સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: પ્રકીર્ણ

સ્વસ્તિક

સ્વસ્તિક અનેક વખત જોયો/ દોર્યો હશે. પણ હિ ન્દુ ધર્મના આ પ્રતિક વિશે જાણ ન હતી. મારી બહેન રાજેશ્વરી શુકલે નીચેનો વિડિયો મોકલ્યો , અને જાણ થઈ –

પુખ્ત બનવું એટલે શું?

આદિ શંકરાચાર્ય

પુખ્તતા એ છે કે …

 1. જ્યારે તમે બીજાને બદલવાનું છોડી દઈને જાતને બદલવા પ્રયત્નશીલ રહો.
 2. જ્યારે તમે અન્યને એ જેવા છે, તેમ સ્વીકારી શકો.
 3. જ્યારે તમે ‘દરેક જણ પોતાની રીતે સાચા હોઈ શકે.’ એ સમજી શકો.
 4. જ્યારે તમે જતું કરવાનું શીખી લો.
 5. જ્યારે તમે સંબંધોમાંથી અપેક્ષાઓ રાખવાનું ત્યજી દો અને આપવાના આનંદ માટે જ કાંઈ પણ આપો.
 6. જ્યારે તમે જે કાંઈ પણ કરો તે માત્ર તમારી શાંતિ માટે જ કરો.
 7. જ્યારે તમે કેટલા બુદ્ધિશાળી છો , એ બધાંને સાબિત કરવાનું છોડી દો.
 8. જ્યારે તમે બીજાની પાસેથી સ્વીકૃતિ અને દાદ મેળવવાની વૃત્તિ છોડી દો.
 9. જ્યારે તમે તમારી જાતની બીજા સાથે સખામણી કરવાનું છોડી દો.
 10. જ્યારે તમે તમારી જાત સાથે શાંત ચિત્ત હોવાની અનુભૂતિ કરતા થાઓ.
 11. જ્યારે તમે ‘જરૂરિયાત’ અને ‘લાલસા’ વચ્ચેનો તફાવત સમજી જાઓ અને લાલસાઓને ત્યજી શકો.
 12. જ્યારે તમે ‘ભૈતિક ચીજોમાંથી સુખ મળે છે.’ – એની સાથેનો લગાવ છોડી શકો.

સાભાર – શ્રી. સુબોધ ત્રિવેદી

મિત્રોને સૂચના

સૌ નેટ મિત્રો જોગ
હવેથી મારા સંપર્ક માટે ઈમેલ સરનામું નીચે મુજબ રહેશે –

surpad2017@gmail.com

જયંત મેઘાણી ~ પોતાના શહેરના જ્ઞાનમાળી

આવા લેખો બનાવવાની જહેમત કરનાર નીરવને સો પ્રણામ

Nirav says

1] પૂર્વે , છેક ઓગષ્ટ 2015’માં શ્રી નાનકભાઇ મેઘાણી અને તેમના ‘ગ્રંથાગાર’ વિશે એક સરસ લેખ અહીં બ્લોગ પર જ વહેંચેલો અને હવે સાડા ત્રણ વર્ષે તેમના જ સહોદર એવા શ્રી જયંતભાઈ મેઘાણી‘નો આ લેખ અહીં બ્લોગ પર વહેંચતા ઝાઝો બદ્ધો રાજીપો અનુભવું છું અને તે માટે ફરી એકવાર શ્રી સંજય શ્રીપાદ ભાવે નિમિત્ત બન્યા છે!

2] બન્યું એવું કે , એકદા ભાવે સાહેબની ફેસબુક વોલ પર શ્રી જયંત મેઘાણી વિશે જ કોઈ વાતરૂપી વાર્તા છેડાઈ હતી અને મેં કહ્યું કે સર , જયંતભાઈ પર તમે નાનકભાઇ જેવો જ કોઈ આર્ટિકલ લખો ને. . અને અહો આશ્ચર્યમ: કે તેમણે જણાવ્યું કે હું તો આરપાર મેગેઝીન માટે 3 મે , 2004’ના રોજ જ એક આર્ટિકલ લખી ચુક્યો છું! અને તરત જ મેં તે આર્ટિકલની એઝ યુઝઅલ ઉઘરાણી આદરી પણ તેઓએ જણાવ્યું કે હાલમાં તો તે શોધવો કઠિન બની રહેશે છતાં પણ તેઓ પ્રયત્ન કરશે અને થોડા જ દિવસોમાં તો મેગેઝીનમાં…

View original post 3,010 more words

૬-વાર્તા અલકમલકની’

નિવૃત્તે માણસોની  ‘બા રિટાયર થાય છે.’ બ્રાન્ડ , ચીલાચાલુ, રોતલ વાર્તાઓ કરતાં આ વાત – ભલે કાલ્પનિક હોય – આ નિવૃત્ત જણને ગમી. રિબ્લોગ કરી.

