સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: નરેન્દ્ર મોદી

સાગરનું ગીત – શ્રી. નરેન્દ્ર મોદી

મહાબલીપુરમના સમુદ્ર તટ પર માનનીય શ્રી, નરેન્દ્ર મોદીના અંતરમાં ઊભરેલી કવિતા

એકલતા અને શોખ – બ્રહ્મવેદાંતજી

     અસ્તિત્વમાં બધાં એકબીજા સાથે જોડાયેલાં છે. બીજને ધરતીમાં વાવવાથી તે ધરતી અને આકાશ બન્ને સાથે સંબંધ સ્થાપિત કરે છે, તેથી તે ખીલે છે. આપણે ધરતીનું જોડાણ ગુમાવીએ છીએ. આપણા બનાવેલા રીત-રિવાજ, ભાષા અને નિયમોને કારણે જીવ ગુંચવાતો જાય છે. મનુષ્ય રમત બનાવે છે રમવા માટે, પરંતુ તેને અહંકાર અને કામના પકડી લે છે.

    વ્યક્તિ ધ્યાનમાં ઊંડી ઊતરે ત્યારે તેને એકલવાયું ક્યારે ય ન લાગે કારણ કે, ધ્યાન અને પ્રેમ એક જ સિક્કાની બે બાજુઓ છે. મનુષ્ય સંસારમાં સામાજિક પ્રાણી છે. માણસો સમૂહમાં રહીને એકબીજા સાથે લડે છે, ઝઘડે છે, ભાષણો આપે છે, સંસારની જવાબદારીઓ વહન કરે છે. એકલો પડે ત્યારે બારીબારણા બંધ કરે, કેસેટનો સહારો લે…અને નિંદર આવે તો સૂઈ જાય. નિંદર આવવી એ કુદરતી છે પણ આ બધામાં એકલતા લાગે તો રસ્તો ચુકાઇ ગયો.

     એકલવાયું લાગે તો એને જોવું. સંસારનો તાપ આકરો છે, પણ જાત સાથે રહેવું તે એનાથી પણ આકરું છે. બહુ વસમું લાગે છે. આપણો ઉછેર સમાજની વચ્ચે થાય છે. મજુરી કરતી સ્ત્રી બાળકને ખવડાવી-ધવડાવીને કુદરતના ભરોસે મુકી દે છે. આવા બાળકને એકલવાયા હોવાના સંસ્કાર પડે છે. તેને એકલવાયું લાગે જ નહી. પડ્યે  પડ્યે તારા જુએ, ઝાડ જુએ, ઊડતા પંખીઓ જુએ, પંખીઓ સાથે વાતો કરે. પ્રતીતિની દ્રષ્ટિએ એનો જીવાત્મા સમૃદ્ધ હોય છે. શહેરમાં ઊછરતા બાળકને બંધ ફ્લેટમાં ઉછરવું પડે છે, તે બહાર નીકળી ન શકે. એટલે તેને એકલા રહેવાના સંસ્કાર મળતા નથી. તેનામાં સમાજની વચ્ચે રહેવાના જ સંસ્કાર પડે છે. પછી એકલા રહેવામાં તેને પીડા થાય છે.

       ધીરે ધીરે પોતાની જાત સાથે રહેવાનો અભ્યાસ કરવો જરુરી છે. પોતાની અંદરથી મોજ લેવી એ એક કળા છે, જે શીખવી પડે છે. પોતાના શોખ શોધી લેવા પડે. સવારથી સાંજ સુધી એવી પ્રવૃત્તિઓ કરીએ કે મોજ આવે. ભીતરમાં જીવીએ. દરેક પરિસ્થિતિમાં મોજ આવે છે.

      ધ્યાનની અવસ્થામાં રહેવા માટે કોઇ શોખ કેળવવો, પણ તે પોતાને માટે. જે કંઈ કરીએ તે મોજથી કરીએ. એકલા રહીને ધરાઇ જઈએ ત્યારે સમાજમાં- બહાર આવી શકાય. બધા સામાજિક પ્રાણી છે; અને આપણે એમાંના એક છીએ. ભીતરમાં એક તત્વ એવું છે, જે જોયા કરે છે અને પ્રકાશ પણ આપે છે.

    એક વાર તે પકડતા આવડે તો પછી યાત્રા સડસડાટ થાય છે !

…… બ્રહ્મવેદાંતજી

‘નમો’ને નમસ્કાર

     બ્લોગિંગને લગભગ અલવિદા કરી દીધી હોવા છતાં; ભારતીય મૂળના હોવાના સબબે જે નવી દિશામાં પ્યારા ભારત દેશે ફાળ ભરવા કોશિષ કરી છે; તેને માટે આદરની લાગણી સાથે …

      એ દોડના મુખિયા ‘નમો’ ભારતવાસીઓને શું સંદેશ આપે છે; તે સમજવાનો આપણે સન્નિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ – એને  આપણા જીવનમાં ઉતારી, એનું અમલીકરણ કરવાના યજ્ઞમાં સહાયભૂત થવું જોઈએ ; એવું આ બ્લોગરનું માનવું છે.
આથી અવારનવાર .. ‘નમો’ નો સંદેશો અહીં મૂકવામાં આવશે.

આ  ચિત્ર પર 'ક્લિક' કરી 'નમો'ની સત્તાવાર વેબ સાઈટ પર પહોંચી શકશો.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ‘નમો’ની સત્તાવાર વેબ સાઈટ પર પહોંચી શકશો.

પહેલો સંદેશ આ રહ્યો.

Message from The Prime Minister

My dear fellow Indians and citizens of the world,

Namaste!

     A very warm welcome to the official website of the Prime Minister of India.

       On 16th May 2014 the people of India gave their verdict. They delivered a mandate for development, good governance and stability. As we devote ourselves to take India’s development journey to newer heights, we seek your support, blessings and active participation. Together we will script a glorious future for India. Let us together dream of a strong, developed and inclusive India that actively engages with the global community to strengthen the cause of world peace and development.

  I envision this website as a very important medium of direct communication between us. I am a firm believer in the power of technology and social media to communicate with people across the world. I hope this platform creates opportunities to listen, learn and share one’s views.

     Through this website you will also get all the latest information about my speeches, schedules, foreign visits and lot more. I will also keep informing you about innovative initiatives undertaken by the Government of India.

Yours,
Narendra Modi