ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
નેટ મિત્ર શ્રી. દિપક ધોળકિયાના બ્લોગ પર મૂકાયેલ , માનનીય ભાષા શાસ્ત્રી શ્રી. બાબુભાઈ સુથારના લેખમાંથી નાનકડું ટાંચણ…
આજે વૈશ્વીકરણનો વાયરો વાય છે તેની પ્રાદેશિક ભાષાઓના ભવિષ્ય પર શી અસર પડશે તે સાંસ્કૃતિક ભાષાવિજ્ઞાની માટે, સ્વાભાવિક રીતે જ, ચિંતાનો વિષય છે. આજના જમાનામાં વૈશ્વીકરણને સતેજ બનાવે એવાં ઘણાં ઘટકો સક્રિય છે, એ જોતાં, પ્રાદેશિક ભાષાઓનું શું થશે એનો વિચાર કરવાની જરૂર છે. હું માનું છું છે કે, એક આંતરરાષ્ટ્રીય ભાષા આજે બેલગામ આખા વિશ્વની ભાષા બનવા લાગી છે તેમાં પ્રાદેશિક ભાષાઓના વિકાસની દૃષ્ટિએ રાજી થવા જેવું કઈં નથી. સ્થાનિક ભાષાઓ માટે આ વૈશ્વીકરણ જબ્બર ખતરા જેવું છે. આજે ગુજરાતમાં અંગ્રેજીમાં વધારે રસ લેવાય છે તેની ગુજરાતી પર પડતી અસરો જોતાં ગુજરાતીની જે સ્થિતિ છે તેની મને ચિંતા થાય છે.
– શ્રી. બાબુભાઈ સુથાર
આ તો મારી મા જેવી વ્હાલી મારી ભાષાની ચિંતાની વાત – બહુ મનભાવન. આથી હાલની ‘ ગદ્યસૂરી’ પ્રણાલિકા – ‘ફિલસૂફીમાં સ્વૈરવિહાર’ અને ‘કોમેન્ટ બંધ’ ને કામચલાઉ બાજૂએ મૂકીને, ત્યાં આપેલ મારો પ્રતિભાવ અહીં રજુ કરું છું ; અને કોમેન્ટોના દ્વાર ખોલી નાંખું છું !
ભાષાના તજજ્ઞો વચ્ચે કાંઈ લખવું , એ સામાન્ય માણસ માટે અનધિકાર ચેષ્ઠા છે ; તે સમજું છું ; અને છતાં ફરીથી આ અત્યંત રસિક ચર્ચામાં ભાગ લેવાના મોહને જતો નથી કરી શકતો.
અહીં આવ્યા બાદ જ ભાષાનું વ્યક્તિના વિકાસમાં શું મહત્વ છે- તે સમજાયું. સૌથી સારામાં સારું અને સૌને જાણીતું ઉદાહરણ – હેલન કેલર .
અને અહીંની પ્રાથમિક શિક્ષણની પ્રથામાં ભાષા શિક્ષણને અપાતું મહત્વ. અંગ્રેજી જેવી , અપવાદો અને અનેક પ્રદેશોની પરંપરામાંથી ઊતરી આવેલી જોડણીની ગેર વ્યવસ્થા છતાં , બાળકોને જે રીતે પદ્ધતિસર ભાષા શીખવાય છે – તે કાબિલે દાદ છે.અને સામાન્ય બાળકોને અપાતી એ વ્યવસ્થા તો કાંઈ નથી – જો વિશેષ જરૂરિયાતવાળા બાળકોનો ભાષા વડે કરાતો વિકાસ નજરમાં રાખીએ તો. જેમની પાસેથી કશી અપેક્ષા ન રાખી શકીએ, તેવા ઓટિસ્ટિક બાળકોની જે માવજત – મ્યુનિ. સ્કુલોમાં થાય છે – અને એ બાળકોનો વિકાસ જોઈએ – તો ભાષા શું કમાલ કરી શકે છે – તે જોઈ આપણે મોંમાં આંગળાં નાખી દઈએ.
