સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: મિત્રાનુભવ

નિવૃત્ત થયા પછી

     ૨૦૦૦ પહેલાં આવો પોતીકો બ્લોગ હશે, એવો સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. નિવૃત્ત થયા પછી ‘અમદાવાદના મારા ફ્લેટની નજીક આવેલા શરદ મહેતા પાર્ટી પ્લોટની બાજુના મ્યુનિ. બગીચામાં સમવયસ્કો સાથે બાંકડા પર બેસીને ગપસપ કરીશ.’ – એવો ધૂંધળો ખ્યાલ  હતો.

પણ નિયતિનો કાંઈક અલગ જ પ્લાન હતો!’

     ૧૭ વર્ષ વીતી ગયાં અને જીવન  એ મૂળ ધારણા કરતાં અનેક ગણું સભર બની ગયું. વતન ઝૂરાપાના રોદણાના સ્થાને ‘ કેટલું બધું કરવું છે, પણ સમય ઓછો પડે છે.’– એ માહોલનો સુભગ હાલ છે !

   આવી મારી એકલાની નિયતિ નથી. ઘણા બધા ૬૦+ વયસ્કો એ ‘હાલ’માં હાલ મશગૂલ બનીને મ્હાલે છે.

એનો એક સરસ ચિતાર નેટ મિત્ર શ્રી . વિજય શાહના સંકલનથી બનાવેલ ઈ-બુકમાં છે.  આ રહી એ …

Nivrutt

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરી એ ઈ-બુક માણો

ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો નોક્સવિલ, ટેનેસી – કિશોર પટેલ

       મારી પહેલી ટ્રેન મુસાફરીની દિલ ધડકાવી દે તેવી વાર્તા અહીં વર્ષો પહેલાં લખી હતી. આ રહી…

       લગભગ એ જ સમય ગાળામાં શ્રી. કિશોર પટેલ અમેરિકા પહોંચી ગયા હતા. હાલમાં તો તેઓ  ટોરોન્ટો રહે છે. પણ મારી એ સફરની એ વાતથી વધારે દિલ ધડકાવી દે તેવી સફરની એ વાતની શરૂઆત….

     ૧૯૬૦ના દાયકાના છેલ્લાં વર્ષોમાં ગુજરાતના વિધાર્થીઓમાં અમેરિકા ભણવા જવાનો એક વાવડ શરૂ થયો હતો. સ્ટૂડન્ટ વિઝા ઉપર ભણવા જવાનો એક રાફડો ફાટ્યો હતો. કોલેજની લોબીઓમાં “મારુ આઈ ટ્વેન્ટી આવી ગયુ” નો હર્ષનાદ ગૂંજતો હતો.

     ઓગસ્ટ ૧૯૬૯ની એક વહેલી સવારે હું વડોદરાના સ્ટેશન ઉપર, હારતોરાથી લદાયેલો, દુ:ખ, ભય, આનંદ, રોમાંચ એવી કેટલીયે મિશ્રિત લાગણીઓ અનુભવતો ઊભો હતો. આટલા હારતોરા તો મેં મારા લગ્નમાં પણ પહેર્યાં નહોતા! કદાચ આ જ હારતોરાએ, મને અમેરિકામાં શરૂઆતમાં પડેલી મુશ્કેલીઓથી લડતાં લડતાં, હારીને મેદાન છોડી, દેશ પાછા ફરતાં અટ્કાવ્યો હશે!

     હું મુંબઈથી નીકળી, લંડન થઈને ન્યૂયોર્ક ઊતર્યો. મારે ત્યાંથી હાર્ટફોર્ડ કનેક્ટીકટ, અમારા એક સંબંધીને ઘરે જવાનું હતું. મારે ન્યૂયોર્ક એરપોર્ટ ઉપરથી એમને કલેક્ટ કોલ કરવો એવું જણાવવામાં આવ્યું હતું. કલેક્ટ કોલ કરવો કેવી રીતે? કોને પૂછવું? કોને કહેવું?

પછી શું થયું?  એ જાણવા તમારે નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરવી રહી!

12_oclock

અહા! જિંદગી….. કોલ સેન્ટરની જિંદગી – માનવ પારેખ, સુરેશ જાની

એક સાવ નવો નક્કોર પ્રયોગ
—————————————————————
એક વાર્તા, બે લેખક
એક ત્રીસીની અંદરનો, તરવરતો જુવાન,
બીજો સિત્તેરની નજીકનો ડોસો

દરેકના માતાપિતા કહેતા હોય છે કે, મારો દીકરો ડોકટર બનશે, મારો દીકરો એન્જીનીયર બનશે પણ કોઈ એમ કહે છે કે ‘ મારો દીકરો કોલ સેન્ટરમાં કામ કરશે? ‘

તો આજે જરા કોલ સેન્ટરમાં કામ કરનારાની જિંદગી કેવી હોય ; તેના ઉપર આછી નજર મારી લઈએ.

હુંજ્યારેકોલસેન્ટરમાંકામકરતોત્યારે જિંદગીતોએવીકે, જાણેકુવામાંયનાદેડકાજેવી. એવૂંમાટેકારણકેકોલસેન્ટરમાંછોકરાઓનીશીફ્ટ(નોકરીનોસમય) બપોરે.૦૦થીપછીનોહોયઅનેતેમાંપણકલાકનીનોકરીઅને કલાકની જેને રિસેસ – અથવા ઓક્સ (Aux, બળદ નહીં ! ) કહેવામાંઆવે છે. તેમાંયપણઅલગઅલગઓકસહોયજે નીચેમુજબછે

  • Aux 1 – Tea Break જે૨૫મિનીટનોહોયજેનેપોતાનીમરજીમુજબટુકડેટુકડેવાપરીશકાય
  • Aux 2 – Meal Break – જમવામાટેની૩૦મિનીટ
  • Aux 3 – Tagging Aux – ટેગીંગમાટેની૩૦મિનીટ
  • Aux 4 – T.L Meeting (ટીમલીડરજ્યારેબોલાવેત્યારેનાખવાનોહોયજેનીકોઈલીમીટનહી) ટુંકમાંબંબુસેસનઓક્સ ( બોસનો વિશેષાધિકાર! )
  • Aux 5 – Refresher Aux – જેનવીમાહીતીકેકોઈસેસનહોયત્યારેનાખવાનોહોય ; જેનીપણકોઈ લિમિનહી
  • Aux 6 – Outbound Calling Aux – જ્યારેગ્રાહકનેકોઈખોટીમાહીતીઆપીહોયકેએજન્ટદ્વારાકોઈભુલથઈહોયત્યારેસામેથીકોલકરવામાટેનોઓક્સ
  • Aux 7 – IT Downtime Aux – જ્યારેકોમ્પયૂટર બગડ્યુંહોયત્યારે , કે પછી સીસ્ટમઅપડેશનમાહોયત્યારેનાખવામાટેનોઓક્સ

જ્યારેશીફ્ટશરુથાયતેની૨૦મિનીટપહેલાપહોચીજઈ Briefing લેવુંપડે; જેમાંઆજના દિવસમાકોઈનવીઓફરઆવીહોયકે, કોઈઅગત્યનીમાહિતીહોયતેઆપવામાંઆવે . પછીપોતાનાશીફ્ટ ટાઈમમુજબ Pc ગોતીનેઠેકાણેબેસી જવુંપડેજેને Login કહેવામાંઆવે. જોસમયસરબેસીએ તો Schedule adherenceનામાર્કકપાઈજાય. અનેછેવટે PLBS ના૫૦૦રૂપીયાકપાઈજાય. એટલેગગો કે ગગી ટાઈમસરકામતોકરે!

એમાંયટેલીકોમકંપનીમાંતોજાતજાતનાકોલરકોલકરતાહોય. એમાંતોરોજેરોજે૨૦થી૪૦નવીનક્કોરનોટોમળે. જેમાંએજન્ટઅનેગ્રાહકવચ્ચેકેવાસંવાદોથાયતેતોજોવાજેવીથાય! કેટલાંક ઉદાહરણએટલેકેસેમ્પલજુઓ.-

પ્રશ્ન – “સાહેબ, કોઈનવીઓફરઆઈસે?”

