સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: book review

પુસ્તક પરિચય


નીસર્ગોપચાર દ્વારા રોગમુક્તી

લેખક

 • વી.પી. ગીદવાણી

પ્રકાશક

 • સુશીલાબેન મ. પટેલ
  • 2, નાલંદા સોસાયટી
   ,નારણપુરા રેલ્વે ક્રોસીંગ પાસે
   અમદાવાદ – 380 013

પ્રથમ આવૃત્તિ

 • 1982

પુનર્મુદ્રણ

 • 1983(2), 1984, 1985, 1987, 1988

કુલ છપાયેલી પ્રતો

 • – 31,000

પરીવર્તન – 8 : Who moved my cheese

મારી ચીઝ કોણે ખસેડી નાંખી?

      કેમ નવાઈ પામી ગયા ને, આ શીર્ષક વાંચીને? ભારતમાં ચીઝ એટલી બધી વપરાતી નથી. પણ પશ્ચીમના વીશ્વમાં ચીઝ એ ખોરાકનો એક સત્વ વાળો – આપણે મલાઈ કે ઘીને ગણીએ એવો – આકર્ષક પદાર્થ ગણાય છે. જ્યારે કોઈ એમ કહે કે, ‘મારી ચીઝ હવે જતી રહી છે.‘ તો એ મોટી આપત્તી, અણધાર્યા પરીવર્તનનું રુપક મનાય છે.

 

મારી ચીઝ કોણે ખસેડી?

મારી ચીઝ કોણે ખસેડી?

      1998ની સાલમાં પ્રકાશીત થયેલ, સ્પેન્સર જહોન્સન નામના ચીંતક અને લેખકની આ નામની ચોપડીએ એક નવો જ વીક્રમ સ્થાપીત કર્યો છે. સાવ વાહીયાત લાગે તેવી વાર્તાની અઢી કરોડ નકલો વેચાય; એ નાનીસુની સીધ્ધી ન જ કહેવાય. એમની બધી ચોપડીઓ (11) ગણીએ તો તો એ આંક 46 કરોડ પર પહોંચે છે, અને 47 ભાષાઓમાં એ અનુવાદીત થયેલી છે.

    એ તો ઠીક, પણ આ ચોપડીમાંની કાલ્પનીક વાર્તા ઘણી કમ્પનીઓમાં કામદારોને – ખાસ તો ઉચ્ચ અધીકારીઓને – બદલાતા વૈશ્વીક પરીબળો સાથે તાલ મેળવવા, અને અભીગમ બદલવા માટેની તાલીમ આપવા વપરાવા માંડી છે.

     મુળે, જહોન્સન માનસશાસ્ત્રનો સ્નાતક હતો; અને ત્યાર બાદ સાઉથ કેરોલીનાની મેડીકલ કોલેજમાંથી એમ.ડી. થયેલો. જગવીખ્યાત, હાર્વર્ડ સ્કુલમાં સેવા આપી ચુકેલ આ મહાનુભાવ મેનેજમેન્ટ નીષ્ણાત તરીકે બહુ જાણીતા છે.

     તો શું છે આ વીશીષ્ઠ પુસ્તકમાં? તમને જાણીને નવાઈ લાગશે કે, ઉપરછલ્લી રીતે તો આપણને આ એક બાળવાર્તા જ લાગે! એક અત્યંત વીલક્ષણ અને અટપટી ભુલભુલામણી વાળી જગ્યામાં ચાર સાવ ટચુકડાં પાત્રો રહે છે. એમાંના બે ઉંદર છે, અને બે સાવ ટચુકડા માણસો. એમનો ચીઝનો જાણીતો ઢગલો ખતમ થઈ ચુક્યો છે.

     ઉંદરો પ્રાણીસહજ સીમીત બુધ્ધી ધરાવે છે. એક ઉંદર ખણખોતીયો, સારી ઘ્રાણ શક્તીવાળો છે; અને ચીઝ માટે સતત સુઘતો રહે છે. બીજો સતત દોડતો રહેતો, કર્મઠ જણ છે. એ બે તરત ચીઝના નવા પ્રાપ્તીસ્થાનની શોધમાં લાગી જાય છે; અને ચોપડીના ત્રીજા કે ચોથા જ પાને એમને એ મળી જાય છે.

