સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: Uncategorized

ખાલી ઘર, ભાગ -૫

૨૦૧૨, ડિસેમ્બર
રણછોડજીની પોળ
સારંગપુર
અમદાવાદ

    મારી બહેનને મેં કહેલું કે, આપણું મૂળ મકાન એક વાર જોવું છે. એણે કહ્યું , “જોઈને શું કરશો? એ તો વેચાઈ ગયે પણ દસ વરસ થયાં. અને પછી એમણે પણ વેચી નાંખ્યું. નવા ખરીદનારાએ આખું પડાવી નવેસરથી બંધાવ્યું છે.” પણ મનનો ભાવ હતો એટલે અમે તો ગયા. સાવ નવું નક્કોર મકાન હતું. પણ પ્રવેશ દ્વાર અમારી પછીતે આવેલા રસ્તા પર બદલેલું હતું. અમારો દરવાજો હતો ત્યાં તો એક બંધ બારી જ હતી. અમે પછીત વાળા રસ્તા પર ગયા. પાછળ વાળા પાડોશીને અમારા મનની વાત કહી. એમણે કહ્યું, ” એ લોકો કોક જ વખત અહીં આવે છે. ઉત્તર પ્રદેશમાં ક્યાંક રહે છે. પણ બાજુના ‘રામભવન’ વાળા પાસે એની ચાવી છે.”

   સદભાગ્યે રામભવનમાં રહેતા સ્વ. સીતારામ શાસ્ત્રીજીનો ભત્રીજો હજી ત્યાં રહેતો હતો. એ અમને ઓળખી ગયો. એના કોઈ સંબંધીએ અમારું એ જૂનું મકાન  ખરીદ્યું હતું. એ ચાવી લઈ આવ્યા અને અમને ખોલીને બતાવ્યું. સરસ હવા ઉજાસ, નવું નક્કોર આધુનિક ફર્નિચર, બીજા માળે સરસ મજાનો ઝરૂખો.

   પણ અમને એમાંનું કશું જ ન દેખાયું . અમને તો દેખાયું …

એના પાયામાં દટાયેલું અમારું શૈશવ

     અમે ભારે હૈયે , જૂની યાદોને વાગોળતાં મારી બહેનના ઘેર પાછા આવ્યા. આખા રસ્તે એ જૂની યાદો મહેંકતી રહી. હવે એ ઘર અમારું નથી રહ્યું એનો તસુભાર પણ ખેદ અમને  ન હતો.  નીચલા મધ્યમ વર્ગના એ પૂણ્યશાળી મહાત્માઓનાં સંતાન,  એવા અમે પાંચે ભાઈ બહેન  બહુ જ સુખી છીએ. દરેકને સરસ મઝાનાં પોતાનાં ઘર છે.

     પણ એ ઘર જેવી યાદો હજી નવા ઘરોમાં ભેગી નથી થઈ. એ બધાં ઘર હજુ  ‘ખાલી’ જ છે. નવી યાદો એના નવા કબાટોમાં ધીમે ધીમે ……  હોલે હોલે ….. હળુ હળુ….. ભરાતી  જાય છે.

      ‘ઝૂરતું ઘર’ તરુલતા બહેન મહેતાની રચના પરથી શીઘ્ર રચના – તેમના દિલી આભાર સાથે .

bethak

આ લોગો પર ક્લિક કરો

 


ખાલી ઘર –    ભાગ – ૧  :  ભાગ – ૨   :  ભાગ – ૩  ;  ભાગ – ૪ 

આમાંનો ચોથો ભાગ – એ મુલાકાત પછી પાછા આવીને લખ્યો હતો – એ ઘરમાં નવાં રહેનારને શુભેચ્છા સાથે.

અને….

જીવનમેં એક સિતારા થા
માના વો બેહદ પ્યારા થા
વહ ડૂબ ગયા તો ડૂબ ગયા
અંબરકે આનંદકો દેખો
કિતને ઇસકે તારે ટૂટે
કિતને ઇસકે પ્યારે લૂટે
જો છૂટ ગયે ફિર કહાં મિલે
પર બોલો ટૂટે તારોં પર
કબ અંબર શોક મનાતા હૈ?
જો બીત ગયી સો બાત ગયી

જીવનમેં વહ થા એક કુસુમ
થે ઉસ પર નિત્ય નિછાવર તુમ
વહ સૂખ ગયા તો સૂખ ગયા
મધુવનકી છાતીકો દેખો
સૂખી કિતની ઇસકી કલિયાં
મુરઝાયી કિતની વલ્લરીયાં
જો મુરઝાયી વો ફિર કહાં ખીલી?
પર બોલો સૂખે ફૂલોં પર
કબ મધુવન શોર મચાતા હૈ?
જો બીત ગયી સો બાત ગયી

