સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: news

ગુજરાત ટાઈમ્સ – ન્યુ યોર્કે નોંધ લીધી

    ગુજરાતી ભાષા પરીષદ અને અન્ય સંસ્થાઓ દ્વારા તા. 14 ફેબ્રુઆરી – 2009 ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ  ‘ગુજરાતી ભાષા બચાવ’ રેલી અને સભા ની નોંધ ન્યુયોર્કથી પ્રગટ થતા ગુજરાત ટાઈમ્સે તેના 27 , ફેબ્રુઆરી – 2009 ની ‘ સપ્તક’ પુર્તીમાં લીધી છે. આ અઠવાડીકે મુખપૃષ્ઠ ઉપર રેલી અને સભાના ફોટા છાપ્યા હતા; અને અંદરના પાને અડધું પાનું ભરીને અહેવાલ આપ્યો હતો.( સંવાદ દાતા –  સંજય  દવે ) 

આ અહેવાલ વાંચવા અહીં ક્લીક કરો

ઝુંબેશનો વીગતવાર અહેવાલ શ્રી. જુગલકીશોર વ્યાસના બ્લોગ NET – ગુર્જરી ઉપર :- 

:    –  1  –  :  –  2  –  :  –  3  –

ઈ- પુસ્તકો સ્ક્રીડ ઉપર – સમાચાર

    મને જણાવતાં આનંદ થાય છે કે,  અત્યાર સુધીમાં પ્રસીધ્ધ કરેલાં ઈ-પુસ્તકો હવે આપ સ્ક્રીડ ઉપરથી પણ ડાઉન લોડ કરી શકો છો . 

નીચેના યુ આર એલ અજમાવી જુઓ – 

વલોકનો 

અંતરની વાણી

સ્વૈરવીહાર

પરીવર્તન – 7 : અમેરીકાની ગાંધીગીરીને સ્વીકૃતી

એક સમાચાર –

“ અમેરીકાની સરકારની પ્રતીનીધી સભાએ 11 ફેબ્રુઆરી – 2009 ના રોજ, 406 વીરુધ્ધ 0 મતે, અમેરીકાના નાગરીક સમાનતા હક્કોના આદી પ્રણેતા સદગત માર્ટીન લ્યુથર કીન્ગની ઉપર ગાંધીજીની વીચારસરણીના પ્રભાવને અનુમોદન આપતો ઠરાવ પસાર કર્યો છે.

   ગાંધી વીચારસરણીનો જાત અનુભવ મેળવવા, ઈ.સ. 1959માં માર્ટીન ભારત આવ્યા હતા. એની સુવર્ણ જયંતીના ભાગ રુપે અમેરીકાનાં સેક્રેટરી ઓફ સ્ટેટ શ્રીમતી હીલારી ક્લીન્ટન ગુરુવાર તા. 19 ફેબ્રુઆરીના રોજ એક સાંસ્કૃતીક પ્રતીનીધી મંડળને ભારત જવા વીદાય આપશે. આ મંડળમાં સદગતના પુત્ર પણ જોડાશે. “

———————————————- 

આને એક બહુ જ મોટી ઘટના તરીકે હું નીહાળું છું.