    પણ બીજા બે માનવબંધુઓ, માનવસહજ વીશીષ્ઠ બુધ્ધી ધરાવે છે; દલીલો કરે છે; વીચાર વીમર્ષ કરે છે; અને આ અણધાર્યા આપત્તીજનક પરીવર્તનથી મુંઝાયેલા છે. એમાંનો એક તો પરીવર્તનને સ્વીકારવા બીલકુલ તૈયાર નથી અને છેવટ સુધી હતાશ થઈને બેસી રહે છે. બીજો પ્રારંભીક હતાશાને અતીક્રમી, નવી ચીઝ શોધવા નીકળી પડે છે.

     ચોપડીનો મોટો ભાગ , આ ચોથા જણના અનુભવો અને એણે શોધી કાઢેલા સત્યો અને સીધ્ધાંતોનું નીરુપણ છે.

     જેમ જેમ આપણે આ ચોથા જણની સાથે એ ભુલભુલામણીમાં સફર કરતા જઈએ છીએ; તેમ તેમ આપણા પોતાના જીવન, તેમાં આવતા પરીવર્તનો અને વેઠવા પડતા સંઘર્ષો સાથે આકસ્મીક આપણે તુલના કરતા જઈએ છીએ. ચારે પાત્રો પણ વાસ્તવીક જીવનમાં સામાન્ય રીતે જોવા મળતી, વીધવીધ પ્રકાર અને સ્વભાવવાળી વ્યક્તીઓ સાથે સામ્ય ધરાવે છે.

    આ ચોથા જણે પ્રસ્થાપીત કરેલા સીધ્ધાંતો સરળ ભાષામાં –

 • પરીવર્તન તો થવાનું જ.
  • આપણી ચીઝ કોઈને કોઈ ખસેડી જ નાંખવાનું છે.
 • પરીવર્તનને ઓળખતાં શીખો .
  • ચીઝ  તો જતી રહેવાની જ  છે.  તે માટે તૈયાર રહો.
 • પરીવર્તન પર સતત ધ્યાન રાખો.
  • ચીઝ જુની થઈ ગઈ છે કે કેમ તે, સુંઘતા રહો.
 • પરીવર્તન સાથે ઝડપથી તાલ સાધો.
  • જેટલી ઝડપથી જુની  ચીઝની માયામાંથી મુક્ત થશો એટલા નવી ચીઝ મેળવવા શક્તીમાન બનશો.
 • બદલાઓ.
  • ચીઝના નવા ઠેકાણા પ્રમાણે ખસતા રહો.
 • પરીવર્તનનો પ્રેમથી સ્વીકાર કરો.
  • નવી ચીઝ શોધવાના પ્રયત્ન/ સાહસની મોજ માણો. અને નવી ચીઝ માટેનો સ્વાદ કેળવતા જાઓ.
 • વારંવાર થતા બદલાવ માટે તૈયાર રહો , અને એનો ફરી ફરી આનંદ માણો.
  • ચીઝનું ઠેકાણું તો બદલાતું જ રહેવાનું છે.

     મોટે ભાગે આપણે કોઈ જ ચીજ પરીવર્તન ન પામે; તેવી અપેક્ષા રાખતા હોઈએ છીએ. આપણાં ઘણા બધાં દુખોનું મુળ પણ આ ઠગારી આશા કે અપેક્ષા હોય છે. પણ વાસ્તવીકતા એમ નથી જ હોતી. સતત પરીવર્તન એ વીશ્વનો ક્રમ છે. આ માટે વાસ્તવીક અને ભોંય સોંસરો અભીગમ કેળવવા આ વાર્તા આપણને સરળતાથી પ્રેરણા આપે છે.

વધુ વાંચન માટે :       – 1 –      :     – 2 –