જવાબ – “જીહાં, બીલકુલઆવીછે૧૦૨રુપીયામાંરોજના૫૦૦મેસેજલોકલઅનેનેશનલવપરાશપાટેમાટેમળશેજેનીમર્યાદા૩૦દીવસનીરહેશે.”

પ્રશ્ન – “પણસાહેબ, મેસેજકરતો ચ્યોં આવડેસં મનં ?

——————————

લોઆવાયમળેઅનેએમાંયપાછોબનાસકાંઠાનોઘરાકહોયતોઆવીબન્યું.(કોઈબંધબેસતીપાઘડીપહેરીલેતા- હુંપણમુળબનાસકાંઠાનો જછું) એનીસાથેકેવીચર્ચાથાયતેજુઓ.-

પ્રશ્ન – “નમસ્કારસાહેબ, કોઈનવીઈસ્કીમ?”

જવાબ – “જી હાં! ચોક્કસછે, પરંતુતેનીવિગતચેકકરતાંમનેએકમિનીટજેટલોસમયલાગશેત્યાંશુધીહુંઆપનાકોલનેએકમિનીટમાટેહોલ્ડપરરાખીશકું?”

પશ્ન – “પણ, સાહેબચેટલીવારલાગશે?”

જવાબ – “માત્રએકમિનીટ, ધન્યવાદ

——————————-

હવેસાહેબગ્રાહકનેહોલ્ડપરરાખીઆજુબાજુમાંબેઠેલીઅપસરાઓસાથેબિન્દાસ વાતોકરતાહોયઅનેગ્રાહકનોકોલઉપાડે, એનાબાપબેએવીહાલતહોય. અનેએમાંજોરાકનુંબેલેન્સ કપાઈગયુંહોયતોતોગયોસમજો . કોલઉપાડવાકરતાંઊડાડીજલ્દીનાખે.

કેટલાકતોટાઈમપાસકોલરપણઆવે. વળીકેવીવાતકરેતેજોઈએ.

પશ્ન – “ તમારુંનામશું? “

જવાબ – “ — “

પશ્ન – “ તમેકયાગામના?”

જવાબ – “માફીચાહુંછું. તમારેમાહિતીશુંમેળવવીછે?, તેજણાવો.”

પશ્ન – “ તોતમારીબોલીપરથીતમેજામનગરનાછો; એમલાગ્યુંમાટેપૂછ્યું. બેઘડીમજાનીવાતોકરીલોનેયાર? “

————————————–

લોબોસ! આવીપણઆઈટમોમળીજાય. અનેકેટલીકવારતોજવાબઆપવોપણભારેપડીજાય; એવુંથાય. એમાંએવુંછેકેરાત્રે૧૨.૦૦વાગ્યાપછીતોપ્રેમીપંખીડાઓનાકોલવધારેહોય અને વધારામાં પૂરું કોક’ દીકોલગર્લપણભટકાઈજાય.. એમાંકેવીવાતથાયતેજુઓ. ( દાદાતોલખતાંલખીદીધુંપણવાસ્તવમાંહકીકતછેએમાંયમારાભાગમાંઘટી )

————————————————

પશ્ન – “ તમારોઅવાજબહુસ્વીટછેહોં.. તમેપરણેલાછો? “

જવાબ – “ આભાર! પરંતુક્ષમાચાહીશઅમેઅહીથીકોઈપણપ્રકારનીઅંગતમાહિતીનથીઆપીશકતા

પશ્ન – “ કાલેમારીજોડેસિનેમાજોવાઆવશો?”

જવાબ – “ અમારીકમ્પનીનાકામઅંગેવાતકરો.”

પશ્ન – “ આવુંશુંકરોછો? ”

જવાબ – “જાણકારીમળીગઈહોયતોફોનમુકીશકોછો

પશ્ન – ” એકવારઆઈલવયુ’ કહોતોફોનમુકું.

————————————

આવીયેફાટેલીનોટોમળીજાયઅનેમાફીચાહુંછુંતથાક્ષમાચાહુંછુશબ્દો દિવસમાંહજારોવારઉચ્ચારાઈજાય. સાચીવાતકહુંતોએકવારમારીગર્લફ્રેન્ડસાથેવાતકરતાંકરતાંમારાથીબોલાઈગયેલુંકેમાફીચાહુંછું, રવિવારે પિક્ચરજોવાનહીઆવીશકાય“.

પછીતોહેભગવાન!

————————————

એકવારમારાદોસ્તનીપ્રેમીકાનોફોનમારાપરઆવીગયેલતેનીવાતકરવાનીસ્ટાઈલજુઓ.

પ્રશ્ન – “પ્રણવ ! કાલેબગીચામાંબહુમજાઆવીહતીહોં.”

જવાબ – “ પણહુંપ્રણવનથી. માનવછું! “

પશ્ન – ” પ્રણવનેટ્રાન્સફરકરીઆપશો? પ્લીઝ

જવાબ – ” માફીચાહુંછું

————————————-

જ્યારેપ્રણવ Aux 2 પરમળેછેત્યારેજુઓ….

માનવ – “ અલ્યાપ્રણવ, તારીપ્રેમિકાનોફોનહતો. હવેતોતું બગીચાસુધી પહોંચીગયો. હવેઆગળક્યારેવધેછે? લગનકરવાનોછેકે, રામરામ? “

પ્રણવ – “ મેંકેટલીવારએનેકહ્યુંકે, અહીંફોનનહીંકરવાનો. પણએનાથીરહેવાતુંનથી. ચાલલન્ચપતીગયું. પાછાકબીમાંઘુસીજઈએ. નહીંતર Schedule જશે. “

માનવ – “ બેસનેયાર! આવીમજેનીવાતજામીછે; ત્યાંઊઠવાનીક્યાંવાતકરેછે? “

પ્રણવ –  “ અલ્યા! દસમાર્કકપાઈજશે. કાલેયકપાયાતા. “

માનવ – “ એતોહુંમનીશનેકહુંછું Aux 5 નાખીદેસે

પ્રણવ – “ તુંયગુરુછેયાર! મનેહવેખબરપડીતારા TL કાંડીકેમકહેછે?“

————————————

હવેજ્યારેપ્રણવપાછોઓફીસમાંપહોચે છે કેતરતતેના TC કહેછેકે Aux 4 નાખ TL બોલાવેછે. આગળજોઈએકેકેવુંબંબુસેસનથાયછે.

બોસ(TL)નીકેબિનમાં,-

—————————————

બોસ : “ પ્રણવ! આજકાલતારુંધ્યાનકામમાંનથીરિસેસમાંટાઈમવધારેલેછે. ઘરાકનીફરિયાદોપણવધીગઈછે. ‘ સીસેટમાંયતુંલોચામારેછે. ગયામહિનેતારાપાંચસોરૂપિયાકપાયાહતા. મહિનેઆઠસોકાપવાપડશે. કંઈલફરામાંફસાયોછે? આમચાલશેતોતુંજેકમ્પનીનાકોલહેન્ડલકરેછે; તેનોકોન્ટ્રાક્ટબંધથઈજશે.”

પ્રણવ – “ સાહેબ! આટલીવારજવાદો! “

બોસ – “ મારેડિરેક્ટરનેશુંજવાબઆપવો?

—————————–

આવીછેકોલસેન્ટરમાંકામકરનારાઓની જિંદગી – જેનેપોતાની કરીઅરમાંકોઈપણતહેવારપોતાનાઘરેશાંતિથી માણ્યો હોયઅનેજોરજામેળવવીહોયતોતેનામાટેપંદરદીવસઅગાઉથીનોંધાવવી પડે. જોકેમેંકોલસેન્ટરની જિંદગીવધારેજોઈ હતી કારણકે, પરફોર્મન્સસારુંહોવાનાકારણેમાત્રત્રણમહીનામાંસેલ્સટીમમાંમારી ટ્રાન્સફરથઈગઈ હતી.

————————————————

હવે જુઓ – દાદાની ઈન્ટરનેશનલ કલ્પના …

સ. “ ગુણ્ટ, ગુરુરુ ગુણ્ટ. એમન્ડી! મીરુ — કમ્પનીલા ચપન્ડી? “

જ. “ વીચ લેંગ્વેજ?”