પણ અત્યંત મહત્વની વાત એ છે કે, ભાષા વિજ્ઞાન પણ માનવ વિકાસની/ સમાજ વિકાસની પાયાની જરૂરિયાતનું એક સાધન માત્ર જ છે – જેમ વિજ્ઞાન અને ટેક્નોલોજી છે.
—–ગુજરાતી ભાષાના સંદર્ભે – એ મરી જશે કે, વપરાતી બંધ થઈ જશે – એવો હાઉ રાખવાનું જરૂરી નથી લાગતું . લાખોમાં ફેલાવો ધરાવતા દૈનિકો, માતબર સામયિકો, બબ્બે સાહિત્ય સંસ્થાઓ અને હવે અનેક ગુજરાતી ટીવી ચેનલો, સેંકડો બ્લોગો, ગુજરાતી વેબ સાઈટો , ગુજરાતી વિકી, લેક્સિકોન વિ. આંતરરાષ્ટ્રીય સવલતો નજરમાં રાખીએ તો ગુજરાતીનો વ્યાપ ઘટ્વાનો તો નથી , નથી ને નથી જ.
મહત્વની જરૂર માત્ર એક જ છે – સામાન્ય ગુજરાતી માણસને એની ભાષા માટે ગૌરવ ધારણ કરતો કરવો – ભલે ગુજરાતી એને માટે માત્ર શોખ કે મનોરંજનનું માધ્યમ રહે. ગુજરાતમાં, ગુજરાતીઓને ગુજરાતી ‘ શું શાં પૈસે ચાર’ જેવી થવા માંડી છે – તેની જગ્યાએ …
- અમદાવાદમાં દર સાલ યોજાયા ‘સમન્વ્ય’ જેવા કાર્યક્રમો ગુજરાતના શહેરે શહેરમાં અવાર નવાર યોજાય
- ધાર્મિક કથાઓની જેમ કાવ્ય / હાસ્ય મુશાયરા માં માનવ મેદની ઊભરાય.
- ગામે ગામ ગુજરાતી પ્રતિભાઓ માટેના હોલ ઓફ ફેઈમ સર્જાય અને ગુજરાતી બાળકો અને યુવાનો એમાંથી પ્રેરણા લઈ; ગુજરાતી ભાષાના માધુર્યને માણતા થાય.
—–
ભાષા શાસ્ત્રીઓએ આ બાબત કમર કસવાની પહેલ કરવાની છે – અને એમની પડખે સાહિત્યકારોએ, સાહિત્ય રસિકોએ અને જેના પેટમાં ગુજરાતી માટે બળે છે – તેવા સામાન્ય માણસોએ ઊભા રહેવાનું છે – નજીવી બાબતો માટેના બધા વિવાદોને બાજૂએ મૂકીને.
આ ભાવનામાં કશી ઉગ્રતા નથી. માત્ર મંગળ ભાવ જ છે – માની ભાષા માટેનો પ્રેમ છે – એક અદના આદમીની અંતરની આરજૂ છે.
પણ…
બાબુભાઈ યથાર્થ કહે છે તેમ – આ બાબતમાં પરિણામલક્ષી માર્કેટિંગની ચુસ્તી લાવવી જ પડશે. જો કોઈને એ શબ્દ ગંદો લાગતો હોય તો ; કોક રૂપાળો શબદ ગોતી કાઢે.
આ જ વિષયમાં મારા બીજા લેખો ..
છેલ્લા બે એક વર્ષમાં ‘ ગુજરાતી ભાષા મરવા પડી છે?’ તે વિષય અંગે ઘણી બધી ચર્ચાઓ વાંચવા મળી. ઉમળકાભેર તેમાં ભાગ પણ લીધો. ( નેટ ઉપર સૌથી લાંબી ચાલેલી ચર્ચા વાંચવા અહીં ‘ ક્લિક’ કરો. )
પણ જાણીતા પત્રકાર અને નિડર વિચારક શ્રી.ઉર્વીશ કોઠારીના લેખનાં નીચેનાં ટાંચણો મનને ભાવી ગયાં :-
ભાષા સોનાની લગડી છે અને સાહિત્યકારો સોની છે. એ લોકો ભાષામાંથી પોતાની આવડત-વૃત્તિ (કે બજારની માગ) પ્રમાણે ઘરેણાં બનાવે છે. પણ જેમની પાસે ઘરેણાં બનાવવાની આવડત નથી, એમની પાસે સોનાની લગડી તો છે જ અને એની કિંમત જરાય ઓછી નથી. બલ્કે, ઘરેણાંમાંથી લગડી નહીં, લગડીમાંથી ઘરેણાં બને છે.