  • આતંકવાદ, અમાનવીય વ્યવહાર, સંકુચીતતા અને ભાગલાવાદી પરીબળોથી ત્રસ્ત વીશ્વ માટે ગાંધીજીની વીચારસરણી સીવાય બીજો કોઈ વીકલ્પ નથી –  તેનું આ ઠરાવ જ્વલંત ઉદાહરણ છે.
  • લડાયકવાદી તરીકે આખા વીશ્વમાં કુખ્યાત થયેલ, અમેરીકાએ આ નીર્ણય દ્વારા, વીશ્વને શાંતીમય સહઅસ્તીત્વની પ્રક્રીયાના પ્રસારની શુભ શરુઆતનો બહુ જ દુરગામી સંદેશ આપ્યો છે. શ્રી. બરાક ઓબામા પ્રમુખ બન્યા બાદ આવી શુભ શરુઆતની વીશ્વ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું.  
  • ઉત્તર અને દક્ષીણ ધ્રુવ જેવી અલગ મનોવૃત્તી ધરાવતા રીપબ્લીકન અને ડેમોક્રેટીક પક્ષોએ પક્ષીય હીતોને બાજુએ મુકી,   દેશના હીતમાં ખભે ખભા મીલાવી કામ કરવાની શીસ્તનું જબરદસ્ત ઉદાહરણ સમસ્ત વીશ્વના રાજકારણીઓને – ખાસ કરીને વીકસતા દેશોને – પુરું પાડ્યું છે.
  • પ્રમુખપદની ઉમેદવારી માટે જેમણે  બાથંબાથ કરી હતી; તે બે વ્યક્તીઓ માત્ર છ જ મહીનાના ટુંકા ગાળામાં, અંગત મતભેદોને બાજુએ મુકી, વધુ ઉચ્ચતર હેતુઓ માટે એક જ ટીમ તરીકે કામ કરી શકે છે.  
  • 400 વર્ષના સ્વાર્થી, નીર્દય, નીચ, અને ક્રુર ઈતીહાસને ઠુકરાવીને વીશ્વને માનવતાના એક નવા માહોલની શક્યતામાં દોરવાની, વીશ્વની આ મહાસતાની આકાંક્ષા, હકારાત્મક અભીગમ અને સતત પરીવર્તનની પ્રક્રીયામાં આપણો વીશ્વાસ દ્રઢ કરે છે.
  • અંગત રીતે – જીવનના 58 વર્ષ ગંધીજીની કર્મભુમી અમદાવાદમાં ગાળેલ, દીલથી ભારતીય પણ કૌટુમ્બીક સ્વાર્થના કારણે અમેરીકન બનેલ આ જણ અમેરીકન બનવા માટે ગૌરવ અનુભવે છે.

        ભવ્ય ભુતકાળની ગાથાઓમાં રાચતા, ગાંધીજીની પ્રતીભાનો કનીષ્ઠ હેતુઓ માટે ઉપયોગ કરવા ટેવાયેલા, અને કલ્યાણકારી પરીવર્તનનો આંધળો વીરોધ કરતા આપણે સૌ દંભી, જડ, સંકુચીત સ્થગીત માન્યતાઓ અને પુર્વગ્રહોને તીલાંજલી આપવા અને સહકારથી સંવાદ અને કામ કરવા , આ ઘટનામાંથી બોધપાઠ લઈએ તો?

ગુજરાતી બચાવ ઝુંબેશ – એક સમાચાર

    ઈન્ટરનેટ ઉપર જે વ્યક્તી ગુજરાતી વાંચે છે; તેને ગુજરાતી ભાષા માટે લાગણી છે. જે લખે છે, તેને આ લાગણીના વ્યાપમાં રસ છે. આ સૌને સતત સતાવતી ચીંતા છે –

“શું ગુજરાતી ભાષા મરવા પડી છે?”

   ગુજરાતી પ્રજા સૈકાઓથી ગુજરાતની સીમાઓ ઓળંગી બહાર રહેવા ટેવાયેલી પ્રજા છે. છતાં તેણે પોતાની ગુજરાતીતા પેઢી દર પેઢી જાળવી રાખી છે. આથી કદી આવી ચીંતા પેદા થઈ ન હતી.

   પણ સતત વધતા જતા વૈશ્વીકરણની એક અસર રુપે આ ચીંતા ઉદભવી છે. વધારે અને વધારે કુટુમ્બો ગુજરાતમાંથી બહાર જવાની હીજરતમાં જોડાવા માંડ્યા છે. ગુજરાત રાજ્યે પણ વીશ્વના સમૃધ્ધ દેશોની હરોળમાં પોતાની સ્થીતી હાંસલ કરવાની દોડમાં, વીશ્વ કક્ષાના નેતાની દોરવણી હેઠળ હરણ ફાળ ભરી છે.