સ. “ નેનુ વિજયવાડાલો ઉન્નાનુ. ઇદી તેલુગુ માટલાડુચુન્નાનુ.”

જ. “ વેઈટ. ટ્રાન્સફરીંગ ટુ હૈદ્રાબાદ.”

સ.  “ દ માયો દ પ્રેગુન્તાસ ?

જ.  “ સ્પેનિશ? ગ્રાસિયાસ. ટ્રાન્સફરીન્ગ ટુ મેડ્રીડ.”

======================

બેટા! જીવનના અનેક રંગ હોય છે; અનેક પાસાં હોય છે. આ એક નવા જમાનાનો નજારો જોવા મળ્યો.

બીજા ઘણા બધા સ્વાનુભવો વાંચો. ( માત્ર 74  જ છે ! )

 

– માનવ પારેખ :   એની વેબ સાઈટ [ વીણેલાં મોતી }

– સુરેશ જાની

બુંદસે ગઇ વો હોજસે નહી આતી – ભરત પંડ્યા

કહેવાય છે, તક એકજ વાર દરવાજો ખટખટાવે છે. તમે ચુક્યા તો મોકો હાથમાથી સરી જાય છે. ફરી  પાછો તે મોકો તો આવતો જ નથી.

એક્વાર ઓફીસના કામે  આણંદથી  અમદાવાદ જઇ રહ્યો હતો. ખેડાનો માથુ ફાડી નાખે તેવો તડકો, આભમાથી આગ વરસી રહી હતી હું તો જે ઘરાક્નુ કામ હતું, તેની એરકંડીશન મોટરમા બેઠો હતો . રસ્તામા  ડ્રાઇવરને કાંઈક જોઈતુ હતુ તે ગાડી ઉભી રાખી. હું પણ સીગરેટ  પીવા  નીચે ઉતર્યો.

એક મોટા ઝાડ નીચે કેબીન  હતી. પાસે એક બુટ ચંપલ રીપેર કરવાવાળો બેઠો હતો. એની પાસે ચાર પાંચ જોડી, ટાયરના સોલવાળા, સસ્તા ચંપલ હતા. હું ઉભો ઉભો સીગરેટ પીતો હતો. ત્યાં એક મજુર જેવો  માણસ આવી ચંપલ જોવા માંડયો. તેણે આ ધોમ ધખતા તડકામા પણ ચંપલ પહેર્યા ન હતા, ઉઘાડે પગે હતો.

બહુ  જ બીતાં બીતાં એણે પુછ્યું ” કેમ આપ્યા ભાઇ ?”

વેચવાવાળાએ કહ્યું, ” આઠ રુપીયા.”

પેલાએ  કહ્યું ” મારી  પાંહે ચાર રુપીયા છે. “

“તો એક ચંપલ લઇ જા”

મજુર આ ઉપાલંભ સમજે તેમ  ન હતું.

” એક પગે થોડુ હલાય છે ભાઇ ?” એ બોલ્યો.

ચંપલવાળો કહે,  ” ઓછામા ઓછા  પાંચ રુપીયા લઇશ. “

પેલાને એ કાંઇ પોસાતુ  ન્હોતુ. એ તો ચાલવા માંડ્યો. ડ્રાઇવરનુ કામ અને મારી સીગરેટ પતી ગયાં હતાં. હું ગાડીમા ગોઠવાણો અને ગાડી આગળ ચાલી. કામ પતાવી હું ઘેર  પાછો આવ્યો.

રાત્રે જમતાં જમતાં ઘરની વાતો ચાલી.

પત્ની કહે “મોંઘવારીએ તો માઝા મુકી છે, બોલો! બેબીના સેન્ડલના અઢીસો રુપીયા. “.

રેડીયો પર કોઇ સંત પ્રવચન આપી રહ્યા હતા -“ક્યાં અને ક્યારે પ્રભુ તમને સેવાનો મોકો આપે છે તે ખબર નથી પડતી.” વી.વી.

તે રાત્રે મને ઉંઘ ન આવી , સવાલ માત્ર પાંચ રુપીયાનો હતો અને આમ જુવો તો માત્ર એક રુપીયાનો જ.  ચારતો તે મજુર પાસે હતા .

મને સમજાણુ કે, મેં મોકો ગુમાવ્યો હતો. અને હવે આ મોકો કદી નહી આવે. ક્યાં હું ને ક્યાં એ મજુર! એની જરુરીયાત કેટલી નાનકડી હતી? ત્યારબાદ દરેક વરસે લગભગ પાંચ્-દસ હજારનુ દાન કરું છું; પણ પેલા મજુરનો  ઉતરી  ગયેલો  ચહેરો નજર સમક્ષ તરે છે; અને થાય છે : –

“બુંન્દસે  ગઇ વો હોજસે નહી આતી. “

– ભરત પંડ્યા – ભાવનગર

( સ્વાનુભવની  વાત – સત્ય કથા)

——————–

ભરતભાઈને તો આટલો પણ વસવસો  રહી ગયો; તે તેમની માનવતા. ઘણાને તો આવો વીચાર પણ નહીં આવતો હોય !

આયો ગોરખાલી – કેપ્ટન નરેન્દ્ર

     અમે ત્રણેક માઇલ ગયા હઇશું કે તેમના F 86 સેબર જેટ અને F104 સ્ટાર ફાઇટર્સ આવ્યા. બાળકના હાથમાંનું મિઠાઇનું પડીકું ઝુંટવી લેવા આકાશમાંથી તીરની જેમ સમળી આવે તેમ દુશ્મનના વિમાનો મારા કૉન્વોય પર ત્રાટક્યા. રૉકેટ અને ૫૦ mmની મશીનગનની ગોળીઓનો મારો કરવા ઉપરાંત તેમણે માર્ચ કરી રહેલા અમારા સૈનિકો પર નેપામ બૉમ્બ નાખવાની શરૂઆત કરી. આવી હાલતમાં અમારા વાહનોએ સડક પરથી ઉતરી વિખરાઇ જવું પડે, નહિ તો મશીનગનમાંથી છુટતી ગોળીઓની લાઇનમાં અસંખ્ય વાહનો ઉધ્વસ્ત થઇ જાય. તેમાં બેઠેલા જવાનો યુદ્ધમાં દુશ્મન સાથે ‘ચાર હાથ’ કરતાં પહેલાં કૅઝ્યુઆલ્ટી થઇ જાય. જીપને બાવળના ઝાડ નીચે ઉભી રાખી હું બહાર દોડ્યો અને એક પછી એક ગાડીને મારી પાછળ પાછળ આવવાનો હુકમ આપી આસપાસના ખેતરોમાં દોરીગયો. આ બધું સેબર જેટના અમારા પર થતા ગોળીબાર દરમિયાન થતું હતું. 

નેટ ફાઈટર પ્લેન

નેટ ફાઈટર પ્લેન

સેબર જેટ ફાઈટર

સેબર જેટ ફાઈટર

    તેમના વાયરલેસની ફ્રીક્વન્સી આપણા સેટમાં આવી જતી. જેવો અમે તેમના OPનો હુકમ સાંભળીએ સેક્ટર ૭૫૩૬, બૅટરી ફાયર”, પાંચ-સાત મિનીટમાં તેમની તોપના ગોળા અમારા પર પડે, પણ તે પહેલાં અાપણી ટૅંક્સ, સેલ્ફ-પ્રોપેલ્ડ તોપ અને સૈનિકોને લઇ જતી ટ્રક્સ ખેતરોમાં વિખરાઇ જતી. આમ આપણું જાનમાલનું નુકસાન સાવ ઓછું થવા લાગ્યું. 

