીવન સંઘર્ષ માટે પ્રેરણા લે છે. એની વેબ સાઈટ પરથી એની માહિતી મેળવી શકાશે –
રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ કેરાલામાં કુન્નુરની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમને ખબર પડી કે, ફિલ્ડ માર્શલ માણેકશા ત્યાંની મિલિટરી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. કલામને તેમને મળવાની ઇચ્છા થઈ અને ૧૫ મિનિટ તેમની સાથે ગાળી. વિદાય લેતા પહેલાં તેમણે એક ઔપચારિકતા તરીકે પૂછ્યું , “ હું તમારા માટે કાંઈ કરી શકું? તમને કશી ફરિયાદ છે? તમને વધારે સવલત રહે, તે માટે હું કાંઈ કરી શકું ? “
સેમ બોલ્યા, “ હા! નામદાર. મારી એક તકલીફ છે . “
કલામને આશ્ચર્ય થયું અને એ તકલીફની વિગત પૂછી.
સેમે કહ્યું, “ મારા પ્યારા દેશના રાષ્ટ્રપતિ મારી સામે ઊભા છે અને એક લશ્કરી માણસ તરીકે હું તેમને ઊભો થઈને સલામ નથી કરી શકતો !”
કલામની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં .
મુલાકાત દરમિયાન કલામને એ ખ્યાલ આવી ગયો હતો કે, ફિલ્ડ માર્શલનું બિરૂદ સેમને આપવામાં આવ્યું હતું . પણ એને આનુશંગિક પેન્શન વીસ વરસ સુધી આપવામાં આવ્યું ન હતું . કોઈએ એ બાબત દરકાર કરી ન હતી, અને સ્વમાની માણેશાએ પણ એ માટે કોઈ કાકલૂદી કરી ન હતી.
કલામ દિલ્હી પાછા ફર્યા અને આ બાબત ઘટતું કરવા લાગતા વળગતા ખાતાઓને જણાવ્યું . રૂપિયા સવા કરોડ બાકી નીકળતા હતા. તેમણે સંરક્ષણ ખાતના સેક્રેટરીને એ રકમનો ચેક લઈને ઊટી ખાસ લશ્કરી પ્લેનમાં મોકલ્યા. માણીક્શા તે વખતે ત્યાં હવાફેર માટે ગયા હતા.
અને માણેશાએ એ આખી રકમ લશ્કરના જવાનોને રાહત માટેના ફંડમાં પાછી વાળી દીધી.
તમે માનશો નહી; ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની OPD [આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ] 1000 થી વધુ થાય છે. રોજના 25 થી વધુ ઓપરેશન થાય છે. સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે. સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની આ વાત છે. આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે. પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે.
તમે નહી માનો; આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી. ધર્મ/જ્ઞાતિ/જાતિના ભેદભાવ નહી; માત્રમાનવસેવા. સારવાર મફત. દવાઓ મફત. જમવાનું મફત. ઓપરેશનનો પણ કોઈ ચાર્જ નહી. દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. આ આરોગ્યધામ 9 જન્યુઆરી, 2011 માં 5 કરોડના ખર્ચે બન્યું.
આનો વિચાર 2005 માં શિવરાત્રિના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો. તેમ ણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે. તેમણે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવ્યું. પાસે એક રુપિયો નહી. નિર્દોષાનંદજી પૈસાને સ્પર્શ ન કરે. લાકડી અને કમંડળ તેની સંપતિ. સ્ટ્રસ્ટીઓ મૂંઝાય. નિર્દોષાનંદજીને પૂરો આત્મવિશ્વાસ; કહે : ‘માનવતા મોટી છે, થઈ જશે. માનવસેવા જ પ્રભુસેવા. દર્દી દેવો ભવ !”
નિર્દોષાનંદજીની સુવાસ તો જૂઓ – શરુઆતમાં જ 4 કરોડનો ફાળો થયો. દાતાઓ પણ કેવા? 2011 થી ખીમજીભાઈ દેવાણી દર મહિને 5 લાખ આપે છે. 13 આજીવન દાતાઓ છે; જે દર મહિને 1 લાખ આપે છે. બીજા પણ દાતાઓ છે. 31 ઓક્ટોબર, 2019 ના રોજ ભોજનાલયનું ખાતમુહૂર્ત છે; જે 4 કરોડના ખર્ચે તૈયાર થશે; તેના દાતા છે – ધનસુખભાઈ દેવાણી; એકલા જ. આ હોસ્પિટલને 9 વર્ષ એટલે કે 3000 દિવસ થયા; તેની ઊજવણી છે. અત્યાર સુધીમાં 14,36,257 OPD સારવાર; 37,453 સર્જરી; 5,84,437 અન્ય વિભાગોમાં સારવાર; 6,418 પ્રસૂતિઓ; 7,381 મોતિયા/ઝામર/વેલના ઓપરેશન અને 21,02,800 ભોજનાર્થીઓ
દર્દીઓને સવાર-સાંજ ગાયનું તાજું દૂધ. સગર્ભા મહિલાઓને શુદ્ધ ઘીની સુખડી અને ઓસડિયાયુક્ત પાક. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સ્વામીજીને દિલથી નમન. તેમણે દર્દીઓને દેવ માની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે. તેઓએ ધાર્યુ હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત. ભક્તોના દાનમાંથી ભોગ વિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત. પણ ના, એમનું સાદું, સરળ ને શિવ પરાયણ જીવન હતું. તેમના જીવનમાંથી મારે, તમારે, કથાકારોએ બાપુઓએ, સ્વામીઓએ, દાદાઓએ, દીદીઓએ, ગુરુદેવોએ, ગાયકોએ, સાહિત્યકારોએ, સંતો, મહંતોએ પ્રેરણા લેવી જોઈએ. માત્ર મીઠી મીઠી ને સારી સારી વાતો કરવાથી કાંઈ ભગવાન રાજી નહી થાય, દેશ આગળ નાઆવે. તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે; એટલી તકેદારી લેશો.
