સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: વર્તમાનમાં જીવન

ફરિયાદ ન કર.

શ્રી. શ્રીરવિશંકર વાણી

ચિત્ર પર ‘ક્લિક’કરો

અભરે ભરાઈ એવી એકેક ક્ષણ મળી છે

અભરે ભરાઈ એવી એકેક ક્ષણ મળી છે,
કોઈ વિશેષ એને છલકાવવા ન ઇચ્છે !

રાજેન્દ્ર શુક્લ

———-

‘લયસ્તરો’ પર આજના યુગના ઋષિકવિની રચનાનો આ મત્લો વાંચી મન મહોરી ઊઠ્યું.  ( આખી ગઝલ અહીં… )

આ પળ તો મહોરાયું !

કાશ જીવવાની આવી રીત મળી જાય…

માધવ રામાનુજ ની જેમ આપણેય લલકારી ઊઠીએ..

આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.

 

 

અફલાતૂન તબીબ, ભાગ– ૯ : ઘડપણ (શારીરિક અને માનસિક)

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      અડસઠ વરસના આ ખોળિયામાં મશીનરી જૂની થઈ છે. ક્યાંક ચડચડાટી, બોલે છે; ક્યાંક શ્વાસની ધમણ હાંફે છે. દબાણ વધી જાય છે. ચાલતાં ચાર વાર અટકવું પડે છે – બેસવાની જગ્યા શોધવી પડે છે. દાદરા ચઢતાં કે ઉતરતાં એક પગ પર જ વજન લેવાની કાળજી રાખવી પડે છે; અને સહેજ ચૂક્યો તો ઘુંટણે સોજા આવી જાય છે. સહેજ વજન ઊંચકાઈ જાય તો અંગૂઠો મચકોડાઈ જાય છે. ક્યારેક કમર ઝલાઈ જાય છે; તો ક્યારેક ખભા. રાતે ઉંઘ આવતી નથી; અને દહાડે ગમે ત્યારે આંખો ઘેરાઈ જાય છે. કાને ઓછું સંભળાય છે; ચશ્માં ચઢાવ્યા વિના વંચાતું નથી. વિગેરે… વિગેરે..

      ઘડપણની જમાનાજૂની વ્યથાઓ.

      અને મનની હાલત તો એનાથીય નાજૂક છે. સહેજમાં માઠું લાગી જાય છે. નાની નાની વાતો ભૂલી જવાય છે. અને કોઈક સહેજ જ  વાંકું બોલે તો ક્યાંય સુધી  ભુલાતું નથી! પોતાના વિચાર અને મન્તવ્યની વિરુદ્ધ કોઈ કહે, તો ચર્ચાનો કેડો મેલાતો નથી.

‘હવે ગલઢા થયા.’ એ ખયાલ આથમતો જ નથી!

      ઘણી બધી ગનાનની વાત્યું વાંચી, સાંભળી, વિડિયો જોયા, ગલઢાઓ હારે ચર્ચાઓ  કરી. પણ.. કશું જીવનમાં ઉતરતું નથી.

‘બની આઝાદ’ના લેખો લખ્યા – પણ આઝાદી ન મળી.
‘અંતરની વાણી’ લખી; પણ પ્રગટી નહીં.

     કશો ઈલાજ?

     થોડો પ્રકાશ ‘એખાર્ટ ટોલ’ની ‘આજની ઘડી રળિયામણી’ – ‘Power of Now’ વાંચતાં પડ્યો.  દાદા ભગવાનની પ્રતિક્રમણની વાતને અમલમાં મૂકતાં બહુ રાહત થઈ. પણ આ તો બધું માનસિક.

    શરીરના ઘસાયેલા પૂર્જાઓનું શું? આંખનો લેન્સ કાઢી ‘નેત્રમણિ’ મૂકાવ્યો અને કાને કર્ણનાં કુંડળ જેવાં હિયરિંગ એડ ચઢાવ્યાં. દાંતના નર્વ કપાવી ઉપર કેપ્યું ચઢાવી. પણ ચઈડ ચઈડ બોલતાં ઘૂંટણનું શું? શ્વાસ ભરાઈ જાય તે ફેફસાં બદલાતાં હશે?! અને પ્રેશરની ગોળીઓ ક્યાં સુધી લીધા કરવાની?

     અમદાવાદ ગયો ત્યારે ભત્રીજી કૌમુદીએ ‘આર્ટ ઓફ લિવિંગ’ની વાત કરી. એ વળી શું નવતર છે, એ જાણવા એના ક્લાસ ભર્યા- પણ કુતૂહલ સંતોષવા પૂરતા જ. અડાલજ જઈ જૂના મિત્ર રામભાઈના પ્રતાપે, દિપકભાઈ સાથે જાહેરમાં ગોઠડી પણ કરી. પરમ મિત્ર શરદ ભાઈએ ઓશોવાણી આગળ ધરી, અને શ્વાસની કસરતો પણ શિખવાડી.