રાજુલનું મનોજગત

‘તમારું ઘર, તમારી દુનિયા’

આજે ઘરમાં લાંબા સમય પછી જરા આનંદનો, આરામનો માહોલ હતો. પ્રસન્નનું સત્ર બે દિવસ પહેલા સમાપ્ત થયું અને પિંકીની પરીક્ષાઓ પણ કાલે પૂરી થઈ એટલે જાણે ઘર પરથી અને છોકરાઓના મન પરથી કેટલોય બોજ ઉતરી ગયો હોય એવું હળવું ફૂલ જેવું વાતાવરણ હતુ. હવે પરિણામની ચિંતા થોડા દિવસ સુધી આગળ ઠેલીને આઝાદી માણવાના દિવસો શરૂ થયા હતા.

વેકેશનમાં ક્યાંક બહાર જવાના અયોજનને લઈને જમવાના ટેબલ પર કલબલાટ મચ્યો હતો. હર એક જણ પાસે જાત જાતની ફરમાઈશ અને જાત જાતના સુઝાવ હતા.

પિંકી અને પ્રસન્નના પિતા મિ.પ્રસાદે થોડીવાર આ શોરબકોર ચાલવા દીધો અને પછી વાતનો દોર પોતાના હાથમાં લેતા બોલ્યા, “ બધી વાત બરાબર પણ તમને એ તો ખબર છે ને કે પપ્પાની ઓફિસમાં વેકેશન નથી હોતું.”

“અરે, તો પછી તમે આરામથી ઘરે બેસી રહેજો પણ હું તો છેવટે દસ પંદર દિવસ માટેય ક્યાંક તો જઈશ. તમને તો ઓફિસ સિવાય બીજુ ક્યાં કઈ યાદ રહે છે, આ…

View original post 1,164 more words

ગઝલાવલોકન – ઈબુક સ્વરૂપે

થોડાંક વર્ષો પહેલાં, અંતરયાત્રાના એક તબક્કે લખ’વા’ પર નિયમન મૂકવાનો ધખારો જાગ્યો હતો. માત્ર ધ્યાન , ધ્યાન અને ધ્યાન જ. પછી એ સમજાયું કે, આપણે ચોવીસ કલાક ધ્યાનમુદ્રામાં રહી નથી શકતા! કદાચ કોઈક વીરલા , વિતરાગ અવસ્થાએ પહોંચે ત્યારે એમ થતું હશે. પણ આપણે તો સામાન્ય માણસ. એ ધખારા આપણને ન પોસાય . આપણે તો જીવનની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી પડે!
પછી એ પણ સમજાયું કે, ‘જીવવું પડે છે! ‘ એમાં મજબુરીનો ભાવ છે – એમાં જીવવાનો આનંદ લવલેશ નથી – કોરોકર નિર્વેદ છે.
આથી નેટમિત્ર શ્રી, વિનોદ પટેલના બ્લોગ પર મજાની, ગમતીલી ગઝલો અને ગીતો સાંભળતાં આવતા વિચારો લખવાની શરૂઆત કરી.

આ ચિત્ર પર ક્લિક કરી એ પહેલા લેખ પર પહોંચી જાઓ

એને રૂપકડું નામ પણ આપ્યું….

ગઝલાવલોકન

પછી તો એ રવાડો ઠીક ઠીક ચગ્યો અને નિજ બ્લોગ કે મિત્ર બ્લોગના સીમાડા ઓળંગી વેબ – ગુર્જરી ના ગુબ્બારે પણ ચઢી ગયો ! નવી એક શૈલી પણ ઉમેરાઈ – એક સરખા અલંકારોનો ઉપયોગ કરતી રચનાઓ.

હવે એ ચંચળતા ફરી ઓસરી ગઈ છે – સન્યાસ માટે નહીં પણ બીજી એક નવી નક્કોર દિશામાં પ્રસ્થાન તરફ . ત્યારે એ બધા ધખારા એક જગ્યાએ સમાવી લેવાનો આ પ્રયાસ છે – નીચેની ‘ઈબુક’થી

ખાલી ઘર – ૫

‘ખાલી ઘર’ ના ચાર ચાર ભાગ લખાયા . છેલ્લો લખાયો છેક ૩, જાન્યુઆરી – ૨૦૧૨ ના રોજ
અહીં…….
પણ તે વખતે અંતરયાત્રામાં આગળ ધપવાનો ઉન્માદ હતો અને ખાલીપો સાવ ભરાઈ જઈને આનંદના ઓઘ ઊભરાઈ જતા હતા.

