સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: શ્લોક

વીઘ્ન

प्रारभ्यते न  खलु विघ्नभयेन नीचैः
प्रारभ्य विघ्नविहताः विरमन्ति मध्याः
विघैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥

(વસંતતીલકા)

       નબળી મનોવૃત્તીવાળા કાર્યની શરુઆત જ કરતા નથી.
મધ્યમ મનોવૃત્તીવાળા વીઘ્નોથી થાકીને વચ્ચેથી જ અટકી જાય છે.
ઉત્તમજનો વીઘ્નોથી અનેક વાર આક્રમણ થયા છતાં લીધેલા કાર્યને મુકતા નથી
.

—————————————————————————————————

       હું જીવનની વીશમતાઓથી કંટાળીને જંગલમાં ગયો. મેં ઇશ્વરને એક પ્રશ્ન પુછ્યો . ” હે, ઇશ્વર! જીવન ચાલુ રાખવા માટે તું એક વજુદ વાળું કારણ તો બતાવ. ”

        અને કોઇ અવાજે મને સામે રહેલા ફર્ન અને વાંસના ઝાડના ચૈતન્યને આ સવાલ પુછવાનું કહ્યું.

        ફર્નના વૃક્ષે કહ્યું. ” મારાં બીજને ઇશ્વરે તડકો, પાણી અને જમીનમાંથી પોશણ આપ્યું, અને એક વર્શમાં તો હું વધવા લાગ્યું.”

        વાંસના વૃક્ષે કહ્યું ” પાંચ પાંચ વર્શ સુધી ઇશ્વરે મને પોશણ આપ્યું, મારાં મુળ મજબુત થતાં ગયાં. અને જ્યારે તે પુરતા પ્રમાણમાં તાકાતવાળા થયા ત્યારે મારામાંથી પહેલો અંકુર ફુટ્યો. અને છ જ માસમાં હું ફર્નને આંબી ગયું.”

         હું  આ વાત સાંભળી મારા સંસારમાં નવા ઉત્સાહથી પાછો વળ્યો.   

( અંગ્રેજી પરથી અનુવાદ ) 

ધરા – સુરેશ અને રુચા જાની !

શાર્દુલવીક્રીડીત
ગણ – મ સ જ સ ત ત ગા
રાગ – ઉગે છે સુરખી ભરી રવી મ્રુદુ , હેમંતનો પુર્વમાં.
——————————————————————
પોશ્યાં તેં તરુ, જીવ, જંતુ, ખગ ને પાણીતણાં જીવ સૌ,
હીરા, માણીક, પોખરાજ જનમ્યા તારા જ મા, ગર્ભમાં.
કારુણ્યે નીજ અંકમાં ઝીલી લીધી તેં રે! દુખી જાનકી,
ગાઉં  હું ગુણગાન કેવી રીતથી, તારાં ધરા માવડી.
——————————————————————

હું આજે સવારે આવું કાંઇક લખવા વીચારમગ્ન થઇ બેઠો હતો ત્યાં મારી દીકરીએ મને પુછ્યું – ‘પપ્પા! કેમ કંઇ ચીંતામાં છો?’
મેં મારી વ્યથા કે પ્રસવવેદના જણાવી !
પછી તે મારી મદદે આવી અને આ રચના અમારા સંયુક્ત પ્રયત્નોથી સર્જાઇ ગઇ!!! અને વળી મારા ગુરુજી શ્રી. જુગલકીશોર વ્યાસની  સમયસરની ટીપ્પણીથી થોડી વધારે વ્યવસ્થીત પણ બની. આભાર ગુરુજી !

પ્રથમ વાર  26, મે, 2007 ના રોજ  ‘ સર્જન સહીયારું’ પર પ્રકાશીત

ગીતાવાક્ય

समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः
शोतोष्ण सुखदुःखेषू समः संगविवर्जितः
तुल्य निन्दा स्तुतिर् मौनीः संतुष्टः येन केन चित्
अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः
________________________________________________________

જેને માટે શત્રુ અને  મિત્ર, માન અને અપમાન, ટાઢ અને તાપ, સુખ અને દુઃખ, નિંદા અને સ્તુતિ  એ બન્ને સમાન છે; જે આસક્તિ રહિત છે;   જે મનનશીલ છે;  જે કંઇ સહજપણે મળે તેનાથી સંતોષ પામે છે;   જે પોતાના નિવાસસ્થાનમાં મમતા રહિત છે – તે સ્થીર બુધ્ધિવાળો, ભક્તિમાન પુરુષ મને પ્રિય છે.

ભગવત્ ગીતા –  અધ્યાય – 12 શ્લોક 18-19

प्रभाते करदर्शनम् – સુરેશ જાની

कराग्रे बसते लक्ष्मी , करमूले सरस्वती !
करमध्ये तु गोविन्दः, प्रभाते करदर्शनम् !

[  હાથના આગલા ભાગમાં લક્ષ્મી રહે છે અને હાથના મૂળમાં  સરસ્વતી.  જ્યારે હાથના મધ્ય ભાગમાં ગોવિંદ રહે છે. માટે સવારે ઊઠતાં જ હાથનું દર્શન કરવું જોઇએ. ] Read more of this post

વેદ સ્તુતિ – યજુર્વેદ

તેજોsસિ તેજો મયિ ધેહિ

વીર્યમસિ વીર્યં મયિ ધેહિ Read more of this post

મંગળાચરણ – ઋગ્વેદ

આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ  

અમને કલ્યાણકારી કર્મ સર્વે દિશાએથી પ્રાપ્ત થતાં રહો. 

–  ઋગ્વેદ 1:89:1