સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: વિડિયો

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે

અરવિંદ આશ્રમ, પુડિચેરી ખાતે સ્વ. ‘સુંદરમ’ રચિત, પરમપૂજ્ય માતાજી અને પરમતત્વની આ સ્તૂતિ ગુજરાતના અરવિંદ – માતાજીના ચાહકોની માનિતી સ્તૂતિ છે. પણ, એથી વિશેષ – અમારા કુટુમ્બના પૂજ્ય વડીલો સ્વ. ભીખાભાઈ અને શારદાગૌરી જાનીની પણ આ માનિતી સ્તૂતિ હતી. અમારા કુટુમ્બમાં એ નિયમિત ગવાતી. આજે જ્યારે કુટુમ્બના સભ્યો વિશ્વભરમાં ફેલાઈ સ્થાયી થયા છે, ત્યારે એમને તેમ જ અરવિંદ, માતાજીના સૌ ગુજરાતી ચાહકોને આ સ્તૂતિ – વિડિયો અમૃતના ઓડકાર સીંચશે – એવી અભ્યર્થના છે.

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….આનંદમયી, આનંદમયી, આનંદમયી….

તવ મહામુદાના ધામ ત્યહીં.
અમ અલ્પમુદાના ધામ,ઠામ,મુકામ અહીં.
તવ પરમ હર્ષના સાગર કેરી છોળ.
અમ ક્લેશ દુઃખના ઘોર અહીં વંટોળ.
તું આવ લઈ (3), તવ ધસમસ, નંદ-પ્રચંડ તણા રસપૂર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

ચૈતન્યમયી, ચૈતન્યમયી, ચૈતન્યમયી
તવ ઊર્ધ્વચિતિના ગગન ત્યહીં,
અમ ચિતિધરાના તમસ ઘોરમાં મગન અહીં.
તવ પ્રખર ચૈત્યના ઝળહળતા રવિરાજ
અમ ટમટમ દીપક દીન તણાં અહીં કાજ
તું આવ લઈ (3), તવ છલછલ ચેતન તણા સભર અંબાર
તું આવ અહો.(3)\ આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

સત્યમયી, સત્યમયી, સત્યમયી
તવ સ્વર્ણજ્યોતિની સૃષ્ટિ ત્યહીં
અમ તમસ છાયી લઘુ દ્રષ્ટિ અહીં.
તવ પ્રખર તેજના દીશ દીશ ભરતાં નીર
અમ મનમનના આ પંક સહુ મલીન સહુ તીર
તું આવ લઈ (3), તવ ઉજ્જવળ ઝળહળ, ભર્ગ તણા ભંડાર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

પરમે, પરમે, પરમે, પરમે,
તવ વિશ્વપારના પવન ત્યહીં
અમ ભૂમીજડિત સહુ ક્રમણ અહીં,
તવ સૃષ્ટિ સર્વને ક્રમી જતા નિત, નૂતનતમ સંચાર
અમ ડગમગ પડતા કદમોનો આ શોક,મોહ, સંસાર
તું આવ લઈ (3), તવ દિવ્ય જગતના ભવ્ય મધૂર ઝંકાર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે
….

– સુંદરમ

અને… એ સ્તૂતિ પર મારા વિચારો અહીં –

સુંદરમ સાથે એક સાંજ

આ પણ અહં!

અહં ઓગાળવાની, એનાથી વિમુક્ત થવાની શાણી સલાહ આપણને બહુ આપવામાં આવે છે. પણ મોટે ભાગે એવી સલાહ આપનારા ઉપદેશકોનો બહુ મોટો દિવ્ય અહં હોય છે!

આજે આ વિડિયો જોવા મળ્યો અને મન વિચારે ચઢી ગયું –

એ ભૂલકાનું નીચે ઊતર્યા બાદનું સ્મિત

👇

આ પણ અહં જ ને?

ના!
આ કુદરતે આપણને
બાળપણથી આપેલી
બહુ મોટી સંપદા છે.

આપણી ક્ષમતાને અતિક્રમીને નવાં ક્ષિતિજો સર કરવાની, પાયાની મનોવૃત્તિ . આ પણ અહં નો જ એક ફાંટો – પણ સાવ કુદરતી . આપણે કદી એ ન ભૂલવું જોઈએ કે,

આપણને મળેલી એ બક્ષિસને

આમ કુદરતી રીતે ,

ફરીથી વાપરતા થઈએ તો ?