વર્ષાબહેન કહે છે, ‘આંખ ડોનેટ કરવાથી તમે કેટલું પુણ્યનું કામ કરી શકો છો એનો બેસ્ટ એક્ઝામ્પલ મારાથી વીશેષ બીજું શું હોય? દરેક નાનો–મોટો માણસ ભગવાને આપેલા આ રતનને પોતાના મૃત્યુ બાદ કોઈને આપીને એ કૉર્નીયા મેળવનારાના આખા કુટુમ્બનો તારણહાર બની શકે છે. એક વર્ષના બાળકથી લઈને 75 વર્ષના વડીલોની આંખો કોઈને દૃષ્ટીઆપી શકે છે. યાદ રાખો કે આપણી એક્સપાયરી ડેટ હોય છે; પણ આંખની એક્સપાયરી ડેટ નથી હોતી.’
એક વખત ગુજરાત સમાચાર વતી જાણીતા હાસ્યલેખક અશોક દવે તેની ખબર પૂછવા ગયા. એ તો અર્ચનનો પ્રસન્ન મિજાજ જોઈ જ રહ્યા. તેમને થયું હશે કે અર્ચનને કેન્સર નથી થયું, પણ કેન્સરને અર્ચન થયો લાગે છે.
—-
અર્ચને કેન્સરને હરાવ્યું છે. સરસ રીતે, મસ્ત રીતે, અઢી વર્ષની પ્રસન્નકર લડત આપીને હરાવ્યું છે.
દવાઓએ પોતાનું કામ કર્યું જ હશે.
દુઆઓએ પણ પોતાની ભૂમિકા ભજવી જ હશે.
પણ મૂળ વાત છે જીવનનાયકના મક્કમ નિર્ધારની.
તેના પોઝિટિવ મિજાજ અને રુઆબની.
આજે ગુજરાતના લાડકા બહુમુખી કળાકાર અર્ચન ત્રિવેદીનો 51મો જન્મદિવસ છે અને મારે મિત્રો સાથે તેની કેન્સરને હરાવવાની પ્રેરક કથા વહેંચવી છે. કથા થોડીક લાંબી છે, પણ તેનો એક એક વર્ડ ફોરવર્ડ કરવાનું મન થાય તેવો પ્રેરક છે. પોઝિટિવીટીની કેટલી જબરજસ્ત તાકાત હોય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. પોઝિટિવીટીની આ કથા અમદાવાદની પોળો જેવી છે. એક પોઝિટીવ પોળમાંથી બીજીમાં જવાય છે અને બીજીમાંથી ત્રીજીમાં અને ત્રીજીમાંથી… તો પ્રેમથી “આઈ લવ યુ ” બોલીને જઈએ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં. ……. એ દિવસ હતો 16મી નવેમ્બર 1991નો. ગુજરાતી રંગમંચ-ટીવી-ફિલ્મના અભિનેતા-ગાયક-દિગ્દર્શક અને બીજું ઘણું એવા અર્ચન ત્રિવેદીને અહીં દાખલ કરાયો હતો. ના, કોઈ રંગમંચ નહોતો અને નહોતું કોઈ નાટકનું દશ્ય. આ રિયલ જિંદગીની કરૃણ હકીકતનું સાવ જ સાચું દશ્ય હતું.
ર્ચનને એક નહીં ત્રણ ત્રણ કેન્સર થયાં હતાં. કેન્સરનો ત્રિવેણી સંગમ અર્ચનમાં ભેગો થયો હતો. બ્લડનું કેન્સર, ફેફસાંની બાજુમાંનું એક કેન્સર અને અન્ય એક કેન્સર. કેન્સરના નિષ્ણાત ડો…
Disability is in the minds of people and not in us. Don’t just focus on your disabilities. Instead focus on your abilities. I would like to say to the society that by offering a seat to us in the bus or helping us cross roads are very small gestures. The real gesture will be when you will involve us in your discussions and affairs with dignity. We want someone to share our thoughts. So try to have a conversation with us.
And to my visually impaired friends I would say – don’t listen to people. There is no such thing as disability.
વાચકોના પ્રતિભાવ