જીવન મેં મધુકા પ્યાલા થા
તુમને તન મન દે ડાલા થા
વહ ટૂટ ગયા તો ટૂટ ગયા
મદીરાલયકે આંગનકો દેખો
કિતને પ્યાલે હીલ જાતે હૈં
ગિર મિટ્ટીમેં મિલ જાતે હૈં
જો ગિરતે હૈં કબ ઊઠતે હૈં
પર બોલો ટૂટે પ્યાલોં પર
કબ મદીરાલય પછછાતા હૈ
જો બીત ગયી સો બાત ગયી

મૃદુ મિટ્ટીકે હૈં બને હૂએ
મધુ ઘૂટ ફૂટા હી કરતે હૈં
લઘુ જીવન લેકર આયે હૈં
પ્યાલે ટૂટ હી કરતે હૈં
ફિર ભી મદીરાલયકે અંદર
મધુકે ઘટ હૈં, મધુ પ્યાલે હૈં
જો માદકતા કે મારે હૈં
વે મધુ લૂટા હી કરતે હૈં
વો કચ્ચા પીને વાલા હૈ
જિસકી મમતા ઘટ પ્યાલોં પર
જો સચ્ચે મધુ સે જલા હુઆ
કબ રોતા હૈ, કબ ચિલ્લાતા હૈ
જો બીત ગયી સો બાત ગયી

– હરિવંશરાય બચ્ચન

Advertisements

‘મરો ત્યાં સુધી જીવો’ – ગુણવન્ત શાહ

     નેટ મિત્ર શ્રી. ઉત્તમ ગજ્જરે  ગુણવંત શાહના પુસ્તકમાંનું પહેલું પ્રકરણ મોકલ્યું, અને ગમી ગયું. નીચેના ચિત્ર પર ક્લિક કરી વાંચો. GS

તેમાંથી એક નાનકડું તારણ

જાગી ગયેલા માણસને જે સમજાય છે,
તે ક્યારેક દાક્તરને પણ નથી સમજાતું,

બરાઅર આઝાદ બનવાની જ વાત !

અફલાતૂન તબીબ, ભાગ -૧૫; વજ્રાસન

મે- ૨૦૧૭

     વાવાં ઝોડાંની જેમ ઊંટાટિયા જેવી ઉધરસ ધસી આવી.  બે મહિને માંડ એ હરિકેને વિદાય લીધી,  પણ તેણે શરીરના માળખાંને હચમચાવી દીધું.  એની વાત ફરી કોક વાર , પણ આજની વાત એના ગયા પછીની છે.

      સ્વાભાવિક છે કે, એ ગાળામાં રોજની બધી સાધના અભરાઈએ ચઢી ગઈ હતી. થોડીક સ્વસ્થતા આવતાં, એ શરૂ કરવા વિચાર્યું.  થોડીક જ કસરત અને થોડાંક જ આસનથી શરૂઆત કરી. પણ વજ્રાસનમાં બેસવાની તો હિમ્મત જ ન થઈ. એક અઠવાડિયું આમ લિમિટેડ એડિશનમાં ગાળ્યું! પછી  હિમ્મત કરીને વજ્રાસનની ક્રિયા શરૂ કરવા પ્રયત્ત્ન કર્યો. માંડ એ સ્થિતિ ધારણ કરી,  પણ માત્ર એકાદ સેકન્ડ માટે જ. તરત પગ છુટા કરી દેવા પડ્યા. આ નબળાઈ માટે લઘુતા પણ થઈ ગઈ.

    બીજા દિવસે એનો વારો આવતાં માંડી વાળતો હતો , ત્યાં જ એ અફલાતૂન તબીબ યાદ આવી ગયા –  નાનકડી શિસ્ત (*) શીખવાડનાર તબીબ. એમની સૂ્ચના અનુસાર બે ત્રણ સેકન્ડ માટે પણ વજ્રાસનની સ્થિતિમાં બેઠો તો ખરો જ. આમ ને આમ એક અઠવાડિયા સુધી કોશિશ ચાલુ રાખી. ધીમે ધીમે એકથી પાંચ ગણાય એટલું બેસી શકાયું.  હવે હિમ્મત આવી કે, એ કાબેલિયતે સાવ વિદાય તો  નથી જ લીધી !

**************

   એ વાતને આજે ત્રણ મહિના થઈ ગયા. આજ સવારની સિદ્ધિ ગણો તો સિદ્ધિ અને આનંદ ગણો તો આનંદ. વજ્રાસનના ત્રણ રાઉન્ડ કરી શક્યો – ૬૦, ૬૦ અને ૪૦ સેકન્ડ !

