સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: સુવિચાર

દીકરો અને દીકરી


સાભારશ્રી, વિનુભાઈ સોની – મેન્સફિલ્ડ , ટેક્સાસ

સ્રોતઅજ્ઞાત 

———————————————————-

 • દીકરો વારસ છે
  • દીકરી પારસ છે!
 • દીકરો વંશ છે
  • દીકરી અંશ છે!
 • દીકરો આન છે
  • દીકરી શાન છે!
 • દીકરો તન છે
  • દીકરી મન છે!
 • દીકરો માન છે
  • દીકરી સ્વમાન છે!
 • દીકરો સંસ્કાર છે
  • દીકરી સંસ્કૃતિ છે!
 • દીકરો આગ છે
  • દીકરી બાગ છે!
 • દીકરો દવા છે
  • દીકરી દૂવાં છે!
 • દીકરો ભાગ્ય છે
  • દીકરી વિધાતા છે!
 • દીકરો શબ્દ છે
  • દીકરી અર્થ છે!
 • દીકરો ગીત છે
  • દીકરી સંગીત છે!
 • દીકરો પ્રેમ છે
  • દીકરી પૂજા છે!
 • દીકરો વાદળ છે અને વરસે છે
  • દીકરી ધરતી છે અને તરસે છે!
 • દીકરો એક પરિવારને તારે છે 
  • દીકરી દસપરિવારને તારે છે!!

 

શીક્ષણ

સામાન્ય રીતે હું કોઈ પણ વ્યક્તિનો પ્રચાર કરતો નથી. પણ નીચેનો સંદેશ મને આજે  ઈમેલથી મળ્યો અને તરત ગમી ગયો –

આપણે સૌ ભ્રમણાઓના શિકાર હોઈએ છીએ.
નોકરી માટે ભણીએ છીએ.
ખરેખર તો વ્યક્તિએ
જીવન જીવવાની કળા શીખવા માટે
ભણવાની જરૂર છે.
– નરેન્દ્ર મોદી

સાભાર – શ્રી. શિરીષ દવે

બરફમાં વસંત

નવા જીવનનો ધખારો.
બરફ ઓગળતાંની સાથે જ
વસંતનો પમરાટ

બરફમાં વસંત

Shakespeare said

I always feel happy, You know why?

Because I don’t expect anything from anyone,

Expectations always hurt…

Life is short..

So love your life..

Be happy..

In addition, keep smiling…

Just Live for yourself and

Before you speak, Listen

Before you write, Think

Before you spend, Earn

Before you pray, Forgive

Before you hurt, Feel

Before you hate, Love

Before you quit, Try

Before you die, Live…

^^ ^^ ^^

Thanks to –  Shri Kishor Shastri , New Jersey

From his blog

પ્રાર્થના- મધર ટેરેસા

અમને લાયક બનાવો, હે પરમાત્મા!
જેથી અમે દુનિયાભરના,
ગરીબી અને ભુખમાં જીવતા અને મૃત્યુ પામતા
અમારા બાંધવોની સેવા કરી શકીએ.

અમારા હાથો દ્વારા તેમને તેમની રોજની રોટી આપો;
અમારા સમજયુકત પ્રેમ દ્વારા
તેમને શાંતિ અને આનંદ મળો.

– મધર ટેરેસા

અંતરની વાણીને ઉજાગર કરવા ઇચ્છુક વ્યક્તિના પાયામાં ભાવ અને કરૂણા ધરબાઈને જ પડેલાં હોય. આ બેય જેમણે પોતાના વ્યક્તિત્વમાં સર્વતઃ આત્મસાત્  કરેલા હતા તેવા, માત્ર ભારતના જ નહીં પણ સમસ્ત વિશ્વના, આપણા જમાનાના  સંતની આ વાણી આપણને ભાવ અને કરૂણાથી સભર કરી દે!

જીવનની ત્રણ અવસ્થાઓ

અંગ્રેજી પરથી ભાવાનુબાદ.

સાભાર – શ્રી. પ્રભુલાલ ભારડીયા

—————————————————————–

કિશોરાવસ્થામાં

 • સમય અને શક્તિ હોય
  • પણ નાણાં ક્યાં?

યુવાવસ્થામાં

 • શક્તિ અને નાણાં હોય
  • પણ સમય ક્યાં ?

વૃધ્ધાવસ્થામાં

 • સમય અને નાણાં હોય
  • પણ શક્તિ ક્યાં ?

=====================

અને મારા તરફથી થોડાંક લટકણીયાં...

 • અને કદાચ ત્રણે હોય તો?
  • વૃત્તી ક્યાં ?
 • અને કદાચ વૃત્તી હોય તો ?
  • પ્રવૃત્તી ક્યાં?
 • અને પ્રવૃત્તી હોય તો ?
  • દીશા કઈ? જનકલ્યાણકારી?

અને આ બધું જ હોય તો …… હું તે છું?

આજનો સુવીચાર

હું એ શીખ્યો છું કે

બધાને પર્વતની ટોચ પર
જીવવું હોય છે
પણ બધા એ ભુલી જાય છે કે,
ચઢવામાં જ ખરી મજા હોય છે

–  ગેબ્રીયલ માર્ક્વેઝ

 

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું વૃધ્ધોને બતાવીશ કે
ઉમ્મર વધવાના કારણે નહીં પણ
જીવનને ભુલી  જવાના કારણે
મૃત્યુ નજીક આવતું હોય છે

–  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ

suveechar    thought

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું બાળકોને પાંખો આપીશ
અને તેમને એકલા રહેવા દઈશ;
જેથી
તેઓ તેમની જાતે જ ઉડતાં શીખે

–  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ


આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું લોકોને સાબીત કરી આપીશ કે
ઉમ્મર વધવાની સાથે
પ્રેમથી દુર થવાય છે
તે માન્યતા ખોટી છે.
કારણકે,
પ્રેમમાં પડવાનું બંધ થવાના કારણે જ
ઉમ્મર વધી જતી હોય છે

–  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