    આના કારણે ગુજરાતી ભાષા અંગે ઉદાસીનતા વ્યાપક થયેલી જોવા મળે છે. આ ઘર ઘરની કહાણી છે. ઓફીસે ઓફીસની કહાણી છે. આ ચીંતા દરેક ગુજરાતીના હૃદયની ચીંતા છે.

    આના શક્ય ઉકેલ શોધવા ગુજરાતના પ્રથમ કક્ષાના સાક્ષરોની સાન્નીધ્યમાં ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ ‘ યોજવામાં આવી છે.

દીવસ

14 ફેબ્રુઆરી – 2009 : શનીવાર

સમય

સવારે દસ વાગે

સ્થળ

1) ગુજરાત વીધાપીઠનો દરવાજો અને

2) ગુજરાતી સાહીત્ય પરીષદના મકાનમાં આવેલ હોલ
– અમદાવાદ 

મુખ્ય વક્તાઓ

 

શ્રી. સુરેશ દલાલ 

શ્રી. ગુણવંત શાહ

શ્રી. રઘુવીર ચૌધરી   

વીગતવાર માહીતી જાણવા આ સાથેની ફાઈલ ડાઉન લોડ કરો.

આ કાર્યક્રમને આનુષંગીક ‘ ગુજરાતી ભાષા પરીષદ’ ના મંત્રી શ્રી. કિરણ ત્રિવેદીનો સંદેશ 

————————————————————- 
વ્હાલા ગુજરાતીઓ,

  ઉપરોક્ત ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ’ના ચાર ઉદ્દેશ છે

  1. માતૃભાષામાં શીક્ષણ – વૈશ્વીકરણની આક્રમક પ્રક્રીયા અને વ્યાપારીકરણના પ્રતાપે શીક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનું મહત્વ સતત વધતું રહ્યું છે. વીશ્વભરના શીક્ષણકારોનો એવો અભીપ્રાય રહ્યો છે કે, બાળકને શીક્ષણ તેની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ શાણપણ સામાન્ય માણસના મનમાં સ્થાપીત કરવા માટે આપણે કામ કરવું જોઈશે.
  2. ભાષાનું સરલીકરણ – તાગ ન પામી શકાય તેવા વ્યાકરણ અને જોડણીના નીયમોના કારણે, ગુજરાતી ભાષાનો વપરાશ ઓછો થતો રહ્યો છે. લીપી નવા જમાનાની ટેક્નોલોજી માટે જટીલ અને બીન વ્યવહારુ બની ગયેલી છે. જોડણી અને અન્ય ભાષાકીય સુધારા અપનાવવા માટે આપણે જાગવું જરુરી બની ગયું છે. આ માટે સરકારી તંત્ર અને સક્ષમ સંસ્થાઓની સંવેદનશીલતા જગવવા અને જાહેર જનતાનો અભીપ્રાય બુલંદ બનાવવા આપણે સૌએ જાગૃત થવાની જરુર છે.
  3. ગુજરાતી સાહીત્યનો વ્યાપ – ગુજરાતની જનતામાં ગુજરાતી વાંચન માટે ખાસ રસ નથી. ગુજરાતી ભાષાના વાતચીત સીવાય ઘટતો જતા ઉપયોગના કારણે, ગુજરાતી સાહીત્ય તરફ તેમની ઉપેક્ષા વધી રહી છે. આને કારણે ગુજરાતી સંસ્કૃતી તરફ પણ અભાવ વધતો રહ્યો છે. આથી ગુજરાતી સાહીત્ય વાંચવાની ટેવ વીકસે અને વધુ સાહીત્યનું સર્જન થાય તે માટે આપણે પ્રયત્નો કરવા જરુરી છે.
  4. અંગ્રેજી માટે બીન જરુરી ઘેલછાનો ઉકેલ – વૈશ્વીક ભાષા બની ગયેલી, અને જ્ઞાન અને દુરંદેશી માટે અનીવાર્ય, અંગ્રેજી ભાષાની જરુર અને મહત્વનો આપણે અનાદર કે અવગણના ન જ કરી શકીએ. પણ વાલીઓની આ માટે વધતી જતી ઘેલછા અને શાળાઓની વેપારી મનોવૃત્તી અને સરકારની ખાનગીકરણની નીતી અને પહેલા ધોરંણથી અંગ્રેજી માધ્યમ અમલી કરવાની નીતીનો આપણે વીરોધ કરવો જરુરી છે.