  આભાર એ અફલાતૂન તબીબનો કે, આમ ધીરજ સાથે પ્રયત્ન જારી રાખવાનું શિખવ્યું.

sri_sri


*      નાનકડી શિસ્ત  ભાગ -૧  ; ભાગ -૨ 

ઉત્સવ આનંદનો કે અસ્તિત્વનો?

      દિવાળીના આ સપ્પરમા દિવસે, અહીં અમેરિકામાં તો કોણ આપણને મળવા આવી શકે કે, આપણે કોઈને મળવા જઈ શકીએ? પણ નેટ મિત્ર શ્રી. ઉત્તમ ગજ્જરે મોકલેલ એક ઈમેલ સંદેશામાં ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિમાં શ્રી. કાના બાંટવાનો એક લેખ વાંચતાં જ ગમી ગયો. એ વાંચતાં ઉપજેલ આનંદને વ્યક્ત કરવા અને દિલનો ઉમળકો ઠાલવવા આ સંદેશ – ચિત્ર બનાવ્યું….

Utsav

એ સરસ મજાનો લેખ આ રહ્યો.

બાવડાંથી બોલતો મૂંગો પહેલવાન

લેખક – અનિલ હડિયાણવી , (મુંબાઈ સમાચાર)

vr1

      જ્યારે કોઇ વ્યક્તિમાં કોઇ શારીરિક ખોડ હોય ત્યારે ભગવાન એનામાં અન્ય ઘણાં ગુણો અને આવડતો ભરી આપીને એની શારીરિક કમીને પૂરી દે છે. ઇન્સાનની એક ઇન્દ્રિય ઓછું કામ કરે તો અન્ય ઇન્દ્રિયો વધુ સતેજ બની જતી હોય છે અને ઉપરવાળાની મહેરબાની વિના સંભવ પણ નથી. એટલે જ કદાચ પ્રજ્ઞાચક્ષુઓ સંગીત ક્ષેત્રે કમાલનું સર્જન કરી શકતા હશે. લોકો પોતાની નાની-નાની પરેશાનીથી દુ:ખી થાય હોય છે. ત્યારે એક એવી વ્યક્તિ પણ છે જેણે ક્યારે પોતાની શારીરિક કમજોરીને મન પર હાવી થવા નથી દીધી. ઊલટુ પોતાની પાસેની આવડતને ઉત્તમ રીતે વિકસાવીને દુનિયામાં દૃષ્ટાંત પૂરું પાડ્યું આ વાત એક મૂક-બધીર પહેલવાનની છે. સામાન્ય રીતે અખાડો જ પહેલવાનની દુનિયા હોય છે, પરંતુ આ પહેલવાને પોતાને અખાડાની બહાર લાવીને આંતરરાષ્ટ્રીય સ્તર પર મૂકી દીધી. એની પાસે વાચા નથી, પરંતુ તેણે પોતાનો બુલંદ અવાજ વિશ્વભરમાં પહોંચાડ્યો.

vr2

      ગુંગા પહેલવાન તરીકે જાણીતો થયેલો વિરેન્દ્ર સિંહ યાદવે નાની વયે જ કુસ્તીના દાવપેચ ચાલુ કરી દીધા હતા. કુસ્તીમાં દિવસે ને દિવસે કાબેલિયત પ્રાપ્ત કરનારા ગુંગા-પહેલવાને અખાડાની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને સતત જીતતો રહ્યો. એ જ્યાં પણ કુસ્તી લડવા જાય ત્યાંથી જીતીને આવતો.

     વિરેન્દ્ર સિંહના પિતા સી.આર.પી.એફમાં હતા અને તેમને કુસ્તી બહુ જ પસંદ હતી. સ્વાભાવિક રીતે વિરેન્દ્ર સિંહ મૂક-બધીર હોવાથી કુટુંબને એની પાસેથી કોઇ આશા-અપેક્ષા ન હતી. બીજી તરફ અખાડાના અન્ય કુસ્તીબાજો એની શારીરિક ખોડની મજાક ઉડાવતા. વિરેન્દ્ર સિંહ કસરત કરતો ત્યારે કુસ્તીબાજો એવો ટોણો મારતા કે હવે મુંગો-બહેરો પણ પહેલવાન બનશે! પરંતુ વિરેન્દ્ર સિંહે કડવા ઘૂંટડા ઉતારી જઇને પોતાનું કામ ચાલુ રાખ્યું. અખાડામાં નિયમિત જવું, કસરત કરીને શરીર કસાયેલું-મજબૂત રાખવું અને કુસ્તી લડવાને તેણે લક્ષ્ય બનાવ્યું હતું. વિરેન્દ્ર સિંહ તેને મારવામાં આવતા પ્રત્યેક મહેણાં ટોણાનો જવાબ અખાડામાં કુસ્તીમાં હરીફને પરાજિત કરીને આપતો. વિરેન્દ્ર સિંહની પહેલવાની જોઇને ધીરેધીરે અન્ય કુસ્તીબાજોની જીભ સિવાઇ ગઇ. અચ્છા-અચ્છા અખાડિયનોને ધૂળ ચાટતા કરનાર વિરેન્દ્ર સિંહ છત્રસીલ સ્ટેડિયમમાં પહેલવાનોને તાલીમ આપવા લાગ્યો હતો.