 

 

 

 

 

 

 

 

પેટન ટેન્ક

પેટન ટેન્ક

 

       દુશ્મનના પ્રદેશમાં રાતના સમયે ગાડીઓએ જવું હોય તો અમારી ગાડીઓને વગર લાઇટે જવું જોઇએ. જરા જેટલી રોશની થાય તો દુશ્મનનો OP અમારી પોઝીશન તેના તોપખાનાને ખબર કરે અને ફરીથી અમારા પર બૉમ્બ વર્ષા શરૂ થાય. અમારા વાહનો ધીમે ધીમે જતા હતા ત્યારે એવું લાગ્યું જાણે સડક પર ચાલતી મારી જીપની નીચે રોડા પડ્યા હોય તેવું લાગ્યું. નીચા વળીને જોયું તો સડક પર જીપની નીચે અને તેની આજબાજુમાં પાકિસ્તાની સૈનિકોનાં મૃતદેહ પડ્યા હતા. કોઇકના લાડકવાયા – ભલે તે દુશ્મનના કેમ ન હોય, ત્યાં કાયમ માટે પોઢ્યા હતા. તે સમયે અમારા મનમાં એક જ વાત હતી: જો દુશ્મનના આ સૈનિકો જીવતા હોત તો તેમની જગ્યાએ આપણી માતાઓના લાડકવાયા અહીં ચિરનિદ્રામાં પડ્યા હોત.

——————–

નેપોલિયને કરેલું રણનીતિનું ચિરસ્મરણીય વાક્ય આજે પણ સત્ય છે: લશ્કર પોતાના પેટ પર કૂચ કરતું હોય છે. (Army marches on its stomach!) યુદ્ધમાં આ પ્રકારનાં વાહન બૉમ્બ વર્ષામાં નષ્ટ થાય તો તેની અવેજીમાં બીજા વાહનો તરત આપવામાં આવે છે. અમને ખાતરી હતી કે બહુ બહુ તો એકાદ દિવસનું મોડું થશે, અને બીજા દિવસની રાત સુધીમાં બીજા ટ્રક્સમાં લદાઇને ભોજન અને દારૂગોળો આવી જશે. કમનસીબે પરિસ્થિતિ એવી થઇ કે હજી સુધી અમારી ભોજનની ગાડીઓ અમારા સુધી પહોંચી નહિ. કૂચ કરવાના પહેલા દિવસે મળેલી પુરીઓ ત્રીજા દિવસે ચામડા જેવી થઇ ગઇ હતી. આ વખતે મેં સાથે લીધેલ દાલમોઠના ડબા મને યાદ આવ્યા. પણ જ્યાં આખી ફોજ અન્ન-વિહીન હોય ત્યાં હું એકલો ખાવાનો વિચાર પણ કેવી રીતે કરી શકું?

     આપણી જુની કહેવત છે કે લાખ મરજો પણ લાખોના તારણહાર ન મરજો. અમારા વખતમાં બટાલિયનના કમાન્ડીંગ અૉફિસર (CO)ને જવાનો માઇબાપ કહેતા. તેમને ૧૦૦૦ સૈનિકો તારણહાર માને. હું મારી પાસે હતા એટલા દાલમોઠના ડબા, રમની બાટલી વિ. લઇ અમારા (ગોરખા બટાલિયનના) CO કર્નલ ગરેવાલ અને 2IC મેજર બાગચી પાસે ગયો અને આ વસ્તુઓ તેમને આપી. કર્નલ ગરેવાલે ઉર્મિભર્યા સ્વરે કહ્યું,”તારી ભાવનાઓની હું અંત:કરણપૂર્વક કદર કરું છું. પણ આપણી આખી પલ્ટન ભૂખી છે, ત્યાં હું આ નાસ્તો કેવી રીતે ખાઇ શકું? ” 

       મેજર બાગચીએ કહ્યું, “નરેન, તારી આ ભેટને આ દિવસની યાદગીરી તરિકે કાયમ માટે શો કેસમાં રાખીશ. 
અમે બધાં જ ભુખ્યા રહ્યા.

 ………………………….

      સવારે જ્યારે અમે ગામને ક્લિયરકર્યું ત્યારે નજીકના શેરડીના ખેતરમાં છુપાયેલ ૩૦-૩૫ કિશોરીઓ, બાળાઓ તથા મહિલાઓ, કેટલાક આધેડ અને વૃદ્ધજનોને અમારા સૈનિકો અમારા અૅડમિનીસ્ટ્રેશન એરીયામાં લઇ આવ્યા. યુવાન પાકિસ્તાની સ્ત્રીઓ ભારતીય સૈનિકો કેવા ખરાબ હાલ કરશે એ બીકથી એટલી ગભરાઇ ગઇ હતી કે તેમાંની કેટલીક બહેનો થરથર કાંપતી હતી. ઘણી બહેનોની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી હતી. હું અૅડમિનીસ્ટ્રેશન એરિયા કમાંડર હતો, તેથી તેમને મારી પાસે લાવવામાં આવ્યા. મેં તેમને એટલું જ કહ્યું, “જુઓ, અમે ભારતીય સિપાહીઓ છીએ. તમારી સ્ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર સામે છે, તમારી સાથે નહિ. લડાઇના વિસ્તારથી દૂર અમે નિર્વાસીતો માટે કૅમ્પ બનાવ્યા છે, ત્યાં તમને હમણાં જ અમારી ગાડીઓ લઇ જશે. ગભરાશો મા.

     આ સમૂહના આગેવાન ગામની શાળાના હેડમાસ્તર હતા. આ પ્રૌઢ સદ્ગૃહસ્થ ગળગળા થઇ ગયા અને કહ્યું, “ભારતીય સેના પાસેથી અમને જે ઉમેદ હતી તેમાં તમે સાચા ઉતર્યા છો. અમારા અખબાર અને રેડિયો તો તમારી સામે ગંદો પ્રચાર કરતા રહે છે, પણ તમે….તેઓ આટલું જ બોલી શક્યા.

———————————– 

      ખેમકરણ મોરચે પહોંચાડી દીધા ને? આ તો એક ઝલક માત્ર જ છે. જેમણે આ બધું પોતાની આંખે જોયેલું જ નથી; પણ જાતે આ વાસ્તવીક  ઘટનાના એક પાત્ર હતા;  એવા વીરલ મરાઠી / ગુજરાતી કેપ્ટન નરેન્દ્રની પોતાની કલમે લખાયેલ લેખમાળાનો એક નાનકડો અંશ છે.

‘જીપ્સીની ડાયરી’   વાંચવા અહીં ક્લીક કરો .

    આ વાંચીને આપણને રોમાંચ થાય, સનસનાટી થાય, લોહી ગરમ થઈ જાય પણ ..

    કોઈ પણ યુધ્ધ ભયાનક હોય છે. તે તારાજી, તબાહી, લોહી, આંસુ, ઉજડેલા સંબંધો અને દુશ્મનાવટની અપરીવર્તનીય  લાગણીઓનું  જનક જ હોય છે.

     આ વાંચનાર એક ભારતીય પણ હોઈ શકે છે. એ પાકીસ્તાની પણ હોઈ શકે છે.

     એ બધી કડવાશ, માન્યતાઓ, વીવાદો, મત મતાંતરો અને દુશ્મનાવટ ભુલી, આપણે એક જ ધરાના સંતાનો, એક જ સંસ્કૃતીને વરેલા માનવો એકમેકને ભેટીને ફરીથી બાંધવ બનીએ તો?

    હું નથી માનતો કે, કેપ્ટન નરેન્દ્રનો અભીપ્રાય આનાથી જુદો હોય.

—————————————————-

   એક સૈનીકની કથા વાંચો :   અગ્નીવર્ષા   ભાગ -1  :  ભાગ – 2 

સ્મશાનગૃહ

[ ડલાસ સ્થીત એક મીત્રના સ્વાનુભવ ઉપર આધારીત ]

——————————————————

    તમે દેવેન, બહુ ગમગીન મુડમાં છો. હમણાં જ તમારા પુજ્ય પીતાશ્રીને અગ્નીદાહ આપવાનું દુખદ અને કંટાળાજનક કામ આટોપી; છેવટનું સ્નાન કરીને, તમે સ્મશાનગૃહની બહાર આવ્યા છો. તમારા સમગ્ર હોવાપણામાં – પગની પાનીથી, માથાની ટોચ સુધી – સાચો સ્મશાન-વૈરાગ્ય ઘેરાયેલો છે. ન સમજાવી શકાય તેવો ડુમો ગળામાં ખુંચાયેલો છે. બીજા બધા ડાઘુઓનો એ વૈરાગ્ય તો ક્યારનોય સમાપ્ત થઈ ગયો છે. બધા પોતપોતાની વાતોમાં મગ્ન છે. કોઈ તમારા સ્વર્ગસ્થ પીતાનાં ગુણગાન ગાઈ રહ્યાં છે. કોઈ અંગત સગાંઓને દીલસોજી પાઠવી રહ્યા છે.

