
ઘણી બધી પદ્ય અને ગદ્ય રચનાઓનો માનીતો અને બહુ જ લોકપ્રિય વિષય. આજે મહેન્દ્ર ભાઈ ઠાકરે (મુંબાઈ) સ્વ. આદિલ મન્સુરીની એક સરસ ગઝલ મોકલી. આ રહી….

આમાંના એક પણ શેરનું રસદર્શન કરાવવાની જરૂર છે ખરી? સીધાં, સોંસરવાં હૃદયમાં ઊતરી જાય તેવાં -ક્યાંક સાવ ગામઠી ભાષામાં – વાત, કવિત અને ઉપમાઓ.
પણ ગઝલાવલોકન માટે બહુ મજાનો વિષય મળી ગયો!
અબજો લોકોને જન્મથી જિંદગીનું સ્ટેજ તો એક સરખું જ મળ્યું છે. એ જ હાથ, પગ, ધડ, મગજ અને માણસના જિન્સ! પણ કશુંક એવું છે, જે એક માણસને અને એના માનસને બીજાથી જૂદા પાડી દે છે. એટલા બધા જૂદા કે, એકમેક સામે તલવારો, ભાલાઓ, તીરકામઠાં, બંદૂકો, બોમ્બો અને એનાથી ય ભયાનક … વાગ્બાણો અને વિચાર શસ્ત્રો લઈને સૌ જિંદગીની લડાઈમાં મહાવીર યોદ્ધા બની, રણહાક લલકારતા ધોડી જાય છે.
કેમ કાંઈક પ્લેટોનિક ચમત્કાર નથી સર્જાતો કે, ‘મૂળ એક જ છે.’ – એ સત્ય આત્મસાત બની જાય?
કદાચ એમ બને તો?
આવી ગઝલો લખાય જ નહીં !
વાચકોના પ્રતિભાવ