वापस आना पडता है ।

-अमिताभ बच्चन

वापस आना पड़ता है, िर वापस आना पड़ता है,
जब वक्त की चोटें हर सपने हर लेती हैं,
जब राह की कीलें पग छलनी कर देती है,
ऐसे में भी गगनभेद हुंकार लगाना पड़ता है,
भाग्य को भी अपनी मुट्ठी अधिकार से लाना पड़ता है,
वापस आना पड़ता है, वापस आना पड़ता है.
कहां बंधी जंजीरों में हम जैसे लोगों की हस्ती, ध्वंस हुआ,
विध्वंस हुआ, भवरों में कहां फंसी कश्ती,
विपदा में मन के पल का हथियार चलाना पड़ता है,
अपने हिस्से का सूरज भी खुद ींचकर लाना पड़ता है,
त्थर की बंदिश से भी क्या बहती नदियां रुकती है,
हालातों की धमकी से क्या अपनी नजरें झुकती है,
किस्मत से हर पन्ने पर किस्मत लिखवाना पड़ता है,
जिसमें मशाल सा जज्बा हो वो दीप जलाना पड़ता है,
वापस आना पड़ता है, फिर वापस आना पड़ता है

एक न्यूझ चेनल पर

યોગ

યોગ વિશે વિદેશમાં તો ગેરસમજૂતિ હોય – પણ દેશમાં પણ આ બાબત બહુ અજ્ઞાન પ્રવર્તે છે. અમદાવાદનાં યોગ શિક્ષિકા રીટા જાનીનો આ વિડિયો એ બાબત સાચી સમજ આપે છે –

ગ્રીષ્મ – વિડિયો

ઘણા વર્ષ પહેલાં, જ્યારે સંસ્કૃત આધારિત છંદમાં ગુજરાતી કવિતા લખવાનો ધખારો હતો ત્યારે….
વસંતતિલકા છંદમાં એક સોનેટ લખ્યું હતું – આ રહ્યું

બહેનો લતા હિરાણી, દીપ્તિ દોશી અને અંજના શુકલના સહકારથી એનો વિડિયો તરતો મૂક્યો –

સ્ક્રેચ અંતાક્ષરી

સ્ક્રેચ પર હોબી પ્રોજેક્ટ બનાવવા અને અવનવા વિડિયો બનાવવા – આ જણના બે શોખ.

એ બન્નેનો સમન્વય એટલે –

જુસ્સાથી ભરેલા એવા બીજા એક શોખ
ઈ- વિદ્યાલયની ચેનલ પર –
દીકરી સમાન હીરલ શાહે
પોતાનો અવાજ ઉમેરીને બનાવેલ આ વિડિયો –

સ્ક્રેચ પર એ પ્રોજેક્ટ આ રહ્યો –

એવું ના બને? – વિડિયો રૂપે

સાભાર – શ્રીમતિ અંજના શુકલ – સ્વર આપવા માટે

‘ગુગમ’ વર્ષા ગીત ગાન

Exchange offer

ગુજરાતી બ્લોગ પર અંગ્રેજી શિર્ષક ?
હા, સકારણ.
મારી ભત્રીજી સોનિયા મહેતાએ મોકલેલ લિન્ક પરનો આ વિડિયો જોયો
………અને ગમી ગયો

અને ….
એક જ પ્રતિભાવ
અમારા જેવા અનેક વયસ્કોના

પાછળના જીવનમાં વસંત લાવી દેનાર
નવી પેઢીને
શત શત વંદન

સમજદારીના પડદાઓ – મરીઝ

મરીઝ

હતા દિવાનગી ઉપર સમજદારીના પડદાઓ.
તને પૂછી રહ્યો છું હું, તને મળવાના રસ્તાઓ.

જીવન પૂરતી નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ.
મરણની બાદ પણ બાકી રહી ગઈ હસ્તરેખાઓ.

કોઈ પાળે ન પાળે, ધર્મના કાનૂન બાકી છે.
પથિક આવે નહીં તો પણ, મળી રહેવાના રસ્તાઓ.

બધો આધાર છે, એના જતી વેળાના જોવા પર
મિલનમાંથી નથી મળતા, મુહબ્બતના પૂરાવાઓ.

‘મરીઝ’ એથી વધુ શું જોઈએ, યાદી શરાબીને?
મદિરાલયમાંહી ભટકે છે, હજી ટૂટેલી તોબાઓ.