…
અંગ્રેજીનો વિકલ્પ નથી એ ખરૂં છે. પણ ગુજરાતમાં કૌટુંબિક અને અંગત વ્યવહારમાં ગુજરાતી ભાષાનો સન્માનજનક વિકલ્પ છે ખરો?
…
આઘુનિક દેખાવા કે યુવા પેઢી સાથે તાલ મિલાવવા માટે શહેરી બોલચાલની ભાષાના અંગ્રેજી શબ્દો કે શબ્દઝુમખાં ઠપકારવાં, એ ભાષાનો વિસ્તાર નથી. ભાષાની વિકૃતિ છે.
…
વાત ફક્ત પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા લેખકથી ભાષાનું ગૌરવ અનુભવવાની વાત હોય તો ગુજરાતી ભાષા પાસે સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર મહાત્મા ગાંધી છે.
…
ગુજરાતી ભાષા બોલનારા ગુજરાતીઓનો આંકડો કરોડમાં છે. છતાં, ભાષા લુપ્ત થવાની બૂમો શા માટે?
..
ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે, એ સૌથી કમનસીબ બાબત છે. આ કાવતરામાં સૌની સહિયારી જવાબદારી છે.
…
જે ભાષા કરોડની સંખ્યામાં લોકો બોલતા હોય, તે એમ કંઇ લુપ્ત થઇ જવાની નથી અને ભાષાની બ્રીફ લઇને ફરનારા અણઘડ વકીલોથી બચવાની પણ નથી. ગુજરાતીને બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે. અત્યારે ખરી જરૂર ગુજરાતીને બચાવવાની નહીં, તેનો મહિમા કરવાની છે. તેનું ગૌરવ સ્થાપવાની છે.
…
બિનગુજરાતી અભિનેત્રીઓ બે લીટી ગુજરાતીમાં બોલી જાય, તો લોકો કેવા અડધા અડધા થઇ જાય છે! તો ખરેખર ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?
…
ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે, છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય. સાહિત્યકારોની ઝુંબેશો કરતાં સામાન્ય લોકોનાં આવાં નાનાં પગલાં લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. ૨૧ ફેબ્રુઆરીને (વિશ્વ માતૃભાષા દિન ઉર્ફે માતૃભાષા મહિમા દિનને) આ પાઠ યાદ કરવા માટે નિમિત્ત બનાવી શકાય.
( આખો લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો. )
…………………………………
આખી જિંદગી અંગ્રેજીમાં જ કામ કર્યા છતાં, ગુજરાતીમાં લખતી વખતે અભિવ્યક્તિની જે મોકળાશ જણાઈ છે; તે અંગ્રેજીમાં લેખ લખતી વખતે કે ગુજરાતીમાંથી અનુવાદ કરતી વખતે નથી જણાઈ. વારે ઘડીએ એક શબ્દ લખી, યોગ્ય શબ્દ ગોતવા થિસોરસ વાપરવો પડ્યો છે. ગુજરાતીમાં તો ટપાક દઈને બરાબર બંધ બેસતો શબ્દ અંતરમાંથી ઊભરાઈ આવતો અનુભવ્યો છે.
પહેલી વખત ટ્રાન્સલીટરેશનની ટેક્નોલોજીથી કોમ્પ્યુટરના સ્ક્રીન પર ઊપસી આવતા ગુજરાતી અક્ષરો જોઈ નાચી ઊઠેલા આ ગુજરાતીનો અનેરો આનંદ એ એના કોશે કોશમાં વ્યાપી ગયેલી ગુજરાતીતા છે. આ ઉન્માદ બીજા અનેકોએ પણ અનુભવેલો છે.
