સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: બની આઝાદ

આઝાદી એટલે શું?

આ સરસ સંદેશ વાંચો…

What is Freedom

Comfort zone

      આ શબ્દસમૂહનો કોઈ ગુજરાતી પર્યાય ન મળ્યો એટલે શિર્ષક એમનું એમ રાખી દીધું. પણ એને લગતી એક મજાની અને કામની વાત ‘બાબાશ્રી’એ કહી અને ગમી.

એમાંનું મત્લાનું  વાક્ય –

Until that happens,
we will not be able
to spread our wings
and fly.

જ્યાં સુધી એમ ન થાય
ત્યાં સુધી
આપણી પાંખો પસારીને
આપણે
ઊડી નથી શકતા.

એ ઊડવાની વાત છે – આ પોપટના ઊડવાની….

The kings parrot

એ આખી વાત  જાણવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરી વાંચવી રહી –

baba

આ લોગો પર ક્લિક કરો.

હું કરી શક્યો – અફલાતૂન તબીબ, ભાગ -૧૭

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

આજ સવારની  યોગાસન ક્રિયામાં બે ટૂકડે થઈને કુલ ચાર મિનિટ વજ્રાસનમાં બેસી શક્યો

આ વાત અહીં બે વખત લખી હતી, ભાગ  –   ૧    ;    ભાગ  –   ૨

એક એવી બીજી નાનકડી સિદ્ધિ …… પાંચ પ્રયત્નો બાદ સરસ બનાવી શકાયેલું ઓરીગામી મોડલ

star31

આ ચિત્ર પર ક્લિક કરી બનાવવાની રીત પણ જાણો.

 


       આપવડાઈની વાત લાગી ને? હા. એમ જ છે. એટલે જ ખાસ લખવા મન થયું!

      સતત લગાવ અને પ્રયત્નના માહાત્મ્યને એ બે લેખમાં પોંખ્યું હતું. પણ એ સાથે સતત આ ભાવ અને આ વિચાર પણ થતો જ રહ્યો હતો.

હું એ કરી શક્યો.

અલબત્ત

 • કર્તાભાવ જ
 • સ્વ ગૌરવ
 • અહંકારનું સૂક્ષ્મ સ્વરૂપ.

આ જ વાત આજે ખાસ કરવી છે. અહંકારનું ગૌરવ. કર્તાભાવનો નવલો નિખાર.

વાત એમ છે કે, એ અફલાતૂન તબીબે શીખવેલું –

 • આપણે જેવા છીએ, તેવા બનીને રહીએ.
 • મનમાં જે પ્રક્રિયાઓ ચાલી રહી હોય, તેનું અવલોકન કરતા રહીએ.
 • શ્વાસને તો જોવાનો જ, પણ અહં જાગ્યો તો તેને પણ જોવાનો.
 • અહં જાગ્યો,  તેનો પણ સ્વીકાર. 

     કદાચ આ યોગ સાધના અને અંતરયાત્રાની પ્રચલિત વાતથી વિરૂદ્ધની વાત લાગશે. પણ આ લખનારના માનવા મુજબ, જીવન અર્થપૂર્ણ જીવવા માટેની આ રીત એ તબીબના આશિર્વચનથી આત્મસાત થઈ શકી છે. કર્તાભાવ ત્યાગવા જાગૃત રહેવાનું અને એની સાથે સતત કાર્યરત પણ બની રહેવાનું. આ દેખીતો વિરોધાભાસ છે, પણ એમાં કાર્યનો મહિમા છે. ચપટીક કર્તાભાવ જાગ્યો એટલે કર્મ કરતાં અટકી ન ગયો. ભલે  ‘મેં કર્યું.’ એ ભાવ જાગ્યો. પણ એને જોયો , જાણ્યો, અવગણ્યો અને પછી પાછું કર્મ ચાલુ.

શ્વાસ ચાલે છે, ત્યાં સુધી  આમ જાત સાથેનો સતત સંઘર્ષ.