હરિયાણાના ઝાઝુર જિલ્લાના સિસરોલી ગામે જન્મેલા વિરેન્દ્ર સિંહ ૨૦૦૨માં નેશનલ ચેમ્પિયનશિપમાં ટૉપ-થ્રીમાં હતો, પરંતુ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી ન હતી. આ વાતે દુ:ખી થવાને બદલે તેણે વધુ મહેનત કરવાનું શરૂ કર્યું. એના કઠોર પરિશ્રમ અને સંર્ઘષનું પરિણામ એ આવ્યું કે ઇન્ટરનેશનલ સ્તરે તેણે ગોલ્ડ મેડલો જીત્યા. ૨૦૦૫માં મેલ્બર્ન ડેફલિમ્પિક્સમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૦૯માં તાઇપેઇમાં યોજાયેલી ડેફલિમ્પિક્સમાં કાસ્યચંદ્રક જીત્યો હતો. ૨૦૦૮ અને ૨૦૧૨ની ડેફ સટલિંગ ચેમ્પિયનશિપમાં પણ વિરેન્દ્ર સિંહે રજત અને કાસ્ય ચંદ્રકો જીત્યા હતા.

      બીબીસીને આપેલી મુલાકાતમાં વિરેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘મારા પિતાના પ્રોત્સાહનથી મેં કુસ્તીબાજ બનવાનું નક્કી કર્યું હતું.’ કુસ્તી કરવાનો વિચાર કઇ રીતે આવ્યો એવું સવાલના જવાબમાં તેણે કહ્યું કે ‘મારા ઘરની નજીક જ એક અખાડો હતો. મારા પિતા પણ કુસ્તી કરતા હતા.’

    વિરેન્દ્ર સિંહે ધીરે ધીરે મેડલો જીતી બતાવ્યા છતાં ય સરકાર તરફથી કોઇ સહાય કે પ્રોત્સાહન ન મળ્યું. આનાથી નિરાશ થયેલા વિરેન્દ્ર સિંહને એના પિતા ૨૦૧૧માં દિલ્હીના છાત્રસાલ સ્ટેડિયમમાં લઇ ગયા ત્યાંના કૉચ રામફલ માનેએ તેને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. રામફલે એના વિશે કહ્યું હતું કે ‘વિરેન્દ્ર સિંહ એક શિસ્તબદ્ધ પહેલવાન છે. અન્ય કુસ્તીબાજોની સરખામણીમાં એનું દિમાગ વધુ તેજ છે. સફળતા મેળવવા માટે એ હંમેશાં મહેનત કરે છે.’

      મૂક-બધીર વિરેન્દ્ર સિંહના જીવનકવન પર એક ડૉક્યુમેન્ટરી બની છે જેનું નામ ‘ગુંગા પહેલવાન’ છે એનું કારણ વિરેન્દ્ર સિંહ યાદવ ‘ગુંગા પહેલવાન’ તરીકે વધુ લોકપ્રિય બન્યો છે.

તૂર્કીમાં યોજાયેલી સમર ડેફલિમ્પિક્સમાં પાંચ મેડલો જીતનાર વિરેન્દ્ર સિંહનું બાળપણ સંઘર્ષ અને ભવિષ્યની યોજનાને આવરી લેતી આ ડૉક્યુમેન્ટરી શારીરિક રીતે સક્ષમ ન હોય એવી વ્યક્તિઓને માટે પ્રેરણારૂપ છે. મહેનત અને સંઘર્ષ કરવાની તૈયારી હોય તો તમે પંગુતા છતાં ય ધ્યેય હાંસલ કરી શકો છો એનું જીવતું-જાગતું ઉદાહરણ વિરેન્દ્ર સિંહ છે. અર્જૂન અવૉર્ડ નવાજિત વિરેન્દ્ર સિંહે પણ પોતાનું લક્ષ્ય અર્જૂન જેવું જ રાખ્યું હતું.