પણ અમલીકરણમાં મીંડું.

     પણ આ બધી નીરાશામાં આશાનું એક કિરણ ૮મી જુલાઈએ પડ્યું. અહીં અરવિનમાં ‘આર્ટ ઓફ લિવિંગ’નો રિપીટર કોર્સ થતો હતો; એમાં જિંદગીમાં પહેલી વખત રિપીટર બન્યો! એનો એકડો ફરી ઘૂંટ્યો. આવી દરેક તાલીમ વખતે લેવાતો સંકલ્પ પણ કર્યો,” આ તાલીમ ચાલુ રાખીશ.”

અને આ શું?

न भूतो न भविष्यति॥
જેવું કાંઈક થઈ ગયું.

       ત્રણ દિવસની તાલીમ પછી રોજ પ્રેક્ટિસ ચાલુ રહી! ખાસી ૪૫ મિનીટ, અને તેય આજ દિન લગણ.

કેવી પ્રેક્ટિસ?

 • સૂક્ષ્મ યોગ અને યોગાસનો – જુદી જુદી ૩૮ રીતે. – ૨૫થી ૩૦ મિનીટ
 • પ્રાણાયમ – ત્રણ જુદી જુદી રીતે , દરેક છ થી આઠ વખત
 • ભર્સ્તિકા પ્રાણાયમ – વીસ વીસના ત્રણ રાઉન્ડ
 • ઊંડા શ્વાસ લઈ, ૐ કાર ઉચ્ચાર – ત્રણ વખત.
 • સુદર્શન ક્રિયા( સોsહમ મંત્ર સાથે)- ધીમી(૨૦), મધ્યમ(૪૦), અને ઝડપી(૪૦)ના બે રાઉન્ડ
 • શબાસનમાં શ્વાસ નિરીક્ષણ સાથે ધ્યાન.
 • જમણે પડખે ફરીને કેવળ આરામ.

અને સાથે ઉમેરાયાં …

 • દિવસમાં ત્રણ વખત એખાર્ટ ટોલનું પ્રેક્ષાધ્યાન.
  • સવારે આંખ ઉઘડે ત્યારે
  • બપોરે જમ્યા બાદ વામકુક્ષી શરૂ કરતાં
  • રાત્રે સૂતાં પહેલાં.
 • હાઈડ્રો થેરાપી – બને તેટલું વધારે પાણી પીવું. એમાં તો પાણીની શીશીઓ ભરાવા માંડી અને એનું અવલોકન પણ લખાઈ ગયું!
 • ફળ બિલકુલ ખાતો ન હતો, તેની જગ્યાએ દિવસમાં ત્રણેક વખત ફળ ખાવાનાં ચાલુ કર્યા.
 • ચામાં અઢી ચમચી ખાંડ વગર ચાલતું ન હતું; એની જગ્યાએ એક જ ચમચી થઈ ગઈ. અને બપોરની ચા તો બંધ જ થઈ ગઈ.
 • કૂકી, ચોકલેટ વિ. ઘરમાં રાખવાનું જ બંધ કરી દીધું.
 • અધ્યાત્મ અને જીવન પ્રેરક સાહિત્યનું રોજ વાંચન.
 • રાતે સૂતા પહેલાં ‘પ્રતિક્રમણ’ – દસ મિનીટ
 • સતત ‘ હું શુદ્ધાત્મા છું.’ – એ ભાવનું રટણ.

શા ફાયદા થયા આ એક મહિનાની સાધનાથી?