 • જાગવાનું
 • પડવાનું
 • ઊઠવાનું
 • ચાલવાનું
 • ફરી પડવાનું
 • પડીને પાછા ઊભા થઈ ચાલવા માંડવાનું.
 • કામ કરવાની મજા.
 • ભલે કર્તાભાવ જાગ્યો…….એને પણ જોતા રહેવાનું. 

કોણ છે એ તબીબ ? આ  રહ્યા.  એમને પ્રેમપૂર્વક પ્રણામ …

img_3587

બ્રહ્મવેદાન્ત સ્વામી

તેમની પાવક વાણી અહીં…

jd

આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો.

 

વજ્રાસન – ભાગ -૨ , અફલાતૂન તબીબ, ભાગ – ૧૬

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

વજ્રાસન – ભાગ – ૧     લખ્યાને બરાબર પંદર દિવસ થયા. જે મિત્રોને એ સ્વાનુભવ ગમ્યો છે, તેમને જાણીને આનંદ થશે કે, એક અઠવાડિયાથી બે ટૂકડામાં કુલ ત્રણ મિનિટ બેસી શકાય છે.

આભાર એ અફલાતૂન તબીબનો જેમણે ‘નાનકડી શિસ્ત’ આત્મસાત કરવાનું શીખવ્યું.  જે મિત્રોને આ પ્રયોગ જાતે અજમાવી જોવા મન થયું હોય , તેમને નીચેના  લેખ વાંચવા વિનંતી.

દુર્યોધન

નાનકડી શિસ્ત –  ભાગ  –  ૧ ભાગ  –  ૨ 

 

અફલાતૂન તબીબ, ભાગ -૧૫; વજ્રાસન

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

મે- ૨૦૧૭

     વાવાં ઝોડાંની જેમ ઊંટાટિયા જેવી ઉધરસ ધસી આવી.  બે મહિને માંડ એ હરિકેને વિદાય લીધી,  પણ તેણે શરીરના માળખાંને હચમચાવી દીધું.  એની વાત ફરી કોક વાર , પણ આજની વાત એના ગયા પછીની છે.

      સ્વાભાવિક છે કે, એ ગાળામાં રોજની બધી સાધના અભરાઈએ ચઢી ગઈ હતી. થોડીક સ્વસ્થતા આવતાં, એ શરૂ કરવા વિચાર્યું.  થોડીક જ કસરત અને થોડાંક જ આસનથી શરૂઆત કરી. પણ વજ્રાસનમાં બેસવાની તો હિમ્મત જ ન થઈ. એક અઠવાડિયું આમ લિમિટેડ એડિશનમાં ગાળ્યું! પછી  હિમ્મત કરીને વજ્રાસનની ક્રિયા શરૂ કરવા પ્રયત્ત્ન કર્યો. માંડ એ સ્થિતિ ધારણ કરી,  પણ માત્ર એકાદ સેકન્ડ માટે જ. તરત પગ છુટા કરી દેવા પડ્યા. આ નબળાઈ માટે લઘુતા પણ થઈ ગઈ.

    બીજા દિવસે એનો વારો આવતાં માંડી વાળતો હતો , ત્યાં જ એ અફલાતૂન તબીબ યાદ આવી ગયા –  નાનકડી શિસ્ત (*) શીખવાડનાર તબીબ. એમની સૂ્ચના અનુસાર બે ત્રણ સેકન્ડ માટે પણ વજ્રાસનની સ્થિતિમાં બેઠો તો ખરો જ. આમ ને આમ એક અઠવાડિયા સુધી કોશિશ ચાલુ રાખી. ધીમે ધીમે એકથી પાંચ ગણાય એટલું બેસી શકાયું.  હવે હિમ્મત આવી કે, એ કાબેલિયતે સાવ વિદાય તો  નથી જ લીધી !

**************

   એ વાતને આજે ત્રણ મહિના થઈ ગયા. આજ સવારની સિદ્ધિ ગણો તો સિદ્ધિ અને આનંદ ગણો તો આનંદ. વજ્રાસનના ત્રણ રાઉન્ડ કરી શક્યો – ૬૦, ૬૦ અને ૪૦ સેકન્ડ !

  આભાર એ અફલાતૂન તબીબનો કે, આમ ધીરજ સાથે પ્રયત્ન જારી રાખવાનું શિખવ્યું.

sri_sri


*      નાનકડી શિસ્ત  ભાગ -૧  ; ભાગ -૨ 

ગઝલનું એક સરનામું

ખાંખાં ખોળાં બહુ કિમતી હોય છે – ઝગમગતા હીરા જેવા ! આજે એના પ્રતાપે એક સરસ સરનામું મળી ગયું ….

ghalib

આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરો

બહુ સરસ, મધુર,  માણવી, મમળાવવી ગમે તેવી ગઝલો ત્યાંથી મળશે.

પણ… આ શિર્ષક પરથી એક ટચુકડું અવલોકન ….

       કોઈને માફ કરી દેવું એ બહુ મોટી હિમ્મત અને શૌર્ય માંગી લે છે. પણ એનાથી અનેક ગણી મોટી હિમ્મત અને શૌર્ય કોઈની માફી માંગવામાં હોય છે. કોઈની પ્રત્યક્ષ માફી માંગવી એ તો બહુ દુષ્કર હોય છે; પણ આપણા પોતીકા એકાંતમાં પણ આપણે આપની જાતને   ‘justify’   કરવા  જ ટેવાયેલા હોઈએ છીએ. પણ જેમ જેમ પ્રતિક્રમણ કરવાનું તપ આપણે કરતા થઈએ, તેમ તેમ, ધીમે ધીમે, हौले हौले , આપણામાં એ કૌશલ્ય, એ વીરતા અંકુરવા લાગે છે – એને મ્હોર બેસે છે, અને જીવનની હળવાશનું ફળ આપણે ચાખી શકીએ છીએ.

એક વાર એ હળવાશ ચાખી તો જોઈએ?
અંધકારની એ ખીણમાં
પાછા વળવા
મન જ નહીં થાય.

       આપણે કદાચ એ ધાર્મિક રીત તરફ સૂગ ધરાવતા હોઈએ. પણ ‘વૈજ્ઞાનિક રીત’નો પાયાનો સિદ્ધાંત છે –

અવલોકન

Observation

       કોઈ પણ ચીજ કે ઘટનાનું બારીકીથી અને તટસ્થ નિરીક્ષણ કરવામાં આવે તો જ તેના ગુણ દોષ જાણવા મળે.

    જગતની બધી ચીજોમાં આપણી સૌથી નજીક અને સૌથી વ્હાલી ચીજ કઈ?

   ‘આપણી જાત’  જ તો વળી કંઈ !  એનું આમ નિરીક્ષણ કરતાં થઈએ તો? …… નિજ દોષ  દર્શન  – અહીં 

પ્રશ્ન નિરાકરણ અને નિર્ણય શક્તિ

      જીંદગી એટલે પ્રશ્નોની હારમાળા; શૈશવના પ્રશ્નો, અભ્યાસ-શિક્ષણનાં પ્રશ્નો, કારકિર્દીના પ્રશ્નો, યુવા અજંપો, દાંપત્ય જીવન-કૌટુમ્બિકના પ્રશ્નો, સામાજીક સમસ્યાઓ, આવક-મિલકતના મુદ્દાઓ, તંદુરસ્તીની બાબતો, રીટાયર થાય તો નિવૃત્તિના પ્રશ્નો.

    આ પૃથ્વી પર એવી એક પણ વ્યક્તિ એવી નથી કે જેને પ્રશ્નો-સમસ્યા ન હોય અને પૃથ્વી પર એવી કોઇ સમસ્યા નથી કે જેનું સમાધાન ન હોય. સમસ્યા અંગે વિચાર કર્યા કરવાથી બહાનાં દેખાશે અને સમાધાનનો વિચાર કરવાથી ઉકેલ મળશે.

સંતા:      જીવનમાં કોઇ પણપ્રશ્ન હોય તો ક્યાં શું કરવું? ક્યા જવું?

બંતા:     ખેડુત પાસે જવું

તો સંતા પુછે છે કેમ?

બંતાનો જવાબ:    ખેડુત પાસે હલ હોય છે !

      જીંદગી ને આસાન-સરળ નહી બનાવી શકાય, બલ્કે પોતે મજબુત બનવું પડશે. પ્રશ્ન પરત્વે આપણો અભિગમ એકદમ સહજ એક્દમ ચીલાચાલુ રહેતો હોય છે. પ્રશ્નને પ્રશ્ન તરીકે જોવાની દ્રષ્ટિનો સદંતર અભાવ પણ, કમનસીબે, એટલી જ રોજિંદી જોવા મળતી ઘટના થઇ પડી છે. પ્રશ્નો – સમસ્યાનું જે દર્દ આપણે આજે ઉપાડીએ છીએ તે આવતી કાલ માટે તાકાત બની રહી શકે છે.

————————————

વાદળી અક્ષરોમાંની વાત ભલે જોક લાગે પણ જીવન માટે  એ ‘હલ’ ની શોધ હોય તો એ હળ આ રહ્યું !

wegu_logo

આ લોગો પર ક્લિક કરો

      આમાં કોઈ ધર્મશાસ્ત્ર કે ઉપદેશની વાત નથી. બિલકુલ વૈજ્ઞાનિક પદ્ધતિની વાત છે. અને એ જેટલી વિજ્ઞાન કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં જરૂરી અને અસરકારક  છે, એટલી જ જીવન સુધારણા માટે પણ છે. કદાચ વધારે જરૂરી છે કારણકે, ભૌતિક ક્ષેત્રે માનવ જાતે અદભૂત સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં , જીવનમાં નડતા પ્રશ્નો તો વધતા જ જાય છે, બલ્કે વધારે ને વધારે વિકરાળ થતા જાય છે.  આપણા સૌનો સામાન્ય અનુભવ છે કે, બહુ નાની ઉમરથી આધુનિક જીવન તણાવો ખડા કરે છે, અને એના ઉકેલ માટે આપણે સૌ જાતજાતના હવાતિયાં મારતા હોઈએ છીએ.

કદાચ…

ઉપર જણાવેલા લેખમાં એ આશા જન્મે છે કે, એ પદ્ધતિ જીવનના પ્રશ્નોમાં પણ ઉપયોગી નીવડે.

સ્વાનુભવે…

એ શક્ય છે. આમ ….

wild_elephant

આ ચિત્ર પર ક્લિક કરો

એના નખ – લતા હિરાણી

એને મળ્યો છે
લાંબા, તીણા
નખનો વૈભવ
– લતા હિરાણી
      ઘણા વખત પછી એક કવિતા વાંચી અને અંત સુધી પહોંચતાં પહોંચતાંમાં તો બહુ જ ગમી ગઈ. અહીં ટાંકી દીધી. આખી કવિતા આ રહી.
nail

આ ચિત્ર પર ક્લિક કરી વાંચો.

અને તરત યાદ આવી ગઈ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ ની  એ અદભૂત કવિતા ….

`Prisoner, tell me, who was it that bound you?’ 

`Prisoner, tell me, who was it that wrought this unbreakable chain?’ 

આ રહી એ કવિતા – એ દર્શન

prisoner

આ ચિત્ર પર ક્લિક કરો

અને આ વિડિયો પણ માણો…

અને હવે અવલોકન કાળ….

આપણને શાસ્રો, ગુરૂઓ, ગીતાવાક્યો આ પોકારી પોકારીને કહે છે ……

આપણા મનની ગુલામીથી આઝાદ બનો.

પણ આપણે નખ વધારવામાંથી,  જગતને જડબેસલાક જંજીરોમાં કેદ કરવાના ખ્વાબોમાંથી જાગીએ ત્યારે ને?

અને…

ચપટીક જાગીએ
ત્યારે જ ખબર પડે છે કે,
આપણે કેટલા ગુલામ બની ગયા છીએ !

ધ્યાન

       ધ્યાન વિશે એટલું બધું સાહિત્ય હવે ઈન્ટરનેટ પર મળે છે કે, આપણે અસમંજસમાં મુકાઈ જઈએ કે, શું કરવું? કઈ રીતે, કેટલું, ક્યાં કરવું? !