    વરસો પહેલાં અમદાવાદના દિગ્દર્શકો વિવેક ચૌધરી, મિત જાની અને પ્રતીક ગુપ્તાએ ‘ગુંગા પહેલવાન’ વિશે જાણ્યું હતું. એમનાં સંઘર્ષની પ્રેરણાદાયી વાતથી પ્રેરાઇને તેમણે ડૉક્યુમેન્ટરી બનાવવાનું નક્કી કર્યું હતું. વિવેક ચૌધરીએ એના વિશેનો એક ન્યૂઝ રિપોર્ટ વાંચ્યો ત્યારથી ડૉક્યુમેન્ટરી બનાવવાનો દૃઢ નિર્ધાર કરી લીધો હતો.

      આ સર્જકોને ‘ગુંગા પહેલવાન’ પર ડૉક્યુમેન્ટરી બનાવવાનો વિચાર કે પ્રેરણા ક્યાંથી મળ્યા? દિગ્દર્શક વિવેક ચૌધરીએ એના વિશે પ્રકાશિત એક ન્યૂઝ રિપોર્ટ વાંચ્યો. જેમાં લખ્યું હતું કે વિરેન્દ્ર સિંહ મૂક-બધીર કુસ્તીબાજ છે, આમ છતાં તેણે વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે, ગોલ્ડ મેડલો પણ જીત્યા છે, છતાંય સરકારે એના તરફ ઉદાસીનતા દાખવી છે, એને જોઇએ એટલી પ્રસિદ્ધિ મળી નથી એની આ વિરલ સિદ્ધિઓની જાણે કે કોઇએ નોંધ જ લીધી નથી. આ ડૉક્યુમેન્ટરી દ્વારા અપંગ રમતવીરોની અવહેલના, ઉપેક્ષા પ્રત્યે ધ્યાન દોરવાનો પ્રયાસ થયો છે.

     અપંગ રમતવીરોને પૂરતી તક મળતી નથી. શારીરિક રીતે સક્ષમ ન હોય એવા રમતવીરોની સમાજ તરફથી ઉપેક્ષા થતી હોય એવું ચિત્ર ઊભું થયું છે. જે ચિંતાનો વિષય છે. આ ડૉક્યુમેન્ટરી બનાવવા પાછળનો નિર્માતાઓનો અન્ય એક આશય એના ભાઇ શક્ય એટલો વધુ સપોર્ટ ઊભો કરવાનો હતો.

      વક્રતા તો એ વાતની છે કે વિરેન્દ્ર સિંહ યાદવે એટલે કે ગુંગા પહેલવાને એક અચ્છા કુસ્તીબાજ તરીકે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવા છતાં તેણે જીવનનિર્વાહ ચલાવવા માટે શારીરિક રીતે સક્ષમ કુસ્તીબાજો સામે કુસ્તી લડવી પડી હતી.

    ડૉક્યુમેન્ટરીના આ સર્જકોએ આ સમસ્યાનો મૂળ તંતુ પકડીને એનો ઉકેલ લાવવા તેમ જ આ સંઘર્ષમાં નીતિવિષયક ફેરફારો કરવાની માગણી કરતી રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ) પણ કરી છે.

   ‘ગુંગા પહેલવાન’ ડૉક્યુમેન્ટરીને નૉન-ફીચર કેટેગરીમાં બેસ્ટ ડેબ્યુ ફિલ્મનો ૨૦૧૪માં ૬૨મો નેશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. તે ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ઇન્ડિયન પેનોરમાની ઓપનિંગ ફિલ્મ તરીકે પસંદગી પામી હતી.

      ૨૦૧૪માં કેરળમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ડૉક્યુમેન્ટરી ઍન્ડ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવમાં આ ડૉક્યુમેન્ટરીને ‘સ્પેશ્યલ મેન્શન’ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું હતું. દક્ષિણ એશિયામાં અલ્ટરનેટિવ ફિલ્મ ફેસ્ટિવલ તરીકે વિખ્યાત બનેલા વિગબ્યૉર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ડૉક્યુમેન્ટરી દર્શાવાઇ હતી. ૨૦૧૫માં વી કૅર ફિલ્મ ફેસ્ટિવલ તેમ જ એન એફ ડી સી દ્વારા આયોજિત અપંગો માટેના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પણ આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મના અવૉર્ડસ મળ્યા હતા.

     ચિત્તા જેવી ઝડપ અને સ્ફૂર્તિ ધરાવતા વિરેન્દ્ર સિંહની રગેરગમાં કુસ્તી છે. એનામાં ગજબનો લાવા ધગધગે છે એની ચિત્તા જેવી ચકળ વકળ થતી આંખો હરીફ કુસ્તીબાજની ચાલને પામી જાય છે. ઘડીના છઠ્ઠા ભાગમાં એ હરીફને પક્કડમાં લઇ લે છે, જમીન પર પટકાવે છે. વિરેન્દ્ર સિંહ મૂક-બધીર હોવાનું કોઇ માની શકે નહીં એવું એનું વ્યક્તિત્વ છે.