પછી તો એક નવી જ દિશા સાંપડી અને લખ’વા’ ધીમે ધીમે ઓસરવા લાગ્યો.
એ ચોથા ઘરમાંથી એક અવતરણ ….

  જ્યારે આપણે અંતરયાત્રામાં સાવ અલ્લડ આનંદનો અનુભવ કરીએ ત્યારે  પણ એ જૂનું ઘર આમ નવપલ્લવિત થઈ જતું હોય છે !

તો પછી આ પાંચમો ભાગ શીદ? સકારણ
નીચેનું ચિત્ર જુઓ

આમ તો આ ઘર કોઈકનું છે – નેટ પરથી મળેલું છે. પણ એ ફોટો મેળવનાર જણના અદભૂત કામના પ્રતાપે આ પાંચમું ઘર વસી / શ્વસી રહ્યું છે !
વાતમાં બહુ મોણ લાગે છે ને?
લો ! પહેલાં આ વિડિયો જોઈ લો

બોસ્ટનનાં પણ મૂળ આ જણનાં ગામબહેન શ્રીમતિ રાજુલ કૌશિકને એ ખાલી ઘરની જૂની વાતને એમના અવાજમાં ઢાળવા ઉમંગ જાગ્યો. એમના જીવનસાથી કૌશિક ભાઈએ એ ઉમંગનો પડઘો પાડ્યો અને એ ખાલી ઘર – એ કિલકારીઓ અને એ ડૂમા વાદળમાં મ્હાલતા થઈ ગયા !

અને હવે ઘણા વખત પછી, એક નાનકડું અવલોકન …..

ઘર ખાલી હોય કે, ભરેલું – કિલકારીઓ હોય કે ડૂમા – બધું સતત બદલાયા જ કરતું હોય છે. કોઈ અવસ્થા , કદી, ક્યાંય , કોઈને પણ માટે કાયમી નથી હોતી. જે ઘડીએ જે શ્વાસ ચાલતો હોય – એ જ શ્વાસ – તે ઘડીના આનંદ કે શોકનું હાજરાહજૂર પ્રમાણ હોય છે.

બે સમભાવી મિત્રોએ
પાડેલ પડઘાનો આનંદ.
કેવળ આનંદ.


ટેસ્ટ

નવો ટેસ્ટ

નવા લેખક

૧૦૧૧
૧૨૧૩
૧૪૧૫

એ હતું ૨૨૦૦ દિવસનું ‘લોક ડાઉન

ચમકી જવાય એવી વાત ને?
સાંભળીને રુવાડા ખડા થઈ ગયા ને?
પણ….
સત્ય હકીકત છે.

આ શિર્ષક પર ક્લિક કરો.

જીવનનો સર્વશ્રેષ્ઠ સમય : સતત છ વર્ષ સુધી સાંજ પછી અંધારામાં રહીને, ફોન વિના સમય પસાર કરીને, ખાવાના ઠેકાણા વિનાના દિવસો કાઢીને, પરિવારજનોને ગુમાવ્યાનું સ્વીકારીને, તેમજ ભણ્યા વિના પણ આગળ વધ્યા જેવી પરિસ્થિતિ છતાં આ બાળકો મોટા થયા ત્યારે તેમનો ૧૯૩૯ થી ૧૯૪૫ ના સમયને યાદ કરી કહેતા હતા કે, ‘તે સમય અમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ સમય હતો.’

પહેલો ગોવાળિયો – હવે પ્રતિલિપિ પર

 આજથી ૧૦,૦૦૦ વર્ષ પહેલાનાં સમયમાં આકાર લેતી આ નવલકથા તમને એક સાવ અજાણ્યા પ્રદેશ, સમય અને સમાજમાં દોરી જશે. પણ એમાંથી ઉજાગર થતાં પાયાનાં માનવમૂલ્યો અને લાગણીઓ તો એકવીસમી સદીના આ ઈન્ટરનેટ યુગમાં પણ એટલાં જ પ્રસ્તુત લાગતાં તમે જોઈ શકશો.

   આખી નવલકથાની .pdf ફાઈલ ડાઉન લોડ કરવા અહીં ‘ક્લિક’ કરો

sbj_pratilipi

કેપ્ટન નરેન્દ્ર ફણસેએ પ્રેમપૂર્વક લખી આપેલી પ્રસ્તાવના આ રહી.

