એક સામાન્ય માણસ.
ટોળાંમાંનો માણસ
રસ્તે ચાલતો માણસ
ઓફીસમાં કારકુની કરતો માણસ
શાક સમારતી ગૃહીણી, બાળકને ધવડાવતી મા, ઈજનેર, ડોક્ટર, નર્સ, શીક્ષક, મેનેજર, ખબરપત્રી, પ્રોગ્રામર, સૈનીક, પોલીસ, ડ્રાઈવર, પાઈલોટ .. નાની મોટી નોકરી કે, નાનો મોટો ધંધો કરતો માણસ
થોડો ઉંચો કે નીચો માણસ.
કશું ન ભણેલો, થોડું ભણેલો કે બહુ ભણેલો માણસ.
કામ કરતો કે બેકાર કે મોટો વેપલો કરતો માણસ.
ટોળાંમાં બધાંની લગોલગ કે સહેજ ઉંચા પથ્થર પર કે ઓટલા પર ઉભેલો માણસ
– અરે! બહુ બહુ તો સ્ટેજ પર બેઠેલો અને બે ચાર ભાષણ કરી, વીસરાઈ જતો માણસ.
,,,,,,,,,,,,,,,,,,,
શું વીશેષ છે આ સામાન્ય માણસમાં?
કશું જ નહીં.
અને છતાં પણ ..
તમારા, મારા જેવા સામાન્ય માણસને આ ઉદબોધન છે. કારણ?
કારણકે,
માદામ મારીયા ક્યુરીએ ભલે એક્સ-રે શોધી નાંખ્યા; એનું ઘડતર થયું પોલેન્ડના એક સાવ સામાન્ય પાદરીની સાવ સામાન્ય દીકરી તરીકે. અને એ એક્સ રે વાપરી, આપણાં હાડકાંની ચકાસણી કરનાર ઓર્થોપેડીક સર્જનને એની છબી પાડી આપનાર અમદાવાદ/ રાજકોટની લેબોરેટરીનો ટેક્નીશીયન પણ એક સામાન્ય માણસ છે.
અમેરીકન ખંડના એક ટાપુ પર પગ મુકનાર પહેલો યુરોપીયન, મહાન મુસાફર, ક્રીસ્ટોફર કોલમ્બસ પણ એક સામાન્ય ખલાસી હતો, અને એના સાન્તા મારીયા જહાજના સઢને સંકોરી, જહાજને બરાબર પશ્ચીમ દીશામાં ગોઠવતો ખલાસી પણ એક સામાન્ય માણસ હતો.
ભારતને આઝાદી અપાવનાર ગાંધીજી પણ એક સામાન્ય માણસ હતા; અને એમની ચળવળને મુર્તીમંત બનાવનાર, દાંડીકુચમાં પગે ચાલનાર જણ પણ સામાન્ય માણસ હતો.
અને નોંધી લો … ..
- એ સામાન્ય માણસ જ જીવનને ધબકતું રાખે છે.
- માનવજીવનમાં જે કાંઈ પણ બને છે; એમાં પાયાનું કામ એ કરે છે.
- એ અનાજ પકવે છે અને કારખાનાંઓમાં માલ પેદા કરે છે.
- એ જ રસ્તા. મકાનો. મંદીરો, મહાલયો બાંધે છે.
- એ જ ભગવાનની મુર્તી કોતરે છે.
- એ જ લડાઈઓ લડી ઈતીહાસ સર્જે છે.
- એ જ નવાં સામ્રાજ્યો અને સંસ્કૃતીઓનો પાયાનો સર્જક છે;
- અને એ જ મહાન સામ્ર્રાજ્યો અને સંસ્કૃતીઓનો વીધ્વંસક છે.
- એ જ ભાષાઓ બનાવે છે.
- એ જ સાહીત્ય અને લલીત કળાઓમાં આલેખાતા જીવનનો ધબકાર છે.
એકવીસમી સદીનો એ સામાન્ય જણ પોતાના અને સમાજના જીવન વીશે શું વીચારે છે?
એનાં શું અરમાન છે?
એનું દર્શન શું છે?
… આવા દસ હજાર સામાન્ય માણસોના વીચાર ‘ સ્પીક બીન્દાસ ’ પર એકત્રીત કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે.
… આવા સામાન્ય માણસની મુલાકાત રજુ કરવાનો અમારો પ્રયત્ન છે.
સ્પીક બીન્દાસ…..
- સામાન્ય માણસની સામ્પ્રત બોલીને ધબકાર આપતો શબ્દ.
- તરવરતા તોખાર જેવા જવાન જણનો શબ્દ.
- કોઈ પંડીતાઈના ભાર વગરનો,
- …. પણ સામાન્ય માણસના જુસ્સાને જબાન આપતો શબ્દ.
સામાન્ય માણસના વીચારોને આમ વાચા આપવાની ખેવના ધરાવતો, છવ્વીસ વરસનો છોકરડો, સ્પીક બીન્દાસ બ્રાન્ડ દેવાંગ વિભાકર પણ સામાન્ય માણસ છે; અને એને ટચલી આંગળીનો ટેકો કરનાર, લડખડાતા ટાંટીયા વાળો, આ છાંસઠ વરસનો બાળક પણ સામાન્ય માણસ છે.
લો ત્યારે…
આવા થોડાક જણની મુલાકાત માણો.
———————-
જો તમે એમ માનતા હો કે, તમે સાવ સામાન્ય જણ છો –
- તો અમારા આ અભીયાન માટે તમે બહુ કામના માણસ છો.
જો તમે એમ માનતા હો કે, તમે ‘કાઈક’ વીશીષ્ટ છો…
- તો પણ તમે આ અભીયાનમાં આવકાર્ય છો.
તો આવો .
તમારા વીચારો વ્યક્ત કરી આ શૃંખલાને આગળ ધપાવવામાં સહાતભુત થાઓ
તમારા જીવન વીશે બે વાત કહેવા અને તમારા વીચારો વ્યક્ત કરવા
આ ફાઈલ ડાઉનલોડ કરો
અને સ્પીક બીન્દાસને મોકલી આપો.
speakbindas@gmail.com
————————————
અને છેલ્લે ….
સામાન્ય માણસ શું કરી શકે છે; તેની એક પરીકલ્પના આપતી , અને મને બહુ જ ગમી ગયેલી હીન્દી ફીલ્મનો અહેવાલ આપતો લેખ વાંચવા અહીં ‘ક્લીક’ કરો
વાચકોના પ્રતિભાવ