દિગ્દર્શકોએ વિરેન્દ્રસિંહ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. ગુગલ પર પણ કોઇ માહિતી ઉપલબ્ધ નહીં હોવાનું જણાયું. એક મૂક-બધીર કુસ્તીબાજની આવી ઘોર ઉપેક્ષા?

પરિણામે તેને મળવાની ઉત્કંઠા વધુ સતેજ બની. રૂબરૂ મુલાકાત થઇ ત્યારે એક કદાવર કુસ્તીબાજ – ઋજુ સ્વભાવ અને લાગણીસભર દિલ સાથે ઊભો હતો. એમની વચ્ચે તરત જ ઘરોબો સ્થપાઇ ગયો. એમની સાથે વાતચીતનો દોર શરૂ થયો, સંઘર્ષ, અને સપનાના પાનાં એકપછી એક ઉઘડતા ગયા. ડૉક્યુમેન્ટરીમાં વધુ ને વધુ જાન રેડાતી ગઇ.

એક મૂક-બધીરે આંતરાષ્ટ્રીય સ્તરે ભારતને નામના અપાવી હોવા છતાં એની ઉપેક્ષા થાય અથવા તો આવા અન્ય રમતવીરોને પ્રોત્સાહન આપીને ઇન્ટરનેશનલ લેવલે લઇ જવાની દરકાર સુધ્ધાં સરકાર ન કરે ત્યારે સરકાર જ મૂક-બધીર લાગે. સરકારી સિસ્ટમ અપંગ બની ગઇ હોય એવો અહેસાસ થાય. સ્વાભાવિક છે ને?

વિડિયો –

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Goonga_Pehelwan

https://yourstory.com/2017/08/virender-singh-deaflympics/

 

 

ભારતનાં વિશિષ્ઠ ગામડાં

ધૂળિયા રસ્તાઉકરડાપછાત મનોદશા

    ભારતના ગામડાંનું નામ વાંચીને આવો જ ખ્યાલ આવે ને?    પણ આ દસ ગામડાં વિશે જાણીને આપણને પ્રશ્ન થાય કે, ‘આમ પણ હોય?’. આવાં બીજાં પણ ગામ હશે. પણ ટૂંકમાં, આ દસ ગામડાં વિશે જાણો અને એમને સલામ કરો.

ઉપ્પલા – જલંધરપંજાબ

      કાળા રંગની , બીબાં ઢાળ પ્લાસ્ટિકની પાણીની ટાંકીઓ જોઈ કંટાળી ગયા હો તો આ ગામમાં જઈ વિવિધ વાહનોના આકારની પાણીની ટાંકીઓ જરૂર જોજો – કોઈક વિમાનના આકારની છે, તો કોઈક લશ્કરની ટેન્ક જેવી તો કોઈક બીજા આકારની !

મલાણાહિમાચલ પ્રદેશ

     હિમાલયના ચન્દ્રખાની અને દેવ ટિબ્બા શિખરોની તળેટીમાં આવેલું આ ગામ જાણે કે, દેશથી અલગ જ વિસ્તાર છે. અહીંના લોકો એમ માને છે કે, તેઓ સિકંદરની સેનાના વંશજો છે. ગામના વહીવટ માટે લોકસભાની જેમ બે કનિષ્ઠાંગ અને જ્યેષ્ઠાંગ નામનાં બે ગૃહ છે ! માલિકની પરવાનગી વિના કોઈ ઘરને હાથ લગાવવાની પણ ચેષ્ઠા કરો તો ૧૦૦૦ ₹. થી ૨૭૦૦ ₹ સુધીનો દંડ ભોગવવા તૈયાર રહેજો ! અહીં મોગલ શહેનશાહ અકબરને અલ્લા જેવા ગણવામાં આવે છે.

ધોકડા – કચ્છ , ગુજરાત

         આ ગામમાં શ્વેત ક્રાન્તિ હાજરાહજૂર છે – જાણે દૂધ, ઘીની નદીઓ વહે છે ! પણ કોઈ રહેવાસી વ્યક્તિ એનું વેચાણ નથી કરતી. જેમના ઘેર ઢોર ન હોય, તેમને મફત દૂધ આપવામાં આવે છે. ૫૦૦ વર્ષ પહેલાં પીર સૈયદના અહીં રહ્યા હતા. તેમની દરગાહ પણ છે, અને તેના મુખી અજિત જાડેજાના જણાવ્યા મુજબ પીરનું આ ફરમાન હતું.

કોડીન્હી – કેરાલા

      અહીં ઘેર ઘેર જોડિયાં બાળકો જોવા મળે છે. ૧,૦૦૦ માંથી ૪૫ માતાઓ અહીં જોડિયાં બાળકોને જન્મ આપે છે, જે સરેરાશ આંક કરતાં સાત ગણો વધારે છે.

