સોશિયલ મિડિયા વિશે ઘણો બળાપો અહીં વિવિધ રીતે રજુ કર્યો છે. એ વિચારોના કારણે દોઢેક મહીના પહેલાં બધાં સોશિયલ મિડિયામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો પ્રયોગ કર્યો હતો.
પણ પંદરેક દિવસ પછી જણાયું કે, માણસ તરીકેની પાયાની સામાજિક વૃત્તિના સબબે એ કુદરતી વાત નથી. આથી ૧૯, જાન્યુઆરીના રોજ બીજો પ્રયોગ આદર્યો – સાવ જૂની , ૨૦૦૦ ની સાલ પહેલાંની સામજિક સમ્પર્કની રસમ –
ફોન !
એ વાતને મહિનો વીતી ગયો. એનું સરવૈયું કાઢતાં આનંદ ઊભરાઈ આવે એવો આંકડો ઉપસી આવ્યો – ૪૩ મિત્રો સાથે ફોન પર વાત થઈ! એ સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર. દરેક વાત સાથે એક પડઘો પણ અવિરત સંભળાયો –
ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો, ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.
હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને, લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.
એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું, એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.
આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને, એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !
જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને, મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.
ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું, હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?
પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો, આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !
હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી, જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
– ખલીલ ધનતેજવી
અને હવે…… ગઝલાવલોકન
એમના અવસાન કાળે જીવન અને મરણ વિશેની આ ગઝલ એ બન્ને વિશે ઘણું બધું કહી જાય છે. ગઝલાવલોકનમાં કાવ્ય રસ દર્શન કરવાની ઝંઝટ નથી હોતી; એટલે સીધા જ મનમાં આવેલા વિચારો-
જીવનની ભરબપોરે ગુમાનમાં ચકચૂર આપણને આપણો પડછાયો દેખાતો નથી હોતો ! અજ્ઞાનથી ભરેલી અંધારી મધરાતે પણ આપણો નકારાત્મક દેહ આપણે જોઈ શકતા નથી હોતા. પણ જીવનની હકીકત એ છે જ કે, આપણે હર ક્ષણે મરતા હોઈએ છીએ! આપણી મગરૂરીમાં મુસ્તાક એવા આપણને એ ભાન નથી હોતું કે, મરણ એક એક ક્ષણે નજીક આવતું જ હોય છે –
અચૂક ……
મોટા ભાગે તો આપણે મડદા જેવા જ મુડદાલ હોઈએ છીએ. જીવતા હોવાનો તો એક ખયાલ જ હોય છે. આપણને જીવવું શી રીતે એ શીખવવામાં જ આવ્યું નથી હોતું – ભલે પી. એચ.ડી. સુધીની ‘ઉપાધિ’ પ્રાપ્ત કરી હોય! પીપળા જેવો ઊંચો આપણો અહંકાર દિવાલ ફાડી નાંખે તેવો હોય છે.
બહુ જ આઘાતજનક સમાચાર . અંતરયાત્રાના એક સાથી , ડોંમ્બીવલી – મુંબઈ નિવાસી શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કર હવે નથી.
હું તો જાણે છું- પુષ્કળ પ્રકાશનો પૂંજ પૂંજ, તેજવર્તુળ વ્યાપ છું. શૂન્યનો અનંત વિસ્તાર છું, ચોફેર ચળકતી ચેતનાનો ચાપ છું.
અવસાન ૨૨. માર્ચ – ૨૦૨૧
ત્રણ વખત અમે મળેલા. બે વાર સાથે માધવપુર( ઘેડ) ગયેલા. ઈમેલ અને વોટ્સ એપ પર ખટાપટ , મીઠા ઝગડા અને દિલની વાતોની આપલે હવે ભૂતકાળની ઘટનાઓ બની ગઈ. કોવિડે એક દિલોજાન મિત્ર ઝૂંટવી લીધો .
સેલફોનના વધતા જતા ઉપયોગ સાથે ઈમેલ વ્યવહાર બહુ સીમિત બની ગયો છે. એવી જ હાલત મોટા ભાગની ગુજરાતી વેબ સાઈટો અને બ્લોગોની છે. આથી ૯ ડિસેમ્બર – ૨૦૧૯ ના રોજ નીચે દર્શાવેલ લોગોવાળું વોટ્સ એપ ગ્રુપ ચાલુ કરવામાં આવ્યું છે. એનું આ શ્વેતપત્ર વાંચવા વિનંતી છે – https://gujaratigarima.blogspot.com/2020/01/blog-post.ht
એમાં સોશિયલ મિડિયાની ચીલાચાલુ રીત રસમ કરતાં એક નવો જ અભિગમ રાખવામાં આવ્યો છે.