    બહુ દુરના મીત્રો થોડે દુર જઈ પોતાની સંસાર-કથનીઓ છેડી બેઠેલા છે. કોઈ જુવાનીયા તો સૌની નજર ચુકાવી, તેજ ચાલે, થોડે દુર, બાજુના રસ્તા ઉપર આવેલી ગલીમાં ચા – ભજીયાંનો નાસ્તો આરોગી, ઉપજેલા થાક અને ભુખને શમાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

    પણ એક તમે જ, સ્વર્ગસ્થના એક માત્ર પુત્ર છો – સ્વર્ગસ્થનો આ જગતમાં એક માત્ર અંશ. તમારા મનની વ્યથા માત્ર તમે જ જાણો છો. તમારા બે ખાસ, દીલોજાન દોસ્ત તમારી બાજુમાં રહીને તમને દીલાસો આપવાના વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા છે; પણ તમને કશું ગમતું નથી. સંસાર અસાર લાગે છે. આ શોક ઘેર જશો પછી પણ ક્યાંય સુધી, ઓસરવાનો નથી. શોકની એ કાલીમાનો ઘેરો રંગ તમારા સમસ્ત મનોજગતને ઘેરાઈને પથરાયેલો છે.

    પણ સાંસારીક જવાબદારીઓ અને રીતરસમો પણ નીભાવવાનાં છે જ ને? મરણની નોંધ સ્મશાનના રજીસ્ટર ઉપર કરાવવી ફરજીયાત છે; તે તમને યાદ આવી જાય છે. એક ઉંડો નીસાસો નાંખીને દેવેન, તમે બપોરે એક વાગે પણ સ્મશાનની ઓફીસ તરફ સાવ વ્યગ્રચીત્તે પગલાં ભરો છો.

    ઓફીસના બારણાંની બહાર લગાવેલ નોટીસ બોર્ડ ઉપરની સુચના તમે વાંચો છો.

    ‘બપોરે ત્રણ વાગ્યા પછી ઓફીસ ખુલશે’

    તમે નીરાશ વદને, ‘ આ બે કલાક આ અઘોરી જગ્યા પર શી રીતે ગાળશો ‘ – તેની ચીંતા તમારા શોકમાં ઓર વધારો કરી મુકે છે.

    બાજુમાં મુકેલા બાંકડા પર તમે ધબ્બ દઈને બેસી પડો છો. આ નીરાશામાં તમારી બાજુમાં આવીને ઉભેલા એક ભાઈ તરફ તમારી નજર ક્યાંથી પડે? બંધ આંખોવાળા તમને ઢંઢોળીને એ જગાડે છે. તમે સાંભળો છો, “ તમે ભલે મોડા પડ્યા. પણ લાવો હું તમારું કામ પતાવી આપું.”

   ‘કામ પતાવી આપવા’ નો સમ્પુર્ણ ગુજરાતી અને ભારતીય રસમનો આ કોડવર્ડં તમે સારી રીતે જાણો છો! આવા કોઈ ભ્રષ્ટાચારને તમારા જીવનમાં તમે હજુ સુધી ઉત્તેજન આપ્યું જ નથી. તમારો તરવરીયા તોખાર જેવો, સત્યનીષ્ઠ, સ્વભાવ આ નીર્ગત અવસ્થામાં પણ આળસ મરડીને બેઠો થઈ જાય છે. તમે બધી સુજનતા સાચવી, તમારી અંદર પ્રજ્વલીત થયેલા ક્રોધને સંયમમાં રાખીને જવાબ આપો છો ,

  ” ના. મારે કામ પતાવવાની ઉતાવળ નથી. હું નીયમાનુસાર ત્રણ વાગે આવી જઈશ.”

    અને ન ધારવામાં ન આવે તેવી ઘટના બને છે. તમારે કાને એ કદી ન ભુલાય તેવા શબ્દો પડે છે. પેલા ભાઈ અત્યંત માર્દવ ભરેલા સ્વરે કહે છે,

   ”કશું ખોટું ધારી ન લેતા. તમારી મુશ્કેલી હું સમજું છું. મારે કોઈ કટકી કરવાની નથી. તમને દુખે, ભુખે અને તરસે બેસાડી રાખવા કરતાં આ પાંચ જ મીનીટનું કામ હું પતાવી આપું તેમાં મારે કોઈ તકલીફ નથી. ચાલો ઓફીસ ખોલું છું.”

    દેવેન, તમારું કામ તો પતી જાય છે; પણ સાથે સાથે, હજી ‘પુણ્ય પરવાર્યું નથી’ એની પ્રતીતી પણ તમને થઈ જાય છે.

દીલ્હી તુટ્યું – એક યાદગીરી

      જયેશ ! મુંબાઈના તમારા એક રુમ રસોડાના મહેલમાં અને માતા પીતાની છત્રછાયામાં તમે બાદશાહી ફરમાવી રહ્યા છો. તમારા ભાઈ ( પીતાજી જ તો ! ) જુની ફીલ્મોનાં ગીતોના શોખીન છે. ટેપ રેકોર્ડરની લક્ઝરી હજુ તમારા જીવનમાં પ્રવેશી નથી. રેડીયો પરથી પ્રસારીત થતો, જુનાં ગીતોનો એક પણ કાર્યક્રમ તમારા ભાઈ છોડતા નથી.

    તમે પણ એ વારસાગત રંગે રંગાયેલા છો. બધા હીન્દી શબ્દોના અર્થ સમજવા જેટલા શીક્ષણના સ્તરે તમે હજુ પહોંચ્યા નથી. પણ એ લય ઉપર ભાઈની જેમ તમે પણ ઝુમી ઉઠો છો. ‘પંકજ મલીક’ કશાકનો માલીક છે, તેમ જ તમારું માનવું છે! મહમ્મદ ‘રફી’ છે કે ‘ફરી’ છે , એ અસમંજસ તમને હમ્મેશ રહ્યા કરે છે! ‘સાયગલ’ ને તમે એક જાતની સાયકલ જ દ્રઢ પણે માનો છો!

    અને તે દીવસે એ મહાન ગાયકનું એ અતી મહાન ગીત તમે પહેલી જ વાર સાંભળો છો. તમે એકદમ ગભરાઈ જાઓ છો; અને રેડીયો ફટાક દઈને બંધ કરી દો છો.

    તમારા ભાઈ રેડીયો બંધ થયેલો જોઈ એકદમ ધસી આવે છે; અને તમારી ખબર લઈ નાંખે છે. તમે રડમસ ચહેરે તમારી આશંકા ભાઈને સમજાવવા પ્રયત્ન કરો છો. “ દીલ્હી તુટી ગયું. હવે મુંબાઈનો વારો આવશે તો?” – તમારા મુખમાંથી તુટક તુટક વચનો સરી પડે છે.

     ભાઈ એકદમ હસી પડે છે, અને પ્યારથી તમને એ ગીતનો અર્થ સમજાવે છે.

     એ ગીત છે –

’हम जीके क्या करेंगे, जब दिल ही तुट गया|‘

     તમારા ભાઈ તમને ‘દીલ હી’ અને ‘દીલ્હી’ વચ્ચેનો ફરક દીલથી સમજાવે છે. કોઈ અમંગળ ઘટના બની નથી એની ખાતરી થતાં; તમારા વદન-કમળ પરનો ઘટાટોપ ઓસરી જાય છે અને બધી મુરઝાયેલી પાંદડીઓ નવપલ્લવીત બની જાય છે! તમે પણ એ ગીત દીલ દઈને લલકારવા માંડો છો.

      એ યાદગાર ઘટના બાદ તમને પણ સાઈગલ, સાયકલ જેવો પ્યારો થઈ જાય છે.