     આજે નીચેનો લેખ વાંચવા મળ્યો અને આપણા જેવા સામાન્ય માણસો માટે સરસ ગાઈડ જેવો, બહુ કામનો લાગ્યો. લાંબો છે, પણ ધીરજથી વાંચવા વિનંતી..

meditationfeature

આ ચિત્ર પર ક્લિક કરો

એમાંથી થોડાંક ગમી ગયેલાં તારણ…

meditation

 

 

લીંબું વધારે પડી જાય તો?

શરબતમાં લીંબું વધારે પડી જાય તો?

વિચારતા કરી દે તેવો પ્રશ્ન.
વિચારતા કરી દે તેવો વિચાર.

lemon

આ ચિત્ર પર ક્લિક કરો.

       ઘણા બધા સુવિચારો, જીવનને કલ્યાણમય બનાવવાના નૂસખાઓ, ઉપદેશો, સલાહો … અત્ર, તત્ર, સર્વત્ર દૃષ્ટિગોચર થતા હોય છે! ( આ બ્લોગ પણ એમાંથી બાકાત નથી ! આખે આખી એક ઈ-બુક મળી જશે !)

પણ… જીવન જીવવાની એક રીત છે –

આપણે જેવા છીએ ,
તેનો પૂર્ણ રીતે સ્વીકાર.
——
જો આપણી જાતને જ
આપણે સ્વીકારી ન શકીએ,
તો બીજાને
શી રીતે સ્વીકારી શકવાના? 

       આ જ વાત ૨૦૧૪ માં માધવપુર, ઘેડમાં આવેલા ઓશો આશ્રમમાં ભગવાન શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામીએ કહી, અને સિત્તેર સિત્તેર વર્ષના રઝળપાટનો અંત આવ્યો ( ફાઈનલ અંતની તો હજુ વાર લાગે છે !)

આ રીતમાં એક  નાનકડા આચારનો ઉમેરો કરવા મન થયું …….

પદ્મમુદ્રા

      યોગાસન પતી જાય પછી અને પ્રાણાયમ શરૂ કરતાં પહેલાં આ મુદ્રા કરવાની હોય છે. બન્ને હાથના અંગૂઠા અને તર્જનિ (સૌથી નાની આગળી) ભેગાં કરીને હાથનો આકાર પદ્મ ( કમળ) જેવો બનાવવાનો અને હૃદયની આગળ અડકાડીને રાખવાનો. પછી આંખો મીંચીને જેમનો ઉપકાર આપણી ઉપર હોય તેમનો આભાર માનવાનો.

 • પરમ તત્વ જે આપણા કોશે કોશમાં શ્વસી રહ્યું છે.
 • માતા અને પિતા ; જેમણે જન્મ આપ્યો, પાળ્યા, પોષ્યા, સંસ્કાર અને શિક્ષણ આપ્યાં.
 • ભાઈ  બહેન જેમણે જીવનના સૌથી સભર ભાગમાં સાથ આપ્યો.
 • કુટુમ્બીજનો – પતિ/ પત્ની અને સંતાનો જે  જીવનભર સુખ દુઃખમાં ભાગીદાર રહ્યા.
 • મિત્રો જેમના સાથ અને પ્રેરણા જીવનમાં અમૃત સિંચન કરતા રહ્યા.
 • દુશ્મનો જેમના પ્રતાપે   જીવન સંઘર્ષો સર્જાયા અને જે અંતર યાત્રા કરવા પરિબળ  બન્યા
 • નામી અનામી અનેક વ્યક્તિઓ , જેમના પ્રદાન થકી જીવન જરૂરિયાતની, સગવડની અને મોજશોખની ચીજો આપણને હાથવગી થઈ શકે છે.
 • કુદરતી તત્વો –  હવા, પાણી, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, ફળ, ફૂલ, ઝાડ  વિ. જેમના વિના આપણે જીવી જ ન શકીએ.

      આ ભાવ મનમાં સેવતા રહેવાનો. કદી એની વિસ્મૃતિ ન થાય કે, આપણે એકલા કાંઈ પણ કરવા સમર્થ નથી. કેટકેટલાંનો આપણી ઉપર અનુગ્રહ છે.