જો કોઈ મિત્ર એમના મિત્રને જોડાવા કહે અને તે કબૂલ થાય તો જ એમાં એમને ઉમેરવા. નવા જોડાનાર મિત્રે ગુગમની કોઈ એક પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ અને નીચેની બાબતો અંગે સંયમ પાળવો જોઈએ –
૧. કોઈ પણ જાતની બાબત ફોર્વર્ડ કરવા પર પ્રતિબંધ
૨. કોઈ પણ જાતની પ્રશંસા કે ટીકા ( Likes, eMoji પણ )ની જાહેરમાં અભિવ્યક્તિ પર પ્રતિબંધ
૩. પોતાની રચના મૂકવા પર પણ પ્રતિબંધ
તો તમને થશે કે, વ્યવહાર શી બાબત અંગે ? આ રહ્યા નવા નૂસખા –
ગુજરાતની ગરિમા ઉજાગર કરે તેવી નીચેની બાબતો
ક) સોમવાર – ઈતિહાસ/ પુરાતત્વ/ કળા અંગેની ક્વિઝ
ખ) મંગળવાર – શબ્દ રમત
ગ) ગુરૂવાર – જનરલ ક્વિઝ
ઘ) શુક્રવાર સાહિત્ય ક્વિઝ
ચ) વાચિકં – જાહેર કરવામાં આવે તે વિષય પર સભ્ય મહત્તમ બે મિનિટની વોઈસ ક્લિપ મોકલે. મળેલ સૌ સંદેશ પરથી વિડિયો બનાવવામાં આવી યુટ્યુબ પર તરતો મૂકવામાં આવે છે.
છ) શનિવાર – કોઈ એક ગુજરાતી કલાકારનો પરિચય
જ) રવિવાર – કોઈ એક સેવાલક્ષી ગુજરાતી સંસ્થાનો પરિચય
ઝ) અવારનવાર કોઈ એક ચિત્ર / વિડિયો / શેર કે વિચાર પર ચર્ચા ચોરો
ટ) તંત્રી ( સુરેશ જાની) ની પરવાનગી લીધા બાદ ગુજરાતની ગરિમાને ઉજાગર કરે તેવા સમાચાર
ઠ ) કોઈ નવી સામૂહિક પ્રવૃત્તિ શરૂ કરવા કોઈ સભ્યને ઉમંગ થાય અને તંત્રીને જાણ કરે અને યોગ્ય લાગે તો તે પણ સહર્ષ શરૂ કરવામાં આવશે.
ડ) ગુજરાતીમાં લખાણ માટે આગ્રહ નથી, પણ તેમ કરવું આવકાર્ય છે.
વાચિકં માં ભાગ લેવા પાંચ દિવસનો અને બીજી કોઈ વર્કશોપમાં ભાગ લેવા ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે – અને તે પણ તેના સંચાલકને અંગત રીતે જ મોકલવાનો હોય છે. માત્ર ચર્ચા ચોરો જ જાહેર પ્રવૃત્તિ હોય છે.
હાલ ગ્રુપમાં ૧૫ સક્રીય સભ્યો છે. પણ ગુગમના આ વિચારનો વ્યાપ થાય એ હેતુથી વધારે સભ્યો ઉમેરવાનો વિચાર છે. પણ સભ્ય સંખ્યા ૫૦ થી વધારે વધવા દેવામાં નહીં આવે. જો કોઈ અઠવાડિયામાં વ્યસ્તતાના કારણે સભ્ય ભાગ ન લઈ શકે, તો તે ગનીમત; પણ જો એક મહિના સુધી આમ ચાલુ રહે તો એડમિન તરફથી તેમનું ધ્યાન દોરવામાં આવશે.
જો તમને આ બાબતો યોગ્ય લાગતી હોય અને જોડાવા વિચાર હોય તો મને તમારો સેલ ફોન નં. આપવા વિનંતી છે. આશા છે કે, ગુગમની ભાવના અને ઉદ્દેશને ઉજાગર કરવાના આ અભિયાનમાં તમે જોડાશો. તમારા મિત્રોને પણ આની જાણ કરશો , તો આભારી થઈશ.
