સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ગીત

એવું ના બને? એવુંયે બને

આમ તો આ કવિતા ‘કાવ્યસૂર’ પર ૩૦, નવેમ્બર-૨૦૦૯ ના રોજ પ્રકાશિત કરી હતી. પણ કળાના એક સાવ અલગ જ પાસાંને ઉજાગર કરવા એનું બહુ જ કલાત્મક રૂપ ‘હોબી વિશ્વ’ પર ૨૧, જુલાઈ- ૨૦૧૧ના રોજ તરતું મુક્યું હતું. યુ.કે.ના અનેક પ્રતિભાઓ ધરાવતા શ્રી. દિલીપ ગજ્જરે એ કવિતાને કેલિગ્રાફિક દેહ આપ્યો હતો.

સૂર ની સાધનામાં આ બહુ જ વ્હાલી રચનાના  આ બન્ને  દેહ વાચકોને માણવા મળે; એવો ભાવ જાગ્યો; અને આ કવિતા પુનઃ પ્રકાશિત થઈ રહી છે.

કેલિગ્રાફિક દેહ

શબ્દ દેહ

મધુર ગીત ગાવાની ઝંખના ઊઠે,
ટહૂકો રણકારતો સ્વર જો ભળે – એવું ના બને? એવુંયે બને.

નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. – એવું ના બને? એવુંયે બને.

બળબળતી હોય આગ દુખતા દિલે,
શિતળ સંવેદનાનો વાયરો મળે.- એવું ના બને? એવુંયે બને.

મૂંઝવતી હોય લાખ વિપદા મને
કોયડો ઊક્લતો જાય, ગેબી પળે .- એવું ના બને? એવુંયે બને.

કાળઝાળ જંગલમાં ભટકો તમે,
હૂંફવાળી વાત કરતું જણ જો મળે. – એવું ના બને? એવુંયે બને.

વાદ ને વિવાદોના તણખા ઝરે,
દિશા એક કરનારો ધોરી જો મળે. – એવું ના બને? એવુંયે બને.

ભૂત અને ભાવિનાં વમળો  ગ્રસે,
હાલમાં મહેંકવાની પળ જો મળે. – એવું ના બને? એવુંયે બને.

————————

      તા. 28 નવેમ્બર, 2009 ના દિને  રીવરસાઈડ, કેલિફોર્નીયા ખાતે (લોસ એન્જેલસ વિસ્તારમાં) શ્રી. રમેશ પટેલ (આકાશદીપ) ના ત્રીજા કાવ્ય સંગ્રહ ‘ત્રિપથગા ના વિમોચન પ્રસંગે એક બહેને અત્યંત મધૂર કંઠમાં રમેશભાઈની  એક રચના ‘એવું ના બને’ નું પઠન કર્યું હતું; અને બીજાં બહેને વહેતા  કરી દે તેવા લયમાં એ પંક્તિઓ ગાઈ સંભળાવી હતી. આજે, મારા ભાણેજ શ્રી. સમીર વ્યાસ અને તેની પત્ની ભૈરવીના સાન હોઝે ખાતેના ઘેર પાછા ફરી, બપોરની વામકુક્ષી દરમિયાન ઉપરોક્ત રચના આકસ્મિક ઊભરી આવી.

     આ પસંગે નેટમિત્રો સર્વ શ્રી. ચન્દ્રકાંત મિસ્ત્રી, દિલીપ પટેલ, જયેશ પટેલ, વલ્લભ ભક્ત અને બીજા નવા મિત્રોને મળવાનો પણ અમૂલ્ય લ્હાવો મળ્યો. બીજા આવા જ સ્નેહી મિત્ર કેપ્ટન નરેન્દ્ર ફણસેના 75મા જન્મદિનની ઊજવણી પણ આ જ સમયે હોવાના કારણે તેઓ આવી શક્યા ન હતા; પણ અંતરથી બધાંની સાથે જ હતા. કેપ્ટનને જન્મદિન મુબારક.

    આવો અપ્રતિમ સંજોગ પૂરો પાડવા માટે,  રમેશભાઈ અને તેમના કુટુમ્બીજનોનો અને સમારંભના સંચાલકોનો અને કાર્યકરોનો આભાર માનું એટલો ઓછો છે.

રમેશભાઈનો પરિચય

રવિવાર તા. 29 ના રોજ શ્રી રમેશભાઈએ પોતાનો બ્લોગ આકાશ દીપ નેટ જગતમાં તરતો મૂક્યો છે. એની મૂલાકાત લેવા વાચકોને ઈજન છે.

આ સમારંભનો લાગણી સભર પ્રારંભિક અહેવાલ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો.

દિલ ભરકે દેખ લો – લક્ષ્મીકાન્ત ઠક્કર [ લા’ કાન્ત ]

દિલ ભરકે દેખ લો નઝારા-એ –કુદરત !