      હવે તો તમારી પાસે કેસેટ કે સીડી તો શું; આઈપોડ પણ છે, અને આઈફોન આવી જવાની શક્યતાય છે જ તો ! પણ ગમે તે સાધન હોય; એ અમર ગાયકનું એ અમર ગીત તમે વારંવાર સાંભળતાં હજુ યે ધરાતા નથી.

      જો કે કાનના પડદા ફાડી નાંખે તેવા પોપ ગીતોના શોખીન- તમારા દીકરાના ચીત્તમાં ‘સાયગલ’ ના ગીતો માટે પ્રેમ શી રીતે પેદા કરવો ; એ સમસ્યાનો ઉકેલ તમે હજી શોધી શક્યા નથી.

જ. ઉ.

      જયેશ!  તમે આઠ વરસના બાળક છો. પણ બધા બાળકો કરતાં તમે થોડા જુદા છો. તોફાન, મસ્તી, મારામારી, ભાંગફોડ એ તમારો ચાનો પ્યાલો નથી! તમે થોડા ધીર ગંભીર પ્રકૃતીના છો. તમે થોડા ફીલસુફ, થોડા અંતર્મુખી છો ; અને છતાં સાવ બાળક પણ છો જ. એ જ તો તમારા જીવનનું પ્રધાન તત્વ રહ્યું છે ને? તમને હમ્મેશ ચોપડીઓ સાથે સારો નાતો રહ્યો છે – સીવાયકે, ચોપડાં ફાડવાનો!

     અને તે દીવસે મુંબાઈના તમારા એક રુમ અને રસોડાના મહેલમાં, તમારા ભાઈ ( પપ્પા કે ડેડી જ તો! ) હીસાબ બરાબર રાખવાના અતી ઉત્સાહમાં, લાલ રંગના ચોપડા લઈ આવે છે. આઠ વરસની તમારી કાયા અને તમારું મન, બહુ જ કુતુહલથી આ નવી સામગ્રી તરફ આકર્ષાય છે. તમે એ મહાન ગ્રંથો ધ્યાનપુર્વક નીહાળી રહો છો. બાળસુલભ લાલ રંગનું આકર્ષણ અને તેની જાડાઈ તમને એમની તરફ ખેંચી રાખે છે. પણ ભાઈની આમન્યા અને ડર તમને એને અડવામાંથી પણ ખાળે છે. તમે રમતમાં જીવ પરોવો છો, પણ ધ્યાન તો એ મહામુલી, નવી સંપદામાં જ છે. કુટુમ્બની મહામુલી સંપદાનો હીસાબ રાખવાનું ભાઈનું એ પહેલું પગથીયું છે, એનો તો તમને ક્યાંથી ખ્યાલ જ હોય? પણ એ લાલચોળ, પાકા પુંઠાના ચોપડાની કોઈ છુપા ખજાનાનો કેવોક નકશો આપેલો છે; એ જાણવા તમે આતુર છો.

     અને તમે જેની બહુ આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા હતા, એ ક્ષણ આવી પહોંચે છે. ભાઈ તો આખા દીવસના થાક્યા પાક્યા એમના એકના એક બેડરુમમાં સુઈ ગયા છે. બા તો બીચારી એના ઘરકામના ઢસરડામાંથી ક્યાં તમારું ધ્યાન રાખવા નવરી છે. અને આમેય એને ચોપડા સાથે બારમો ચન્દ્રમા! તમારી પોતાની નીરાંતની આ ક્ષણોમાં તમે એ ચોપડાના લાલ ચોળ પુંઠા પર મમતાથી હાથ ફેરવો છો.

     હવે તો બા પણ સુવા જતી રહે છે; અને એ મુલ્યવાન ચોપડો તમારા પુરા ભોગવટામાં આવી જાય છે. નવા બાઈન્ડીન્ગ, અને નવા નક્કોર કાગળની મનલોભક સુવાસ તમારી કલ્પનાના ઘોડાઓને બહેલાવે છે. કોલમ્બસને કેરીયીબન ટાપુની ધરતી દેખાઈ અને તેની ઉપર પહેલી વાર તેણે પગ મુક્યો હશે; ત્યારે જે આનંદ એને થયો હશે; એવો જ કોઈ અપ્રતીમ આનંદ તમને એ ચોપડાનું પહેલું પાનું ખોલતાં થાય છે.

      અને એક સંશોધકની આગવી અદામાં તમે આગળ વધો છો. અજાણ્યા ભયો અથવા આશ્ચર્યોથી સતેજ રહેવા, એકે એક ડગલું ગણી ગણીને ભરતા સાહસીકની જેમ તમે એક પછી એક પાનાં ફેરવો છો. પણ સાવ રેતાળ, રેગીસ્તાન જેવા અને નકરી માહીતીથી ભરેલા એ પાનાંઓમાં તમારો માનીતો કોઈ અડુકીયો, દડુકીયો કે મીયાં ફુસકી નજરે ચઢતો નથી! નવી ઉપજેલ એ નીર્ભ્રાન્તીની ક્ષણોમાં, સાવ કોરી સ્લેટ જેવા નવા પ્રદેશ – અરે! ભુલ્યો – નવા પાનામાં, તમે પદાર્પણ – અરે! અંગુલી પ્રસ્થાન – કરો છો! 

     અને લો! આ મહાન શોધ તમને હાથવગી બની જાય છે. નવા નવા સાંપડેલા અક્ષરજ્ઞાનના પ્રતાપે તમારું ધ્યાન બે અત્યંત લોભામણા અને ચીત્તાકર્ષક અક્ષરો ઉપર કેન્દ્રીત બને છે.

જ અને ઉ

    તમારા કોરી સ્લેટ જેવા બાળમાનસને હીસાબના કે જીવનના જમા ઉધાર શું એની કશી જ ગતાગમ નથી. પણ તમને આ અક્ષરોનો એક જ અર્થ ખબર છે –

    જયેશ અને ઉમાકાન્ત …  તમે અને તમારા ભાઈ !

   અને આ મહાન શોધ તમારા સમગ્ર હોવાપણાને ઉત્તેજીત કરી દે છે. તમારું સમગ્ર અસ્તીત્વ આ બે મહામુલા અક્ષરો દ્વારા ઘોષ પ્રતીઘોષ કરતું રહે છે. અને એ મહાનાદથી અભીભુત થયેલા તમે પાને પાને, બાજુમાં પડેલી પેનના સહારે, તમારા ગરબડીયા હસ્તાક્ષરોમાં એ અમર અક્ષરોનો વીસ્તાર કરી પહેલું કોરું પાનું ચીતરી નાંખો છો.

જમણા પાને –  જયેશ ઉમાકાન્ત
અને ડાબા પાને –   જયેશ ઉપાધ્યાય.

     સંશોધકને પણ શરમાવે એવી તમન્ના, ખંત અને ધીરજથી; અને એક વીજેતાની અદાથી, સુવર્ણાક્ષરે નહીં તો વાદળી અક્ષરો વડે, તમે પહેલેથી શરુ કરીને છેલ્લા પાના સુધીના એ વણખેડાયેલા દરેકે દરેક પ્રદેશને તમારા આ મહાન નામો વડે સર કરી લો છો. ભાઈની આ બધુ કરવાની જવાબદારીમાં તમે તમારા શ્રમનો ફાળો આપ્યો છે તેવો છુપો અને કાલ્પનીક આનંદ પણ ઉપજી ચુક્યો છે. મોડી રાતે આ પરીશ્રમથી સાંપડેલ પરીતોષના ભાવમાં પરીઓ અને રાજકુમારના દેશમાં છેવટે તમે સરી પડો છો.

     અને દુઃસ્વપ્નની જેમ, સવારમાં તમારી જે ધોલાઈ થાય છે તે તો તમે ક્યાંથી વીસરી શકો તેમ જ છો? એ વણખેડાયેલા પ્રદેશો, એ પરીઓ, એ રાજકુમારો, એ અવનવા સાહસો, સઘળાં ધુમ્મસની જેમ વીખેરાઈ જાય છે. તમે ઠોસ ધરતી પર આવીને અડબડીયાં ખાતાં ‘તીસરી કસમ’ ખાઓ છો કે, લાલ ચોપડાના એ પ્રદેશોમાં કદી ફરી પગ ન મુકવો – તમારા મહાન નામને કદી એ છેતરામણા પ્રદેશોમાં મહાલીને અભડાવવું નહીં.