હિવરે બઝાર – અહમદ નગરમહારાષ્ટ્ર

     હમ્મેશ અછતગ્રસ્ત એવો આ વિસ્તાર ખેડૂતોની આત્મહત્યા માટે કુખ્યાત છે. પણ આ ગામના રહીશો જાતમહેનત અને સંપથી ગજબની સમૃદ્ધિ પેદા કરવા સફળ થયા છે. ૧૯૯૦ માં પોપટરાવ પવાર સરપંચ તરીકે ચુંટાયા પછી આ સમૃધ્ધિ આવી છે. ૧૯૯૫ માં માથાદીઠ આવક ૮૩૦ ₹ હતી , જે ૨૦૧૨ માં ૩૦,૦૦૦ ₹ ની થઈ ગઈ છે. અહીં થોડો ઘણો જે પણ વરસાદ પડે તેનું ટીપે ટીપું સાચવી લેવામાં આવે છે. પશુપાલનની આધુનિક પદ્ધતિઓ પણ અમલમાં મુકવામાં આવી છે. અહીં ૬૦ કુટુમ્બો તો કરોડપતિ છે.

પુંસરી – સાબરકાંઠાગુજરાત

      મોટા શહેરોમાં પણ ન જોવા મળે તેમ અહીં ઘેર ઘેર વિજળીના દીવા, પાણીના નળ અને ફ્લશ વાળા જાજરૂ, ગામની પોતાની સુએઝ પદ્ધતિ, ૧૭૦ લાઉડ સ્પીકર વાળી પબ્લિક એડ્રેસ સિસ્ટમ, વાઈ- ફાઈ, અગત્યની જગ્યાઓએ સુરક્ષા માટે ક્લોઝ સરકિટ ટીવી અને સોલર પાવરથી ચાલતી સ્ટ્રીટ લાઈટ છે. દરેક ગામવાસીનો એક લાખ ₹. નો જીવન વીમો અને ૨૫,૦૦૦ ₹. નો મેડિકેર વીમો છે સારા વહીવટથી આ ગામે સરકારી યોજનાઓનો ઉપયોગ કર્યો છે.

શેતફળસોલાપુરમહારાષ્ટ્ર

      આ ગામમાં સાપ અને નાગની પૂજા માત્ર નાગ પાંચમે જ નહીં પણ હર હમ્મેશ કરવામાં આવે છે, ઘેર ઘેર સાપ અને નાગને રહેવાની વ્યવસ્થા છે. આશ્ચર્યજનક રીતે અહીં કદી કોઈને સર્પદંશ થયાનું જાણમાં નથી ! બાળકો બિનધાસ્ત સાપ સાથે રમતાં જોવાં મળે છે .

શાની શિંગણાપુર – અહમદ નગરમહારાષ્ટ્ર

        ૧૫૬ વર્ષ જૂના આ ગામમાં કોઈ ઘરને બારણું જ નથી. શાળા, પોલિસ સ્ટેશન વિ. સરકારી મકાનોને પણ નહીં. બહુ બહુ તો એકાદ પડદો લટકાવેલો જોવા મળે. આમ છતાં કોઈ ચોરી, લૂંટફાટ કે બળાત્કારનો કિસ્સો અહીં થયો નથી.

ચપ્પર – હરિયાણા

      સ્ત્રીઓ પર ત્રાસ અને કનડગત માટે કુખ્યાત રાજ્યના આ ગામમાં દીકરીઓના જન્મને મીઠાઈ વહેંચીને ઉજવવામાં આવે છે. અહીં જાહેર રસ્તાઓ પર પણ સ્ત્રીઓ ઘૂમટો તાણ્યા વિના ફરતી જોઈ શકાય છે.

૧૦કોક્કરે બેલ્લૂર – મંડ્યાકર્ણાટક

       અહીં પક્ષીઓને દિવ્ય માનવામાં આવે છે. અહીં કોઈ ખેતરમાં ચાડિયા જોવા ન મળે. પક્ષીઓને ચણ નાંખવાના ચબૂતરા ઠેર ઠેર જોવા મળે છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે વ્યવસ્થા પણ છે. રંગીન બગલાઓ અહીં મુક્ત રીતે વિહાર કરતા જોઈ શકાય છે.

આ દસ ગામોની ઝલક આપતો આ વિડિયો પણ જોઈ લો.