ફિર ઐસા મુકામ ફિર કભી આયે ન આયે!

બાદલોં કે બીચ ખડે હોકર દૂર ધૂપકા ડેરા દેખા,

દૂર પર્વતોમેં ઘને બાદલ-બારીશકા ઘેરા દેખા,

રાજ્માલા હિલ્સ કા દૃશ્ય રોચક રોમાંચક રહા,

મૌસમકી ઠંડક,પેડ-પૌધે,ઝીલ-ઝરનેકા નઝારા દેખા,

ઢેર સારે બાદલોં કે બીચ,ધૂપકા પડાવ-બસેરા દેખા,

‘વોટર ફોલ્સકે બહતે પાનીકા ગુપ્ત નાદ સુના ,

ત્વચા પર ભીની માદક હવાકા અનૂઠા સ્પર્શ જાના ,

હરી-ભરી ખાઈયોં-પર્વતોમેં,નિસર્ગકા મુક્ત નૃત્ય દેખા,

પહાડિયોંકે સર્પાકાર રાસ્તોં કે બીચ ગહરી ખદાને,-

હરેભરે ચાયકે બાગાન-બાગીચે ફૂલોંકા નઝારા દેખા,

કહાં-કહાંસે આયે લોગોંકે મિજાજ-નખરે,પાગલપનદેખા હમને,

પઢે-લીખે પરિપક્વ લોગોંકી નિમ્નતા સ્તર,પાગલપન દેખા હમને ,

‘ઘુમના,ફીરના,દેખના‘મકસદ થા,ખાનેકા પાગલપન દેખા હમને

છોટી-છોટી બાતોંમેં ઉલઝકર અડ જાનેકા પાગલપન દેખા હમને,

ખુદકો જ્યાદા સમજદાર સાબિત કરનેકા, પાગલપન દેખા હમને,

દિલ-ઓ-દિમાગ પર છાયે ગુસ્સે-નારાજગી,પાગલપન દેખા હમને,

લક્ષ્મીકાન્ત ઠક્કર [ લા’ કાન્ત ]

અને એ પ્રેરણા સ્થળો આ રહ્યા….

This slideshow requires JavaScript.

ત્યારે સાલું લાગી આવે

મિત્ર ગણીને જેની સાથે સ્નેહ કરેલો;

પેટ ખોલીને જેની સાથે વાત કરેલી; 

બધી સુજનતા વિસરી જઈને

પીઠમાં ખંજર  જ્યારે ભોંક્યું નિર્દયતાથી;

……… ત્યારે સાલું  લાગી આવે. 

——————-

     આમ તો આ રચના હતાશાની છે; પણ એનું શ્રેય  ‘હાસ્ય દરબાર’ પર એક હળવા હાસ્યચિત્ર પર માનનીય પ્રજ્ઞાબેન વ્યાસે આપેલ  કોમેન્ટને જાય છે. ( એ બધી હળવાશ માણવા અહીં ક્લિક કરો,

    અલબત્ત એ કોમેન્ટ અને ત્યાર બાદ મળેલી સઘળી શેર પૂર્તિઓ પણ એવી  જ હળવી હતી. પણ આપણે એ ન ભૂલીએ કે, હાસ્યની પાછળ ઘણી વખત અસહ્ય કરૂણતા  છુપાયેલી હોય છે.

કવિશ્રી. મુકેશ જોશીની એ મૂળ રચનાનો, મને ગમતીલો મક્તાનો શેર ..

તમે હો મુસ્તાક તમારી તલવારો પર

દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે 

હાથ જરા સરકાવો પાછળ,

સાવ જ ખાલી મ્યાન મળે ને,

..……. ત્યારે સાલું લાગી આવે. 

[ આખી રચના અહીં વાંચો; અને સાંભળો . ]

સુજા ને સમર્પણ… ભજમન નાણાવટી

        અમદાવાદના શ્રી. ભજમન ભાઈ નાણાવટીએ બહુ પ્રેમથી મારા માટે આ રચના બનાવી. એને સંતાડીને બેસી રહેવાનું ઠીક ન લાગ્યું; એટલે અહીં કોપી કરી દીધી.

     એક જ કોમેન્ટ સાથે – આમાંની કશી પ્રશંસાને આ જણ લાયક નથી.

[  ભજમન ભાઈનો બ્લોગ – ‘વાર્તાલાપ’ ]

———————

દાદા સદા દિલનો દરિયો

બાળ રમાડે આપી ગરિયો

 

કવિતા મારી પા પા પગલી

દાદાની શીખ લાગે મખમલી 

દાદા વિશાળ વૃક્ષ આભમાં

ડાળે ચહકતી હું તો ચકલી.

 

દાદાની પેટી પર તાળું

ગદ્યસૂર ન માગે ટપલી.