      અને ત્યારથી તમારા હોવાપણામાં હીસાબ માટેની અપ્રતીમ અસુયા અને પોતીકો અને પનોતો પુર્વગ્રહ જન્મ લઈ લે છે.

જયેશભાઈનો બ્લોગ 

મુંબાઈમાં રાતે ચા!

     જયેશ, તમે મુંબાઈના તારદેવ વીસ્તારમાં રહો છો. દરરોજ સાંજે તમારા બીજા બે દીલોજાન મીત્રો સાથે મળવાની તમને આદત છે. તમે ત્રણે મીત્રો ન મળો તો એકેયને ચેન ન પડે એવી ગાઢી એ બીરાદરી છે. બસ સ્ટેન્ડ ઉપર કે કોઈ બંધ દુકાનના ઓટલા ઉપર તમારી ત્રણેની જુગલબંધી રોજ જામતી હોય છે. અલકમલકની વાતો અને ગપાટામાં ક્યાં સમય પસાર  થઈ જાય છે;  તેની એકેયને ખબર પડતી નથી.  

     ભારતના પ્રધાનમંત્રી કે રાજ્યના મુખ્ય મંત્રી કારભાર ચલાવવામાં શું ભુલ કરી રહ્યા છે; એ તમે બહુ ગંભીરતાથી ચર્ચો છો. અથવા ક્રીકેટની ટેસ્ટ મેચમાં કોને કેપ્ટન બનાવવામાં આવે, તો ભારતની ટીમ કાંઈક ઉકાળી શકે;  તે તમારા એ લંબુ મીત્રને બરાબર ખબર છે. વળી કો’ક વાર મીનાકુમારી અને હેમા માલીની એ બેમાંથી વધારે સૌન્દર્યવાન કોણ ? એ બાબતમાં તમારા ત્રણેના પોતપોતાના ખયાલો હોય છે. પણ કદી આ મતભેદોએ તમારી મીત્રતાને ઉની આંચ આવવા દીધી નથી. બધી બાબતમાં અચુક મતભેદ હોવા છતાં, મીત્રતા ટકાવવાની આ બાબતમાં તમે ત્રણે હમ્મેશ એકમત હો છો!

   અને તે દીવસે આવી જ કોઈ ચર્ચામાં ગળાડુબ તમે ત્રણેએ બસ સ્ટેન્ડ પર આવતી છેલ્લી બસને વીદાય આપી દીધી   છે. પણ તમારી વાત એક એવા અગત્યના ત્રીભેટે આવીને ઉભેલી છે કે, તે મહત્વનો નીર્ણય અને એકવાકયતા સાધવાનું  અત્યંત જરુરી બની ગયેલું છે. આમ ન થાય તો વીશ્વશાંતી જોખમમાં મુકાઈ શકે છે!  કદાચ આવતીકાલ સવારે અણુયુધ્ધ પણ છેડાઈ જાય એવી આ ગહન બાબત છે! રોજના નીયમ પ્રમાણે ત્રણમાંથી એક પણ, ‘ જવા દો ને યાર, હવે કાલે વાત.’ એમ આળસ મરડીને બોલવા તૈયાર નથી. ખરેખર કોઈ ગંભીર બીના ઘટવાની છે.

    અને એમ જ બને છે !!!

    હવે રાતના એક વાગી ગયો છે. આ ગહન પ્રશ્નનો ઉકેલ લાવવા, ચાનો એક કપ તમને ત્રણેય જણને બહુ જરુરી લાગે છે. તમે સામેની ફુટપાથ પરની એક દેશી હોટલના સહારે જવાનું સર્વાનુમતે નક્કી કરો છો. કમ સે કમ આ એક બાબતમાં તમારી ત્રણે જણની વચ્ચે એકવાક્યતા સધાઈ ગઈ છે. તમે ત્રણેય મીત્રો એ દુકાન બંધ થાય તે પહેલાં, ચાનો  ઓર્ડર આપવા ઝડપથી એ તરફ પગલાં માંડો છો.

   અને તમને આવતા જોઈ એ શાણો હોટલમાલીક દુકાનનું અડધું પાડેલું શટર પાછું ખોલી દે છે. માત્ર કાઉન્ટર પરની એક જ લાઈટ ચાલતી હતી, એની જગ્યાએ આ ત્રણ મહાનુભાવો પાસેથી છેલ્લો વકરો કરી લેવાની લાલચમાં બીજી ત્રણ લાઈટો ચાલુ કરી, એ તમારો ભાવભીનો સત્કાર કરે છે. ચા બનાવવાનો પ્રાયમસ ક્યારનોય ઠંડો પડી ગયેલો છે. ચા બનાવવાનું તપેલું પણ ઉડકાઈને ચકચકાટ અભરાઈને શોભાવી રહ્યું છે. ભજીયાની કઢાઈ પણ ક્યારનીય ઠંડી પડી; કાલ સવાર સુધીની નીંદરમાં ટુંટીયું વાળીને સુતી છે.  બીસ્કુટના પડીકાં અને પાંઉ કાચની પેટીમાં બંધબારણે આરામ ફરમાવી રહ્યાં છે.

    અને તમે ત્રણ ‘આશા ભર્યાં તે અમે આવીયાં.. ‘ એ મુડમાં હરખભેર હોટલની પાટલી પર સામસામા બીરાજો છો. માલીક મહાશય આંખો ચોળતા રસોઈયાને સાબદો કરે છે; અને થડા પરથી ઓર્ડર લેનાર હોટલ-બોયને હાક મારી બોલાવે છે;  અને તમારી પાટલી તરફ મહાન આશા સાથે મોકલે છે.

    એક મહાન પ્રશ્નની ચર્ચા કરનાર અતી- મહાન વ્યક્તીઓની ટોળીના મુખીયા તરીકે ઓર્ડર આપવાની તમારી જવાબદારી અદા કરવા તમે પ્રવ્રુત્ત બનો છો. અને જયેશ! તમારા મુખમાંથી વાણી સરી પડે છે,  ” ત્રણ કટીંગ…” અને એક કટીંગના દસીયા લેખે ત્રીસ પૈસા તમારા ખીસ્સામાં છે કે નહીં તેની ખાતરી તમે કરી લો છો.

    અને ત્યાંજ  વીશ્વશાંતી તો નહીં, પણ રાતના એક વાગે એ સુમસામ  હોટલની શાંતી તો જરુર જોખમાય છે. બોમ્બ ધડાકો થવાનો હોય એમ હોટલમાલીકના મુખમાંથી એક નોન-પાર્લામેન્ટરી ગાળ સરી પડવાની તૈયારીમાં છે. પણ કાયમ માટે આ બહુ મુલ્યવાન ઘરાક ન ગુમાવવાની લાલચ અને ગરજમાં, શાણા વેપારી તરીકે તે તમને ‘ ત્રીસ પૈસાની, ત્રણ કટીંગ ચા રાતના એક વાગે’ બનાવવાની તેની અશક્તી સમજાવે છે; અને આવતીકાલે સવારે જરુર પધારવાનું પ્રેમભર્યું ઈજન આપે છે.

    તમે ત્રણે પરીસ્થીતીની ગંભીરતા સમજી, ચા મેળવવાની લાલચ રોકી, આ બાબતમાં આગળ ચર્ચા કરવાનું કે હોટલમાલીક સાથે  જીભાજોડીમાં ઉતરવાનું ટાળી, દુકાનનાં પગથીયાં ઉતરી જાઓ છો. ‘ કરું ક્યા, આશ નીરાશ ભયી.’ એમ મનમાં ગણગણતાં તમે ઘર ભણી પ્રયાણ આદરો છો.

   અને વર્શો વીતી ગયા બાદ પણ, જ્યારે તમે ત્રણે મીત્રો મળો છો; ત્યારે એક વાગ્યાની  એ ત્રણ કટીંગ ચાના ઓર્ડરને યાદ કરી મુક્ત મને હસી લો છો. પંચતારક હોટલમાં રાત્રે એક તો શું? – બે કે ત્રણ વાગે પણ તમે કોફી શોપમાં ચા-કોફી પીવા હવે શક્તીમાન છો. પણ એ કટીંગ ચાની મસ્તી એમાં ક્યાં?