વિભાગ -૧ પૂર્વારંભ

પ્રકરણ – ૧    નદીમાં પૂર પ્રકરણ – ૨    પહેલો નાવિક
પ્રકરણ – ૩    ગુફાવાસીઓ પ્રકરણ – ૪    તરવૈયો
પ્રકરણ – ૫   તારામૈત્રક પ્રકરણ – ૬    મુકાબલો
પ્રકરણ – ૭   જોગમાયાની ગુફામાં પ્રકરણ – ૮   પાછા વતનમાં
પ્રકરણ – ૯   આનંદોત્સવ

વિભાગ -૨ સીધાં ચઢાણ

પ્રકરણ – ૧૦   તરાપા પ્રયોગ – ૧ પ્રકરણ – ૧૧  તરણ સ્પર્ધા
પ્રકરણ – ૧૨  નવી સંપદા પ્રકરણ – ૧૩  તરાપા પ્રયોગ – ૨
પ્રકરણ – ૧૪  નવું જીવન પ્રકરણ – ૧૫  નેસડો
પ્રકરણ – ૧૬ પૂનમનો મેળો પ્રકરણ – ૧૭ ઉત્તરક્રિયા
પ્રકરણ – ૧૮ નેસડાની મુલાકાતે પ્રકરણ – ૧૯  હાથીનો શિકાર

વિભાગ -૩ પ્રતિશોધ

પ્રકરણ – ૨૦  ઓતરાદા પ્રયાણ પ્રકરણ – ૨૧  ભુલાનું ભીષણ સ્વપ્ન
પ્રકરણ – ૨૨  નવા પ્રદેશમાં પ્રકરણ – ૨૩  અવનવો સમાજ
પ્રકરણ – ૨૪   ખાન પ્રકરણ – ૨૫  ખાનના ગામમાં
પ્રકરણ – ૨૬  ખાનનો દરબાર પ્રકરણ – ૨૭  મલ્લકુસ્તી
પ્રકરણ – ૨૮ ખાનનો નવો મિત્ર

વિભાગ -૪ મહાભિનિષ્ક્રમણ

પ્રકરણ – ૨૯ પૂંછડિયો તારો પ્રકરણ – ૩૦ લશ્કર
પ્રકરણ – ૩૧ ડ્રેગન પ્રકરણ – ૩૨ પવતની તળેટીમાં
પ્રકરણ – ૩૩ જોગમાયાની ગુફામાં પ્રકરણ – ૩૪ ઘાટની શોધ
પ્રકરણ – ૩૫ વ્યૂહ રચના પ્રકરણ – ૩૬ જગદંબાની ગુફામાં મંત્રણા
પ્રકરણ – ૩૭ મન્નો પ્રકરણ – ૩૮ ભાવિનાં એંધાણ

વિભાગ – ૫ સંઘર્ષ

પ્રકરણ – ૩૯ પહેલો જાસૂસ પ્રકરણ – ૪૦ જંગલમાં પીછેહઠ
પ્રકરણ – ૪૧ પહેલો હુમલો પ્રકરણ – ૪૨ બીજા હુમલાની તૈયારી
પ્રકરણ – ૪૩ બીજો હુમલોપ્રકરણ – ૪૪ ખાનની પીછેહઠ
પ્રકરણ – ૪૫ , સાણસાવ્યૂહપ્રકરણ – ૪૬ કાળઝાળ આગ
પ્રકરણ – ૪૭ ઘમસાણ યુદ્ધપ્રકરણ – ૪૮ ગોવાનો ખાન સાથે મેળાપ
પ્રકરણ – ૪૯ ખાનની વિજયસભાપ્રકરણ – ૫૦ ખાનની જાહેરાત

વિભાગ – ૬ ઉત્તરાર્ધ

પ્રકરણ – ૫૧ ગોવાનો વિષાદ પ્રકરણ – ૫૨ વિકરાળ કાળ
પ્રકરણ – ૫૩ મુક્તિનું પહેલું કિરણ પ્રકરણ – ૫૪ ગોવાની મુક્તિનો પ્રારંભ
પ્રકરણ – ૫૫ પાંચો પ્રકરણ – ૫૬ ગોવાની ક્રોધ મુક્તિ
પ્રકરણ – ૫૭ જુન્નો પ્રકરણ – ૫૮ ખાનનો વિજય દરબાર
પ્રકરણ -૫૯ મહાશમનપ્રકરણ – ૬૦ ઉપસંહાર