જ્યાં સુધી ઠેર ઠેર આવી ગુજરાતીતા અસ્તિત્વ ધરાવે છે; ત્યાં સુધી, ગુજરાતીમાં વિચારતા છ કરોડ લોકોની ભાષા લુપ્ત થઈ જશે; એ માન્યતા સ્વીકારવા મન માનતું નથી.
બીજી વાત…..
છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ઇન્ટરનેટ અને બ્લોગના સાધનો વિના મૂલ્યે હાથવગાં થવાનાં કારણે, ગુજરાતી બ્લોગ જગત જેવી એક સાવ નવી જ હસ્તિએ/ ઘટનાએ આકાર લીધો છે. એકદમ સ્વયંભૂ આવેલો આ જુવાળ વેપારી અને પૈસાના પૂજારી તરીકે બદનામ ગુજરાતીઓ માટે અદ્ભુત છે. ચોકસાઈથી ગણી ન શકાય એટલી મોટી સંખ્યામાં, બિલાડીના ટોપની જેમ, ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો અસ્તિત્વમાં આવ્યાં છે; ઉમેરાતાં જ જાય છે. લખાતા ગુજરાતી સાહિત્યની તવારીખમાં આ એક સાવ નવું નક્કોર અને તરોતાજા પ્રકરણ ખૂલી ચૂક્યું છે. પ્રકાશકોની તાતી તલવાર, જોહુકમી અને વ્યાપારી ગણતરીઓથી મુક્ત અને ખર્ચની ચિંતાથી મુક્ત આ માધ્યમના અનેક ફાયદા આ જણે જાતે અનુભવ્યા છે. ( આ અંગેના બે લેખ વાંચવા વાચકોને ભલામણ : બ્લોગર : અક્ષયપાત્ર )
સામાન્ય જનતામાં વધતા જતા નેટ અને અને સેલ ફોનના ઉપયોગને નજરમાં રાખતાં આ માધ્યમ વધારે ને વધારે વિસ્તરતું જશે; એમ દેખાઈ રહ્યું છે. ન ઉવેખી શકાય તેવી આ એક ઘટના છે. પ્રજામાં આવેલ આમૂલ ક્રાંતિ જેવી આ ઘટના છે. એક નવો જ યુગ સ્થપાવાના એંધાણ આપતી આ ઘટના છે.
કામની ભાગાદોડીમાં, મુષક દોડમાં ફસાયેલ, વ્યસ્ત યુવા પેઢી આમાં સામેલ છે; તો મારા જેવા નિવૃત્ત અને ઘરકામ કરતી ગૃહિણી પણ છે; અને ઉર્વીશભાઈ જેવી સાહિત્ય સાથે સંકળાયેલી જાણીતી વ્યક્તિઓ પણ છે. અરે! ગુજરાતના મુખ્ય પ્રધાન પણ આ હરણફાળમાં સામેલ છે. આને પ્રતાપે ગુજરાતી ભાષાનું ગૌરવ વધવાનું જ છે એમ કહું; તો એ આ બ્લોગરનો મિથ્યા આશાવાદ કે તુક્કો ન ગણતા. ભાષાની સેવા આ માધ્યમ દ્વારા નિઃશંક થઈ રહી છે/ થવાની છે ; તે હકીકત છે.
જે ભય સૌને છે; તે
આ ભય અકારણ નથી. પણ તેનો ઉકેલ સરકારી રાહે આવશે કે માત્ર સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ કે સાહિત્ય રસિકો જ લાવી શકે તે માન્યતા ભૂલ ભરેલી છે. કારણકે, આ વિકૃતિઓનું મૂળ બદલાતા સામાજિક મૂલ્યોમાં છે. સમાજ જો આ બાબત જાગૃત બનશે તો આપોઆપ ગુમાતી જતી પ્રતિષ્ઠા ફરીથી હાંસલ કરી શકાશે.