      એ હોટલમાંથી એક વાગે માનભેર વીદાયમાન પામવાની યાદ તાજી કરીને તમારા મુખમાંથી શેર અચુક સરી પડે છે ….    ‘ગાલીયાં ખાકર ભી બેમજા ન હુઆ. ‘ 

—————————

જયેશ ભાઈના પોતાના શબ્દોમાં ….

       આ ઘટનામાં તમને રસ પડે ન પડે પણ અમે ત્રણ મીત્રો આજે પણ આ ઘટના યાદ આવે ત્યારે હસીએ છીએ. આ વાત અમે કોલેજમાં હતા ત્યારની છે મધ્યમવર્ગીય દોસ્તો મુંબઇના તારદેવ વીસ્તારમાં રહેતા હતા એક વાર બસસ્ટેંડ પર વાતો વાતોમાં રાતના એક વાગી ગયો. ખબરજ ન પડી. ઘર તરફ જતાં જતાં એક ચાની હોટલ ખુલ્લી જોઇ, અંદર ગયા અને રોફથી ત્રણ કટીંગ ચા મંગાવી. એ વખતે ચા વીસ પૈસામાં ફુલ, અને દસ પૈસામાં કટીંગ મળતી હતી. 

      હોટલ વાળા એ અમને ત્રણેયને ખખડાવી બહાર કાઢી મુક્યા હતા. હા! રીતસરના બહાર કાઢી મુક્યા હતા. આજે પંચતારક હોટલમાં બેસીને ચા પી શકીયે છીએ; પણ એ મજા નથી, જે કટીંગ પીવામાં હતી. અને એ મનસ્થીતી આજે ક્યાંથી લાવવી એ સવાલ પણ ઘણી વેળા ખુદને કરતા હોઇએ છીએ !

—————————–

તેમના બ્લોગની મુલાકાત જરુર લેજો …

http://jayeshupadhyaya.wordpress.com/

—————————–

     અને છેલ્લે … તમને જો રાતે એક વાગે ચા પીવાની આ વાત ગમી હોય; અને તમારા પણ આવા કોઈ દીલ ધડકાવનાર અનુભવની વીશ્વ ગુર્જરીને લ્હાણી કરી ‘ ગમતાંનો ગુલાલ’ કરવો હોય તો, તમારા અનુભવ જરુર  મોકલી આપશો.

     તેમનેય   રાતના એક કે બે વાગે  પણ ‘ ગદ્યસુર’ ઉપર સ્થાન આપવામાં આવશે!

બજારમાં એક અનુભવ – નીતા કોટેચા

      કાલે જરા બહાર જવાનું થયુ.  રસ્તા પર ચાલતી હતી અને બધુ જોતી હતી. ત્યાં એક રીક્ષાવાળાએ પાનની પીચકારી ફેકી. અને ત્યારે જ હું ત્યાંથી પસાર થઈ.  અને મારા કપડાં પર રંગાટીકામ થઈ ગયું.  મે એની સામે જોયું.  એણે ગલવાઈ જઈને ‘ સોરી!  સોરી! ”  કહ્યું.

      મે કહ્યું :  “ભાઈ, તેં મને આજે સોરી તો કહી દીધું; અને હું તને માફ પણ કરી દઈશ. પણ એક શરત છે. જો તુ ઈ માને તો ? “

       બીચારાની હાલત એટલી તો ખરાબ હતી કે એણે કહ્યુ : ” બધું મંજુર છે. “

        મે કહ્યુ “ઠીક છે. તો સાંભળ, તને ના નથી કોઈ વાતની. તું અત્યારે જેના પર થુંક્યો છે એ તને કોઇ ફરીયાદ નથી કરતી. પણ  દરરોજ તું જેટલી વાર, જેની ઉપર થુંકે એટલી વાર તારે એની માફી માંગવાની.  તુ મને આટલું વચન આપ, તો હુ તને માફ કરું.” 

        એ સમજ્યો નહીં.

        મે કહ્યુ : “તુ નાનો હતો ત્યારે તને ખબર ન હતી. અને તુ તારી માતાના ખોળામાં જ બધું કરી નાંખતો હતો. તારી માતા તને પ્રેમથી સંભાળતી હતી અને બધુ સાફ કરી નાંખતી હતી. પણ જો તેં એના મોંઢા ઉપર કોઇ દીવસ થુંક્યુ હોત, તો એ પણ એક તમાચો તને ઠોકી ન દેત? તો આ ધરતીમાતા ઉપર તુ રોજ કેમ આટલું થુંકે છે?  એ તારો આટલો ભાર ઉપાડે છે, અને તુ એનો ઉપકાર માનવાની બદલીમાં હજી આવી રીતે વર્તે છે? “

         આ વાત કેટલાં વર્ષો પહેલાં બાપુની કથામાં સાંભળી હતી જે તે દીવસે કામ લાગી ગઈ.

         એ નીચું મોઢુ કરીને સાંભળતો હતો.  ત્યાં થોડી ભીડ પણ જમા થઈ ગઈ હતી. એમાં કેટલા સારા ઘરનાં ગુજરાતી લોકો પણ હતાં. જેમનાં મોઢામાં પાન અને મસાલાના ડુચા હતાં, એ બધાએ, એ બધું ગળાની નીચે પધરાવી દીધું.  મને એમ થયુ કે ,’ ચાલો! મારુ બોલવુ સફળ થયું.’

         કાલે યાદ રહેશે કે નહીં તેની ખબર નથી; પણ આજે તો અસર થઈ. આવું કેટકેટલું આપણી આજુબાજુ  થતું હોય છે ? પણ આપણે આંખ આડા કાન કરીએ છીએ.  તો શુ આપણે પણ એના જેટલાં જ ગુનામાં નથી?  આપણે કદી વીચારીએ છીએ કે, ‘આપણો દેશ બહારના દેશ જેટલો કેમ સાફ સુથરો નથી?  તો એને સાફ રાખવામાં આપણી કોઈ જવાબદારી જ નહી? ‘

            જ્યારે આપણાં બાળકો બહારનાં દેશમાં એક વાર જઈને આવે છે; પછી એમનેં ભારત દેશ ગમતો નથી.  આમાં ખાલી સરકારને દોશ આપવાથી કાંઇ નહી થાય. આપણે બધાએ સાથે મળીને કાંઈક કરવુ પડ્શે. ચાલો કદાચ બહારના લોકો સાથે ચર્ચા કરવી આપણને ન ફાવતી હોય. પણ કમસે કમ આપણાં બાળકો અને આપણાં સંબધીઓ સાથે બેઠાં હોઈએ;  ત્યારે આ ચર્ચા તો કરી શકીએ ને ?

           આપણો ભારતદેશ મહાન છે. આપણે હજી એને બધી રીતે સરસ બનાવવાનો છે. જો આપણે બધાં થોડી થોડી જવાબદારી ઉપાડી લઈએ તો? 

–   નીતા કોટેચા  

( તેનો બ્લોગ વાંચવા અહીં ‘ ક્લીક ‘ કરો. )

     આ સ્વાનુભવ નીતાના બ્લોગ પર મેં વાંચ્યો ત્યારે જ તેણે મારી ઉપર બહુ જ અસર કરી હતી. બજારની વચ્ચે આ હીમ્મત અને સુઝ બતાવવા બદલ તેને અભીનંદન. નીતાએ મને અહીં તે મઠારીને ફરીથી પ્રકાશીત કરવાની અનુમતી આપી છે;  તે બદલ હું તેનો રુણી છું.  હું તો  સાત વરસથી અમેરીકામાં રહું છું અને આવી વાત કરું તો ઘણાંને કદાચ ન પણ ગમે. પણ નીતા તો જન્મથી જ મુંબાઈમાં છે; અને ભારતની બહાર તેણે કદી પગ પણ મુક્યો નથી. 

     તમને લાગે છે કે, નીતાની વાત સાચી છે?