સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: હાઈકુ

હાઈકૂ

કાવ્યસૂર પર પહેલું જ હાઈકૂ –

સરસ મજાના, મૈત્રીભર્યા ઈમેલ માહોલ બાદ, રાતની મીઠી ઊંઘ અને સપનાં પત્યે આ હાઈકૂ લગભગ ૨-૧૫ વાગે સ્ફૂર્યું. ઇન્ટર્નેશનલ હાઈકૂ સમ્મેલન પ્રસિદ્ધ કર્યા બાદ. આ હાઈકૂ અહીં રજૂ કરું છું.

કાવ્યસૂર પર રચના … ઘણા વખત પછી …

ઝૂમે પાંખિયાં 

લટકે, સ્વિચો ડોલે

સ્થિર વાયર 

પાંખિયાં અને લટકતી સ્વિચોને ઝૂલાવતો ઈલેક્ટ્રિક વાયર તો સાવ સ્થિર છે; અને એની પાછળની વિજળી તો સાવ અદશ્ય !

અને એ સમ્મેલનમાં રજૂ કરેલ એક ફિલસૂફી હાઈકૂ પણ …

વ્યાસ ત્રિજ્યા ને

પરિઘ શા કામનાં?

કેન્દ્ર નિહાળો.

હાઈકુ- ચીમન પટેલ ‘ચમન’

લાઈટો લાસ-
વેગાસની, રાતને
ગળી જાય છે!

—————————– 

હથીયાર જો
લો, તો લો અહીંસાનું;
નહીં હીંસાનું !

—————————– 

દીવો આપે છે
સૌને એનો પ્રકાશ;
રાખી અંધારું !

—————————– 

સુર્યં આપે છે
જગને એવી શક્તી
પોતે બળીને!

—————————– 

રસ્તે મળતા
મીત્રો બધા મલકે
દીલથી નહીં !

—————————– 

પીયર ગઈ
પત્ની, ભોજન સ્વાદ
ગયો એ સાથે !

—————————– 

સુખ-દુખના
આંસુઓને અલગ
રંગ મળે તો ?

—————————– 

સ્વજન ગયા
પછી સમજાય છે
સાચી સગાઈ !

—————————– 

‘સુનામી’ પછી,
સમજાયો સહુને
પાણી-પ્રકોપ !

—————————– 

વાતો કે’નારા
ખુબ, સાંભળનારા
બહુ જ ઓછા!

—————————– 

પૂજારી પુણ્ય
ભેગું કરે રાત-દી;
આરતી કરી !