સાભાર – માનવી કટોચ, The Better India

1100 -મિરેકલ બોય ! …. દિવ્યાંગ ઉત્તમ મારૂની દિલસ્પર્શી સત્ય કથા

આપણી નાની નાની મુશ્કેલીઓ પણ આપણે સહન કરી શકતા નથી. પણ કોઈકના માથે હિમાયલ ટૂટી પડે, તો પણ તેઓ તેને સ્વીકારી શકે છે; આફતમાંથી આવડત કેળવી શકે છે.
આનું સરસ ઉદાહરણ વિનોદ ભાઈએ આપેલ આ સુ – સમાચારમાં છે.

વિનોદ વિહાર

 પંગુમ લંઘયતે ગિરિમ….

આજની પોસ્ટમાં પ્રસ્તુત નામ પ્રમાણે જ ગુણ ધરાવનાર દિવ્યાંગ બાળક ઉત્તમ મારૂની સત્ય કથા અન્ય દિવ્યાંગ કે સબળ બાળકો માટે ખુબ જ પ્રેરણારૂપ છે.

બે આંખે અંધ ઉત્તમ મારૂને શ્રીમદ ભગવદ ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ છે.એ એક સારો ગાયક, તબલાવાદક અને સંગીતના બધા રાગોનો જાણકાર છે.

ભારત સરકાર તરફથી એને એની આશ્ચર્યજનક સિધ્ધિઓ માટે રાષ્ટ્રપતીના હસ્તે  ”બાલશ્રી એવોર્ડ ” આપવામાં આવ્યો છે.

આજે ૫મી સપ્ટેમ્બર ૨૦૧૭ એ શિક્ષક દિવસ છે.બાળકોને જો બાળપણથી જ કુટુંબીજનો અને શિક્ષકો તરફથી પ્રેમ અને માર્ગ દર્શન મળે તો તેઓ કેવી પ્રગતિ સાધી શકે એને માટે બાળક ઉત્તમના વિકાસનો ગ્રાફ એક ઉત્તમ ઉદાહરણ છે.

દિવ્યાંગ ઉત્તમ મારૂની આ સત્ય કથા વાંચ્યા પછી ઈશ્વર કૃપાનો આ જાણીતો સંસ્કૃત પ્રાર્થનાનો શ્લોક યાદ આવી ગયો.

मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥

વિનોદ પટેલ

મિરેકલ બોય ! …. નામે ને કામે …ઉત્તમ મારૂ

એક વખત અચુક વાંચજો – રૂવાટા…

View original post 494 more words

એકલો

lonely_1

નિકોલાસ ઇફેક્ટ: યુરોપના એક સમાજવ્યાપી આંદોલનની હૃદયસ્પર્શી, પ્રેરક કહાણી

પાટણની પ્રભુતા

સ્વ. ક.મા. મુન્શીના આ પુસ્તક વિશે વાત નથી !

pp

આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો

જે પાટણની પ્રભુતા વિશે કાંઈક કહેવાનું છે, તેનો પહેલો ફકરો આ રહ્યો –

pp6

        શી વાત છે – સાવ ઊટપટાંગ જેવી? ના…. છેક એમ નથી.  આ લખનારના વ્હાલા  અમદાવાદની છોરી પ્રીતિ શાહ ત્યાં ગયેલી, અને એને એ પાટણની પ્રભુતા ગણે છે. લો.. વાતમાં મોણ નાંખ્યા વિના કહી જ દઉં.

      ચિર પ્રવાસિની  એવી એ મહિલા પ્રીતિ સેનગુપ્તા નામે વધારે જાણીતી છે! તેમના પ્રવાસ વર્ણન ‘અપરાજિતા’ નું એક પ્રકરણ નેપાલના પાટણના પ્રવાસ વિશે છે ! આપણે તો કદાચ ‘આપણા પાટણ’ની મુલાકાત પણ લીધી નહીં હોય, પણ બહેન તો આ પાટણની પ્રભુતા પર વારી ગયાં હતાં.

pp8

એ પ્રકરણનાં પાનાં આ રહ્યાં ….pp2
pp3
pp5

જો આ વાંચી, પૃથ્વીના  સાતે ય ખંડોને આવરી લેતી ‘અપરાજિતા’ વાંચવા મન થાય તો આ ઠેકાણે સાવ ‘મફત’માં મળી જશે !

pp7

આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો

જો ઓફ -લાઈન વાંચવા મન થાય તો તે ‘એકત્ર’ ના સૌજન્ય થકી ડાઉન લોડ પણ કરી શકશો.


    ‘એકત્ર ફાઉન્ડેશને’ આટલી સરસ અને સુવાચ્ય રીતે ગુજરાતી સાહિત્યનાં ઘરેણાં નેટ ઉપર વિના મૂલ્યે પીરસ્યાં છે – તે માટે આપણે એના મુખ્ય મોભી સર્વ શ્રી. રમણ સોની અને અતુલ રાવળનો હૃદયપૂર્વક આભાર માની વીરમીએ.