      આ બધા ઉમદા હેતુઓના સંવર્ધન માટે, આ ઝુંબેશને ટેકો આપવા, આ સાથે જોડેલી પુસ્તીકા વાંચવા, તેને બને તેટલા વધારે લોકોને વંચાવવા, યોજેલ રેલીમાં ભાગ લેવા અને જ્યાં શક્ય હોય ત્યાં અને તે રીતે તે અંગે આપની અભીવ્યક્તી કરવા હું આપ સૌને વીનંતી કરું છું.

– કિરણ ત્રિવેદી
મંત્રી , ગુજરાતી ભાષા પરીષદ

આજે બુધવાર છે – એક બાઘો, સામાન્ય માણસ

મુંબાઈમાં આતંકવાદી ધડાકા થયા. 

મન ક્ષુબ્ધ થઈ ગયું. આક્રોશ વ્યક્ત કરવા કોઈ શબ્દો ન જડ્યા.

અહીં ક્લીક કરો.

‘વેડનસડે’  ફીલ્મ જોઈ.

 જવાબ મળી ગયો. 

– એક બાઘો, સામાન્ય માણસ ( A stupid common man) 

તા.ક.  –  તમે આ ફીલ્મ ન જોઈ હોય તો જોવા ખાસ ભલામણ છે.

15 દીવસનો વીરામ

‘ ગદ્યસુર’ ઉપર પંદર દીવસનો વીરામ.

20 સપ્ટેમ્બરે ફરીથી મળીશું.

ગુજરાતી સ્પેલચેકર

ગદ્યસુર ઉપર પહેલી વાર ‘સાર્થ’ જોડણીમાં

     હ્યુસ્ટનના શ્રી. વિશાલ મોણપરાએ એમના ગુજરાતી ફોન્ટની ફેરબદલીના કામને આગળ ધપાવી, ગુજરાતી સ્પેલ ચેકર બનાવ્યું છે; એ સમાચાર જ્યારે મળ્યા, ત્યારે એક ગુજરાતી બ્લોગર તરીકે આનંદના ઓઘ ઉમટી આવ્યા. મારી અંગત માન્યતાઓ અને ‘ઉંઝા જોડણી’ માટેના મારા લગાવને બાજુએ મુકીને મને આવડે એવી ‘ સાર્થ’ જોડણીમાં,   આ બ્લોગ ઉપર પહેલી વખત, અને લગભગ દોઢ વર્ષના ગાળા બાદ, એ આનંદની અભિવ્યક્તી કરી રહ્યો છું. આથી આ લખાણમાં ભૂલો હોવાની ઘણી શક્યતાઓ છે. સુજ્ઞ વાચક એને ધીરજપૂર્વક ખમી ખાશે એવી આશા રાખું છું.

    મારા વિચારો રજુ કરું એ પહેલાં આખી જીંદગી લક્ષ્મી સાથે સંકળાયેલા, પણ સાચા અર્થમાં સારસ્વત એવા, મુરબ્બી શ્રી. રતિલાલ ચંદરયાએ ગુજરાતી ભાષાને આપેલા યોગદાનને યાદ ન કરું; તો તે ઉચિત નહીં હોય. એમના દાયકાઓના સતત પરિશ્રમના પ્રતાપે ગુજરાતી શબ્દકોશ અને સ્પેલચેકર અસ્તિત્વમાં આવ્યાં છે. અલબત્ત આ સવલતો વાપરનારે એક એક શબ્દ માટે પોતાની મહેનતથી ( મેન્યુઅલી) વાપરવાની હોવાથી, લખાણ માટે અલ્પ સમય જ ફાળવી શકતા બ્લોગરને બહુ અનુકૂળ નથી. પણ જ્યારે આવી કોઈ સવલત ઉપલબ્ધ ન હતી, ત્યારે વિશ્વના ખૂણે ખૂણે, વિનામૂલ્યે અદનામાં અદની વ્યક્તિને એ હાથવગું કરી આપવું, તે અપૂર્વ ઘટના છે.

