સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: હાઈકુ

દિલની વાત

સાભાર – સ્વ. ઝફર શેખ

મૂળ પ્રેરક શેર

અમીર

અમીર છું હા!
સર્જન કરી દીધુ.
ટોપીઓ ચાર !

પ્રકૃતિ

સવાર

કોરોના – હાઈકૂ

કોરોના શાપ?
કે દૈવી પયગામ ?
‘સ્વ’ને જાણવા.

એકલો

lonely_1

શહેરી સંસ્કૃતિ – એક હાઈકૂ

ઝાંઝવાં ઝગે
કાળોડિબાંગ રસ્તો
ધગધગતો.

પ્રતિતી પ્રમાણ – શ્રી. શરદ શાહ

મીઠી નીંદર
સપન મનોહર
શબ્દ પ્રમાણ

ભોજ છબીલા
સોડમ અલબેલા
શબ્દ પ્રમાણ

શબ્દ પ્રમાણ
સૌ મન રજકણ
જૂઠ જમણ

લિમકા, કોક
ચિત્ર, સમજ ફોક
દ્રશ્ય પ્રમાણ

ફિલ્મ ચરિત્ર
સુંદર ચલચિત્ર
દ્રશ્ય પ્રમાણ

દ્રશ્ય પ્રમાણ
સૌ મન ભટકણ
ભૂત ભ્રમણ

રાગ ભોપાલી
સૂર તાલ ખયાલી
શ્રાવ્ય પ્રમાણ

કબીર વાણી
અનુભવથી જાણી
શ્રાવ્ય પ્રમાણ

શ્રાવ્ય પ્રમાણ
અતિ મન રંજક
દુઃખ ભંજક

માંહી નિરખ
વર્તમાન પરખ
તરસ છીપે
ફકત નીરખંદા
ફકત પરખંદા

પ્યાસ બુઝે છે
જનમ જનમની
ગુરુ નિશ્રામાં
જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ
ત્યાં પ્રતિતી પ્રમાણ.

ધ્યાન હાઈકુ

વિચાર, કામ

નહીં હર્ષ શોકેય.

આતમ દીવો ઝગે.

મિષ્ટ દાંપત્યે (હાસ્ય હાઈકુ-સોનેટ)

હાઈકુની મોસમ જામી છે – બળબળતા બપોરે!

વલીભાઈ – મારા વ્હાલા વલીદાનું હાઈકુ ખંડ કાવ્ય હમણાં જ આ છાપે ચઢાવ્યું અને હવે આ બીજો નવતર પ્રયોગ – અને એ પણ હાહાકાર, વાર્તાકાર, મસ્ત માણસ, વલીભાઈ મુસાના ફળદ્રુપ ભેજાની નિપજ!

————————–

ઓળખી નહિ!

મુજ ભાર્યા તો નહિ?

સાચું કહેજે! (1)

ભાર્યા ન જાણું!

એટલું જાણું, તમે

મુજ કંથડા! (2)

ફરું ફૂદડી

ઊંચકી હર્ષે, સૂણી

શીઘ્ર જવાબ! (3)

પડખાં વેઠ્યાં!

ત્રણ ત્રણ જણ્યાં, ને

તો ય ન શીખું? (4)

તનસૌષ્ઠવ

તવ, સાવ જ ગૌણ

મનમેળાપે! (5)

ચાલો ને નાથ,

ક્યાંક શીખવા જાયેં,

ક્યમ બાઝવું! (6)

કેમ, કેમ શું?

અતિ મિષ્ટ દાંપત્યે,

થયો અપચો! (7)

જાઉં માયકે,

ઈજાજત જો આપો?

જાણે રિસાણી! (8)

ડર રખે ને,

જો હસવાનું થાય

ખરે ખસવું! (9)

આ શું મારીને!

એકધાર્યું સુમેળે

જીવે જવાનું! (10)

ત્રણ છોકરે

હાથ ઉપાડવો, તે

ના શોભાસ્પદ! (11)

તકિયો પોચો,

બસ, આજ તો મારો!

ક્રોધ કરીને! (12)

લે ત્યારે, પણ

આ શું ?તું તો હસતી!

ફ્લોપ ઝઘડો! (13)

સુખ સહીશું!

ભલે દુ:ખ ના પડે,

મિષ્ટ દાંપત્યે! (14)

-વલીભાઈ મુસા

———————————-

 

આ સોનેટનું વિવેચન અને સરસ મજાના વાચક પ્રતિભાવો અહીં માણો… 

સોનેટ મને બહુ જ ગમતો કાવ્ય પ્રકાર છે.

સોનેટ વિશે થોડુંક … 

વલીદાનાં ઢગલાબંધ હાઈકુ વાંચવા તમારે એમની ઈ-બુક ડાઉનલોડ કરવી પડશે-

અહીંથી….