દાદા તૃપ્ત. ના કશી કામના

શું અકળાવું? જ્યાં બાબત સફલી! 

————–

    કામનાથી મુક્ત થવાનું એટલું સહેલું ક્યાં છે?  હા! એટલું ખરું કે, સદા આનંદમાં રહેવાનું અને બીજાઓને રાખવાનું બહુ ગમે છે.

એક ડૂબકી, શાંત અંતરના ઓરડે- શ્રી. પ્રવીણભાઈ ઠક્કર

અંતરયાત્રાના સહપ્રવાસી મિત્ર શ્રી. પ્રવીણભાઈ ઠક્કરની આ રચના વાંચતાં જ ગમી ગઈ.

એક ડૂબકી, શાંત અંતરના ઓરડે,

શાંતિની ચીર નિદ્રામાં જાગૃત,

બીજુ કંઇ નહીં, બસ, જાગૃતિ.

ન અંજપાનો અહેસાસ, બસ, શાંતિનો સાથ.

ન આશા, ન ઉર્મિ, ન અપેક્ષાનો કોલાહલ,

ન ઇચ્છા, ન અપેક્ષા ન અજંપાની પ્રત્યાશા.

જાણે અંતરના ઉંડાણથી ઉભરતુ એક ઝરણું,

આનંદ અને સ્નેહની નદીમાં તરતુ અસ્તિત્વ.

ન કોઇ આધાર, પણ નિરાધાર નહીં,

ન વાત કે ચીત, બસ સત્ ચિત અને આનંદ.

ન જીત કે અસ્તિત્વની મથામણ.

કલ્પનાઓના ગગનોનો  ક્ષય,

ન શબ્દ, અ-શબ્દ, ગાઢ શાંતિનો પોકાર,

અ-શબ્દ, બસ – સત્ ચિત અને આનંદ.

આ રચના પર મિત્રોના પ્રતિભાવો અને સરસ મજાની ચર્ચા વાંચવા અહીં ‘ ક્લિક’ કરો. 

સાચું સુખ તે જિવંત જીવ્યા – અતુલ ભટ્ટ

સાચું સુખ તે જિવંત જીવ્યા.
જીવીને સૌને જીવાડ્યા. 

આંધી આવે, ત્સુનામી લાવે
તોયે એનું ચિતડું ચિદાનંદ.
 
સત્તા સાથે લક્ષ્મી આવે
તોયે એનું જીવન શિવાનંદ.

‘સુર’ સાથે ‘જ્યોતિ’ આવે
તેથી  જાની પરિવારે પૂર્ણાનંદ.

રાત્રિ સાથે દિવસ આવે
સારી સૃષ્ટિએ દિવ્યાનંદ.

 સુખ  સાથે દુઃખ  આવે 
તોયે એને હૈયે સત્ચિદાનંદ.

જીવન સાથે મૃત્યુ આવે
સ્નેહીજનને સદા અતુલાનંદ.
 – અતુલ ભટ્ટ 
એલ.ડી. એન્જિ. કોલેજમાં અભ્યાસકાળના સહાધ્યાયી, પ્રવૃત્તિકાળ દરમિયાન માત્ર અલપઝલપ જ મળેલા, અતુલ ભટ્ટ સાથેની દોસ્તી આકસ્મિક રીતે જ છેક ફેબ્રુઆરી – ૨૦૧૧ માં જીવંત બની.
 અમદાવાદમાં માત્ર બે જ વખત મેળાપ, અને ન કરમાય તેવું આ નવું પુષ્પ દૂર  રહ્યેય સતત પાંગરી રહ્યું છે; મહોરી ઊઠ્યું છે.
અને જુઓને બાગમાં ફરતાં ફરતાં, એની આ પાંદડીઓ કેવી ભાવ વિભોર બનાવી દે તેવી રંગીન અને સુવાસિત ખીલી ઊઠી છે?
મારા જીવનમંત્ર ‘ Live life powerfully.’ નો કેવો આહ્લાદક પડઘો?  આજે સવારે અતુલે ફોન પર આ કાવ્ય સ્ફૂર્યાની વાત કરી; અને ઈમેલમાં તે વાંચ્યું …..
અને લો! મારી છાબમાં સ્થાપી દીધું.
——————————————–
વ્હાલા મિત્ર અતુલ!
 જાની પરિવાર તારા આ ભાવ માટે સદાય ઋણી રહેશે.
પણ હવે તને અતુલ શેં કહેવાય? ——-ઓ! અતુલાનંદ સ્વામી! 