     છાપેલા સાહિત્યથી બ્લોગ-સાહિત્ય એ રીતે જુદું પડી જાય છે કે, અહીં એકાદ વ્યક્તિ કે બે ચાર જણની ટોળી જાતે જ કામ કરતી હોય છે. આ કામમાં કોઈ અલગ પ્રુફ રીડર હોતો નથી. સમયનો અભાવ, વ્યાવસાયિક અને સામાજિક જવાબદારીઓ અને આકર્ષણોને બાજુએ મુકીને બ્લોગરો પોતાના નિજાનંદ અને ‘ગમતાંનો ગુલાલ’ કરી ગુજરાતી સાહિત્ય અને જનતાની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. એમના ગુજરાતી લખાણને સ્વયંસંચાલીત રીતે ચકાસવાનુ આ સાધન, જરુર બહુ જ ઉપયોગી નિવડશે; તે માટે બે મત નથી.

     ‘વિશ્યુઅલ બેઝીક’ માં હોબી પ્રોગ્રામીંગના ક્ષેત્રમાં બહુ જ સીમિત આવડત અને અલ્પ અનુભવના આધારે હું કહું છું કે, આ બહુ જ નીરસ અને અત્યંત પરિશ્રમ અને ધીરજ માગી લેતું કામ છે. વિશાલભાઈએ અનન્ય પ્રતિબધ્ધતાથી આ કામને હાથમાં લઈ, વાપરવાની શરુઆત કરી શકાય એવા સ્તરે પહોંચાડ્યું છે. મુરબ્બી રતિકાકાએ શરુ કરેલ પ્રક્રિયાને એમણે એક નવી ઉંચાઈ પર પહોંચાડવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે; એ માટે તે સૌના અભિનંદનના પાત્ર છે. હું એમને મારી અંગત મુબારકબાદી આપું છું અને આ સવલતને વિશ્વકક્ષાની બનાવવા માટે એમને ઝળહળતી સફળતા મળે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું.

દિવ્ય- ભાસ્કર’ના એક લેખમાંથી

સાયબર–સફર

લેખક–શ્રી. હીમાંશુ કીકાણી

….. પુસ્તકાલયોની વાત નીકળી છે તો એક ગુજરાતી ઈ–બુકની પણ વાત કરી લઈએ. https://gadyasoor.wordpress.com/download/  પરથી જીવનલક્ષી અવલોકનો ધરાવતી એક નીઃશુલ્ક ગુજરાતી ઈ–બુક ડાઉનલોડ કરી શકાશે.
     પુસ્તક ‘ઉંઝાજોડણી’માં છે.પણ ઈ–બુક કેવી હોય અને નીવૃત્તી પછીય બ્લોગ કોઈને કેટલા પ્રવૃત્ત રાખી શકે છે; એ પણ જોઈ–જાણી શકાશે.

– હીમાંશુ કીકાણી

    ૨૩ જુલાઈ ૨૦૦૮ના ‘દીવ્ય ભાસ્કર’ દૈનીકની, દર બુધવારે પ્રકાશીત થતી તેની ‘કળશ’ પુર્તીમાં કટાર લેખક શ્રી. હીમાંશુ કાણીની કૉલમ ‘સાયબર–સફર’માં (પાન–૩)પ્રગટેલી, મારા પ્રથમ ઈ–પુસ્તક ‘અવલોકનો’ની સ્વીકાર–નોંધ સાભાર…

‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે.

