ગામડાને રસ્તે, માંગતો હું ભિક્ષા દ્વારે દ્વારે.
જોયો તારો ભવ્ય સ્વપ્નશો સુવર્ણ રથ દૂર, સુદૂરે
ને વિચારી રહ્યો હું કે આ રાજાધિરાજ ક્યાં વિચરે?
મારી દુર્દશાના અંતની મને આશા બંધાઇ,
થયું કે આજે મળશે વણમાંગી સોગાદો ને વેરાશે
ચોમેર ધૂળમાં અમૂલ્ય સંપત્તિ.
રથ ઊભો, ઊતર્યો તું હસતો ને જોતો મારી સામે.
લાગ્યું કે આવી રહ્યું છે સદ્-ભાગ્ય મારી સામે,
ને એકાએક તેં ફેલાવ્યો તારો જમણો હાથ,
’મને આપવા શું છે તારી પાસે?’
અરે, આ તે કેવો રાજવી વ્યંગ કે વિનોદ?
માંગવી ભિક્ષા ભિક્ષુક પાસે?
હતો હું આકુળ વ્યાકુળ ને બેબાકળો,
ધીરેથી મારા થેલામાંથી એક ઝીણો કણ કાઢીને તને આપતો.
દિનાન્તે જ્યારે ખાલી કર્યો મેં મારો થેલો
થયું આશ્ચર્ય અપાર જોઇને ઢગલામાં ઝીણો સોનાનો દાણો,
વ્યર્થ આંસું હું સારી રહ્યો,
તને આખો થેલો મેં કેમ ન દીધો?
– શૈલેશ પરીખ
# રવીન્દ્રનાથ ઠાકુરની રચના
વાચકોના પ્રતિભાવ