ઉર્વીશભાઈના લખાણનો આ પ્રાણ છે; આ એનો ધબકાર છે. અને આથી જ એ લખાણ આ સામાન્ય માણસના અંતરના તારને ઝણઝણાવી ગયું. પણ કામની વાત એ છે કે,
આપણે સહુએ – સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ કે સાહિત્ય રસિકો સમેત સહુએ – આ બાબત શું કરી શકાય તે વિચારવાનું છે.
બ્લોગીંગ ઉપરાંત મને એક બે બાબત સૂઝી છે, જે નીચે રજૂ કરું છું –
વાચકોને વિનંતી કે આવાં બીજાં શાં પગલાં આપણે ભરી શકીએ તે વિચારી અહીં સૂચવે.
આપણા સહુના પ્રયત્નોથી ‘ બોસ! જરા આમાં લૂક ઇન્ટુ કરી લે જે ને.’ બોલનાર જણને ,‘ભાઇ, જરા આટલું જોઇ જજે ને.’ બોલતો કરી શકીએ, તો ગુજરાતીની મોટી સેવા થશે.
અરે! આપણે પોતે જ પોતાનાથી આવી શુભ શરૂઆત કરીએ તો?
છંદ – વસંતતિલકા
ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા
……………………………..
વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે
દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.
વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા
શાતા પમાડી સહુને કમનીય ભાસે
વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે
નીલાં, રસાળ, મનની તરસો છીપે છે.
ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.
વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.
—————————————————
8 ઓગસ્ટ – 2009
30 ઓગસ્ટ – 2009 ના રોજ ડલાસ- ફોર્ટવર્થના સાહિત્ય વર્તુળ ‘શોધ’ ના ઉપક્રમે યોજાયેલ સ્વરચિત કાવ્યપઠનના કાર્યક્રમમાં રજુ કરેલ ‘શેકસ્પીયરશાયી સોનેટ’.
દીકરી ના આવ્યા હોંશીલા તેડા..
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……
ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.
અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય..
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..
હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-
સૂરજ નો રાતોચોળ રંગ……..
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,
‘
રજ વનરાવનની લાવજો…
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,
આયનો એવો એક લાવજો..
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…
વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,
ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,
ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો.
– નીલમબેન દોશી
—————————————
આ કવીતા કોણે લખી છે, તે તો ખબર નથી. પણ ઈન્ટરનેટ પર મીત્રોએ વારંવાર મોકલ્યા કરી છે. છેલ્લી વાર મળી ત્યારે શીર્ષક જોઈને ડીલીટ જ કરવાનો હતો. પણ મારા એક માત્ર લશ્કરી મીત્ર કેપ્ટન નરેન્દ્રે મોકલી છે ; તે જોઈ, આ લડાયક માણસ પણ કવીતામાં રસ ધરાવે છે, જાણી આનંદ થયો …
( આ લખાયા બાદ આદરણીય શ્રી. વિનય ખત્રીએ સંશોધન કરીને જણાવ્યું કે આ કવીતા તો મારાં નેટ દીદી શ્રીમતી નીલમબેન દોશીની રચના છે. )
ઈમેલ સંદેશો ખોલ્યો. અને ત્યાં તો અંદરથી એમનું એક કાવ્ય-પુષ્પ ખરી પડ્યું ..
લો વાંચી લો. લશ્કરી દીમાગના હૃદયમાંથી પ્રગટેલું એ પુષ્પ –
——————————
હવે વાત જાણે કે એમ છે કે, આ દોઢડાહ્યા જણને એનું ગુંજન કરતા કશુંક કાંઈક ખુંચ્યું .. અંને કેપ્ટનના અંતરનો ભાવ એનો એ રાખીને થોડાં અળવીતરાં કરી લીધાં.
લ્યો ! એ પણ વાંચી લ્યો ત્યારે –
વહેતા વારીમાં અમે પાવન થયાં, ને
બધે ફેલાઈ સ્નેહની સુગંધ.
બસ! મીત્રો, જોજનો દુર હોવા છતાં આમ એકમેકની સાથે ગુલાલ વહેંચતા રહીએ.
આમ વ્હાલ અને સદભાવના વહેંચતા રહીએ
વાચકોના પ્રતિભાવ