24 જુલાઈ, 2007

    આદરણીય સ્વ. રવિશંકર મહારાજને અર્પણ કરીને ‘ગદ્યસુર’ની શરુઆત કરી હતી.
   ( એ દીવસના પહેલા બે લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ) :   – 1 –  :   –  2  – 

     આજે ‘ગદ્યસુર’નો પહેલો જન્મદીન છે. કેવળ કુતુહલ અને નીજાનંદ માટે શરુ કરેલી બ્લોગીંગ યાત્રા જે પગથીયે ઉભી છે, તે પગથીયું એ કુતુહલથી ઘણું દુર જઈ ચુક્યું છે. કુતુહલ- નીજાનંદ- ગમતાંનો ગુલાલ- પરીચય પ્રવૃત્તી- કવીતા- ગદ્યલેખન- સમાજને પ્રદાનની ભાવના….  આમ એક પછી એક મંજીલો કપાતી ગઈ છે.

    આજે  અમેરીકા વીશે  એક લેખ પ્રસીધ્ધ કર્યો છે. 

મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા

.   અહીં, અમેરીકામાં જે કાંઈ આપણને શીખવા જેવું લાગ્યું છે, તે પીરસવાનો પ્રયત્ન આ શ્રેણીમાં હું કરું છું. 

થોડી આંકડાકીય માહીતી આજની તારીખમાં ‘ ગદ્યસુર’ બાબત – 

Blog Stats

Total views: 32,741

Busiest day: 453 — Friday, June 6, 2008

Views today: 234

Totals

Posts: 525

Comments: 1,350

Categories: 41

Tags: 54

અને થોડી માહીતી મારા અન્ય બ્લોગ બાબત
( વાચકોની સંખ્યા)

અને બીજા મીત્રો સાથેના બ્લોગ
( વાચકોની સંખ્યા) 

    આ બધું આપ સૌના સહકાર અને ઉમળકાભર્યા પ્રતીભાવ વગર શક્ય ન જ બન્યું હોત.

    આપ સૌનો ખુબ ખુબ આભાર.

‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે.

24 જુલાઈ, 2007

    આદરણીય સ્વ. રવિશંકર મહારાજને અર્પણ કરીને ‘ગદ્યસુર’ની શરુઆત કરી હતી.
   ( એ દીવસના પહેલા બે લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ) :   – 1 –  :   –  2  – 

     આજે ‘ગદ્યસુર’નો પહેલો જન્મદીન છે. કેવળ કુતુહલ અને નીજાનંદ માટે શરુ કરેલી બ્લોગીંગ યાત્રા જે પગથીયે ઉભી છે, તે પગથીયું એ કુતુહલથી ઘણું દુર જઈ ચુક્યું છે. કુતુહલ- નીજાનંદ- ગમતાંનો ગુલાલ- પરીચય પ્રવૃત્તી- કવીતા- ગદ્યલેખન- સમાજને પ્રદાનની ભાવના….  આમ એક પછી એક મંજીલો કપાતી ગઈ છે.

    આજે  અમેરીકા વીશે  એક લેખ પ્રસીધ્ધ કર્યો છે. 

મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા

.   અહીં, અમેરીકામાં જે કાંઈ આપણને શીખવા જેવું લાગ્યું છે, તે પીરસવાનો પ્રયત્ન આ શ્રેણીમાં હું કરું છું. 

થોડી આંકડાકીય માહીતી આજની તારીખમાં ‘ ગદ્યસુર’ બાબત – 

Blog Stats

Total views: 32,741

Busiest day: 453 — Friday, June 6, 2008

Views today: 234

Totals

Posts: 525

Comments: 1,350

Categories: 41

Tags: 54

અને થોડી માહીતી મારા અન્ય બ્લોગ બાબત
( વાચકોની સંખ્યા)

અને બીજા મીત્રો સાથેના બ્લોગ
( વાચકોની સંખ્યા) 

    આ બધું આપ સૌના સહકાર અને ઉમળકાભર્યા પ્રતીભાવ વગર શક્ય ન જ બન્યું હોત.

    આપ સૌનો ખુબ ખુબ આભાર.