આપણને આ શીખવાડવું પડે તેમ નથી ! આપણે માનીએ છીએ અને જાણીએ છીએ કે,આપણો આનંદ શેમાં છે. આખું આયખું એમાં જ તો ગાળ્યું છે ને?

આ ચિત્ર પર ક્લિક કરી આખું ગીત વાંચો.
પણ જેમ ‘ઈશ્વર છે કે નથી?’
એ માન્યતાનો વિષય છે,
તેમ આપણા આનંદ વિશે પણ
આપણી આવી બધી
માન્યતાઓ હોય છે !
કેમ? માનવામાં નથી આવતું ને? પણ જો આપણે એ બરાબર જાણતા જ હોઈએ તો જીવનમાં સંતાપો શા માટે? વલોપાતો શા માટે? માનીતું રમકડું ન મળે તો આક્રંદ શા માટે?
થોડાક પ્રયોગો એ માન્યતાની ચપટીક જ બહાર નીકળીને કરીએ, ત્યારે આપણને ખબર પડવા માંડે છે કે, એ માન્યતા ભૂલ ભરેલી છે ! આપણા આનંદને વધારવાની ઘણી બધી શક્યતાઓ છે જ. એ કશાકના મળવા કે ન મળવા પર આધાર ન રાખે તેમ બની શકે તેમ છે.
હવે શ્રી. શ્રી. રવિશંકરે બ્રાઝિલમાં આપેલ આ સંદેશ વાંચી જોજો.
કદાચ એક નવું જ પરિમાણ આપણા આનંદને અનેક ગણો વધારવા હાથવગું બની જાય !

આ ચિત્ર પર ક્લિક કરો.
એમાંથી એક નાનકડું ટાંચણ …
If we keep the joy that we experience in life only to ourselves, it will start dwindling. How to keep our joy, our happiness, our love? The only way to increase our joy, love and happiness to spread it with others. And that is what we need to do.
Your life is like a Christmas tree which has many gifts to give. A Christmas tree doesn’t keep the gift for itself. It is there to give it to everybody. You all are gifted, and you have many gifts to give society. Don’t our children deserve a better world? They do. And that can only happen when we live in wisdom and spread wisdom around. We should put a smile on everybody’s face.
વાચકોના પ્રતિભાવ