તમે માનશો નહી; ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની OPD [આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ] 1000 થી વધુ થાય છે. રોજના 25 થી વધુ ઓપરેશન થાય છે. સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે. સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની આ વાત છે. આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે. પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે.
તમે નહી માનો; આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી. ધર્મ/જ્ઞાતિ/જાતિના ભેદભાવ નહી; માત્રમાનવસેવા. સારવાર મફત. દવાઓ મફત. જમવાનું મફત. ઓપરેશનનો પણ કોઈ ચાર્જ નહી. દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. આ આરોગ્યધામ 9 જન્યુઆરી, 2011 માં 5 કરોડના ખર્ચે બન્યું.
આનો વિચાર 2005 માં શિવરાત્રિના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો. તેમ ણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે. તેમણે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવ્યું. પાસે એક રુપિયો નહી. નિર્દોષાનંદજી પૈસાને સ્પર્શ ન કરે. લાકડી અને કમંડળ તેની સંપતિ. સ્ટ્રસ્ટીઓ મૂંઝાય. નિર્દોષાનંદજીને પૂરો આત્મવિશ્વાસ; કહે : ‘માનવતા મોટી છે, થઈ જશે. માનવસેવા જ પ્રભુસેવા. દર્દી દેવો ભવ !”
નિર્દોષાનંદજીની સુવાસ તો જૂઓ – શરુઆતમાં જ 4 કરોડનો ફાળો થયો. દાતાઓ પણ કેવા? 2011 થી ખીમજીભાઈ દેવાણી દર મહિને 5 લાખ આપે છે. 13 આજીવન દાતાઓ છે; જે દર મહિને 1 લાખ આપે છે. બીજા પણ દાતાઓ છે. 31 ઓક્ટોબર, 2019 ના રોજ ભોજનાલયનું ખાતમુહૂર્ત છે; જે 4 કરોડના ખર્ચે તૈયાર થશે; તેના દાતા છે – ધનસુખભાઈ દેવાણી; એકલા જ. આ હોસ્પિટલને 9 વર્ષ એટલે કે 3000 દિવસ થયા; તેની ઊજવણી છે. અત્યાર સુધીમાં 14,36,257 OPD સારવાર; 37,453 સર્જરી; 5,84,437 અન્ય વિભાગોમાં સારવાર; 6,418 પ્રસૂતિઓ; 7,381 મોતિયા/ઝામર/વેલના ઓપરેશન અને 21,02,800 ભોજનાર્થીઓ
દર્દીઓને સવાર-સાંજ ગાયનું તાજું દૂધ. સગર્ભા મહિલાઓને શુદ્ધ ઘીની સુખડી અને ઓસડિયાયુક્ત પાક. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સ્વામીજીને દિલથી નમન. તેમણે દર્દીઓને દેવ માની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે. તેઓએ ધાર્યુ હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત. ભક્તોના દાનમાંથી ભોગ વિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત. પણ ના, એમનું સાદું, સરળ ને શિવ પરાયણ જીવન હતું. તેમના જીવનમાંથી મારે, તમારે, કથાકારોએ બાપુઓએ, સ્વામીઓએ, દાદાઓએ, દીદીઓએ, ગુરુદેવોએ, ગાયકોએ, સાહિત્યકારોએ, સંતો, મહંતોએ પ્રેરણા લેવી જોઈએ. માત્ર મીઠી મીઠી ને સારી સારી વાતો કરવાથી કાંઈ ભગવાન રાજી નહી થાય, દેશ આગળ નાઆવે. તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે; એટલી તકેદારી લેશો.
આજથી ૧૦,૦૦૦ વર્ષ પહેલાનાં સમયમાં આકાર લેતી આ નવલકથા તમને એક સાવ અજાણ્યા પ્રદેશ, સમય અને સમાજમાં દોરી જશે. પણ એમાંથી ઉજાગર થતાં પાયાનાં માનવમૂલ્યો અને લાગણીઓ તો એકવીસમી સદીના આ ઈન્ટરનેટ યુગમાં પણ એટલાં જ પ્રસ્તુત લાગતાં તમે જોઈ શકશો.
વાચકોના પ્રતિભાવ