રિટાયરમેન્ટ – ભૂષિત જોશીપુરા

(તાલ: રૂપક)

ત્રીસ વરસનાં મૂળિયાં લૈને નાની સરખી ગાડી ચાલી
કાલ જુવાન હતો તેના પર પળિયાં લૈને ગાડી ચાલી

ક્યાંક વતન હતું દાયકા પર તેની છાંય પકડવા ચાલ્યો
ઝાંખાંપાંખાં ભાઈ-ભાંડરાં કેરી બાંહ્ય પકડવા ચાલ્યો

વતન છોડીને છોરું ચાલ્યા, ફરી સાસરે ભાર્યા ચાલી
ઘરના નેવાં-નળિયાં લૈને નાની સરખી ગાડી ચાલી!

રોજી સાથે રોજ મળે તે, ચહેરા અમથા આમ મળે તે,
દૂધે સાકર જેમ ભળે તેમ દિલમાં યાદ ભરાતી ચાલી

ધીમે-ધીમે કપૂર બળ્યાની ગંધ હવા ફેલાતી ચાલી
બારી આડે સળિયા લઈને નાની સરખી ગાડી ચાલી!

આવ્યો ત્યારે ધાર્યું’તું કે મારે મતલબ ખાલી રોજી
આંખ ન ઓળખે એવા લોકો સાથે ક્યાં મનમેળા હો જી?

સામૈયે કોઈ નવ આવ્યું, વિદાયમાં ભીડ મોટી ચાલી
આંખે કાં ઝળહળિયાં લઈને નાની સરખી ગાડી ચાલી?

– ભૂષિત જોશીપુરા

તેમની રચનાઓના બ્લોગની મૂલાકાત લેવા અહીં ‘ ક્લિક’ કરો

હુ તો છુ ત્યાનો ત્યા – રાજેન્દ્ર ત્રિવેદી

તારી જુદાઈ મા મને મઝા નથી પ્રિયે
એની જ રાહમા બધા સિતમ સહ્યા જીવે.

ક્યા તુ છુપ્યો આ દિલ મહિ પુછ્યા કરુ છુ હુ ?
ના ભાસતો પોકારતો ટટળાવતો છુ તુ !

થાકી જીવનની સાજના સુરજને હુ પુછુ?
થાતી પ્રભાતની ઉષાના તેજમા ઝુરુ !

ત્યા શાત થઈ ને સ્વપ્નમા મલકી મને કહે.
હુ તો છુ ત્યાનો ત્યા જો તુ ભિતરે જુવે !

–  રાજેન્દ્ર ત્રિવેદી

દિવાળી – રમેશ પટેલ(આકાશદીપ)

મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ

રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ

હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ

દોડી  કરીએ દિવાળીએ સ્નેહે સન્માન

કે મારા …આંગણાના થાજો મહેમાન

લાલી  છાઈ આકાશ, વરતાય  હૈયે  ભીંનાશ

માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ

આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર

પ્રકાશ  પર્વના છલકે  છે પ્રેમ ભર્યા  પૂર

ઝીલો ઝીલો હૈયે  દોડી આજ ઉમંગી નૂર

શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી

હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી  રંગોળી

ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી

ને વધાવીએ  નવ વર્ષને  વેરઝેર ડુબોડી

કે આજ મીઠી લાગે  મારી રુપલી દિવાળી

– રમેશ પટેલ(આકાશદીપ)

રમીએ રાસ – રમેશ પટેલ(આકાશદીપ)

દીઠો એક ચાંદલિયો રમતો આભ

બીજો  ચાંદલિયો  રમે  સરોવર પાળ

આવો  ને   ભેરુ   રંગે   રમીએ   રાસ

મને ગમે એક ફુમતું  તારે પાઘ

એના  સંગે  રમતી  મારી   આંખ

આવોને સખીઓ ગરબે ઘૂમીએ આજ

મારા  મહેલે ઝૂલે  હાથીડાની  હાર

જુએ મારા હૃદયાની  રાણીની  વાટ

આવોને ભેરુ રમીએ રંગે  રાસ

એક પતંગ ઊડે  ઊંચે  આકાશ

સાથે સરકે લઈ દિલડાની  આશ

આવો ને સખીઓ સાથે રમીએ રાસ

મારે આંગણિયે હરખે મોગરાનું ફૂલ

વાલમની વેણીનાં કોણ  કરશે  મૂલ

આવોને ભેરુ બારણે લટકાવીએ ઝૂલ

મારે મંદિરિયે બેઠી પારેવાંની જોડ

મારા મનમાં  રમે  કોડીલા રે  કોડ

આવોને સખીઓ માથે મૂકીએ  મોડ

ખીલ્યું  એક  કેસરિયું  ફૂલ  રે  વાટ

બીજો કેસૂડો મોહર્યો યમુનાજીને ઘાટ

વહાલો ચાંદલિયો ખીલ્યો આકાશ

આવો  ને  ભેરુ  રંગે રમીએ રાસ

– રમેશ પટેલ(આકાશદીપ)