 • બી.પી.ની ગોળી રોજ બેને બદલે એક જ કરી શક્યો. કદી પ્રેશર ૧૩૦થી ઉપર જતું નથી.
 • ઘુંટણનો દુખાવો લગભગ ગાયબ. પલાંઠી વાળીને બેસવામાંય દુખાવો થતો હતો; તેની જગ્યાએ પૂરી એક મિનીટ વજ્રાસનમાં બેસી શકાય છે.
 • ચાલતાં થાક લાગતો નથી; થાપા દુખતા હતા, તે બંધ થઈ ગયું.
 • બપોરની વામકુક્ષી બે કલાકની જગ્યાએ માત્ર ૧૦ મિનીટ જ– થ્રી ઈડિયટના વાઈરસ ની ‘પાવર નેપ’!
 • રાત્રે સરસ મીઠી, ઘસઘસાટ ઉંઘ. ઊઠતાં જ અજીબો ગરીબ ‘ધારા પ્રવાહ’ થી સભર વિપશ્યના ધ્યાન.
 • ગુસ્સો, અકળામણ, ચિંતા, અધીરતા લગભગ ગાયબ. કદી ન અનુભવી હોય એવી મોકળાશ અને શાંતિ.
 • બ્લોગની જાહેરાત કરવાની વૃત્તિ નિર્મૂળ થઈ ગઈ.
 • સરસ મજાની વાત…
  • વલીદા અમારે ઘેર પધારવાના છે. આવા મહેમાનોની આગતા-સ્વાગતાની  તૈયારીઓ મોટે ભાગે આદત અને આવડતના જોરે, મારી પત્ની જ્યોતિ સંભાળતી આવી છે. આ લખ્યું એ દિવસે આ જણે ત્રણ ખૂટતી ચીજો એને સૂચવી.
   અને એના આશ્ચર્ય સાથેના ઉદ્‍ગાર,” આ વળી તમને ક્યાંથી સૂઝ્યું? આનો તો મને પણ ખ્યાલ ન હતો.”
   વાહ, રે! મેં વાહ! મારું ભૂલકણાપણું પણ ઓસરવા માંડ્યાના એંધાણ…સાઠે ગયેલી થોડી પાછી આવી!!

બોલો આને કહેશો ને? અફલાતૂન તબીબ?

પણ કોણ છે એ તબીબ?

ઘણા બધા ..

ગોએન્કાજી, શ્રી. શ્રીરવિશંકર, દાદા ભગવાન, નીરૂમા, દિપકભાઈ, ઓશો, એખાર્ટ ટોલ,

અને

         પથપ્રદર્શકો  શ્રી. હેમન્ત પંડ્યા, રામભાઈ( બોડીવાલા), કૌમુદી જાની, શરદ શાહ, પ્રજ્ઞાબેન વ્યાસ, પ્રવીણ/ મીનાબેન ઠક્કરનો ખાસ આભાર.

     આ ઉપરાંત ઉત્સાહ વધારનારા અનેક મિત્રો અને અલબત્ત ……..વ્હાલાં કુટુમ્બીજનો તો ખરાં જ.

એ સૌનો આ અદભૂત અને
કદી મૂકવા મન ન થાય તેવા
અનુભવ માટે
હૃદયપૂર્વક આભાર.

——————————————————————————

સંદર્ભ …..
‘ઓશોવાણી’ 
દાદા ભગવાન – અક્રમ વિજ્ઞાન

યુવાનો અને યુવતિઓને…..

એમ ન બને કે,
–  કદાચ આ તબીબી ૬૦+ ની જેમ ૧૬+ કે ૬+ ને પણ રામબાણ પૂરવાર થાય?
–  ૬૦+ બધા થવાના તો છે જ. પણ એ સમો આજીવન ઢૂંકડો જ ન આવે?

એમ પણ બને!

વર્તમાનમાં જીવન – અનુવાદ બંધ થાય છે.

અત્યંત આનંદ સાથે જણાવવાનું કે, આ પુસ્તકનો અનુવાદ  2006ની સાલમાં શ્રી. બકુલ રાવળ દ્વારા કરવામાં આવ્યો છે. આથી આજની તારીખથી તેનો અનુવાદ કરવાનું બંધ કરું છું.

પુસ્તક પ્રાપ્તિ અંગેની વિગત

લેખક – શ્રી. એખાર્ટ ટોલ

અનુવાદક : શ્રી. બકુલ રાવલ

પ્રકાશક :   યોગી ઈમ્પ્રેશન્સ

કિમત :  195/- રૂ.

વેબ સાઈટ

——————————————–

હું જે અનુવાદ કરી રહ્યો હતો; તેનું ભાવ પૂર્વક , વિદ્વત્તાસભર વિવેચન લખવા માટે શ્રી. વલીભાઈ મુસાનો અંતઃકણ પૂર્વક આભાર માનું છું.

તેમણે લખેલ વિવેચનાત્મક લેખ વાંચવા અહીં ‘ ક્લિક’ કરો.

સુરક્ષિત: પ્રકરણ – 1 : લાગણી – શરીરની મન તરફ પ્રતિક્રિયા- 1

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો:

સુરક્ષિત: પ્રકરણ – 1 : જાગૃતિ – વિચારની પાર ઉત્થાન : 3

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો:

સુરક્ષિત: પ્રકરણ – 1 : જાગૃતિ – વિચારની પાર ઉત્થાન : 2

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો:

સુરક્ષિત: પ્રકરણ – 1 : જાગૃતિ – વિચારની પાર ઉત્થાન

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો:

સુરક્ષિત: પ્રકરણ – 1 તમે તમારું મન નથી : 6

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો:

સુરક્ષિત: પ્રકરણ – 1 તમે તમારું મન નથી : 5

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો: